Sunday, 9 November 2014

" મૃત જ્વાળામુખી" - Part-17

Part-17
કેમ્પ આવતા આવતા સાગરના મનમાં ધમાસાણ મચી ગયેલુ હતું.આ બે જ દિવસમા એની દુનિયા બદલાઈ ગયેલી.હવે કોઈ એને આ મિશન પુરું કર્યા બાદ 1000 કરોડ પણ આપી દે અને સામે સરિતાને આપે તો એ સરિતાને જ પસંદ કરે એમા કોઈ શંકા નહોતી પણ એ જ સરિતાના દાદાને એ મિશન પુરું કરવાનું વચન આપીને આવેલો જેના વિશે એણે સરિતાને પણ નહોતુ બતાવ્યું અને જે લોકોની સાથે એ હતો એ લોકો પણ એમ એને અધવચ્ચે આમ જવા દે એ શક્ય જ નહોતું.હવે આ મિશનને અધવચ્ચે છોડવું મતલબ મૌત.જો કે મિશન પુરું થયા બાદ પણ એ લોકો આ ત્રિપુટીને નહીં જ મારી નાખે એની કોઈ જ ગેરેન્ટી તો નહોતી જ પણ એટલું રિસ્ક તો લેવું જ પડે એમ હતું.આ ગડમથલમાં જ ક્યારે રસ્તો કપાઈ ગયો અને ક્યારે એ કેમ્પ પહોંચી ગયેલો એ એને ખુદને પણ ખબર ન પડી.
કેમ્પના લીડર ખુબ જ કડક હતા આથી સાગરે એમને કન્વિન્સ કરવા માટેના જાતજાતના બહાનાઓ રસ્તામાં વિચારી રાખેલા પણ આ શુ?જોરૂભા અને હનુમંતસિંહ બંન્ને તો ત્રણેયનો સામાન લઈને રસ્તા ઉપર એની રાહ જોઈને જ ઉભા હતા.સાગરને આવતો જોઈને જ જોરૂભાએ એમના મોબાઈલ ઉપરથી એક કોલ કર્યો અને થોડી જ સેકન્ડોમાં કોલ કટ કરે નાખ્યો.
સાગર એ બંન્ને ને આમ રસ્તા ઉપર ઉભા જોઈને આશ્ચર્યચકીત થઈ ગયો અને દોડીને એમની પાસે જઈને બોલ્યો “ જોરૂભા આ બધું શું છે? “
ત્યાં તો એમની ગાડી અને ડ્રાઈવર આવીને ઉભા રહી ગયા.ડ્રાઈવર તો એ જ હતો કે જે જોરૂભાને પઠાણકોટથી અહીં લઈ આવેલો.એનું નામ હતું રફિક.પણ ગાડી આ વખતે જમ્મુ-કશ્મીર પાસીંગની હતી અને સ્પેશીયલી ડીઝાઈન કરેલી હતી કે જેથી ડ્રાઈવર અને એની બાજુની સીટ અને પાછળની તમામ સીટ વચ્ચે એક મોટું પાર્ટીશન હતું.જે ફુલ્લી સાઉન્ડ પ્રુફ હતું. જેથી પાછળ જે વાતચીત થાય એ ડ્રાઈવર સાંભળી ન શકે.જોરૂભાએ સાગરને ચુપ રહેવાનો ઇશારો કરીને એને ગાડીમાં બેસવાનું કહ્યું
સાગર ચુપચાપ ગાડીમાં બેસી ગયો સાથે જ જોરૂભા અને હનુમંતસિંહ પણ.એ સાથે જ રફિકે ગાડી ભગાવી મુકી.થોડી ક્ષણૉ વિત્યા બાદ જોરૂભાએ સાગરની સામે જોયું એ એકીટશે જોરૂભાની સામે જ જોઈ રહ્યો હતો એમના જવાબ માટે.હવે જોરૂભા બોલ્યા
“ મારી ગઈકાલે રાતે જ રિયાઝ સાથે વાત થઈ.એણે કહ્યું કે એમના મુળ પ્લાન મુજબ જે ઈન્સટ્રક્ટર જે કેમ્પને લીડ કરવાનો હતો એ બીમારીને કારણે રજા ઉપર હોવાથી બીજો ઈન્સટ્રક્ટર આવી ગયેલ છે.મુળ પ્લાન મુજબ આપણે વારંવાર અહીંથી ચાલુ કેમ્પે બેંકની મુલાકાત લઈને પરત અહીં આવી જવાનું હતું કે જેથી કોઈને શંકા જ ન જાય.પણ આ ઈન્સટ્રક્ટર સાથે છેલ્લી ઘડીએ હવે કોઈ જ વાતચીત કરવામાં જોખમ છે કદાચ એ ન માને તો બાજી ઉંધી પણ પડી શકે છે. “
“તો હવે? “ સાગર બોલ્યો
જોરૂભા બોલ્યા “ આથી રિયાઝ સાથે થયેલ વાતચીત મુજબ મેં જ તારી ગેરહાજરી બાબતે એ ઈન્સટ્રક્ટરે ઠપકો આપ્યો ત્યારે જ એની સાથે જાણીજોઈને મેં અને હનુમંતસિંહે જીભાજોડી કરી જેથી એણે જ અમને કેમ્પમાંથી તાત્કાલીક ધોરણે આઉટ કરી દીધા.”
સાગરે હનુમંતસિંહની તરફ જોયું એના ચેહરા ઉપર આ કેમ્પમાં આવેલી સુંદર રમણીઓને છોડીને જવાનું જરાયે ગમ્યું નથી એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું.પણ બીજી એક વાત મનમાં આવતાં સાગરે પુછ્યું “ પણ જોરૂભા રિયાઝે પુછ્યું નહીં કે હું ક્યાં ગયો છું.”
જોરૂભા બોલ્યા “ એ તો મેં એને સમજાવી દીધું કે તું કોઈ લોકલ છોકરીના ચક્કરમાં ફસાઈ ગયો છું.જેને લઈને દુર જંગલમાં નીકળી ગયો હતો અને રસ્તો ભુલી ગયો હતો.આથી રાત્રે પાછો ફરી શકેલ નથી.”
સાગર બોલ્યો “ અને એ માની ગયો? “
જોરૂભા બોલ્યા “ શા માટે ન માને?જો કે હવે બીજી વખત આ ભુલ રીપીટ થશે અને રિયાઝને એમ લાગશે કે મિશનને અસર થાય છે તો હું પણ વચ્ચે નહીં આવું એમ રિયાઝે કહેલું છે “
આ વાતનો સાગર પાસે કોઈ ચોક્કસ જવાબ નહોતો.આથી એ ચુપ થઈ ગયો અને હિમાલયની વાદીઓમાં ખોવાઈ ગયો અને ગઈકાલે ગાળેલા ખુબસુરત ખ્વાબને પોતાની આંખ સમક્ષ ફરીથી રજુ થતુ જોઈ રહ્યો.જમ્મુ આવતા સુધી કોઈ એક શબ્દ બોલ્યુ નહીં.ચેકપોસ્ટ ઉપર પોલીસ રોકશે એવું લાગતુ હતું પણ રિયાઝે એનો બંદોબસ્ત પહેલાથી જ કરેલો હતો કોઈએ એમને રોક્યા જ નહીં.તેઓ સીધા જમ્મુની મેઈન બજારમાં થઈને નજેકના ટેક્સી સ્ટેન્ડ પાસે આવ્યા ત્યાં પહોંચીને રફિકે કોઈને રસ્તો પુછ્યો અને ગલીકુચીઓમા થી થઈને એણે ગાડી એક હોટેલના ગેઈટ પાસે લાવીને ઉભી રાખી દીધી.
તેઓ ત્રણેય નીચે ઉતર્યા હોટેલની રૂમ સર્વીસ બોય આવીને બધો જ સામાન લઈ ગયો.સામાન ઉતરી જતા જ જોરૂભાએ રફિકને સુચના આપી “ લાંબી પહાડી સફરમાંથી આવ્યો છે.ગાડી પાર્ક કરીને ડ્રાઈવરની રૂમમાં જઈને આરામ કર.જરૂર પડશે તો મોબાઈલ કરીને તને બોલાવી લઈશું.”
રફિક બોલ્યો “ અહીં તમારા બહારના એક પણ નેટવર્ક નહીં ચાલે.ફક્ત બી.એસ.એન.એલ. અને એ પણ પોસ્ટ પેઈડ જ ચાલે છે.આ તમારા ત્રણેયના નવા સીમકાર્ડ છે નંબર કવર ઉપર જ છે.વાંચીને ફાડીને ફેંકી દેજો.”
આથી જોરૂભાએ જુનું સીમ મોબાઈલમાંથી કાઢીને સાચવીને પોતાના વોલેટમા મુક્યું અને જ્યારે નવું સીમ નાખ્યું સીમ ટેસ્ટેડ જ હશે કેમકે મોબાઈલમા નાખતા જ સિગ્નલ આવી ગયા.આથી એમણે એ ફોનમાંથી જ રફિકને એનો નંબર મારવાનું કહ્યું.રફિક એમ કરતાં જ એનો નંબર એમા આવી ગયો જે એમણે રફિકના નામથી સેવ કરી લીધો.રફિક ગાડી લઈને એને પાર્ક કરવા નીકળી ગયો.
હવે જોરૂભા અને સાગર રીસેપ્શનની તરફ ચાલ્યા.ત્યાં જઈને તેઓ ઉભા રહ્યા એટલે રીસેપ્શનિસ્ટે એમને ચાર રૂમની ચાર ચાવી આપી.જોરૂભાએ અને સાગરે એકબીજાની તરફ જોયું અને પચી જોરૂભા બોલ્યા “ અમે તો ત્રણ જ લોકો છીએ. “
રીસેપ્શનિસ્ટ બોલી “ પણ રૂમ તો ચાર બુક કરાવેલા છે. “
જોરૂભા ધીરેથી બોલ્યા “ ચોથો રૂમ કદાચ રફિક માટે હશે.”
રેસેપ્શનિસ્ટ બોલી “ નહીં એ તો ડ્રાઈવર લોકોની સાથે જ ડોર્મિટરીમાં સુઈ જશે.”
સાગર બોલ્યો “ તો આ ચોથો રૂમ કોને માટે છે? “
રીસેપ્શનિસ્ટ બોલી “ એ મને ખબર નથી પણ ચાર રૂમ બુક છે.”
જોરૂભા સાગરની તરફ ઈશારો કરીને બોલ્યા “ અત્યારે ત્રણ રૂમની ચાવી આપો.ચોથા રૂમની ચાવી અહીં જ રાખો.જ્યારે એ આવશે ત્યારે લઈ જશે.”
સાગર બોલ્યો “ હા બરાબર છે એ આવશે એટલે ચોથા રૂમની ચાવી અહીંથી લઈ જશે. “
રીસેપ્શનિસ્ટ બોલી “ રૂમ નં ૧૦૧ થી ૧૦૪ તમારા છે.તમે ૧૦૧ થી ૧૦૩ રાખી લો ૧૦૪ ની ચાવી હું અહીં જ રાખું છું”
આટલું સાંભળતા જ તે બંન્ને રૂમની તરફ ચાલ્યા હનુમંતસિંહ પણ સાથે જ થઈ ગયો.
જોરૂભા બોલ્યા : આ ચોથુ કોણ છે?પહેલા ત્યાં ડેલહાઉસી આવવાનું હતું એ જ તો નહીં હોય ને?”
સાગર બોલ્યો “ કદાચ એ જ હશે.”
હનુમંતસિંહ સાગરની સામે જોઈને બોલ્યો “ યાર કેવી મસ્ત ફટાકડી હતી એકલો એકલો એની હાયરે વાતુ ચીતુ કરી આયવો ને મને ભુલી ગ્યોને?એવું જ હોય સોડીયું હારી હારી ભાઈબંધી ભંગાવે.”
સાગર બોલ્યો “ એવું નથી એ ઈંગ્લીશમાં જ બોલતી હતી અને તને હિન્દીના પણ ફાંફા છે .”
હનુમંતસિંહ બોલ્યો “ એલા પણ હું કાંઈ બોલત જ નહીં ચુપચાપ તમારી બાજુમા ઉભો ઉભો એને જોયા કરત.ખાલી જોવામાં ક્યાં ઈંગ્લિશ કે હિન્દી નડવાનું હતું. “
સાગરને ખબર હતી કે આની સાથે જીભાજોડી કરવાનો કોઈ જ મતલબ જ નથી એટલે એ ચુપ થઈ ગયો અને રૂમ આવ્યો ત્યાં સુધી હનુમંતસિહનુ પુરાણ ચાલ્યું.રૂમ આવતાં જ જોરૂભા વારાફરતી ત્રણેય રૂમમાં ગયા અને ચેક કર્યું કે કોઈ જાસુસી ઉપકરણૉ તો નથી ને?બધું સબસલામત લાગતા બોલ્યા
“અત્યારે બપોરના ચાર થયા છે.નાહી ધોઈને ફ્રેશ થઈને ફીટ પાંચ વાગ્યે તમે બંન્ને મારા રૂમમાં આવી જજો. “
આટલું કહીને સૌ પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયાં.રિયાઝે હોટેલ અને રૂમ બહુ જ હોશિયારીપુર્વક પસંદ કર્યા હતાં.એ બધાં જ રૂમ એકબીજા સાથે ઈન્ટરકેંક્ટેડ હતાં.એટલે એમને એકબીજાની રૂમમાં આવવા માટે ફક્ત નેક્સ્ટ રૂમને નોક જ કરવાનો રહે રૂમની બહાર આવવાની જરૂરત જ નહોતી.
શાર્પ પાંચ વાગ્યે સૌ જોરૂભાની રૂમમાં એકઠા થયા.હજી રાત થવાને વાર હતી એટલે જોરૂભા એ પેગ નહોતા બનાવ્યા.જોરૂભાએ સૌને એમના નવા સીમ આપી દીધા અને સૌએ એકબીજાના તથા રફિકના ફોનનં સેવ કરી લીધા.
