Saturday, 20 September 2014

"મૃત જ્વાળામુખી"- part-15

Part-15
બંન્ને ચુપચાપ ક્યાંયે સુધી ઘોડેસવારી કરતા જ રહ્યા.જંગલમા નીરવ શાંતી હતી.ફક્ત થોડી થોડી વારે ક્યાંક ક્યાંક થી કોઈ પશુ પક્ષીઓના અવાજો ચોંકાવી જતા હતા બસ.દિવસનો સમય હતો એટલે જંગલી પશુ મળવાના ચાન્સીસ ઓછા હતાં.ઉપરથી બંન્નેના મનમાં વિચારોના ઘોડાપુર ઉમટેલા હતાં જેને કારણે કોઈ વાત શરુ કરતું જ નહોતું.જો કે વાત કરવા માટે તો સાથે ચાલવું જરૂરી છે જ્યારે રસ્તો ફક્ત સરિતા એ જ જોયેલો હોવાથી એ જ આગળ ચાલતી હતી અને જંગલની કેડી ના ઉબડખાબડ રસ્તાઓમાં બંન્નેની ઘોડીઓ સાથે ચાલી શકે એમ જ નહીં હોવાથી સાગર પાછળ હતો.જંગલ ગાઢ હોવાને કારણે સુરજનો પ્રકાશ પણ ચળાઈને આવતો હતો અને એ પ્રકાશમાં ટ્રાન્સપરન્ટ લાઈટ પીંક ટોપ અને લોંગ વ્હાઈટ સ્કર્ટ માં લાજવાબ લાગતી સરિતાને ઘોડીની લયબધ્ધ ચાલને કારણે લયબધ્ધ રીતે ઉછળતી સાગર એકધારી જોઈ જ રહ્યો હતો.
ફક્ત એક દિવસમા એટલુ બધું બની ગયું હતું કે એ ભુલી જવા માગતો હતો કે એ કોણ છે  એ ક્યા મિશન પર આવ્યો છે બસ ફક્ત સરિતાને જ યાદ રાખવા માગતો હતો.હજી ગઈકાલની જ તો વાત છે કે સાગર અને સરિતા આ જ જંગલમાં મળ્યા હતાં અને જે રીતે મળ્યા હતાં એ તો કોઈને પણ આજીવન ભુલાય એવી વાત જ નથી.જો કે સરિતા પહેલી એવી યુવતી નથી કે જેને સાગરે આ રીતે નિહાળી હોય.એણે ભરપુર રંગીન કોલેજ લાઈફ એન્જોય કરેલી છે.કદાચ સરિતા કરતા પણ સ્વરૂપવાન યુવતીઓ એની લાઈફમાં આવીને ચાલી ગઈ છે.જો કે એ સંબંધોમા ઉભયપક્ષે કોઈ જ ગંભીર નહોતું એ સંબંધો ફક્ત સમય અને શરીરની જરૂરત હતા.એટલે જ તો સાગર વિચારે છે કે એવું સરિતામાં શું છે કે જે એને સરિતાની તરફ ખેંચે છે?ઘણી વખત કોઈ એક વ્યક્તીને તમે ક્યારેય મળ્યા જ ન હો છતાં પણ એક અદ્રશ્ય ખેંચાણ અનુભવાતું હોય છે.એ વ્યક્તીની હાજરી માત્રથી તમારી અંદર અચાનક જ ઉથલપાથલ મચી જતી હોય છે.એવું જ કંઈક સાગર અનુભવી રહ્યો હતો પણ હજી એ નહોતો જાણતો કે સરિતા એના વિશે શું વિચારે છે.જો કે અત્યારે સામેથી જ એના દાદાજીને કહીને જે રીતે સરિતાએ આમ સાથે જવાનું નક્કી કર્યું એના પરથી અંદાજ લગાવવો મુશ્કેલ તો નથી જ કે સરિતા એના વિશે શું વિચારે છે.એ ઘોડી ઉપરથી છલાંગ મારીને ઉતરીને સીધો જ સરિતાની ઘોડી ઉપર એની લગોલગ બેસીને જ આગળ જવા માગતો હતો પણ એવું કરવામાં એને ઉછાંછળો સાબીત થઈ જવાનો ડર હતો.ખાસ તો ગઈકાલે બનેલી ઘટના બાદ એ નહોતો ઈચ્છતો કે ફક્ત થોડા કલાકો જે એને ગાળવા મળ્યા છે સરિતાની સાથે એમાં સરિતા એના વિશે કોઈ ખરાબ ધારણા ધારી લે.જો કે એને ખુદને નહોતું સમજાતું કે જે વ્યક્તીને કદાચ આવતીકાલ બાદ એ ક્યારેય મળવાનો જ નથી પછી એ વ્યક્તી એના વિશે શું વિચારશે એનાથી એને ખુદને શા માટે કોઈ ફરક પડવો જોઈએ?પણ આ વાતનો કોઈ જ જવાબ એની પાસે નહોતો આથી એ ઘોડી પરથી નીચે ઉતર્યા વગર ચુપચાપ આગળ વધતો ગયો.
ત્યાં જ થોડે આગળ જતાં જ થોડો મેદાની વિસ્તાર આવ્યો બાજુમાં જ એક નાનકડું તળાવ હતું.આથી સરિતાએ ઘોડીને ધીમી પાડી જેથી સાગર પણ એની લગોલગ આવી ગયો.
સરિતા બોલી “ થોડી વાર ઘોડીઓને આરામ આપીએ.એમને પાણી પાઈને થોડો વિરામ કરી લે પછી જ નીકળીએ.”