જોરૂભા બોલ્યા “ સાગર તારા લેપટોપમાં બેંકનો નકશો ફરીથી ખોલીને બતાવ તો. “
સાગરે ફરીથી એ નકશો ખોલ્યો.એમાં દરેક સીક્યોરીટી પોઈન્ટ ઉપર તૈનાત કમાન્ડો ની પોઝીશન અને સંખ્યા પણ હતી.પરંતુ બેંકનો ખુણેખુણૉ સીસીટીવી કેમેરાથી સજ્જ હતો સિવાય કે લોકર રૂમ અને ટોયલેટસ.
જોરૂભા બોલ્યા “ હનુમંતસિંહ ફક્ત લોકર સુધી જઈને એ જોઈ જ શકે છે.પણ જેવું એ લોકરની અંદર રહેલ ચીજને હનુમંતસિંહ અથવા અન્ય કોઈપણ લોકર રૂમની બહાર લાવ્યો એટલે સી.સી.ટી.વી. કેમેરાની મદદથી એને લોકેટ કરીને શુટ એટ સાઈટના ઓર્ડર છે.”
સાગર બોલ્યો “ પણ જો સી.સી.ટી.વી. કેમેરામાં એ દેખાય જ નહીં તો? “
જોરૂભા બોલ્યા “ એ કઈ રીતે શક્ય બને? “
સાગર બોલ્યો “ રિયાઝે મને શા માટે હાયર કરેલ છે આ જ કામ માટે ને?આવતીકાલે આપણે સૌ બેંકમાં જઈશું રેકી કરવા ત્યારે હું હનુમંતસિંહની સાથે જ રહીશ.મારી સાથે જ મારું માસ્ટર હેકર લેપટોપ હશે.હનુમંતસિંહ લોકરમાં જશે ત્યાં સુધીમાં તો હું પુરી બેંકની સિસ્ટેમ હેક કરી લઈશ.પછી જ્યારેજ્યારે હું સિસ્ટેમ હેક કરીશ ત્યારે ત્યારે એ લોકોને સ્ક્રીન ઉપર એ જ દેખાશે કે જે હું એમને દેખાડીશ.”
જોરૂભા બોલ્યા “ પણ હનુમંત બહાર આવશે ત્યારે એનું ચેકીંગ પણ થશે જ ને?એમાં ક્યાં સી.સી.ટી.વી. કેમેરાની જરૂર છે.”
સાગર બોલ્યો “ આ વાત ઉપર તો રિયાઝે પણ ધ્યાન નથી આપ્યું.”
સૌ ચુપ થઈને વિચારવા લાગ્યા.
હનુમંતસિંહ બોલ્યો “ આપણે ઓલી ફિલમુ ની જેમ લોકર રૂમમાંથી જ એક મોટો ખાડો ખોદીને નીસે પાણીની પાઈપલાઈનું માં થઈને બાયણે નીકળીએ એવું કાંઈક કયરું હોય તો? હું બાયણે નીકળું તો ઓલો મને સેક કરે ને ?બાયણે જ નઈ નીકળવાનું અને ઈવડા ઈ લોકોને સોખ્ખુ લખાણ હોય સે કે ગમે એટલી વાર લાગે પણ લોકર રૂમમાં કોઈ એક માણાહ હોય તઈયેં બીજું કોઈ માલીપા નો જઈ હકે.“
જોરૂભાને ટીખળ સુજી એ બોલ્યા “ ઈવડો ઈ મોટો ખાડો કરવાનો કઈ રીતે? “
હનુમંતસિંહ તો આ સાંભળીને ફોર્મમાં આવી ગયો “ ઈ તો આપણે નીસે પાઈપલાઈનમાંથી ખોદવાનું શરુ કરી હકીએ ને કાં તો એક મોટો બોમ્બ લઈને જ સીધો લોકર રૂમમાં ફોડવાનો એટલે મોટો ખાડો પડી જાય પસી એમાંથી સીધા નીસે.”
જોરૂભા બોલ્યા “ અને ઈ બોમ્બ ફોડવાનો થાય ત્યારે તું શું કરીશ લોકરમાં પુરાઈ જઈશ?આવા નોન-સેન્સ ફિલ્મી વિચારો બંધ કર અને જો ખબર નો પડતી હોય તો મોઢું જ બંધ રાખ. “
થોડીવાર થઈ એટલે હનુમંતસિંહ બોલ્યો “ પણ જોરૂભા તે તમને રિયાઝે હું લેવા રાયખા સે.ઈ હંધાયને તમે પુગી નો વળૉ?ઝેવો હું બાયણે આવું એટલે તમારે એની માને આમ હબોહબ ગોળ્યું સલાવીને હંધાયના ઢીમ ઢાળી દેવાના ને રસ્તામાં જેટલા આવતા જાય એટલાને ય આમ ઓલી મશીનગનુ થી મારતા જવાના.”
જોરૂભા બોલ્યા “ તુ પાછો બોલ્યો.એલા ડોબા આ કોઈ વિડીયો ગેઈમ છે કે એકસાથે આટલા બધા કમાન્ડોને હું એકલો મારી શકું.અને માની લે કે બેંકની અંદર રહેલા ગાર્ડસને મારીને આપણે બહાર નીકળી પણ ગયા તો આટલો બધો ગોળીઓનો અવાજ સાંભળીને બહારના ગાર્ડ્સ તુરંત જ મેઈન ગેઈટ કોર્ડન કરીને આપણને મિનીટોમાં ચારણી કરી નાખવાના.”
હનુમંતસિંહ હળવેકથી બોલ્યો “ તો તમને આઈયા મોયકલા હુ કરવા? “
પણ જોરૂભા સાંભળી ગયા “ મને અહીં મારામારી કરવા નથી મોકલ્યો.આખો ફુલપ્રુફ પ્લાન બનાવવા અને એ પ્લાનને છેવટ સુધી એક્ઝીક્યુટ કરવા માટે મોકલ્યો છે.કોઈપણ યુધ્ધ ફક્ત ગોળીઓથી જ નહીં પણ એ યુધ્ધનું સંચાલન કરનારના મગજથી જ જીત કે હારમા પલટતું હોય છે.ગોળીઓ તો બંન્ને તરફ ચલાવનારા સરખા જ હોય છે જીત એની જ થાય છે જેની પાસે જીતનો માસ્ટર પ્લાન હોય.આ વાત તારા મગજમા નથી ઉતરવાની એટલે તું ચુપચાપ સાંભળ્યા કર તારું મગજ બંધ રાખ.તો અમે કાંઈક વિચારી શકીએ. " ફરીથી શાંતી છવાઈ ગઈ.
થોડીવાર થઈ એટલે જોરૂભા એકદમ જ ખુરશીમાં થી ઉછળી પડ્યા અને એમણે લેપટોપ લઈને થોડું સર્ચ કર્યું અને એમને જોઈતુ હતુ એ મળી ગયું એટલે બોલ્યા “ યસ.મળી ગયું.મળી ગયું.”
સાગર બોલ્યો “શું મળી ગયું?”
જોરૂભા બોલ્યા “ ઈનહેલેન્ટ એનેસ્થેસીયા સાગર ઈનહેલેન્ટ એનેસ્થેસીયા.જો આપણે કોઈપણ રીતે ત્યાં લોકર રૂમની બહારના રૂમથી લઈને છેક બેંકના મેઈન હોલ સુધીના પેસેજના તમામ સીક્યોરીટી પોઈન્ટને કવર કરતા પેસેજમાં ઈનહેલેન્ટ એનેસ્થેસીયા ફેલાવી શકીએ તો તમામ સ્ટાફ એકસાથે બેભાન થઈ શકે છે અને આપણે આપણા જ ભાઈઓના ખુનના પાપમાંથી બચી શકીએ છીએ.”
સાગર બોલ્યો “ જોરૂભા હું કોમ્પ્યુટર ના સોફ્ટવેર કે હાર્ડવેરને લગતી કોઈ બાબત હોય તો જાણતો હોઉં પણ આ તમે જે કહો છો એ તો મારે માટે કાળા અક્ષર ભેંસ બરાબર છે.”
જોરૂભાએ એમને સમજાવ્યું કે “ કોઈપણ ઓપરેશન પહેલા પેશન્ટને બેભાન કરવા માટે જે આપવામાં આવે છે એને એનેસ્થેશીયા કહે છે.હવે તેં ક્લોરોફોર્મ નું નામ તો સાંભળ્યું જ હશે.”
હનુમંતસિંહ વચ્ચે જ બોલ્યો “ અરે સાયેબ ઈ તો મેં ને મારા બાપે ય બઉ વાપરેલુ સે.જબ્બર કામ કરે હો ઈ.ઈ સુંઘાડીને કેટલાયને લુંટી લીધા સે અમે લોકોએ.” જો કે બફાઈ ગ્યું હોય એવું લાગતા જ પાછો ઈ ચુપ થઈ ગયો.
જોરૂભા બોલ્યા “ એક્ઝેક્ટલી આ હડબમ ને ય તે ખબર છે ક્લોરોફોર્મ વિશે એને જ ઈનહેલેન્ટ એનેસ્થેટીક કહેવાય.એવો કોઈ ગેસ એક જ સમયે એક સાથે જ ફેલાવી દેવામા આવે તો તમામ સેક્યોરીટી સ્ટાફ બેભાન થઈ જાય.પણ ક્લોરોફોર્મ થોડું રિસ્કી પણ છે ઓવરડોઝ થઈ જવાની બીક છે.”
હનુમંતસિંહ બોલ્યો “ મને ડોબો કયે સે પણ આટલા બધા લોકોને વારાફરતી વારા રૂમાલમા નાખીને કલોરોફોર્મ કઈ રીતે સુંઘાડશો?”
જોરૂભા બોલ્યા “ વાહ આ વાત તે મુદ્દાની કરી.ડોબા એટલી અક્કલ તો મારામા પણ છે કે એમ રૂમાલમા નાખીને સુંઘાડવાનું નથી.”
હનુમંતસિંહ બોલ્યો “ તો ઓલા સુગંધી ફુવારાની જેમ હાથમા ફુવારો લઈને છાંટતા જાવાનું ને ઈ ફુવારો આપણે હુંઘીએ તો આપણે ય નો હુઈ જાઈ? “
જોરૂભા બોલ્યા “ ના એમ કોઈ ફુવારા કે રૂમાલમા નાખીને નહી પણ કોઈ બીજી જ રીતે એ કરવું પડશે.સાથે જ આપણને પણ એની અસર ન થાય એનું પણ કાઈક વિચારવું પડશે.”
સાગર બોલ્યો “ છેલ્લે આપણે ચર્ચા થયેલી કે અંદરની સીક્યોરીટી વિશે તો રજેરજનો નકશો છે આપણી પાસે પણ બહારનુ એકપણ ફુટેજ નથી.એનું શું? “
જોરૂભા બોલ્યા “ મને પણ એની જ ચિંતા છે.ધારો કે બધું જ મેનેજ કરીને તમે બહાર આવી પણ ગયા પણ પછી ત્યાંથી એ લોકો એક ઈંચ પણ આગળ વધવા જ નહીં દે આપણને એનું શું?”
સાગર બોલ્યો “ મને લાગે છે કે રિયાઝે એના વિશે પણ કાંઈક તો વિચાર્યું જ હશે.કદાચ આ નવો આવનાર પાર્ટનર જ એના માટે હોય.”
જોરૂભા બોલ્યા “ બની શકે છે.”
ત્યાં જ રિયાઝનો મેસેજ આવ્યો “ આવતીકાલે સવારે તમારી ટીમમાં એક સભ્યનો ઉમેરો થઈ રહ્યો છે.જે તમને તમારી મુંઝવણનો ઉકેલ આપશે.”
હવે સૌએ નક્કી કર્યું કે જ્યાં સુધી આવતીકાલે રૂબરૂ બેંકની મુલાકાત ન લઈ લેવામાં આવે ત્યાં સુધી ઘણાબધા પ્રશ્નોના જવાબ મળે એમ નથી સાથે જ નવા સભ્યની સાથે સંકલન કરવું પણ એટલું જ જરૂરી છે.આથી અત્યારે જમ્મુની બજારમાં ફરીને ડિનર લઈને પાછા ફરવાનું નક્કી કર્યું.એમની હોટેલ બજાર થી ખુબ જ નજદીક હોવાથી રફિકને બોલાવ્યા વિના જ એ લોકો ચાલતા નીકળી ગયા.બજારમાં અખરોટ અને સુકામેવાની ખરીદી કરી.રઘુનાથ મંદિરમાં જઈને આરતી કરી અને સ્ફટીકના નટરાજની મુર્તી જોઈને અભિભુત થઈ ગયા.જો કે હનુમંતસિંહને તો કોઈ બીજી જ લાગણીઓ ઉદ્ભવી પણ એ બોલ્યો નહીં .
રેસ્ટોરન્ટમાં જઈને પુરી શાક ઓર્ડર કર્યા પણ ઘીમાં તળેલી પુરી નું એક બટકું ખાઈને જ સૌએ બહાર કાઢી નાખ્યું.એ પુરી એમને ગળે ઉતરે એમ જ નહોતી.જોરૂભા અને હનુમંતસિંહ તો નોન-વેજ પણ ખાઈ શકતા હોવાથી એમને વાંધો ન આવ્યો પણ સાગરને તો રાજમા અને રાઈસ થી જ ચલાવી લેવું પડ્યું.એ પણ પરાણે ખાધા.દહીં કે છાસ પણ નહોતી.છાશ ઓર્ડર કરી તો એ લસ્સી લઈ આવ્યો.જેમ તેમ કરીને એ લોકો જમવાનું પતાવીને હોટેલ પરત ફર્યાં.આવતી કાલે સાગર માટે ગુજરાતી સમાજમા જમવાની વ્યવસ્થા કરાવી આપવાનું જોરૂભાએ વચન આપ્યું કેમકે ભુખ્યા પેટ તો મિશન કઈ રીતે પાર પડે?
સૌ જોરૂભાના રૂમમા ભેગા થયા.સાગરે સૌના પેગ બનાવ્યા.
જોરૂભા પેગ હવામાં ઉછાળીને બોલ્યા “ ફોર અવર વિક્ટરી,ચીયર્સ.”
ત્રણેય એ પેગ ટકરાવીને ચીયર્સ કરીને પીવાનું શરુ કર્યું.
અને લિમિટ પુરી થતાં જ સૌ બાકીનું પ્લાનીંગ આવતીકાલે કરવાનું નક્કી કરીને પોતપોતાના રૂમમાં જઈને સુઈ ગયા.

Wednesday, 1 October 2014

"મૃત જ્વાળામુખી"-Part-16


સરિતા અને સાગર પોતપોતાની રીતે આ અનુભવને મમળાવી રહ્યા હતાં.બંન્ને એક અલૌકિક દુનિયામાં ખોવાઈ ગયા હતા કે જેમાંથી તેઓ બહાર આવવા જ નહોતા માગતા.એક્બીજાના વિચારોમાં ક્યારે તેઓ મંઝિલે પહોચી ગયા એ ખબર જ ન પડી.સરિતાએ જ્યારે એની ઘોડીને રોકી એ સાથે જ સાગરની ઘોડી પણ થોડી ઘુમરાઈને ઉભી રહી ગઈ આથી થોડો થડકો લાગતા સાગર એના વિચારોમાંથી બહાર આવ્યો પણ એ આસપાસની સૃષ્ટી નું પ્રાકૃતીક સૌંદર્ય જોઈને ચકરાવે ચડી ગયો.ચારે તરફ બસ ઘેઘુર વૃક્ષો જ હતા જેના ઉપર રંગબેરંગી પંખીઓ કલરવ કરી રહ્યા હતા.એક તરફ પહાડીઓ ઉપરથી શીતળ જળ નો ધોધ પડતો હતો કે જે તરત જ એક ઝરણાનાં રૂપમાં વહીને જંગલની તરફ વધતો હતો.એ ઝરણું બરાબર એક નાના પણ સુંદર મકાનની પાછળથી પસાર થતું હતું.એ મકાન પાસે જ એક કાચો શેડ પણ બાંધેલો હતો જ્યાં સરિતા એની ઘોડીને બાંધી રહી હતી આથી સાગર પણ વિચારોના વિશ્વમાંથી બહાર આવીને પોતાની ઘોડીને એ શેડ તરફ દોરી ગયૉ અને નીચે ઉતરીને ઘોડીને બાંધી દીધી.બંન્ને ઘોડીઓ લાંબી મુસાફરીને કારણે થાકી ગઈ હતી.
સરિતા બોલી “ સાગર તું બધો જ સામાન લઈને ત્યાં આપણા ઘરમાં મુકતો થા ત્યાં હું આ બંન્ને ઘોડીઓના જોગાણ અને પાણીની વ્યવસ્થા કરી લઉં. “
સાગર આપણા શબ્દ ઉપર મુકાતો ભાર અનુભવી રહ્યો પણ ચુપચાપ કંઈજ બોલ્યા સિવાય સામાન ઉતારીને પેલા મકાન ની અંદર મુકવા લાગ્યો.પણ બહારથી એકદમ મામુલી દેખાતું એ મકાનનું રાચરચીલું જોઈને સાગર ચકીત રહી ગયો.જંગલની વચ્ચે હોવા છતાં એ મકાન જાણે કે હજી કાલે જ સાફ થયું હોય એટલુ જ સ્વચ્છ તો હતું જ પણ એનું ફર્નીચર અને ઈન્ટીરીયર લેટેસ્ટ ટ્રેન્ડઝ મુજબ જ ડીઝાઈન કરેલું હતું.સાગર તો સામાન મુકતા મુકતા આ બધું જ આશ્ચર્ય થી જોઈ રહ્યો.બધો જ સામાન મુકાઈ જતાં જ એ સોફામાં ઢળી પડ્યો.હજી તો સાંજ ઢળવાને ઘણી વાર હથી આથી અજવાળું હતું.આથી એમને ટોર્ચ ચાલુ કરીને બેટરી લો કરવાની જરૂર નહોતી.થોડીવાર આરામ કર્યા બાદ એ ઉભો થઈને મકાન જોવા લાગ્યો.આગળ ડ્રોઈંગ રૂમ હતો જ્યારે પાછળ મોટું કિચન અને એની બરાબર બાજુમાં જ એક મોટો એટેચ્ડ ટોઈલેટ-બાથ વાળૉ બેડ રૂમ હતો.બાથરૂમમા વીજળી નહીં હોવા છતાં પાણી ભરપુર આવતું હતું એ જોઈને સાગરને નવાઈ લાગી.ત્યાં જ સરિતા આવી ગઈ.એના વાળ વીખરાઈ ગયેલા હતા અને એમાં એ વધુ સુંદર લાગી રહી હતી.હજી તો સાગર કંઈ પુછે એ પહેલા જ એણે કહી દીધું
“તને અહીં આ મકાનની સ્વચ્છતા અને વ્યવસ્થા જોઈને નવાઈ લાગતી હશે નહી? “
સાગર બોલ્યો “ હા જાણે હમણાં જ ક્લીન થયું હોય એવું છે.”
સરિતા બોલી “ હું દરેક વેકેશનમાં અહીં અચુક આવું જ છું.આથી જ્યારે મારે વેકેશનમાં આવવાનું થાય ત્યારે થોડા દિવસો પહેલા જ બાબા અહીંની સાફસફાઈ કરાવી નાખે છે.આ મકાન બનાવ્યું ત્યારે જ એ લોકોએ કોઈ મીકેનીઝમથી પાછળ વહેતા ઝરણાનું પાણી સીધું જ ઉપર ટાંકીમા ચડી જાય અને સતત વોટર કનેક્શન ચાલુ જ રહે એવી વ્યવસ્થા કરેલી છે. “
સાગર બોલ્યો “ પણ તેં એમ કેમ કહ્યું કે આપણું મકાન? “
સરિતા સાગરની ગરદન ફરતે એના નાજુક હાથ વીંટળીને બોલી “ બધું જ અત્યારે જ પુછી લઈશ?”
સાગર પણ એના બંન્ને હાથ સરિતાની નાજુક કમર પર વીંટાળીને બોલ્યો “ અત્યારે નહીં પુછું તો ક્યારે પુછીશ? ( અને અવાજમાં થોડી ઉદાસી સાથે બોલ્યો ) હવે કોને ખબર ક્યારે મળશું? અથવા મળશું કે નહીં? “
સરિતા બોલી “ મને ખબર જ છે હું બધું જ કહીશ એટલે તો તને અહીં લઈને આવી છું.છતાં આવતીકાલની વાત હવે નથી કરવી ફક્ત આજમાં જ જીવી લઈએ.” અને બંન્ને ગાઢ આલિંગનમાં ખોવાઈ ગયા.
પછી સાગરે જ શરારતી સ્વરમાં કહ્યું “ લાંબી મુસાફરીથી આવ્યા છીએ તો ચાલને સહ સ્નાન કરીને જ સફરનો થાક ઉતારી લઈએ? “
સરિતા બોલી “ ઠીક છે. “
આથી સાગર સરિતાને ખેંચીને બાથરૂમ તરફ લઈ જવા લાગ્યો પણ સરિતાએ એને રોક્યો
સાગર બોલ્યો “ વળી શુ થયું વિચાર કેમ બદલ્યો? “
સરિતા બોલી “ વિચાર નથી બદલાયો પણ તુ ઉલ્ટુ સમજ્યો છે.મેં સહસ્નાનનું કહ્યું પણ બાથરૂમમાં નહીં અહીં પ્રકૃતીની વચ્ચે રહીને કોઈ બાથરૂમમા ન્હાય?આપણે ખુલ્લા ઝરણામાં નહાઈશું.”
એમ કહીને એ સાગરથી અળગી થઈને એની બેગ પાસે બેસી ગઈ.એમાંથી એણે ડાર્ક બ્લ્યુ કલરની ટુ પીસ બીકીની કાઢી અને સાગરની સામે જ એના તમામ વસ્ત્રો ઉતારીને બીકીની પહેરી લીધી જ્યારે સાગરે પણ શોર્ટ પહેરી લીધી.પછી બંન્ને એકબીજાનો હાથ પકડીને ઝરણા તરફ ચાલ્યા.કિનારા પાસે પાણી થોડું છીછરુ હતું.સરિતા એ સાગરની સામે જોયું એ સાથે જ સાગરે સરિતાને એના બંન્ને હાથોમા ઉઠાવી લીધી અને ધીમે ધીમે ઉંડા પાણી તરફ ચાલવા લાગ્યો.સરિતા આંખો મીંચીને જાણે કે એનું સમગ્ર અસ્તિત્વ જ ઓગળી ગયું હોય એમ શરીર બિલકુલ રીલેક્સ કરીને સાગરના હાથોમા ઝુલી રહી હતી.થોડું ઉંડું પાણી આવતાં જ સાગરે સરિતાને પાણીમાં ઉછાળી એ સાથે જ સરિતામાં જીવ આવ્યો હોય એમ જ અચાનક જ તરવા લાગી અને સાગર પણ તરવા લાગ્યો.થોડી વાર તર્યા બાદ બંન્ને છીછરા પાણીમા આવીને એકબીજાને ભેંટીને ક્યાંયે સુધી પડી જ રહ્યા.સફરનો થાક તો ક્યારે ઉતરી ગયો એ ખબર જ ન પડી.આમ ક્યાંયે સુધી પડી રહ્યા બાદ અચાનક જ સુરજ ઢળવા લાગતા તેઓ ઉભા થયા અને સાગરે સરિતાને પોતાની બાંહોમાં ઉઠાવી લીધી અને મકાન તરફ ચાલવા લાગ્યો.આ વખતે સરિતા એને એકધારું જોઈ જ રહી.સાગર સરિતાને લઈને બેડરૂમ તરફ ગયો અને હળવેકથી સરિતાને બેડ પર મુકી.થોડી વાર સુધી એકધારું સરિતાને જોઈ જ રહ્યા બાદ એ હળવે થી સરિતાની ઉપર ઝુક્યો ત્યાં જ સરિતા બોલી
“ તને નથી લાગતું હજી કંઈક ખુટે છે? “
સાગર આ વખતે બિલકુલ ગુસ્સો કર્યા વગર ઉભો થયો અને બહાર જવા ઘુમ્યો સરિતાને લાગ્યું કે એ ફરી ગુસ્સે થયો છે એટલે એણે એનો હાથ પકડીને પુછ્યું કે “ શું થયુ? “
સાગર બોલ્યો “ હું તારો કહેવાનો મતલબ સમજી ગયો.હું આવું ત્યાં સુધી આંખ બંધ કરીને અહીં જ સુઈ રહેજે.” અને ચુપચાપ એ રૂમની બહાર ચાલ્યો ગયો.ત્યાં સુધી સરિતા ત્યાં એમ ને એમ જ આંખ બંધ કરીને સુતી રહી.
થોડી વારમાં સાગર પાછો ફર્યો અને સરિતાનો હાથ પકડીને સરિતાને બેઠી કરી અને બારી પાસે લઈ ગયો અને બોલ્યો ““ આંખોં ખોલ સરિતા. “
સરિતાએ આંખો ખોલી ત્યાં બારીમાંથી દેખાતા ડુબતા સુરજની સાક્ષીએ ઘુંટણ પર બેસીને સાગરે સરિતાને પ્રપોઝ કર્યું “ Will You Marry me? “
સરિતા થોડી ક્ષણો બિલકુલ નિ:શબ્દ થઈ ગઈ પછી બોલી “ પણ જ્યાં સુધી મારા બાબા મને ખુદ મને તારી સાથે રહેવાનું નહીં કહે ત્યાં સુધી હું એમનુ અધુરું સપનું પુરું કરવા એમની સાથે જ રહીશ.એ જ મારા માતાપિતાના બલિદાનોનું સાચું તર્પણ હશે મારા તરફથી.એના માટે કદાચ તારે આજીવન રાહ જોવી પડશે અને છતાં ય હું ન પણ મળુ શુ તને મંજુર છે? “
સાગર બોલ્યો “ મને દાદાજીએ બધું જ જણાવી દીધું છે.એમ તો હું પણ એક એવા મિશન પર જવાનો છું આવતીકાલથી જ કે જેમાંથી કદાચ હું જીવતો પાછો ન પણ ફરું તો વિધિવત લગ્ન થાય એ પહેલા જ વિધવા બની જવાનું તને મંજુર છે? “
સરિતા બોલી “ જો તને મારી વાત મંજુર હોય તો મને પણ મંજુર છે.”
સાગરે એના બીજા હાથની હથેળીમાંથી બહાર વેલમાંથી બનાવીને નાજુક રીંગ કાઢી આથી સરિતાએ એનો હાથ આગળ કર્યો અને સાગરે એ વેલમાંથી બનાવેલ ઈકો ફ્રેન્ડલી રીંગ સરિતાને પહેરાવી દીધી.
સાગર બોલ્યો “ કેવી લાગી સરપ્રાઈઝ. બોલ હવે કંઈ ખુટે છે? “
સરિતા બોલી “ ખુંટે તો છે પણ જવા દે.હું તને પણ એક સરપ્રાઈઝ આપીશ પણ પછી.હવે હું તારી ઉપર વધુ અત્યાચાર નહી કરું.કોઈ પુરુષની સામે જ એને ગમતી સુંદર સ્ત્રી ટુ પીસ બીકીનીમાં હોય અને છતાં એને કલાકો સુધી ટટળાવવા જેવું ક્રુર કૃત્ય કોઈ નથી ચાલ.” એમ કહીને એણે એના બંન્ને હાથ લંબાવ્યા.
અને એ પછી એ બંન્ને અનંગની આગમાં શેકાતા રહ્યાં.
પછી અચાનક જ સરિતા ઉભી થતા બોલી હું તારી સરપ્રાઈઝ લઈ આવું એમ કહીને એ ઉભી થઈ અને ત્યાં પડેલી પારદર્શક શાલ વીંટાળીને ચાલતી થઈ.થોડી જ વારમાં એ પાછી આવી ત્યારે એના હાથમાં એક શેરવાની હતી.એણે સાગરને આપતા કહ્યું આ લઈને આગળના રૂમમાં જા ત્યાં હું આવું જ છું.સાગર એ શેરવાની લઈને રૂમમાંથી નીકળ્યો અને સરિતાએ રૂમ બંધ કરી દીધો.