સાગર કંઈ જ બોલ્યા વિના નીચે ઉતરીને એની ઘોડીને હળવેકથી ઢાળ ઉતારીને પાણી પાવા લઈ ગયો સરિતાએ પણ એમ જ કર્યું.પછી સરિતા એ બંન્ને ઘોડીઓને લઈને નજદીકના ઝાડ સાથે બાંધવા લઈ ગઈ અને સાગર તળાવને કિનારે બેસી રહ્યો.ઘોડીઓને બાંધીને સરિતા પાછી ફરી રહી હતી ત્યારે બરાબર ઢળતી બપોરના સુરજમાં ચળાઈને આવતા પ્રકાશમા સરિતાનું કાતીલ સૌંદર્ય જોઈને જ સાગર એકીટશે ભાન ભુલીને એને આવતી જોઈ જ રહ્યો સાગરને લાગ્યું કે કદાચ એના સંયમનો બંધ હવે તુટી જ જશે આથી સરિતા નજદીક આવતા જ એણે એક ઝાટકે એનું મોં ફેરવી લીધુ અને ઘોડીઓની તરફ જોવા લાગ્યો
આથી સરિતા શરારતી સ્વરમાં બોલી “ તને શું લાગ્યું કે હું તારી નઝર પકડી નહી શકુ?મને ખબર છે કે તુ શું વિચારે છે? “
છતાં સાગરે ઘોડીઓની તરફ જ નઝર રાખીને પુછ્યું “ શું વિચારું છું? “
સરિતા સાગરની એકદમ નજદીક આવીને એના કાન પાસે જઈને બોલી “ બિચારી ઘોડીઓને ભુખ બહુ લાગી હશે નહી? “ અને ખડખડાટ હસવા લાગી અને સાગર પણ સરિતાની ­સેન્સ ઓફ હ્યુમર જોઈને ખડખડાટ હસવા લાગ્યો.પણ પછી હસવાનું રોકીને બોલ્યો
“ તને ખબર છે ને કે હું શું વિચારું છું? “
સરિતા બોલી “ હા. “
સાગર બોલ્યો “ તો છતાં તું મારી સાથે આવવા એકલી તૈયાર થઈ ગઈ એનો હું શું મતલબ કાઢું? “
સરિતા બોલી “ શા માટે પુરુષોને દરેક વાતનો કોઈને કોઈ મતલબ કાઢવો જરૂરી જ હોય છે?મતલબ વગરની કોઈ જ વાત કેમ તમને ગળે નથી ઉતરતી? “ એટલું કહીને એ સુરજની લગોલગ બેસી ગઈ બિલકુલ સુરજને અડીને આથી સુરજ કે જે પોતાનો હાથ જમીનને અડાડીને બેઠો હતો એણે એ હાથ ઉઠાવી લીધો પણ સરિતાએ એ સાગરનો હાથ હળવેકથી પકડી લઈને પોતાના બંન્ને હાથમાં દબાવીને પોતાના ખોળામાં મુકીને પોતાનું માથું સુરજના ખભ્ભે ઢાળી દીધું.સરિતાના ઉકળતા શ્વાસ સાગર એના ગાલ ઉપર અનુભવી રહ્યો.થોડી મિનિટો સુધી કોઈ કંઈ જ બોલ્યા વિના એમ ને એમ બેસી જ રહ્યા જંગલની નીરવ શાંતીમાં ખોવાઈ ગયાં.પણ એ સાગર માટે તોફાન પહેલાની શાંતી હતી.
સરિતાએ સાગરનો હાથ પોતાના ખોળામાંથી લઈને જેવો પોતાની છાતી ઉપર મુક્યો સાગરની બધી જ સીમાઓનાં બંધનો તુટી ગયા અને એ સરિતાની ઉપર તુટી જ પડ્યો.એણે સીધા જ પોતાના હોઠ સરિતાના હોઠ ઉપર મુકી દીધા જ્યારે તેના હાથ સરિતાના સ્કર્ટ અને ટોપની અંદર બેફામ રીતે ઘુમવા લાગ્યા.પછી ગાલ અને ગળા ઉપર પણ સાગરે સરિતાને ચુંબનો થી નવરાવી દીધી.એ ચુંબનો એટલા ઝનુનથી કરેલા હતા કે બધે જ ભુરાં ચકામાઓ પડી ગયા.અત્યાર સુધી સરિતા કંઈ જ નહોતી બોલતી પણ સાગર વધુ આગળ વધે એ પહેલા જ સરિતાએ એને રોકવાની કોશીશ કરી.ત્યારે જ સાગરને ધ્યાન ગયું કે સરિતા તરફથી કોઈ જ પ્રતિભાવ નહોતો એ એકલો જ સરિતાની ઉપર તુટી પડ્યો હતો આથી એ થોડો ભોંઠો પડ્યો પણ છતાં એ સરિતાની ઉપર જ ઝુકેલો હતો પણ એ બેફામ રીતે હાંફી રહ્યો હતો
સરિતા બોલી “ શું આટલા વર્ષો રાહ જોઈ છે તો થોડો સમય વધુ રાહ નહીં જોઈ શકાય? “
સાગર હજી સરિતાની ઉપર ઝુકીને હાંફી જ રહ્યો હતો પણ ધીમે ધીમે એણે જાત ઉપર કાબુ મેળવ્યો.એ સરિતાથી અળગો થયો અને નીચે તળાવમાં જઈને પાણીની છાલકો મોં ઉપર મારીને પોતાની અંદર ઉઠેલી આગને બુઝાવવાના વ્યર્થ પ્રયત્નો કરવા લાગ્યો.સરિતા એ પણ પોતાના અસ્તવ્યસ્ત થયેલ કપડા સરખા કરી લીધા.છેવટે કંટાળીને સાગર પાણીની બહાર આવી ગયો.પણ હજી એ સરિતાની સાથે નઝર નહોતો મિલાવવા માંગતો.એ શરમાતો નહોતો પણ એનો મેલ ઈગો હર્ટ થયો હતો.એ માનતો હતો કે સરિતાએ એને આગળ વધતો રોકીને એના ઈગોને હર્ટ કર્યો છે.
થોડી વાર સુધી કોઈ કંઈ જ બોલ્યું નહી પણ પછી અચાનક જ સાગર વિફર્યો “ જો તારે મારું અપમાન જ કરવું હતું તો આટલા સંકેતો આપવાની શી જરૂર હતી? “
સરિતા બોલી “ પણ મેં તારું શું અપમાન કર્યું છે? “
સાગર બોલ્યો “ તો આ શું હતું? તું અહીં જંગલમાં મારી સાથે એકલી એક આખી રાત ગાળવા આવી હતી.એનો બીજો શું મતલબ કાઢું હું?જો તને હું ગમતો જ નથી તો અહીં આવવાનો શું મતલબ હતો? “
સરિતા બોલી “ પણ ફરી પાછી એ જ વાત તમારે પુરુષોને દરેક વાતનો મતલબ શા માટે જોઈતો હોય છે? અને ફક્ત અત્યારે અહીં મેં તને સેક્સ માટે ના કહી એમાં તું મને ગમતો નથી એવું ક્યાં થી સાબીત થઈ ગયું? “
સાગર બોલ્યો “ તો બીજો શું મતલબ થાય? “
સરિતા બોલી “ તું મને પ્રેમ કરે છે? “
સાગર આવા સવાલ માટે બિલકુલ તૈયાર નહોતો આથી એ થોડો વિચારમાં પડી ગયો પછી થોડું અચકાઈને બોલ્યો “ કદાચ કરતો હોઈશ પણ પાકી ખબર નથી. “
સરિતા બોલી “ તો જો તું મને પ્રેમ કરે છે કે નહી એની તને પાક્કી ખબર પણ નથી અને મને ખુશ રાખવા પણ જો તુ એમ ન બોલી શક્યો કે હા કરું છુ તો શું એ મારું અપમાન થયું કહેવાય?”
સાગર વિચારમાં પડી ગયો પછી સરિતાની તરફ પીઠ કરીને બોલ્યો “ શું તું મને પ્રેમ કરે છે? “
સરિતા બોલી “ તો હું અહીં તારી સાથે શા માટે આવી છું? “
સાગર બોલ્યો “ સવાલનો જવાબ સવાલ નથી હોતો સરિતા. “
સરિતા બોલી “ પણ એ સવાલમાં જ મારો જવાબ છે સાગર.”
સાગર બોલ્યો “ હું સ્પષ્ટ ઉત્તર માંગુ છું.”
સરિતા દોડીને પાછળથી સાગરને વળગીને બોલી “ હા . “
સાગર થોડીવાર બાદ હળવેકથી સરિતાને અળગી કરીને બોલ્યો “ પણ હું હજુ સ્પષ્ટ નથી અને જ્યાં સુધી મેં સ્ત્રીઓ વિશે સાંભળ્યું છે ત્યાં સુધી સ્ત્રીઓ આટલી જલ્દી કોઈની ઉપર વિશ્વાસ કરીને પ્રેમમાં નથી પડતી હોતી.”
સરિતા બોલી “ તું સ્ત્રી છો? “
સાગર બોલ્યો “ ના “
સરિતા બોલી “ તો તને કઈ રીતે ખબર કે એક સ્ત્રી પ્રેમ વિશે શું વિચારે છે?કોઈને પ્રેમ કરવા માટે સમયની નહીં લાગણીઓની જરૂરત હોય છે.જે કોઈના પ્રત્યે સેકન્ડોમાં પણ ઉદ્ભવી શકે છે અથવા ઘણા અરેન્જ મેરેજ મા થતુ હોય છે એમ આજીવન નથી જ ઉદ્ભવતી લાખ પ્રયત્નો છતાં.
અને જો હું તને પ્રેમ કરતી હોઉં એનો મતલબ એ તો નથી જ થતો કે તું જ્યાં કહે અને જ્યારે કહે ત્યારે હું સેક્સ માટે તૈયાર થઈ જઉં.કેમકે એ બાબત તો હું પુરુષ નથી છતાં ય જાણું જ છું કે પુરુષ માટે પ્રેમ એટલે સેક્સ અને સેક્સ એટલે પ્રેમ.આદિકાળથી કોઈ જ પુરુષ એમા અપવાદ નથી.પુરુષને સેક્સ માટે કોઈ ચોક્કસ સમય,સ્થળ,મુડની જરૂરત જ નથી હોતી જ્યારે સ્ત્રીઓને થોડો સમય લાગે છે.”
સાગર થોડો ભોંઠો પડ્યો અને પોતાની ભુલ સમજાઈ પછી બોલ્યો “ જો આટલુ બધું જાણે છે પુરુષો વિશે તો ખબર ન પડે કે એ યોગ્ય સમય ન આવે ત્યાં સુધી આમ એકાંત માં આટલું નજદીક ન અવાય.”
સરિતા બોલી “ સ્ત્રીને મેળવવા પહેલાના જમાનામાં રાજકુમારો કેટકેટલી પરીક્ષાઓ આપતા હતાં ત્યારે જ ઉત્તમ સ્ત્રી મળતી હતી.તો તારે કોઈ પરીક્ષા તો આપવાની છે જ નહીં બસ થોડો સમય સંયમ પણ નહીં રાખી શકે?”
સાગર ઘુંટણ પર બેસીને અદાથી બોલ્યો “ ઠીક છે રાજકુમારીજી હવે જ્યાં સુધી આપ સામેથી મારું ચીરહરણ નહીં કરો ત્યાં સુધી હું આપની સાથે કોઈ જ અનુચીત કાર્ય કરવાની ચેષ્ટા નહીં કરું એ મારી પ્રતિજ્ઞા છે.( પછી ધીમેથી બોલ્યો ) ચીરહરણ કરજે હો નહીંતર ક્યાંક આવતો જન્મ ના લેવો પડે? “
સરિતા ખડખડાટ હસીને બાદમા અદાથી એનો હાથ પકડીને એને ઉભો કરતા બોલી “ એ તો જેટલી જલ્દી તારામાં મને ઈમ્પ્રેસ કરી શકવાની ક્ષમતા એટલી જલ્દી હું તારું ચીરહરણ કરીશ નહીંતર લીધા કરજે જન્મ ઉપર જ્ન્મ.” અને ફરીથી બંન્ને ખડખડાટ હસવા લાગ્યા.
ત્યારબાદ બંન્ને હાથમાં હાથ પરોવીને નજીકના વૃક્ષ નીચે જઈને બેઠા.સરિતા  વૃક્ષને ટેકો દઈને બેઠી અને સાગર એના ખોળામાં માથું રાખીને સુઈ ગયો.સરિતાએ સાગરના બંન્ને હાથ પોતાના હાથમાં લઈને પોતાની હથેળીઓની વચ્ચે દબાવી દીધા.આથી સાગરે ટીખળ કરી
“ હવે મારા હાથ પકડી રાખવાની જરૂર નથી.એક વાર મેં ના પાડી દીધી પછી હું કોઈ જ અડપલું નહીં જ કરું.After all its Pratigyaa yaar.!!!!! “
સરિતા બોલી “ શું તને બધી જ વાતમાં ટીખળ સુજે છે? “
સાગર બોલ્યો “ટીખળ ન કરું તો શું કરું કદાચ કોઈ પ્રત્યે પહેલી જ વખત આટલી ઉત્કટ લાગણીઓ દિલમાં પ્રગટી છે અને આપણી પાસે ફક્ત આજની રાત છે.મને તો એ પણ નથી ખબર કે એ પ્રેમ છે કે શું છે? કાલે સવાર બાદ હું મારી દુનિયામાં અને તું તારી દુનિયામાં.કોને ખબર પછી મળીશું કે નહીં?
આ ક્ષણૉ જ જિંદગીની આપણી સાથે થયેલ સૌથી મોટી ટીખળ નથી?  “
સરિતા કંઈ જ ન બોલી ચુપચાપ આંખો મીંચીને સાગરના હાથને સહેલાવતી રહી અને પછી થોડીવાર બાદ પોતાનું મોં હળવેકથી સાગરના મોં ઉપર લાવી એના વાળ સાગરના મુખ ઉપર ફેલાઈ ગયાં.એણે હળવેકથી પોતાના હોંઠ સાગરના હોંઠ ઉપર મુકી દીધાં અને એક પ્રગાઢ ચુંબન કર્યું.આ રીતે તેઓ કયાં યે સુધી આંખો બંધ કરીને બેઠા રહ્યા.બાદમાં સાંજ થતી આવતી હતી એટલે સરિતા એ હળવેકથી સાગરને હલાવ્યો પણ સાગર પડ્ખું ફરીને સરિતાને વધુ જોરથી વળગ્યો.પણ સરિતા હળવેક્થી ઉભી થતા બોલી
“સાગર ઉઠ આપણે રાત અહીં જ નથી ગાળવાની.હજી આપણે રાત પહેલા ત્યાં પહોંચી જવાનું છે.”