સાગર બિલકુલ આશ્ચર્યચકીત થઈ ગયો જ્યારે એ શેરવાની નું ફીટીંગ એને પરફેક્ટ આવી ગયું.એ માની જ નહોતો શકતો.પણ સરિતા ને આવતા ઘણી વાર લાગી.ત્યાં જ બેડરૂમના દરવાજાનો ખુલવાનો અવાજ આવ્યો તો સાગર સરિતાને જોતો જ રહી ગયો.એ સંપુર્ણપણે લગ્નના પાનેતર સહીતનો શણગાર સજીને ઉભી હતી.સાગર બોલ્યો
“ આ શું છે? અને મારું માપ આટલુ પરફેક્ટ તને કઈ રીતે ખબર હતી? “
સરિતા બોલી “ Intuition.હું જ્યારથી સમજણી થઈ ત્યારથી મને ખબર હતી કે મારે શું કરવાનું છે મારું ભવિષ્ય શું છે અને એના માટે હું તૈયાર પણ હતી.પણ છતાં મારી અંદર પણ એક સ્ત્રી હતી કે જેને એક સામાન્ય સ્ત્રીઓ જેવી જ ઈચ્છાઓ હતી.પરણવાની પાનેતર પહેરવાની પોતાનુ એક ઘર હોય એની અને.....”
એ બોલતા બોલતા અટકી ગઈ
સાગર બોલ્યો “ અને? “
સરિતા બોલી “ જવા દે “
સાગર બોલ્યો “ હું સમજી ગયો જેવી ભગવાનની ઈચ્છા કોને ખબર એણે આપણી તકદીરમાં શું લખ્યું છે? પણ હવે સમજાયું અહીં આવતાં જ તું આપણું મકાન કેમ બોલેલી.”
સરિતા સાગરને હાથ પકડીને બહાર લઈ ગઈ આકાશમાં ચાંદ પુરો ખીલેલો હોઈને અને અનેક તારલાઓ ચમકતા હોઈને ત્યાં ટોર્ચની જરૂરત જ નહોતી.એ બંન્ને ઝરણાને કાંઠે જઈને બેસી ગયા.એ ચંદ્રના પ્રકાશમાં પણ સરિતાનું રૂપ અનન્ય લાગતું હતું.જાણે સ્વર્ગની કોઈ અપ્સરા સાક્ષાત ધરતી પર ઉતરી હોય એવું લાગતું હતું.સરિતા બોલી
“તારા દરેક સવાલોના જવાબ હું આપું છું.હું જ્યારથી સમજણી થઈ ત્યારથી જ મને પણ એવી ઈચ્છાઓ થવા લાગેલી કે મારું પણ કોઈ ઘર હોય પતિ હોય બાળકો હોય પણ જે રીતની જિંદગી અમે જીવીએ છીએ કેમ્પમાં બહારની દુનિયામાંથી મને કોણ પરણવા તૈયાર થાય?ભલે થોડું એરોગન્ટ લાગે પણ આટલું ભણ્યા બાદ હું કેમ્પના કોઈ ગમારને તો ન જ પરણું.બીજું બહારની વ્યક્તી જો મળી જાય તો એને અમારું રહસ્ય પણ કહેવુ જ પડે ને?
મેં આ જગ્યા જોઈ ત્યારથી જ મારા મનમા વસી ગયેલી.અહીં પહેલી વખત પગ મુક્યો ત્યારથી જ મે મારા ઘરના સપનાઓ જોવા મંડેલા.આથી મેં અહીં આ ઘર બનાવરાવ્યું.હું દરેક વેકેશનમાં અહીં આવું છું એટલે જે લેટેસ્ટ ટ્રેન્ડ હોય એ મુજબનો ફેરફાર આ ઘરમાં કરાવું છું.વર વધુના વેડીંગ ડ્રેસ પણ મે લઈને એટલે જ તો રાખેલા હતા. મારી કલ્પના મુજબ જ પછી દિવસો સુધી અહીં એકલી રહેતી હતી.કોઈના આવવાની રાહમાં અહીં મેં રાતોની રાતો દિવા સ્વ્પ્નાઓ જોયાં છે. બુધ્ધી તો કહેતી હતી કે કોઈ જ નથી આવવાનું પણ મારું દિલ કહેતું હતું કે ના એક દિવસ કોઈ જરૂર આવશે કે જે આ અધુરા ઘરને અને મને પુરું કરશે.તને મળવાનું જે રીતે થયું શરુઆતમાં મને ગુસ્સો આવેલો પણ બાદમાં જેમ જેમ હું તારી સાથે વાત કરતી ગઈ તને જોતી ગઈ એમ એમ મને લાગ્યું કે મેં જે કલ્પનાઓમાં ચિત્રો દોરેલા છે એના અધુરા રહી ગયેલા રંગો તારા થી જ પુરા થાય છે.
હું તને કોઈ જ ભ્રમમાં નથી રાખવા માગતી આવતી કાલ પછી મારો અને તારો માર્ગ અલગ હશે.મારી પહેલી પ્રાથમિકતા કશ્મીરી પંડિતોની અને કશ્મીરની આઝાદી જ રહેશે.મારે મારા પિતાના અને દાદાજીના સપનાઓ પુરા કરવા માટે જીવ પણ આપી દેવો પડે.તું આજીવન મારા દિલના એક ખુણે સચવાઈને રહીશ એ જગા હવે કોઈ જ નહીં લઈ શકે પણ છતા કદાચ આજ બાદ આપણે જ્યાં સુધી દાદાનું મિશન ક્યારેય મળીશું પણ નહીં.શું તું આવી કસોટી આપીને આજીવન મારી રાહ જોઈ શકીશ? “
સાગર બોલ્યો “ મેં આ વાતનો જવાબ પહેલા જ આપી દીધો છે અને એક વખત વચન આપ્યા બાદ ફરી જવાની મને આદત નથી.પણ મને વિશ્વાસ છે કે હું પણ મારું મિશન હેમખેમ પુરું કરી લઈશ અને તારા દાદાજીનું સ્વપ્ન પણ બહુ જ જલ્દી પુરું થઈ જશે અને આપણે સાથે જ રહીશું.પણ અહીં કાયમી નહીં હો નહીંતર આપણા બાળકો ના ભણતરનું શું? “
સરિતા આ સાંભળીને હસીને બોલી “ ઠીક છે ફક્ત વર્ષમાં એક વખત જ અહીં આવીશું પણ તારી રીટાયર્ડ લાઈફ તો આપણે અહીં જ ગાળીશું મંજુર છે? “
સાગર બોલ્યો “ મંજુર છે. ( પછી હળવેકથી બોલ્યો ) ભેંસ ભાગોળે ને છાશ છાગોળે.”
એ સાંભળીને બંન્ને ખડ્ખડાટ હસવા લાગ્યા અને ઉભા થઈને અંદર જઈને વાતો કરતા કરતા ક્યારે સુઈ ગયા એ ખબર જ ન પડી.
સવારે સાગર ઉઠ્યો ત્યારે સરિતા એ ચા નાસ્તો તૈયાર કરીને રાખેલો.એ બંન્ને એ ચા નાસ્તો પતાવ્યો થોડો એણે સાગરને લંચ બોક્સમાં ભરી દીધો.બંન્ને ફરીથી ઘોડી ઉપર સવાર થયા એ ચાલતા થયા અને અડધે રસ્તે પહોંચ્યા ત્યાંથી એક રસ્તો ફંટાયો જે સાગરના કેમ્પ તરફ જતો હતો.બંન્ને ઘોડી ઉપરથી ઉતર્યા અને એકમેકને પ્રગાઢ આલીંગન આપ્યું અને સાગર પાછું જોયા વગર ચાલતો જ થયો.કેમકે જો એ પાછું જોવા રોકાયો હોત તો ક્યારેય આગળ વધી જ ન શકત. સરિતા પણ સાગર દેખાતો બંધ થયો ત્યાં સુધી ત્યાં ઉભી રહી પછી એ પણ બંન્ને ઘોડીઓને દોરતી કેમ્પ તરફ ચાલી નીકળી.
LikeLike · 

Saturday, 20 September 2014

"મૃત જ્વાળામુખી"- part-15

Part-15
બંન્ને ચુપચાપ ક્યાંયે સુધી ઘોડેસવારી કરતા જ રહ્યા.જંગલમા નીરવ શાંતી હતી.ફક્ત થોડી થોડી વારે ક્યાંક ક્યાંક થી કોઈ પશુ પક્ષીઓના અવાજો ચોંકાવી જતા હતા બસ.દિવસનો સમય હતો એટલે જંગલી પશુ મળવાના ચાન્સીસ ઓછા હતાં.ઉપરથી બંન્નેના મનમાં વિચારોના ઘોડાપુર ઉમટેલા હતાં જેને કારણે કોઈ વાત શરુ કરતું જ નહોતું.જો કે વાત કરવા માટે તો સાથે ચાલવું જરૂરી છે જ્યારે રસ્તો ફક્ત સરિતા એ જ જોયેલો હોવાથી એ જ આગળ ચાલતી હતી અને જંગલની કેડી ના ઉબડખાબડ રસ્તાઓમાં બંન્નેની ઘોડીઓ સાથે ચાલી શકે એમ જ નહીં હોવાથી સાગર પાછળ હતો.જંગલ ગાઢ હોવાને કારણે સુરજનો પ્રકાશ પણ ચળાઈને આવતો હતો અને એ પ્રકાશમાં ટ્રાન્સપરન્ટ લાઈટ પીંક ટોપ અને લોંગ વ્હાઈટ સ્કર્ટ માં લાજવાબ લાગતી સરિતાને ઘોડીની લયબધ્ધ ચાલને કારણે લયબધ્ધ રીતે ઉછળતી સાગર એકધારી જોઈ જ રહ્યો હતો.
ફક્ત એક દિવસમા એટલુ બધું બની ગયું હતું કે એ ભુલી જવા માગતો હતો કે એ કોણ છે  એ ક્યા મિશન પર આવ્યો છે બસ ફક્ત સરિતાને જ યાદ રાખવા માગતો હતો.હજી ગઈકાલની જ તો વાત છે કે સાગર અને સરિતા આ જ જંગલમાં મળ્યા હતાં અને જે રીતે મળ્યા હતાં એ તો કોઈને પણ આજીવન ભુલાય એવી વાત જ નથી.જો કે સરિતા પહેલી એવી યુવતી નથી કે જેને સાગરે આ રીતે નિહાળી હોય.એણે ભરપુર રંગીન કોલેજ લાઈફ એન્જોય કરેલી છે.કદાચ સરિતા કરતા પણ સ્વરૂપવાન યુવતીઓ એની લાઈફમાં આવીને ચાલી ગઈ છે.જો કે એ સંબંધોમા ઉભયપક્ષે કોઈ જ ગંભીર નહોતું એ સંબંધો ફક્ત સમય અને શરીરની જરૂરત હતા.એટલે જ તો સાગર વિચારે છે કે એવું સરિતામાં શું છે કે જે એને સરિતાની તરફ ખેંચે છે?ઘણી વખત કોઈ એક વ્યક્તીને તમે ક્યારેય મળ્યા જ ન હો છતાં પણ એક અદ્રશ્ય ખેંચાણ અનુભવાતું હોય છે.એ વ્યક્તીની હાજરી માત્રથી તમારી અંદર અચાનક જ ઉથલપાથલ મચી જતી હોય છે.એવું જ કંઈક સાગર અનુભવી રહ્યો હતો પણ હજી એ નહોતો જાણતો કે સરિતા એના વિશે શું વિચારે છે.જો કે અત્યારે સામેથી જ એના દાદાજીને કહીને જે રીતે સરિતાએ આમ સાથે જવાનું નક્કી કર્યું એના પરથી અંદાજ લગાવવો મુશ્કેલ તો નથી જ કે સરિતા એના વિશે શું વિચારે છે.એ ઘોડી ઉપરથી છલાંગ મારીને ઉતરીને સીધો જ સરિતાની ઘોડી ઉપર એની લગોલગ બેસીને જ આગળ જવા માગતો હતો પણ એવું કરવામાં એને ઉછાંછળો સાબીત થઈ જવાનો ડર હતો.ખાસ તો ગઈકાલે બનેલી ઘટના બાદ એ નહોતો ઈચ્છતો કે ફક્ત થોડા કલાકો જે એને ગાળવા મળ્યા છે સરિતાની સાથે એમાં સરિતા એના વિશે કોઈ ખરાબ ધારણા ધારી લે.જો કે એને ખુદને નહોતું સમજાતું કે જે વ્યક્તીને કદાચ આવતીકાલ બાદ એ ક્યારેય મળવાનો જ નથી પછી એ વ્યક્તી એના વિશે શું વિચારશે એનાથી એને ખુદને શા માટે કોઈ ફરક પડવો જોઈએ?પણ આ વાતનો કોઈ જ જવાબ એની પાસે નહોતો આથી એ ઘોડી પરથી નીચે ઉતર્યા વગર ચુપચાપ આગળ વધતો ગયો.
ત્યાં જ થોડે આગળ જતાં જ થોડો મેદાની વિસ્તાર આવ્યો બાજુમાં જ એક નાનકડું તળાવ હતું.આથી સરિતાએ ઘોડીને ધીમી પાડી જેથી સાગર પણ એની લગોલગ આવી ગયો.
સરિતા બોલી “ થોડી વાર ઘોડીઓને આરામ આપીએ.એમને પાણી પાઈને થોડો વિરામ કરી લે પછી જ નીકળીએ.”