આ સાંભળીને સાગર કમને ઉભો થયો અને બંન્ને ઘોડી ઉપર સવાર થઈને ફરીથી ચાલતા થયાં.



Tuesday, 16 September 2014

" મૃત જ્વાળામુખી " - Part -14


Part-14
પણ પછી થોડી જ વારમા એણે સ્વસ્થતા કેળવી લીધી.
બૃજ વિશે જાણીને સાગરને પણ હવે તો આ પુરી મુવમેન્ટ પ્રત્યે અને કશ્મીરી પંડિતો પ્રત્યે લાગણી પેદા થઈ ગઈ હતી. થોડી વાર બાદ સાગરે અચકાતા અચકાતા પુછ્યું “ તમે શું જાણૉ છો મારા વિશે.”
વિશ્વમોહન ભટ્ટજી હજી જાણે કે એમનો ભુતકાળ હજી ગઈકાલની જ વાત હોય એમ બૃજની તસ્વીરની સામે હોઈ રહ્યા હતા.
પણ પછી સ્વસ્થ થઈને વિશ્વમોહન ભટ્ટજી એ કહ્યું “ જો બેટા એજ કે તું એક કોમ્પ્યુટર હેકર હોવાની સાથે જ કોમ્પ્યુટર સોફ્ટવેરને લગતી તમામ બાબતોનો એક્ષપર્ટ છો.તારી સાથે છે અઠંગ ખેલાડી રામસિંહનો દીકરો હનુમંતસિંહ જ્યારે તમારા ટીમ લીડર છે જોરૂભા.એમ આઈ રાઈટ સાગર? “
સાગર તો આ સાંભળીને જ ઉછળી પડ્યો પછી મહામહેનતે બોલ્યો “ પણ તમને આ બધી કઈ રીતે ખબર છે? “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ મને તો એ પણ ખબર છે કે તમને મોકલનાર કોણ છે પણ કમનશીબે તમને નથી ખબર કે એ લોકો કોણ છે,રિયાઝ અને અલી હસન કોણ છેઅને  તમે કેવા દેશદ્રોહીઓના હાથા બનવા જઈ રહ્યા છો.”
સાગર બોલ્યો “ દેશદ્રોહીઓના?હું કંઈ સમજ્યો નહીં. ઠીક છે બેંક લુંટવી એ ક્રાઈમ છે પણ એ દેશદ્રોહ તો નથી જ. “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ બેટા તને ખબર છે કે એ લોકરની અંદર શું છે? “
સાગર બોલ્યો “ ના “
વિશ્વમોહન ભટ્ટજી “ તો તેં ક્યારેય વિચાર કેમ ના કર્યો કે એ લોકો કંઈ મુરખ છે કે ફક્ત થોડા કાગળના ટુકડાઓ માટે થઈને રિયાઝ અને અલી હસન જોરૂભાને ૨૦૦૦ કરોડ આપવા તૈયાર થઈ જાય ? “
સાગર ચીસ પાડી ઉઠ્યો “ ૨૦૦૦ કરોડ? પણ મને અને હનુમંતને તો ફક્ત ૨ કરોડ જ મળવાના છે.હું અહીંથી જઈને તરત જ રિયાઝને કોલ કરીને કામ કરવાની ના પાડી દઉં છું.આટલો મોટો ભેદભાવ? અમે પણ આ પ્લાનમાં બરાબરનું જોખમ લેવાના છીએ તો આટલો બધો ડિફરન્સ? “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ શાંત થા બેટા શાંત થા.ઉશ્કેરાટમા લેવાયેલ નિર્ણયો બદલ પાછળથી હંમેશા પસ્તાવાનું જ રહે છે.”
સાગર બોલ્યો “ પણ દાદાજી તમારો આમાં શું ઈન્ટરેસ્ટ છે? “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ ઈન્ટરેસ્ટ તો બહુ જ મોટો છે.એના માટે જ તારે કામ કરવાની ના પાડવાની નથી..તમારે પ્લાન મુજબ જ રોબરીને અંજામ આપવાનો છે બસ પ્લાનમાં એન્ડ માં જ થોડો ફેરફાર થશે.એ લોકો તને ૨ કરોડ આપવાના છે ને? અમે તને ૨૦૦ કરોડ આપીશું.ઉપરાંત એમના બે કરોડ પણ તમને જ મળશે કેમકે તમારે એમને દસ્તાવેજ તો આપી જ દેવાના છે.
સાગર બોલ્યો “ દસ્તાવેજ એમને આપી દેવાના હોય તો તમે અમને ૨૦૦ કરોડ શા માટે આપવા માંગો છો?મને કંઈ જ સમજાતુ નથી. “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ એ હું તને સમજાવી દઈશ. પણ સાથે જ હું તને પ્રોમીસ કરું છું કે સાચી વાત જાણ્યા બાદ જોરૂભા પણ તને એના હિસ્સામાંથી બીજા ૨૦૦ કરોડ આપશે જ. ”
સાગર બોલ્યો “ તમે હવે ખુબ જ કન્ફ્યુઝન પેદા કરો છો.જો જોરૂભાને સામેલ જ કરવાના હોય તો અત્યારે જ જોરૂભાને આમાં સામેલ કરી લઈએ તો? બધી જ ચોખવટ થઈ જાય ને? ( સાગરને હજી વિશ્વમોહન ભટ્ટજી ઉપર પુરો વિશ્વાસ બેસતો નહોતો) એ ફરીથી થોડું અટકીને બોલ્યો “ પણ જો તમે બધું જ જાણૉ છો તો તમે જ શા માટે બેંક નથી લુંટી લેતા? “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ જો એટલુ આસાન હોત તો લુંટી જ લીધી હોત પણ એના માટે અમારે ખુલીને સામે આવવું પડે અત્યારે અમે ફક્ત નિશ્ચિત સમયે જઈને આતંકવાદીઓના અડ્ડા ઉપર આક્રમણ કરીને પાછા ફરી જઈએ છીએ.જેના માટે અમારા હથિયારો અને સૈનિકો અલગ અલગ રીતે સ્થળ ઉપર પહોચે છે જેથી ક્યારેય કોઈ જ જાતનો આર્મી કે પોલીસના રેકોર્ડ મા અમે ચડેલા નથી.પણ આ બેંક લુંટવા માટે અમારે સીધો જ આર્મી અને પોલીસ સાથે સંઘર્ષમા ઉતરવું પડે જે હું કોઈકાળે નથી ઈચ્છતો.અમે લોકો ક્રાંતીકારીઓ છીએ હત્યારાઓ નહીં.અમે ક્યારેય અતિશય અનિવાર્ય સંજોગો સિવાય આપણા જ આર્મી કે પોલીસ ભાઈઓના ખુનથી અમારા હાથ નથી રંગવા માગતા.”