સાગર કંઈ જ બોલ્યા વિના નીચે ઉતરીને એની ઘોડીને હળવેકથી ઢાળ ઉતારીને પાણી પાવા લઈ ગયો સરિતાએ પણ એમ જ કર્યું.પછી સરિતા એ બંન્ને ઘોડીઓને લઈને નજદીકના ઝાડ સાથે બાંધવા લઈ ગઈ અને સાગર તળાવને કિનારે બેસી રહ્યો.ઘોડીઓને બાંધીને સરિતા પાછી ફરી રહી હતી ત્યારે બરાબર ઢળતી બપોરના સુરજમાં ચળાઈને આવતા પ્રકાશમા સરિતાનું કાતીલ સૌંદર્ય જોઈને જ સાગર એકીટશે ભાન ભુલીને એને આવતી જોઈ જ રહ્યો સાગરને લાગ્યું કે કદાચ એના સંયમનો બંધ હવે તુટી જ જશે આથી સરિતા નજદીક આવતા જ એણે એક ઝાટકે એનું મોં ફેરવી લીધુ અને ઘોડીઓની તરફ જોવા લાગ્યો
આથી સરિતા શરારતી સ્વરમાં બોલી “ તને શું લાગ્યું કે હું તારી નઝર પકડી નહી શકુ?મને ખબર છે કે તુ શું વિચારે છે? “
છતાં સાગરે ઘોડીઓની તરફ જ નઝર રાખીને પુછ્યું “ શું વિચારું છું? “
સરિતા સાગરની એકદમ નજદીક આવીને એના કાન પાસે જઈને બોલી “ બિચારી ઘોડીઓને ભુખ બહુ લાગી હશે નહી? “ અને ખડખડાટ હસવા લાગી અને સાગર પણ સરિતાની ­સેન્સ ઓફ હ્યુમર જોઈને ખડખડાટ હસવા લાગ્યો.પણ પછી હસવાનું રોકીને બોલ્યો
“ તને ખબર છે ને કે હું શું વિચારું છું? “
સરિતા બોલી “ હા. “
સાગર બોલ્યો “ તો છતાં તું મારી સાથે આવવા એકલી તૈયાર થઈ ગઈ એનો હું શું મતલબ કાઢું? “
સરિતા બોલી “ શા માટે પુરુષોને દરેક વાતનો કોઈને કોઈ મતલબ કાઢવો જરૂરી જ હોય છે?મતલબ વગરની કોઈ જ વાત કેમ તમને ગળે નથી ઉતરતી? “ એટલું કહીને એ સુરજની લગોલગ બેસી ગઈ બિલકુલ સુરજને અડીને આથી સુરજ કે જે પોતાનો હાથ જમીનને અડાડીને બેઠો હતો એણે એ હાથ ઉઠાવી લીધો પણ સરિતાએ એ સાગરનો હાથ હળવેકથી પકડી લઈને પોતાના બંન્ને હાથમાં દબાવીને પોતાના ખોળામાં મુકીને પોતાનું માથું સુરજના ખભ્ભે ઢાળી દીધું.સરિતાના ઉકળતા શ્વાસ સાગર એના ગાલ ઉપર અનુભવી રહ્યો.થોડી મિનિટો સુધી કોઈ કંઈ જ બોલ્યા વિના એમ ને એમ બેસી જ રહ્યા જંગલની નીરવ શાંતીમાં ખોવાઈ ગયાં.પણ એ સાગર માટે તોફાન પહેલાની શાંતી હતી.
સરિતાએ સાગરનો હાથ પોતાના ખોળામાંથી લઈને જેવો પોતાની છાતી ઉપર મુક્યો સાગરની બધી જ સીમાઓનાં બંધનો તુટી ગયા અને એ સરિતાની ઉપર તુટી જ પડ્યો.એણે સીધા જ પોતાના હોઠ સરિતાના હોઠ ઉપર મુકી દીધા જ્યારે તેના હાથ સરિતાના સ્કર્ટ અને ટોપની અંદર બેફામ રીતે ઘુમવા લાગ્યા.પછી ગાલ અને ગળા ઉપર પણ સાગરે સરિતાને ચુંબનો થી નવરાવી દીધી.એ ચુંબનો એટલા ઝનુનથી કરેલા હતા કે બધે જ ભુરાં ચકામાઓ પડી ગયા.અત્યાર સુધી સરિતા કંઈ જ નહોતી બોલતી પણ સાગર વધુ આગળ વધે એ પહેલા જ સરિતાએ એને રોકવાની કોશીશ કરી.ત્યારે જ સાગરને ધ્યાન ગયું કે સરિતા તરફથી કોઈ જ પ્રતિભાવ નહોતો એ એકલો જ સરિતાની ઉપર તુટી પડ્યો હતો આથી એ થોડો ભોંઠો પડ્યો પણ છતાં એ સરિતાની ઉપર જ ઝુકેલો હતો પણ એ બેફામ રીતે હાંફી રહ્યો હતો
સરિતા બોલી “ શું આટલા વર્ષો રાહ જોઈ છે તો થોડો સમય વધુ રાહ નહીં જોઈ શકાય? “
સાગર હજી સરિતાની ઉપર ઝુકીને હાંફી જ રહ્યો હતો પણ ધીમે ધીમે એણે જાત ઉપર કાબુ મેળવ્યો.એ સરિતાથી અળગો થયો અને નીચે તળાવમાં જઈને પાણીની છાલકો મોં ઉપર મારીને પોતાની અંદર ઉઠેલી આગને બુઝાવવાના વ્યર્થ પ્રયત્નો કરવા લાગ્યો.સરિતા એ પણ પોતાના અસ્તવ્યસ્ત થયેલ કપડા સરખા કરી લીધા.છેવટે કંટાળીને સાગર પાણીની બહાર આવી ગયો.પણ હજી એ સરિતાની સાથે નઝર નહોતો મિલાવવા માંગતો.એ શરમાતો નહોતો પણ એનો મેલ ઈગો હર્ટ થયો હતો.એ માનતો હતો કે સરિતાએ એને આગળ વધતો રોકીને એના ઈગોને હર્ટ કર્યો છે.
થોડી વાર સુધી કોઈ કંઈ જ બોલ્યું નહી પણ પછી અચાનક જ સાગર વિફર્યો “ જો તારે મારું અપમાન જ કરવું હતું તો આટલા સંકેતો આપવાની શી જરૂર હતી? “
સરિતા બોલી “ પણ મેં તારું શું અપમાન કર્યું છે? “
સાગર બોલ્યો “ તો આ શું હતું? તું અહીં જંગલમાં મારી સાથે એકલી એક આખી રાત ગાળવા આવી હતી.એનો બીજો શું મતલબ કાઢું હું?જો તને હું ગમતો જ નથી તો અહીં આવવાનો શું મતલબ હતો? “
સરિતા બોલી “ પણ ફરી પાછી એ જ વાત તમારે પુરુષોને દરેક વાતનો મતલબ શા માટે જોઈતો હોય છે? અને ફક્ત અત્યારે અહીં મેં તને સેક્સ માટે ના કહી એમાં તું મને ગમતો નથી એવું ક્યાં થી સાબીત થઈ ગયું? “
સાગર બોલ્યો “ તો બીજો શું મતલબ થાય? “
સરિતા બોલી “ તું મને પ્રેમ કરે છે? “
સાગર આવા સવાલ માટે બિલકુલ તૈયાર નહોતો આથી એ થોડો વિચારમાં પડી ગયો પછી થોડું અચકાઈને બોલ્યો “ કદાચ કરતો હોઈશ પણ પાકી ખબર નથી. “
સરિતા બોલી “ તો જો તું મને પ્રેમ કરે છે કે નહી એની તને પાક્કી ખબર પણ નથી અને મને ખુશ રાખવા પણ જો તુ એમ ન બોલી શક્યો કે હા કરું છુ તો શું એ મારું અપમાન થયું કહેવાય?”
સાગર વિચારમાં પડી ગયો પછી સરિતાની તરફ પીઠ કરીને બોલ્યો “ શું તું મને પ્રેમ કરે છે? “
સરિતા બોલી “ તો હું અહીં તારી સાથે શા માટે આવી છું? “
સાગર બોલ્યો “ સવાલનો જવાબ સવાલ નથી હોતો સરિતા. “
સરિતા બોલી “ પણ એ સવાલમાં જ મારો જવાબ છે સાગર.”
સાગર બોલ્યો “ હું સ્પષ્ટ ઉત્તર માંગુ છું.”
સરિતા દોડીને પાછળથી સાગરને વળગીને બોલી “ હા . “
સાગર થોડીવાર બાદ હળવેકથી સરિતાને અળગી કરીને બોલ્યો “ પણ હું હજુ સ્પષ્ટ નથી અને જ્યાં સુધી મેં સ્ત્રીઓ વિશે સાંભળ્યું છે ત્યાં સુધી સ્ત્રીઓ આટલી જલ્દી કોઈની ઉપર વિશ્વાસ કરીને પ્રેમમાં નથી પડતી હોતી.”
સરિતા બોલી “ તું સ્ત્રી છો? “
સાગર બોલ્યો “ ના “
સરિતા બોલી “ તો તને કઈ રીતે ખબર કે એક સ્ત્રી પ્રેમ વિશે શું વિચારે છે?કોઈને પ્રેમ કરવા માટે સમયની નહીં લાગણીઓની જરૂરત હોય છે.જે કોઈના પ્રત્યે સેકન્ડોમાં પણ ઉદ્ભવી શકે છે અથવા ઘણા અરેન્જ મેરેજ મા થતુ હોય છે એમ આજીવન નથી જ ઉદ્ભવતી લાખ પ્રયત્નો છતાં.
અને જો હું તને પ્રેમ કરતી હોઉં એનો મતલબ એ તો નથી જ થતો કે તું જ્યાં કહે અને જ્યારે કહે ત્યારે હું સેક્સ માટે તૈયાર થઈ જઉં.કેમકે એ બાબત તો હું પુરુષ નથી છતાં ય જાણું જ છું કે પુરુષ માટે પ્રેમ એટલે સેક્સ અને સેક્સ એટલે પ્રેમ.આદિકાળથી કોઈ જ પુરુષ એમા અપવાદ નથી.પુરુષને સેક્સ માટે કોઈ ચોક્કસ સમય,સ્થળ,મુડની જરૂરત જ નથી હોતી જ્યારે સ્ત્રીઓને થોડો સમય લાગે છે.”
સાગર થોડો ભોંઠો પડ્યો અને પોતાની ભુલ સમજાઈ પછી બોલ્યો “ જો આટલુ બધું જાણે છે પુરુષો વિશે તો ખબર ન પડે કે એ યોગ્ય સમય ન આવે ત્યાં સુધી આમ એકાંત માં આટલું નજદીક ન અવાય.”
સરિતા બોલી “ સ્ત્રીને મેળવવા પહેલાના જમાનામાં રાજકુમારો કેટકેટલી પરીક્ષાઓ આપતા હતાં ત્યારે જ ઉત્તમ સ્ત્રી મળતી હતી.તો તારે કોઈ પરીક્ષા તો આપવાની છે જ નહીં બસ થોડો સમય સંયમ પણ નહીં રાખી શકે?”
સાગર ઘુંટણ પર બેસીને અદાથી બોલ્યો “ ઠીક છે રાજકુમારીજી હવે જ્યાં સુધી આપ સામેથી મારું ચીરહરણ નહીં કરો ત્યાં સુધી હું આપની સાથે કોઈ જ અનુચીત કાર્ય કરવાની ચેષ્ટા નહીં કરું એ મારી પ્રતિજ્ઞા છે.( પછી ધીમેથી બોલ્યો ) ચીરહરણ કરજે હો નહીંતર ક્યાંક આવતો જન્મ ના લેવો પડે? “
સરિતા ખડખડાટ હસીને બાદમા અદાથી એનો હાથ પકડીને એને ઉભો કરતા બોલી “ એ તો જેટલી જલ્દી તારામાં મને ઈમ્પ્રેસ કરી શકવાની ક્ષમતા એટલી જલ્દી હું તારું ચીરહરણ કરીશ નહીંતર લીધા કરજે જન્મ ઉપર જ્ન્મ.” અને ફરીથી બંન્ને ખડખડાટ હસવા લાગ્યા.
ત્યારબાદ બંન્ને હાથમાં હાથ પરોવીને નજીકના વૃક્ષ નીચે જઈને બેઠા.સરિતા  વૃક્ષને ટેકો દઈને બેઠી અને સાગર એના ખોળામાં માથું રાખીને સુઈ ગયો.સરિતાએ સાગરના બંન્ને હાથ પોતાના હાથમાં લઈને પોતાની હથેળીઓની વચ્ચે દબાવી દીધા.આથી સાગરે ટીખળ કરી
“ હવે મારા હાથ પકડી રાખવાની જરૂર નથી.એક વાર મેં ના પાડી દીધી પછી હું કોઈ જ અડપલું નહીં જ કરું.After all its Pratigyaa yaar.!!!!! “
સરિતા બોલી “ શું તને બધી જ વાતમાં ટીખળ સુજે છે? “
સાગર બોલ્યો “ટીખળ ન કરું તો શું કરું કદાચ કોઈ પ્રત્યે પહેલી જ વખત આટલી ઉત્કટ લાગણીઓ દિલમાં પ્રગટી છે અને આપણી પાસે ફક્ત આજની રાત છે.મને તો એ પણ નથી ખબર કે એ પ્રેમ છે કે શું છે? કાલે સવાર બાદ હું મારી દુનિયામાં અને તું તારી દુનિયામાં.કોને ખબર પછી મળીશું કે નહીં?
આ ક્ષણૉ જ જિંદગીની આપણી સાથે થયેલ સૌથી મોટી ટીખળ નથી?  “
સરિતા કંઈ જ ન બોલી ચુપચાપ આંખો મીંચીને સાગરના હાથને સહેલાવતી રહી અને પછી થોડીવાર બાદ પોતાનું મોં હળવેકથી સાગરના મોં ઉપર લાવી એના વાળ સાગરના મુખ ઉપર ફેલાઈ ગયાં.એણે હળવેકથી પોતાના હોંઠ સાગરના હોંઠ ઉપર મુકી દીધાં અને એક પ્રગાઢ ચુંબન કર્યું.આ રીતે તેઓ કયાં યે સુધી આંખો બંધ કરીને બેઠા રહ્યા.બાદમાં સાંજ થતી આવતી હતી એટલે સરિતા એ હળવેકથી સાગરને હલાવ્યો પણ સાગર પડ્ખું ફરીને સરિતાને વધુ જોરથી વળગ્યો.પણ સરિતા હળવેક્થી ઉભી થતા બોલી
“સાગર ઉઠ આપણે રાત અહીં જ નથી ગાળવાની.હજી આપણે રાત પહેલા ત્યાં પહોંચી જવાનું છે.”