સાગર બોલ્યો “ પણ તો તમે પણ અમારી જ જેમ ભાડુત લોકો રોકી શકતા હતા ને? “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ એટલુ આસાન નથી વાટાઘાટો દરમિયાન જ જો અમારી ઓળખ છતી થઈ જાય તો આટલા વર્ષોની મહેનત પાણીમા ચાલી જાય.એ વ્યક્તી અમને મળ્યા બાદ અમારી ઓળખ છતી નહી કરે એની કોઈ જ ખાતરી નહોતી.પણ રિયાઝ અને અલી કોઈને મોકલશે જ એની મને ખાતરી હતી.એ લોકો બેંક લુંટી લે પછી એ લોકો પાસેથી એ દસ્તાવેજો અમે લુંટી લેવાનો પ્લાન બનાવેલો હતો.જો કે એમાં પણ પોલીસ અને રિયાઝ સાથે સંઘર્ષમાં ઉતરવું પડે એની શક્યતા તો હતી જ.કદાચ કોઈ એકપણ પકડાઈ જાય તો અમારી આટલા વર્ષોની ગુપ્તતા છતી છતી થઈ જાય.
આથી  અમે તારો અને જોરૂભાનો રેકોર્ડ તપાસ્યો.તુ ભલે જેલ જઈ આવ્યો હોય પણ તું ક્રીમીનલ માઈન્ડેડ  નથી.અને તને જોયા બાદ તો ખબર નહી કેમ તારા ઉપર આંખ મીચીને વિશ્વાસ મુકવાનું મન થાય છે કે તું અમારા વિશે કોઈને નહીં જ બતાવે.આથી તું જ્યારે પુરી વાત સાંભળીશ એટલે મારી વાતમાં સામેલ થવાની ના નહીં જ પાડે.
રહી વાત જોરૂભાને પહેલા એપ્રોચ કરવાની તો જોરૂભાનો રેકોર્ડ પણ અમે તપાસ્યો છે. એમના જેવો દેશભક્ત મળવો મુશ્કેલ છે પણ એ જ તો એમની નબળાઈ છે.જો હું પહેલા જ એમને એપ્રોચ કરીને સત્ય જણાવી દેત તો તેઓ ક્યારેય આ મિશનને લીડ ના કરત સીધા રિયાઝ અને અલી હસનને જ મારવા નીકળી પડત.હું ઈચ્છું છું કે તેઓ આ મિશનને લીડ કરે અને કામિયાબી બક્ષે અને યોગ્ય સમયે જ તેઓ આ વાતને જાણે નહીંતર તેઓ બધો જ પ્લાન ઉલટ સુલટ કરી નાખશે.
છેવટે અમે તમને લુંટવાને બદલે તને જ અમારા પ્લાનમા સામેલ કરી લેવાનું નક્કી કરી લીધું. “
થોડીવાર સુધી રૂમમાં આમથી તેમ આંટા માર્યા બાદ સાગર બોલ્યો “ ઠીક છે.હું તમારી વાત ગુપ્ત રાખવાનું વચન આપું છું.પણ એ સાંભળ્યા બાદ જો મને એ યોગ્ય જણાશે તો જ હું હા પાડીશ નહીંતર તમારે મને અહીંથી સલામત જવા દેવો પડશે.”
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ પુરી વાત સાંભળ્યા બાદ તું ના પાડી જ નહીં શકે.”
જેમ જેમ વિશ્વમોહન ભટ્ટજી વાતને કહેતા ગયાં સાગરના હાવભાવ બદલાતા ગયા.સાગરને તો હતું કે એ લોકરમાં કોઈ મહારાજાના ખજાનાનો નકશો કે એવી જ કોઈ ચીજ હશે.પણ જે વિશ્વમોહન ભટ્ટજીએ એને જણાવ્યું એ સાંભળીને એ સમજી ગયો કે ૧૦૦૦૦ કરોડ તો કંઈ જ નથી આ કાગળના ટુકડાઓ માટે.પણ એની જરૂરત આ પંડિતોને વધુ હતી જો પોતે ના પાડશે તો રિયાઝ કોઈ બીજાને રોકી લેશે મોટી રકમ આપીને પણ પછી જો એ એમને મળી જશે તો તેઓ શું કરી શકશે એની કલ્પના પણ થઈ શકે એમ નથી.આથી પુરી વાત સાંભળ્યા બાદ સાગરે વિચાર્યા વગર વિશ્વમોહન ભટ્ટજીને હા પાડી દીધી.એ સાંભળીને વિશ્વમોહન ભટ્ટજી સાગરને ભેંટી પડ્યા.સાગરને પણ પોતાના પિતાની યાદ આવી જતા તે પણ એમને ભેંટી પડ્યો.
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ બેટા મારો જુસ્સો એવો ને એવો જ છે પણ હવે ઉમર થઈ ગઈ છે મારી અને અશોક બંન્નેની.એવું નથી કે અમારા ગુજરી ગયા બાદ યુવાનો આ લડત નહીં લડે એવું મને લાગે છે.અરે સાહિલને લડતો જોઈને તો કોઈપણ એની ઉપર આફરીન પોકારી ઉઠે.એણે એની આગેવાનીમાં મારા વગર પણ કેટલાયે આતંકવાદી કેમ્પનો સફાયો કરેલો છે.પણ સતત લડતા રહીને અમારી જાતને છુપાવવી અઘરી છે.જ્યારે આમ જંગલમાં ભટકીને ફરતા આ યુવાનોની જિંદગી શું?એમની આવનારી પેઢીઓનું શું? શુ એમને પણ જંગલમાં જ આમ રઝળતા મુકી દેવાના? ના એના માટે એક મોટી આરપારની લડાઈ લડવી જરૂરી છે.હવેહું આવનારી પેઢીઓને આ ધરતી કે જે દુનિયાની જન્નત છે એને નર્કમાં તબદીલ થયેલી નથી સોંપવા માગતો.હું નથી ઈચ્છતો કે નવી પેઢી પણ એમના દિલમાં આ મૃત જ્વાળામુખીનો લાવા લઈને જ જન્મે.હું એમને એમની ધરતી સોંપીને નિરાંતે અનંતની યાત્રાએ જવા માંગુ છું.એ જ મારા બૃજનું સાચું તર્પણ હશે.હવે બધું જ તમારો પ્લાન સફળ થાય એના ઉપર નિર્ભર છે.”
સાગર બોલ્યો “ જરૂર સફળ થશે.મહાદેવના આશિર્વાદ છે આપણી સાથે. ”
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ હજી એક સરપ્રાઈઝ છે તારા માટે કે જે તને ટુંક સમયમાં મળી જશે જો કે એ સરપ્રાઈઝને ખુદને પણ એની ખબર નથી.”
સાગરને જોકે આમા કંઈ જ ખબર ન પડી.પણ એ ચુપ જ રહ્યો.જ્યાં સુધી પુરો પ્લાન સફળ ના થાય ત્યાં સુધી જોરૂભાને કાંઈ જ નહીં બતાવવાનું નક્કી થયું.હનુમંતસિંહને કહેવાનો તો પ્રશ્ન જ નહોતો ઉભો થતો નહીંતર એ તો રુપીયા માટે સગી માને પણ વેચી મારે એવો હતો પણ પ્લાન પુરો કરવા માટે એ સૌથી જરૂરી કડી હતો.પ્લાન પુરો થાય એટલે ૨ કરોડ આપીને એને છુટો કરી દેવાનો હતો.વાતચીત પુરી સમજાવીને વિશ્વમોહન ભટ્ટજી નીકળતા જ હતાત્યા જ બારણે ટકોરા પડ્યા.
આથી સાગરની જગ્યાએ વિશ્વમોહન ભટ્ટજી ખુદ દરવાજો ખોલવા ગયા.એમણે હળવેકથી દરવાજો ખોલ્યો તો સામે સરિતા ઉભી હતી એ મજાકના મુડમાં કંઈક બોલવા જતી હતી પણ વિશ્વમોહન ભટ્ટજીને અચાનક જ અહીં જોઈને થોડી ભોંઠી પડી ગઈ પણ પછી અચાનક જ બોલી “ બાબા તમે અહીં અત્યારે? “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ હા થયું તારો જીવ બચાવ્યો છે તો મહેમાનની ખબર અંતર તો પુછી આવું.”
સરિતા બોલી “ બાબા મેં વિચાર્યું કે હું કેટલા બધા વર્ષે અહીં આવી છું અને સાગર પણ હવે કદાચ અહીં ક્યારેય નહીં આવે તો હું સાગરને મારી ફેવરીટ જગા બતાવી આવું?એટલે પહેલા એને પુછવા આવેલી.પણ તમે પણ અહી છો તો તમને પણ પુછાઈ જશે. “
સરિતાના આશ્ચર્ય વચ્ચે વિશ્વમોહન ભટ્ટજી એ તુરંત જ હા કહી દીધી અને બોલ્યા “ હા હા જરૂર બેટા બસ જોડે થોડી સીક્યોરીટી લઈ જજે “
 પણ સરિતાએ એની સ્પષ્ટ ના પાડી દેતા કહ્યું “બાબા શું તમને લાગે છે કે આપણા વિસ્તારમાં કોઈ મને હાથ પણ લગાડી શકે? પછી સીક્યોરીટીની શું જરૂર છે? “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ ઠીક છે બેબી તારી જીદ આગળ કોનું ચાલવાનું છે.પણ બંન્ને ગન સાથે જ રાખજો જંગલનો મામલો છે અને જેમ બને તેમ વહેલા પાછા આવી જજો.ત્યાં પહોંચતા જ રાત થઈ જશે અને પાછા  ફરતા સવાર.થોડું કેરોસીન પણ સાથે લઈ જજે કદાચ ફાનસમાં તેલ ઓછું હશે. “
સરિતા બોલી “ દાદા ફાનસ નહીં હું ફુલ્લી ચાર્જ કરેલી બે બેટરીઓ જ લઈ જઈશ.બાકી બધો સામાન તો ત્યાં હશે જ.”
સાગર બોલવા ગયો કે આવતીકાલે તો મારે કોઈપણ ભોગે નીકળી જ જવું પડશે પણ એ ન બોલી શક્યો.એના મને એને કેટલોયે ટપાર્યો કે આજનો આખો દિવસ રઝળપાટમા ગયો છે અને આજની આખી રાત આરામ નહીં કરે તો કાલે કઈ રીતે કેમ્પ સુધી પહોંચી શકશે?એને આજે આરામ કરવો જોઈએ એ ના પાડી દે.આવતીકાલે મોડું થઈ ગયું તો જોરૂભા એની ખબર લઈ નાખશે.એક દિવસ નું તો તેમને માંડ સમજાવી શકીશ.મિશન શરુ થતા પહેલા જ આવી ગેરશિસ્ત તેઓ ક્યારેય સહન નહીં જ કરે.પણ એ ના ન પાડી શક્યો.સરિતાએ જે રીતે એની તરફ જોયું એણે સરિતાની આંખોમાં કોઈ અદ્રશ્ય ખેંચાણ અનુભવ્યું. અત્યારે જો વિશ્વમોહન ભટ્ટજી અહીં ન હોત તો..... મનોમન એ પણ ઈચ્છતો હતો એ અહીંથી જાય ત્યાં સુધીની એક એક ક્ષણ એ સરિતાની સાથે ગાળે કેમકે હવે પછી કોને ખબર મુલાકાત થશે કે નહીં થાય?જો કે વિશ્વમોહન ભટ્ટજીએ એક અજાણ્યા યુવક સાથે પોતાની પૌત્રીને આમ જંગલમાં રાત રોકાવા જવાની પરવાનગી આપી એમા થોડું અજુગતું તો લાગ્યું પણ પછી સરિતાની સાથે આવતીકાલ સવાર સુધી સતત એકલા રહેવા મળશે એના રોમાંચમાં એ સંશયને દબાવી દીધો.એ હજુ ગડમથલમાં હતો
ત્યાં જ સરિતા બોલી “ જવું છે ને ? “
સાગર થી વિચાર્યા વગર જ બોલાઈ જવાયું “ હા. “
સરિતા જતા જતા ઉતાવળમાં બોલી “ તો અત્યારે જ જમીને નીકળી જવું પડશે.જંગલનો રસ્તો છે.અત્યારે જ નીકળશું તો પણ સાંજે માંડ પહોંચશું. “ એમ કહીને સરિતા જમવાની વ્યવસ્થા કરવા દોડી ગઈ.પણ એ ધારીને પણ એની ખુશી છુપાવી ન શકી.
વિશ્વમોહન ભટ્ટ જી સાગરની મુશ્કેલી સમજી ગયા કે એને જોરૂભાને સમજાવવાની ચિંતા હતી પણ  એમણે એને જે કહ્યું એ સાંભળીને સાગર બિલકુલ રીલેક્ષ થઈને સરિતાની સાથે જવા તૈયાર થઈ ગયો.