આ સાંભળીને સાગર કમને ઉભો થયો અને બંન્ને ઘોડી ઉપર સવાર થઈને ફરીથી ચાલતા થયાં.



Tuesday, 16 September 2014

" મૃત જ્વાળામુખી " - Part -14


Part-14
પણ પછી થોડી જ વારમા એણે સ્વસ્થતા કેળવી લીધી.
બૃજ વિશે જાણીને સાગરને પણ હવે તો આ પુરી મુવમેન્ટ પ્રત્યે અને કશ્મીરી પંડિતો પ્રત્યે લાગણી પેદા થઈ ગઈ હતી. થોડી વાર બાદ સાગરે અચકાતા અચકાતા પુછ્યું “ તમે શું જાણૉ છો મારા વિશે.”
વિશ્વમોહન ભટ્ટજી હજી જાણે કે એમનો ભુતકાળ હજી ગઈકાલની જ વાત હોય એમ બૃજની તસ્વીરની સામે હોઈ રહ્યા હતા.
પણ પછી સ્વસ્થ થઈને વિશ્વમોહન ભટ્ટજી એ કહ્યું “ જો બેટા એજ કે તું એક કોમ્પ્યુટર હેકર હોવાની સાથે જ કોમ્પ્યુટર સોફ્ટવેરને લગતી તમામ બાબતોનો એક્ષપર્ટ છો.તારી સાથે છે અઠંગ ખેલાડી રામસિંહનો દીકરો હનુમંતસિંહ જ્યારે તમારા ટીમ લીડર છે જોરૂભા.એમ આઈ રાઈટ સાગર? “
સાગર તો આ સાંભળીને જ ઉછળી પડ્યો પછી મહામહેનતે બોલ્યો “ પણ તમને આ બધી કઈ રીતે ખબર છે? “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ મને તો એ પણ ખબર છે કે તમને મોકલનાર કોણ છે પણ કમનશીબે તમને નથી ખબર કે એ લોકો કોણ છે,રિયાઝ અને અલી હસન કોણ છેઅને  તમે કેવા દેશદ્રોહીઓના હાથા બનવા જઈ રહ્યા છો.”
સાગર બોલ્યો “ દેશદ્રોહીઓના?હું કંઈ સમજ્યો નહીં. ઠીક છે બેંક લુંટવી એ ક્રાઈમ છે પણ એ દેશદ્રોહ તો નથી જ. “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ બેટા તને ખબર છે કે એ લોકરની અંદર શું છે? “
સાગર બોલ્યો “ ના “
વિશ્વમોહન ભટ્ટજી “ તો તેં ક્યારેય વિચાર કેમ ના કર્યો કે એ લોકો કંઈ મુરખ છે કે ફક્ત થોડા કાગળના ટુકડાઓ માટે થઈને રિયાઝ અને અલી હસન જોરૂભાને ૨૦૦૦ કરોડ આપવા તૈયાર થઈ જાય ? “
સાગર ચીસ પાડી ઉઠ્યો “ ૨૦૦૦ કરોડ? પણ મને અને હનુમંતને તો ફક્ત ૨ કરોડ જ મળવાના છે.હું અહીંથી જઈને તરત જ રિયાઝને કોલ કરીને કામ કરવાની ના પાડી દઉં છું.આટલો મોટો ભેદભાવ? અમે પણ આ પ્લાનમાં બરાબરનું જોખમ લેવાના છીએ તો આટલો બધો ડિફરન્સ? “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ શાંત થા બેટા શાંત થા.ઉશ્કેરાટમા લેવાયેલ નિર્ણયો બદલ પાછળથી હંમેશા પસ્તાવાનું જ રહે છે.”
સાગર બોલ્યો “ પણ દાદાજી તમારો આમાં શું ઈન્ટરેસ્ટ છે? “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ ઈન્ટરેસ્ટ તો બહુ જ મોટો છે.એના માટે જ તારે કામ કરવાની ના પાડવાની નથી..તમારે પ્લાન મુજબ જ રોબરીને અંજામ આપવાનો છે બસ પ્લાનમાં એન્ડ માં જ થોડો ફેરફાર થશે.એ લોકો તને ૨ કરોડ આપવાના છે ને? અમે તને ૨૦૦ કરોડ આપીશું.ઉપરાંત એમના બે કરોડ પણ તમને જ મળશે કેમકે તમારે એમને દસ્તાવેજ તો આપી જ દેવાના છે.
સાગર બોલ્યો “ દસ્તાવેજ એમને આપી દેવાના હોય તો તમે અમને ૨૦૦ કરોડ શા માટે આપવા માંગો છો?મને કંઈ જ સમજાતુ નથી. “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ એ હું તને સમજાવી દઈશ. પણ સાથે જ હું તને પ્રોમીસ કરું છું કે સાચી વાત જાણ્યા બાદ જોરૂભા પણ તને એના હિસ્સામાંથી બીજા ૨૦૦ કરોડ આપશે જ. ”
સાગર બોલ્યો “ તમે હવે ખુબ જ કન્ફ્યુઝન પેદા કરો છો.જો જોરૂભાને સામેલ જ કરવાના હોય તો અત્યારે જ જોરૂભાને આમાં સામેલ કરી લઈએ તો? બધી જ ચોખવટ થઈ જાય ને? ( સાગરને હજી વિશ્વમોહન ભટ્ટજી ઉપર પુરો વિશ્વાસ બેસતો નહોતો) એ ફરીથી થોડું અટકીને બોલ્યો “ પણ જો તમે બધું જ જાણૉ છો તો તમે જ શા માટે બેંક નથી લુંટી લેતા? “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ જો એટલુ આસાન હોત તો લુંટી જ લીધી હોત પણ એના માટે અમારે ખુલીને સામે આવવું પડે અત્યારે અમે ફક્ત નિશ્ચિત સમયે જઈને આતંકવાદીઓના અડ્ડા ઉપર આક્રમણ કરીને પાછા ફરી જઈએ છીએ.જેના માટે અમારા હથિયારો અને સૈનિકો અલગ અલગ રીતે સ્થળ ઉપર પહોચે છે જેથી ક્યારેય કોઈ જ જાતનો આર્મી કે પોલીસના રેકોર્ડ મા અમે ચડેલા નથી.પણ આ બેંક લુંટવા માટે અમારે સીધો જ આર્મી અને પોલીસ સાથે સંઘર્ષમા ઉતરવું પડે જે હું કોઈકાળે નથી ઈચ્છતો.અમે લોકો ક્રાંતીકારીઓ છીએ હત્યારાઓ નહીં.અમે ક્યારેય અતિશય અનિવાર્ય સંજોગો સિવાય આપણા જ આર્મી કે પોલીસ ભાઈઓના ખુનથી અમારા હાથ નથી રંગવા માગતા.”
સાગર બોલ્યો “ પણ તો તમે પણ અમારી જ જેમ ભાડુત લોકો રોકી શકતા હતા ને? “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ એટલુ આસાન નથી વાટાઘાટો દરમિયાન જ જો અમારી ઓળખ છતી થઈ જાય તો આટલા વર્ષોની મહેનત પાણીમા ચાલી જાય.એ વ્યક્તી અમને મળ્યા બાદ અમારી ઓળખ છતી નહી કરે એની કોઈ જ ખાતરી નહોતી.પણ રિયાઝ અને અલી કોઈને મોકલશે જ એની મને ખાતરી હતી.એ લોકો બેંક લુંટી લે પછી એ લોકો પાસેથી એ દસ્તાવેજો અમે લુંટી લેવાનો પ્લાન બનાવેલો હતો.જો કે એમાં પણ પોલીસ અને રિયાઝ સાથે સંઘર્ષમાં ઉતરવું પડે એની શક્યતા તો હતી જ.કદાચ કોઈ એકપણ પકડાઈ જાય તો અમારી આટલા વર્ષોની ગુપ્તતા છતી છતી થઈ જાય.
આથી  અમે તારો અને જોરૂભાનો રેકોર્ડ તપાસ્યો.તુ ભલે જેલ જઈ આવ્યો હોય પણ તું ક્રીમીનલ માઈન્ડેડ  નથી.અને તને જોયા બાદ તો ખબર નહી કેમ તારા ઉપર આંખ મીચીને વિશ્વાસ મુકવાનું મન થાય છે કે તું અમારા વિશે કોઈને નહીં જ બતાવે.આથી તું જ્યારે પુરી વાત સાંભળીશ એટલે મારી વાતમાં સામેલ થવાની ના નહીં જ પાડે.
રહી વાત જોરૂભાને પહેલા એપ્રોચ કરવાની તો જોરૂભાનો રેકોર્ડ પણ અમે તપાસ્યો છે. એમના જેવો દેશભક્ત મળવો મુશ્કેલ છે પણ એ જ તો એમની નબળાઈ છે.જો હું પહેલા જ એમને એપ્રોચ કરીને સત્ય જણાવી દેત તો તેઓ ક્યારેય આ મિશનને લીડ ના કરત સીધા રિયાઝ અને અલી હસનને જ મારવા નીકળી પડત.હું ઈચ્છું છું કે તેઓ આ મિશનને લીડ કરે અને કામિયાબી બક્ષે અને યોગ્ય સમયે જ તેઓ આ વાતને જાણે નહીંતર તેઓ બધો જ પ્લાન ઉલટ સુલટ કરી નાખશે.
છેવટે અમે તમને લુંટવાને બદલે તને જ અમારા પ્લાનમા સામેલ કરી લેવાનું નક્કી કરી લીધું. “
થોડીવાર સુધી રૂમમાં આમથી તેમ આંટા માર્યા બાદ સાગર બોલ્યો “ ઠીક છે.હું તમારી વાત ગુપ્ત રાખવાનું વચન આપું છું.પણ એ સાંભળ્યા બાદ જો મને એ યોગ્ય જણાશે તો જ હું હા પાડીશ નહીંતર તમારે મને અહીંથી સલામત જવા દેવો પડશે.”
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ પુરી વાત સાંભળ્યા બાદ તું ના પાડી જ નહીં શકે.”
જેમ જેમ વિશ્વમોહન ભટ્ટજી વાતને કહેતા ગયાં સાગરના હાવભાવ બદલાતા ગયા.સાગરને તો હતું કે એ લોકરમાં કોઈ મહારાજાના ખજાનાનો નકશો કે એવી જ કોઈ ચીજ હશે.પણ જે વિશ્વમોહન ભટ્ટજીએ એને જણાવ્યું એ સાંભળીને એ સમજી ગયો કે ૧૦૦૦૦ કરોડ તો કંઈ જ નથી આ કાગળના ટુકડાઓ માટે.પણ એની જરૂરત આ પંડિતોને વધુ હતી જો પોતે ના પાડશે તો રિયાઝ કોઈ બીજાને રોકી લેશે મોટી રકમ આપીને પણ પછી જો એ એમને મળી જશે તો તેઓ શું કરી શકશે એની કલ્પના પણ થઈ શકે એમ નથી.આથી પુરી વાત સાંભળ્યા બાદ સાગરે વિચાર્યા વગર વિશ્વમોહન ભટ્ટજીને હા પાડી દીધી.એ સાંભળીને વિશ્વમોહન ભટ્ટજી સાગરને ભેંટી પડ્યા.સાગરને પણ પોતાના પિતાની યાદ આવી જતા તે પણ એમને ભેંટી પડ્યો.
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ બેટા મારો જુસ્સો એવો ને એવો જ છે પણ હવે ઉમર થઈ ગઈ છે મારી અને અશોક બંન્નેની.એવું નથી કે અમારા ગુજરી ગયા બાદ યુવાનો આ લડત નહીં લડે એવું મને લાગે છે.અરે સાહિલને લડતો જોઈને તો કોઈપણ એની ઉપર આફરીન પોકારી ઉઠે.એણે એની આગેવાનીમાં મારા વગર પણ કેટલાયે આતંકવાદી કેમ્પનો સફાયો કરેલો છે.પણ સતત લડતા રહીને અમારી જાતને છુપાવવી અઘરી છે.જ્યારે આમ જંગલમાં ભટકીને ફરતા આ યુવાનોની જિંદગી શું?એમની આવનારી પેઢીઓનું શું? શુ એમને પણ જંગલમાં જ આમ રઝળતા મુકી દેવાના? ના એના માટે એક મોટી આરપારની લડાઈ લડવી જરૂરી છે.હવેહું આવનારી પેઢીઓને આ ધરતી કે જે દુનિયાની જન્નત છે એને નર્કમાં તબદીલ થયેલી નથી સોંપવા માગતો.હું નથી ઈચ્છતો કે નવી પેઢી પણ એમના દિલમાં આ મૃત જ્વાળામુખીનો લાવા લઈને જ જન્મે.હું એમને એમની ધરતી સોંપીને નિરાંતે અનંતની યાત્રાએ જવા માંગુ છું.એ જ મારા બૃજનું સાચું તર્પણ હશે.હવે બધું જ તમારો પ્લાન સફળ થાય એના ઉપર નિર્ભર છે.”
સાગર બોલ્યો “ જરૂર સફળ થશે.મહાદેવના આશિર્વાદ છે આપણી સાથે. ”
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ હજી એક સરપ્રાઈઝ છે તારા માટે કે જે તને ટુંક સમયમાં મળી જશે જો કે એ સરપ્રાઈઝને ખુદને પણ એની ખબર નથી.”
સાગરને જોકે આમા કંઈ જ ખબર ન પડી.પણ એ ચુપ જ રહ્યો.જ્યાં સુધી પુરો પ્લાન સફળ ના થાય ત્યાં સુધી જોરૂભાને કાંઈ જ નહીં બતાવવાનું નક્કી થયું.હનુમંતસિંહને કહેવાનો તો પ્રશ્ન જ નહોતો ઉભો થતો નહીંતર એ તો રુપીયા માટે સગી માને પણ વેચી મારે એવો હતો પણ પ્લાન પુરો કરવા માટે એ સૌથી જરૂરી કડી હતો.પ્લાન પુરો થાય એટલે ૨ કરોડ આપીને એને છુટો કરી દેવાનો હતો.વાતચીત પુરી સમજાવીને વિશ્વમોહન ભટ્ટજી નીકળતા જ હતાત્યા જ બારણે ટકોરા પડ્યા.
આથી સાગરની જગ્યાએ વિશ્વમોહન ભટ્ટજી ખુદ દરવાજો ખોલવા ગયા.એમણે હળવેકથી દરવાજો ખોલ્યો તો સામે સરિતા ઉભી હતી એ મજાકના મુડમાં કંઈક બોલવા જતી હતી પણ વિશ્વમોહન ભટ્ટજીને અચાનક જ અહીં જોઈને થોડી ભોંઠી પડી ગઈ પણ પછી અચાનક જ બોલી “ બાબા તમે અહીં અત્યારે? “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ હા થયું તારો જીવ બચાવ્યો છે તો મહેમાનની ખબર અંતર તો પુછી આવું.”
સરિતા બોલી “ બાબા મેં વિચાર્યું કે હું કેટલા બધા વર્ષે અહીં આવી છું અને સાગર પણ હવે કદાચ અહીં ક્યારેય નહીં આવે તો હું સાગરને મારી ફેવરીટ જગા બતાવી આવું?એટલે પહેલા એને પુછવા આવેલી.પણ તમે પણ અહી છો તો તમને પણ પુછાઈ જશે. “
સરિતાના આશ્ચર્ય વચ્ચે વિશ્વમોહન ભટ્ટજી એ તુરંત જ હા કહી દીધી અને બોલ્યા “ હા હા જરૂર બેટા બસ જોડે થોડી સીક્યોરીટી લઈ જજે “
 પણ સરિતાએ એની સ્પષ્ટ ના પાડી દેતા કહ્યું “બાબા શું તમને લાગે છે કે આપણા વિસ્તારમાં કોઈ મને હાથ પણ લગાડી શકે? પછી સીક્યોરીટીની શું જરૂર છે? “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ ઠીક છે બેબી તારી જીદ આગળ કોનું ચાલવાનું છે.પણ બંન્ને ગન સાથે જ રાખજો જંગલનો મામલો છે અને જેમ બને તેમ વહેલા પાછા આવી જજો.ત્યાં પહોંચતા જ રાત થઈ જશે અને પાછા  ફરતા સવાર.થોડું કેરોસીન પણ સાથે લઈ જજે કદાચ ફાનસમાં તેલ ઓછું હશે. “
સરિતા બોલી “ દાદા ફાનસ નહીં હું ફુલ્લી ચાર્જ કરેલી બે બેટરીઓ જ લઈ જઈશ.બાકી બધો સામાન તો ત્યાં હશે જ.”
સાગર બોલવા ગયો કે આવતીકાલે તો મારે કોઈપણ ભોગે નીકળી જ જવું પડશે પણ એ ન બોલી શક્યો.એના મને એને કેટલોયે ટપાર્યો કે આજનો આખો દિવસ રઝળપાટમા ગયો છે અને આજની આખી રાત આરામ નહીં કરે તો કાલે કઈ રીતે કેમ્પ સુધી પહોંચી શકશે?એને આજે આરામ કરવો જોઈએ એ ના પાડી દે.આવતીકાલે મોડું થઈ ગયું તો જોરૂભા એની ખબર લઈ નાખશે.એક દિવસ નું તો તેમને માંડ સમજાવી શકીશ.મિશન શરુ થતા પહેલા જ આવી ગેરશિસ્ત તેઓ ક્યારેય સહન નહીં જ કરે.પણ એ ના ન પાડી શક્યો.સરિતાએ જે રીતે એની તરફ જોયું એણે સરિતાની આંખોમાં કોઈ અદ્રશ્ય ખેંચાણ અનુભવ્યું. અત્યારે જો વિશ્વમોહન ભટ્ટજી અહીં ન હોત તો..... મનોમન એ પણ ઈચ્છતો હતો એ અહીંથી જાય ત્યાં સુધીની એક એક ક્ષણ એ સરિતાની સાથે ગાળે કેમકે હવે પછી કોને ખબર મુલાકાત થશે કે નહીં થાય?જો કે વિશ્વમોહન ભટ્ટજીએ એક અજાણ્યા યુવક સાથે પોતાની પૌત્રીને આમ જંગલમાં રાત રોકાવા જવાની પરવાનગી આપી એમા થોડું અજુગતું તો લાગ્યું પણ પછી સરિતાની સાથે આવતીકાલ સવાર સુધી સતત એકલા રહેવા મળશે એના રોમાંચમાં એ સંશયને દબાવી દીધો.એ હજુ ગડમથલમાં હતો
ત્યાં જ સરિતા બોલી “ જવું છે ને ? “
સાગર થી વિચાર્યા વગર જ બોલાઈ જવાયું “ હા. “
સરિતા જતા જતા ઉતાવળમાં બોલી “ તો અત્યારે જ જમીને નીકળી જવું પડશે.જંગલનો રસ્તો છે.અત્યારે જ નીકળશું તો પણ સાંજે માંડ પહોંચશું. “ એમ કહીને સરિતા જમવાની વ્યવસ્થા કરવા દોડી ગઈ.પણ એ ધારીને પણ એની ખુશી છુપાવી ન શકી.
વિશ્વમોહન ભટ્ટ જી સાગરની મુશ્કેલી સમજી ગયા કે એને જોરૂભાને સમજાવવાની ચિંતા હતી પણ  એમણે એને જે કહ્યું એ સાંભળીને સાગર બિલકુલ રીલેક્ષ થઈને સરિતાની સાથે જવા તૈયાર થઈ ગયો.
સાગર અને સરિતાનું જમવાનું ત્યાં જ આવી ગયું.સાગરને તો કોઈ સામાન લેવાનો હતો નહીં.સરિતાએ થોડો સામાન ભર્યો એક નાની બેગમાં.રસ્તા માટે પીવાનું પાણી અને થોડો નાસ્તો લીધો.બંન્નેએ ઓટોમેટીક ફુલ્લી લોડેડ ગન પોતાની પાસે જ રાખી લીધી અને થોડી બુલેટસ પણ બેગમાં રાખી.તેઓ ફરીથી પેલા ચોગાનમાં આવી ગયા.
સાગરને હતું કે તેઓ કોઈ જીપમાં જશે પણ ત્યાં તો બે ચેસ્ટનટ કલરની કાઠીયાવાડી ઘોડીઓ ઉભી હતી.સામાનની બેગ સરિતાની ઘોડી ની Saddle સાથે બાંધેલી હતી જ્યારે પાણી અને નાસ્તો સાગરની ઘોડીની Saddle સાથે ઘોડીને હલનચલનમાં નડે નહીં એમ બાંધેલો હતો.બંન્નેની સાથે એક એક ફુલ્લી ચાર્જડ લોંગ લાઈફ બેટરી વાળી ટોર્ચ લાઈટ અને એક ગન હતી એ બંન્નેનો ઉપયોગ એ બંન્ને એ સમજી વિચારીને જ કરવાનો હતો. એ બંન્ને એ ગનનો સેફ્ટીક્લચ ચેક કરી લીધો કેમકે ભુલથી જો રસ્તામાં ગનમાંથી ફાયર થઈ ગયું તો ઘોડીને કાબુમાં કરવી ખુબ મુશ્કેલ છે.તમામ જાતની તૈયારીઓ કરીને બંન્ને પોતપોતાની ઘોડીના પેગડામાં હળવેકથી પગ મુકીને એની ઉપર સવાર થયા.એમની ઘોડીઓ પણ જાણે સાગર અને સરિતાના મનના ભાવો કળી ગઈ હોય એમ થનગનતી હતી.
હળવેકથી પગની એડીના ઈશારે બંન્ને ઘોડીઓ ચાલવા લાગી.થોડી જ વારમાં કેમ્પ પાછળ રહી ગયો અને ગાઢ જંગલ શરુ થઈ ગયું.

Sunday, 7 September 2014

" મૃત જ્વાળામુખી " - Part-13

Part-13
ખરેખર અનુપમ દ્રશ્ય હતું એ કે જે ધરતી ધર્મના નામે ચાલતા રાજ્કારણને કારણે સમગ્ર વિશ્વમા વિવાદીત ભુમી તરીકે ઓળખાતી હતે એ જ ધરતી ના એક ટુકડામાં બે મહાદેવ અને એક મિયાં હાથ ઉપર હાથ રાખીને પોતાના મિશનને કામિયાબ બનાવવા ની કસમ ખાઈ રહ્યા હતાં.
થોડા સમય પહેલા એકલૌતા પુત્રના મોતથી તુટી ચુકેલા વિશ્વમોહન પંડિતજીમાં જાણે કે કોઈ નવયુવાનને પણ શરમાવી એવી સ્ફુર્તી આવી ચુકી હતી.તેમણે તમામ નકશાઓને થોડી જ વારમાં ફેંદી નાખ્યા.પછી તમામ પંડિતોની યાદી ઉપર એક નજર નાખી લીધી.પછી તેઓ આસિફમિયાં તરફ ફરીને બોલ્યા
“ મિયાં આ તો ફક્ત પંડિતોની જ યાદી થઈ તમારા કશ્મીરી બિરાદરોની યાદી ક્યાં? “
આસિફમિયાં અચકાતા બોલ્યા “ જી એની કોઈ જ પાકી યાદી હજી નથી બની.મેં વાત તો ઘણા જિલ્લાઓમાં ચલાવી હતી પણ હજી એ લોકો  દહેશતગર્દો થી ડરે છે અને.... “ બોલતા બોલતા એ અટકી ગયા
આથી વિશ્વમોહન ભટજી એ પુરું કર્યું  “ અને એ લોકો કાફિરોનો સાથ દેવા નથી માંગતા બરાબર? “
આસિફમિયાં નીચું જોઈને બોલ્યા “ જી હા. પણ હું એમને સમજાવવાનો પ્રયત્ન કરું જ છું. “
વિશ્વમોહન ભટ્ટજી  બોલ્યા “ આસિફમિયાં સાચું બોલજો આ કાફિર,જન્નત,હુર વગેરે મા તમે માનો છો? “
આસિફમિયાં બોલ્યા “ જો એવું હોય તો હું અહીં અત્યારે ઉભો જ શા માટે હોઉં જનાબ.મારા માટે તો આ કશ્મીર જ જન્નત છે અને એની વાદીઓ જ મારી હુર છે.હું દિલોજાનથી આ લડતમાં સામેલ છું અને ઈન્શા અલ્લાહ મારા અન્ય લોકોને પણ આ વાત ટુંક સમયમાં સમજાઈ જશે.” 
વિશ્વમોહન ભટ્ટ બોલ્યા “ જો તમે ખરેખર આ લડાઈમા દિલોજાન થી જોડાયેલા હો અને ઈચ્છતા હો કે બીજા તમારી કોમના અન્ય લોકો જલ્દીથી આપણી સાથે જોડાઈ જાય તો સાહિલને મને સોંપી દો “
આસિફમિયાં બોલ્યા “ પણ એ અમારા ખાનદાન નો આખરી ચિરાગ છે.એને કાંઈ થઈ જશે તો અમારું પુરું  ખાનદાન જ ખતમ થઈ જશે. “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ જેના સ્મશાનની રાખ પણ હજી નથી હોલવાઈ એ પણ મારા ખાનદાનનો આખરી ચિરાગ જ હતો અને એની પુત્રી પણ મારા ખાનદાનની આખરી નિશાની જ છે પણ એનો પણ યોગ્ય સમયે હું આ લડતમાં ઉપયોગ કરીશ જ, આ અશોકનું તો પુરુ ખાનદાન જ સમાપ્ત થઈ ચુક્યું છે તો એને શું જરૂર છે આ લડતની? આટલી સંકુચીત માનસિકતા છોડીને અલ્લાહ ઉપર વિશ્વાસ રાખીને સાહિલને એલાન-એ-જંગ કરવા દ્યો અને એનું તમારી પુરી કોમમાં એલાન કરી દ્યો પછી જુઓ.હુસૈન સાબની કુરબાનીની જેમ જ તમારા દોહિત્રને તમે આઝાદ્દીની વેદી ઉપર કુરબાન કરવા તૈયાર છો એ વાત તમારા ભાઈઓને સમજાવો એ લોકો આ જંગમાં શામેલ થવા માટે પડાપડી કરશે. “
આસિફમિયાં ને આ વાત ગળે ઉતરી ગઈ.એણે આ જ ઘડીથી સાહિલને વિશ્વમોહન ભટ્ટજીને આ ચળવળ માટે સમર્પીત કરી દીધો.
અશોક પંડિત બોલ્યા  “ વિશુ સૌથી પહેલા તો આપણે આજના દિવસે નિયત જગાએ જઈને ભારતીય ધ્વજ લહેરાવવાનો રહેશે.આતંકી ઘટનાને પગલે લોકો ડરેલા છે એમનો ડર ઘટાડીને એમનો વિશ્વાસ પુન:સંપાદીત કરવો જરૂરી છે.”
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ એનાથી પણ વધુ જરૂરી છે કે અહીંના લોકો પોતાના રાષ્ટ્રધ્વજ ને  ઓળખે એને સન્માન આપતા શીખે.એમને ખબર પડે કે એમનો રાષ્ટ્રધ્વજ ચાંદ તારા વાળો લીલો નહી પણ તિરંગો છે.એ એમના માટે પણ એટલો જ સન્માનનીય છે જેટલો દેશના અન્ય દેશવાશીઓ માટે છે.એ લોકો દેશના મુખ્ય પ્રવાહનો હિસ્સો બને નહીં કે કાયમ એક ખુણામાં જ રહીને કુપમંડુકની જેમ જ વિચારતા રહે.જેવું બંન્ને તરફની સરકારો અને દહેશતગર્દો ઈચ્છે છે.”