સાગર અને સરિતાનું જમવાનું ત્યાં જ આવી ગયું.સાગરને તો કોઈ સામાન લેવાનો હતો નહીં.સરિતાએ થોડો સામાન ભર્યો એક નાની બેગમાં.રસ્તા માટે પીવાનું પાણી અને થોડો નાસ્તો લીધો.બંન્નેએ ઓટોમેટીક ફુલ્લી લોડેડ ગન પોતાની પાસે જ રાખી લીધી અને થોડી બુલેટસ પણ બેગમાં રાખી.તેઓ ફરીથી પેલા ચોગાનમાં આવી ગયા.
સાગરને હતું કે તેઓ કોઈ જીપમાં જશે પણ ત્યાં તો બે ચેસ્ટનટ કલરની કાઠીયાવાડી ઘોડીઓ ઉભી હતી.સામાનની બેગ સરિતાની ઘોડી ની Saddle સાથે બાંધેલી હતી જ્યારે પાણી અને નાસ્તો સાગરની ઘોડીની Saddle સાથે ઘોડીને હલનચલનમાં નડે નહીં એમ બાંધેલો હતો.બંન્નેની સાથે એક એક ફુલ્લી ચાર્જડ લોંગ લાઈફ બેટરી વાળી ટોર્ચ લાઈટ અને એક ગન હતી એ બંન્નેનો ઉપયોગ એ બંન્ને એ સમજી વિચારીને જ કરવાનો હતો. એ બંન્ને એ ગનનો સેફ્ટીક્લચ ચેક કરી લીધો કેમકે ભુલથી જો રસ્તામાં ગનમાંથી ફાયર થઈ ગયું તો ઘોડીને કાબુમાં કરવી ખુબ મુશ્કેલ છે.તમામ જાતની તૈયારીઓ કરીને બંન્ને પોતપોતાની ઘોડીના પેગડામાં હળવેકથી પગ મુકીને એની ઉપર સવાર થયા.એમની ઘોડીઓ પણ જાણે સાગર અને સરિતાના મનના ભાવો કળી ગઈ હોય એમ થનગનતી હતી.
હળવેકથી પગની એડીના ઈશારે બંન્ને ઘોડીઓ ચાલવા લાગી.થોડી જ વારમાં કેમ્પ પાછળ રહી ગયો અને ગાઢ જંગલ શરુ થઈ ગયું.

Sunday, 7 September 2014

" મૃત જ્વાળામુખી " - Part-13

Part-13
ખરેખર અનુપમ દ્રશ્ય હતું એ કે જે ધરતી ધર્મના નામે ચાલતા રાજ્કારણને કારણે સમગ્ર વિશ્વમા વિવાદીત ભુમી તરીકે ઓળખાતી હતે એ જ ધરતી ના એક ટુકડામાં બે મહાદેવ અને એક મિયાં હાથ ઉપર હાથ રાખીને પોતાના મિશનને કામિયાબ બનાવવા ની કસમ ખાઈ રહ્યા હતાં.
થોડા સમય પહેલા એકલૌતા પુત્રના મોતથી તુટી ચુકેલા વિશ્વમોહન પંડિતજીમાં જાણે કે કોઈ નવયુવાનને પણ શરમાવી એવી સ્ફુર્તી આવી ચુકી હતી.તેમણે તમામ નકશાઓને થોડી જ વારમાં ફેંદી નાખ્યા.પછી તમામ પંડિતોની યાદી ઉપર એક નજર નાખી લીધી.પછી તેઓ આસિફમિયાં તરફ ફરીને બોલ્યા
“ મિયાં આ તો ફક્ત પંડિતોની જ યાદી થઈ તમારા કશ્મીરી બિરાદરોની યાદી ક્યાં? “
આસિફમિયાં અચકાતા બોલ્યા “ જી એની કોઈ જ પાકી યાદી હજી નથી બની.મેં વાત તો ઘણા જિલ્લાઓમાં ચલાવી હતી પણ હજી એ લોકો  દહેશતગર્દો થી ડરે છે અને.... “ બોલતા બોલતા એ અટકી ગયા
આથી વિશ્વમોહન ભટજી એ પુરું કર્યું  “ અને એ લોકો કાફિરોનો સાથ દેવા નથી માંગતા બરાબર? “
આસિફમિયાં નીચું જોઈને બોલ્યા “ જી હા. પણ હું એમને સમજાવવાનો પ્રયત્ન કરું જ છું. “
વિશ્વમોહન ભટ્ટજી  બોલ્યા “ આસિફમિયાં સાચું બોલજો આ કાફિર,જન્નત,હુર વગેરે મા તમે માનો છો? “
આસિફમિયાં બોલ્યા “ જો એવું હોય તો હું અહીં અત્યારે ઉભો જ શા માટે હોઉં જનાબ.મારા માટે તો આ કશ્મીર જ જન્નત છે અને એની વાદીઓ જ મારી હુર છે.હું દિલોજાનથી આ લડતમાં સામેલ છું અને ઈન્શા અલ્લાહ મારા અન્ય લોકોને પણ આ વાત ટુંક સમયમાં સમજાઈ જશે.” 
વિશ્વમોહન ભટ્ટ બોલ્યા “ જો તમે ખરેખર આ લડાઈમા દિલોજાન થી જોડાયેલા હો અને ઈચ્છતા હો કે બીજા તમારી કોમના અન્ય લોકો જલ્દીથી આપણી સાથે જોડાઈ જાય તો સાહિલને મને સોંપી દો “
આસિફમિયાં બોલ્યા “ પણ એ અમારા ખાનદાન નો આખરી ચિરાગ છે.એને કાંઈ થઈ જશે તો અમારું પુરું  ખાનદાન જ ખતમ થઈ જશે. “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ જેના સ્મશાનની રાખ પણ હજી નથી હોલવાઈ એ પણ મારા ખાનદાનનો આખરી ચિરાગ જ હતો અને એની પુત્રી પણ મારા ખાનદાનની આખરી નિશાની જ છે પણ એનો પણ યોગ્ય સમયે હું આ લડતમાં ઉપયોગ કરીશ જ, આ અશોકનું તો પુરુ ખાનદાન જ સમાપ્ત થઈ ચુક્યું છે તો એને શું જરૂર છે આ લડતની? આટલી સંકુચીત માનસિકતા છોડીને અલ્લાહ ઉપર વિશ્વાસ રાખીને સાહિલને એલાન-એ-જંગ કરવા દ્યો અને એનું તમારી પુરી કોમમાં એલાન કરી દ્યો પછી જુઓ.હુસૈન સાબની કુરબાનીની જેમ જ તમારા દોહિત્રને તમે આઝાદ્દીની વેદી ઉપર કુરબાન કરવા તૈયાર છો એ વાત તમારા ભાઈઓને સમજાવો એ લોકો આ જંગમાં શામેલ થવા માટે પડાપડી કરશે. “
આસિફમિયાં ને આ વાત ગળે ઉતરી ગઈ.એણે આ જ ઘડીથી સાહિલને વિશ્વમોહન ભટ્ટજીને આ ચળવળ માટે સમર્પીત કરી દીધો.