આસિફમિયાં બોલ્યા “ ઈન્શા અલ્લાહ એવું જ થશે.બસ હવે થોડા જ દિવસો ની દેરી છે.પેલું જુનું ગાયન છે ને? रात भर का है मेहमान अंधेरा किस के रोके रुका है सवेरा। “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ સુબહાન અલ્લાહ આસિફમિયાં અહીં દેશના બિલકુલ ખુણામાં રહીને કે જ્યાં આજેપણ વીજળી મળવી મુશ્કેલ છે ત્યાં આસપાસમાં પણ કોઈ થીએટર તો હોય નહી.તો તમે હિન્દી ગીતો નો શોખ કઈ રીતે પાળી લીધો? “
આસિફમિયાં બોલ્યા “ આકાશવાણી જનાબ.પહેલા તો બીબી બચ્ચા હતા ત્યારે તો સમય ક્યાં ચાલ્યો જતો ખબર જ નહોતી પડતી પણ હવે તો સાહિલ સુઈ જાય ત્યારે મોડી રાત સુધી હું રેડિયો સાંભળતો રહેતો હોઉં છું ક્યારેક તો સાહિલ પણ સાંભળી લે છે.”
પછી એ ત્રણે ય બુઢ્ઢાઓએ  પુરા ગામને એકત્રીત કરીને એ જ શાળાના ખંડીત કમ્પાઉન્ડમાં મોડું થઈ ગયું હોવા છતાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.સૌના ચેહરા ઉપર ડર,દેશભક્તી, વિશ્વમોહન ભટ્ટ જી પ્રત્યે સહાનુભુતી અને મનમાં બૃજ તથા ચારુલતા પ્રત્યે સન્માનની ભાવના હતી.એ સ્થળ ઉપરથી જ આસિફમિયાં એ પોતાના પુત્ર સાહિલને વિશ્વમોહન ભટ્ટજીને કશ્મીરને દહેશતગર્દોથી મુક્ત કરાવવા માટે થનારી ક્રાંતીનો હિસ્સો બનાવવા માટે સોંપવાની ઘોષણા કરી દીધી.જેની દુરોગામી અસર પુરા કશ્મીર પર તો થવાની જ હતી પણ એ ગામમાં થી પણ દશેક યુવાનો આ ક્રાંતીમાં સામેલ થવા તૈયાર થઈ ગયા. 
આથી વિશ્વમોહન ભટ્ટજી એ આસિફમિયાં ની સામે જોયું અને આસિફમિયાંએ પણ જાણે એમની વાતની અસર થતી જોઈને એમને સન્માન  આપતું સ્મિત આપ્યું.
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ આ સાહિલ તો માત્ર એક ચિનગારી છે.એ ચિનગારીને જંગલમાં રહેલા સુકા વૃક્ષોની માફક સૌ દેશપ્રેમી કશ્મીરી ના દિલમાં લગાવો જેથી દાવાનળ પ્રગટે.જેના તાપમાં તમામ દહેશતગર્દો ભસ્મીભુત થઈ જાય.
આ સાંભળીને ત્યાં હાજર સૌએ વિશ્વમોહન ભટ્ટજીને તાલીઓથી વધાવી લીધા.
ત્યાર બાદ આસિફમિયાં ને આસપાસના ગામો અને સમગ્ર જમ્મુ-કશ્મીરમાં ઘુમીને એની કોમના બંદાઓને આ મિશન માટે એકત્ર કરવાનું સોંપીને વિશ્વમોહન ભટ્ટજી અને અશોક પંડિતજી દિલ્લી પરત આવી ગયા એમની સાથે જ સાહિલ પણ હતો.દિલ્લી આવીને સૌ પ્રથમ એમણે હજી નાની સરિતાને એના માતા પિતા વિશે કંઈજ બતાવવાનું મુનાસિબ ન માન્યું પણ એને સુરક્ષાના કારણૉસર દેહરાદુનની એક બોર્ડીંગ સ્કુલમાં એડમિશન અપાવી દીધું.એમણે તો સાહિલને પણ હાલ એનો અભ્યાસ ચાલુ રાખવો હોય તો ત્યાં જ એડમિશન અપાવવા માટે પુછ્યું પણ એ બૃજના વિચારોને ઘોળીને પી ગયો હતો.એણે આગળ ભણવાની ઘસીને ના પાડી દીધી અને એમના ગ્રુપની કામગીરીમા જોડાઈ ગયો.
હવે સૌથી પહેલા તો એમણે ગ્રુપ બનાવતા પહેલા જ એક એવી જગાની તલાશ કરી દીધી કે જે જગાએ તેઓ આસાનીથી આ જ દેશમાં રહીને પણ દેશમાં સૌની નઝર થી છુપાઈ ને રહી શકે.જેનું રીસર્ચ કરતા કરતા એમણે થોડી જગાઓ પોઈન્ટ આઉટ કરી જેમાં રાજસ્થાનનું રણ ની સાથે કેરાલાના જંગલોથી માંડીને ગિરનારની ગુફાઓ પણ સામેલ હતી.જે છુપાવા માટે તો પરફેક્ટ હતી પણ ત્યાંથી કશ્મીરનું લોકેશન દુર પડતુ હતું. છેવટે એમણે એમના પરમ મિત્ર એક ખુબ જ અંગત પણ વિશ્વાસુ રીટાયર્ડ આર્મી ઓફિસર જાદવની  મદદ લીધી.તેઓ આટલા વર્ષોથી સરકારોની ઢીલી નીતીઓને કારણે સરકારથી સખ્ત નારાજ હતા.આથી તેઓ પુરો પ્લાન સાંભળીને ફક્ત જગા માટે જ નહીં પણ એમની આખી ટીમને ટ્રેઈનીંગ આપવા માટે પણ તૈયાર થઈ ગયા એ પણ ફ્રીમાં.  
તેમણે ડેલહાઉસી પાસે આવેલ ગાઢ જંગલ વિસ્તારમાં આવેલ આ જગા વિશે જણાવ્યું.આ જંગલ એટલું બધું ગાઢ છે કે સેટેલાઈટમાંથી પણ અહીં નું ક્લીયર પિક્ચર ક્યારેય ન મળી શકે જ્યારે ઉંચી ટેકરીઓ પરથી જુએ તો પણ ફક્ત વૃક્ષો સિવાય કંઈ જ ન દેખાય પણ એ વૃક્ષોના ઝુંડોની વચ્ચો વચ આ જગા આવેલી છે કે જ્યાં આવડી મોટી કોલોની બની જવા છતાં ઉપરથી  બિલકુલ કોઈના ધ્યાનમા આવે એમ જ નથી.જ્યારે જંગલ ના તમામ ઓફિસર્સ સાથે જાદવ સાહેબને ખુબ જ સારા સંબંધો હોવાને કારણે પગપાળા રસ્તે જ્યાંથી સાગર અને સરિતા આવ્યા ત્યાંથી ખુદ જંગલના કર્મચારીઓને પણ વર્ષોથી આજસુધી આવવાની મનાઈ છે.છતા જો કોઈ અહી સુધી પહોચી પણ જાય તો આરંભ ના રસ્તાઓમાં જ માઈન્સ છુપાવેલી છે કે જેની જગાની કેમ્પના તમામ સભ્યને ખબર છે.એટલે કોઈ પ્રવેશે એટલે ક્યાંક તો માઈન્સમાં ઝડપાઈ જ જાય અને બ્લાસ્ટ થતાં જ એમને  જાણ થઈ જાય.જો કે હવે તો છેક આ જગાના એન્ટ્રેન્સથી લઈને તમામ અગત્યની જગાઓ ઉપર સી.સી.ટી.વી. કેમેરા જ ફિટ કરાવી લીધા છે.  
લોકેશન ફાઈનલ થયા બાદ તુરંત જ વિશ્વમોહન ભટ્ટજીએ સાહિલને આસિફમિયાં એ તૈયાર કરેલા તમામ મુસ્લીમોને તથા અશોક પંડિતને તમામ પંડિતોનું લિસ્ટ લઈને એમને એક નિશ્ચિત તારીખે નહીં પણ તબક્કાવાર એ લોકોને ગુપ્ત રીતે પહેલા દિલ્લી લઈ આવવાની જવાબદારી સોંપી.કેમકે થોડા થોડા ગ્રુપમાં આવનારા લોકોને પહેલા વિશ્વમોહન ભટ્ટજી ચકાસવા માંગતા હતા.એમાંથી જે એમની તથા જાદવ સાહેબની આકરી મનોવૈજ્ઞાનિક તથા શારીરીક કસોટીમાંથી ઉત્તીર્ણ થઈ શકે એમને જ તેઓ લોકેશન બતાવવા માંગતા હતા.આથી થોડા એવા લોકો કે જે એમની કસોટીમાં ફેઈલ થયા એમને ભવિષ્યમાં મદદ માટે જે સ્લીપર યુનીટની જરૂર પડશે એમાં કામમાં લઈશું એવી બાંહેધરી આપીને સમજાવવા પડ્યા.બાકી તેઓ પાછા જવા જ તૈયાર નહોતા એટલો એ બધાનો જુસ્સો હતો કેમકે બૃજે એ તમામને ટકોરા મારીને જ શોધ્યા હતા.પણ અમુક શારીરીક રીતે નબળા નીકળ્યા તો અમુક સાયકોલોજીકલ ટેસ્ટમાં ફેઈલ થયા.એ સૌને પોતપોતાના વતનમાં પરત મોકલીને પાસ થયેલ ઉમેદવારોને પહેલા ડેલહાઉસીમાં એક્ઠા કરવામાં આવ્યા.
આખરે નક્કી કરેલ દિવસે સૌ કોઈ અહીં જ એકત્ર થયા.
સલામતી અને ગુપ્તતાના કારણૉ થી આસિફમિયાં ને નહોતા બોલાવ્યા.   
વિશ્વમોહન ભટ્ટજી એ બોલવાનું શરુ કર્યુ “ આ આપણું ઓર્ગેનાઈઝેશન એ કશ્મીર અને તમામ કશ્મીરીઓને દહેશતગર્દીમા થી મુક્તી અપાવવા માટેનુ છે. વ્યુહાત્મક લડાઈ માટે તથા તમામ ફંડ તથા શસ્ત્રોની ખરીદી માટે અશોક પંડિતને હું જવાબદારી સોંપું છું.જ્યારે તમને તાલીમ આપવાની સંપુર્ણ જવાબદારી જાદવસાહેબની છે.
એક વાત યાદ રાખવાની છે કે  જે લડત આપણે શરુ કરી રહ્યા છીએ એ લડતમાં અનેક લોકોને મોતને ઘાટ ઉતારવા પડશે.આપણને વર્ષોથી अहिंसा परमो धर्म: મતલબ અહિંસા મનુષ્યનો પરમ ધર્મ છે એ તો ગાઈ વગાડીને શીખવવામાં આવ્યું છે પણ આગળનું એનું જ અનુસંધાન धर्म हिंसा तदैव च અર્થાત ધર્મની રક્ષા કાજે કરાયેલ હિંસા એનાથી પણ શ્રેષ્ઠ ગણેલ છે.એટલે ઘણી વખત નિર્દયી પણ બનવું પડશે પણ એ વાત ક્યારેય નથી ભુલવાની કે આપણે ક્રાંતીકારીઓ છીએ હત્યારાઓ નહીં.હાથમાં હથિયાર આવે એટલે લોકો માં એક જાતનો મદ છવાઈ જતો હોય છે.પણ હું બેજવાબદારી બિલકુલ બરદાશ્ત નહીં કરું.જો આપણામાંથી જ કોઈના દ્વારા કોઈ મિશન વખતે હથિયારના નશામાં કોઈ નિર્દોષને કનડગત કરવાની કોશિશ કરી છે કે કોઈ સ્ત્રીની આબરુ ઉપર હાથ નાખવાની કોશિશ કરી છે તો મહાદેવના સૌગંધ એના આ જ ચોકમાં હું ઉભા કટકા કરી નાખીશ.(આ સાંભળતા જ સન્નાટો છવાઈ ગયો.થોડીવાર ચુપકીદી છવાઈ ગઈ.)
પછી ફરીથી વિશ્વમોહન ભટ્ટૅજી બોલ્યા “ મેં ક્યાંક વાંચેલું છે કે Great power comes with great responsibilities.અર્થાત જેટલી વધુ સત્તા મળે એટલી જ વ્યક્તીમાં જવાબદારીનું ભાન વધવું જોઈએ.આપણે ફક્ત અમુક લોકોની હત્યા નથી કરવાની એ પુરી વિચારધારાને જ જડમુળથી નષ્ટ કરવાની છે.નહીંતર બીજા દહેશતગર્દો પેદા થશે.
આથી મેં જે છેલ્લે કહેલું તેમ દાવાનળ થી પણ વિશેષ એક જ્વાળામુખી પ્રગટાવવાનો છે.સૌના દિલમાં એક મૃત જ્વાળામુખી સંઘરીને રાખવાનો છે કે જે કસમયે નહીં ફાટતા ધીરજ ધરે.યોગ્ય સમય આવ્યે પ્રચંડ વિસ્ફોટથી ફાટે અને આસપાસ રહેલ તમામ દુશ્મનોને નેસ્તનાબુદ કરી દે.ત્યારે જ બૃજે જોયેલું સપનું આપણે સૌ પુરુ કરી શકીશું.”
અને ત્યાં હાજર સૌ એ વિશ્વમોહન ભટ્ટજીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.
જાણે કાલની જ વાત હોય એમ વિશ્વમોહન ભટ્ટજી એ તાલીઓની ગુંજને વાગોળી રહ્યા હતા.
થોડો સમય વિરામ લઈને વિશ્વમોહન ભટ્ટજી ફરીથી  બોલ્યા “ તું અહીં શા માટે આવ્યો છે તને કોણે મોકલ્યો છે તથા તારી સાથે કોણ કોણ છે એ તમામ વિગતો ની મને ખબર છે.”
આ સાંભળીને સાગર ઘડીભર તો સ્તબ્ધ થઈ ગયો.