અશોક પંડિત બોલ્યા  “ વિશુ સૌથી પહેલા તો આપણે આજના દિવસે નિયત જગાએ જઈને ભારતીય ધ્વજ લહેરાવવાનો રહેશે.આતંકી ઘટનાને પગલે લોકો ડરેલા છે એમનો ડર ઘટાડીને એમનો વિશ્વાસ પુન:સંપાદીત કરવો જરૂરી છે.”
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ એનાથી પણ વધુ જરૂરી છે કે અહીંના લોકો પોતાના રાષ્ટ્રધ્વજ ને  ઓળખે એને સન્માન આપતા શીખે.એમને ખબર પડે કે એમનો રાષ્ટ્રધ્વજ ચાંદ તારા વાળો લીલો નહી પણ તિરંગો છે.એ એમના માટે પણ એટલો જ સન્માનનીય છે જેટલો દેશના અન્ય દેશવાશીઓ માટે છે.એ લોકો દેશના મુખ્ય પ્રવાહનો હિસ્સો બને નહીં કે કાયમ એક ખુણામાં જ રહીને કુપમંડુકની જેમ જ વિચારતા રહે.જેવું બંન્ને તરફની સરકારો અને દહેશતગર્દો ઈચ્છે છે.”
આસિફમિયાં બોલ્યા “ ઈન્શા અલ્લાહ એવું જ થશે.બસ હવે થોડા જ દિવસો ની દેરી છે.પેલું જુનું ગાયન છે ને? रात भर का है मेहमान अंधेरा किस के रोके रुका है सवेरा। “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ સુબહાન અલ્લાહ આસિફમિયાં અહીં દેશના બિલકુલ ખુણામાં રહીને કે જ્યાં આજેપણ વીજળી મળવી મુશ્કેલ છે ત્યાં આસપાસમાં પણ કોઈ થીએટર તો હોય નહી.તો તમે હિન્દી ગીતો નો શોખ કઈ રીતે પાળી લીધો? “
આસિફમિયાં બોલ્યા “ આકાશવાણી જનાબ.પહેલા તો બીબી બચ્ચા હતા ત્યારે તો સમય ક્યાં ચાલ્યો જતો ખબર જ નહોતી પડતી પણ હવે તો સાહિલ સુઈ જાય ત્યારે મોડી રાત સુધી હું રેડિયો સાંભળતો રહેતો હોઉં છું ક્યારેક તો સાહિલ પણ સાંભળી લે છે.”
પછી એ ત્રણે ય બુઢ્ઢાઓએ  પુરા ગામને એકત્રીત કરીને એ જ શાળાના ખંડીત કમ્પાઉન્ડમાં મોડું થઈ ગયું હોવા છતાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.સૌના ચેહરા ઉપર ડર,દેશભક્તી, વિશ્વમોહન ભટ્ટ જી પ્રત્યે સહાનુભુતી અને મનમાં બૃજ તથા ચારુલતા પ્રત્યે સન્માનની ભાવના હતી.એ સ્થળ ઉપરથી જ આસિફમિયાં એ પોતાના પુત્ર સાહિલને વિશ્વમોહન ભટ્ટજીને કશ્મીરને દહેશતગર્દોથી મુક્ત કરાવવા માટે થનારી ક્રાંતીનો હિસ્સો બનાવવા માટે સોંપવાની ઘોષણા કરી દીધી.જેની દુરોગામી અસર પુરા કશ્મીર પર તો થવાની જ હતી પણ એ ગામમાં થી પણ દશેક યુવાનો આ ક્રાંતીમાં સામેલ થવા તૈયાર થઈ ગયા. 
આથી વિશ્વમોહન ભટ્ટજી એ આસિફમિયાં ની સામે જોયું અને આસિફમિયાંએ પણ જાણે એમની વાતની અસર થતી જોઈને એમને સન્માન  આપતું સ્મિત આપ્યું.
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ આ સાહિલ તો માત્ર એક ચિનગારી છે.એ ચિનગારીને જંગલમાં રહેલા સુકા વૃક્ષોની માફક સૌ દેશપ્રેમી કશ્મીરી ના દિલમાં લગાવો જેથી દાવાનળ પ્રગટે.જેના તાપમાં તમામ દહેશતગર્દો ભસ્મીભુત થઈ જાય.
આ સાંભળીને ત્યાં હાજર સૌએ વિશ્વમોહન ભટ્ટજીને તાલીઓથી વધાવી લીધા.
ત્યાર બાદ આસિફમિયાં ને આસપાસના ગામો અને સમગ્ર જમ્મુ-કશ્મીરમાં ઘુમીને એની કોમના બંદાઓને આ મિશન માટે એકત્ર કરવાનું સોંપીને વિશ્વમોહન ભટ્ટજી અને અશોક પંડિતજી દિલ્લી પરત આવી ગયા એમની સાથે જ સાહિલ પણ હતો.દિલ્લી આવીને સૌ પ્રથમ એમણે હજી નાની સરિતાને એના માતા પિતા વિશે કંઈજ બતાવવાનું મુનાસિબ ન માન્યું પણ એને સુરક્ષાના કારણૉસર દેહરાદુનની એક બોર્ડીંગ સ્કુલમાં એડમિશન અપાવી દીધું.એમણે તો સાહિલને પણ હાલ એનો અભ્યાસ ચાલુ રાખવો હોય તો ત્યાં જ એડમિશન અપાવવા માટે પુછ્યું પણ એ બૃજના વિચારોને ઘોળીને પી ગયો હતો.એણે આગળ ભણવાની ઘસીને ના પાડી દીધી અને એમના ગ્રુપની કામગીરીમા જોડાઈ ગયો.
હવે સૌથી પહેલા તો એમણે ગ્રુપ બનાવતા પહેલા જ એક એવી જગાની તલાશ કરી દીધી કે જે જગાએ તેઓ આસાનીથી આ જ દેશમાં રહીને પણ દેશમાં સૌની નઝર થી છુપાઈ ને રહી શકે.જેનું રીસર્ચ કરતા કરતા એમણે થોડી જગાઓ પોઈન્ટ આઉટ કરી જેમાં રાજસ્થાનનું રણ ની સાથે કેરાલાના જંગલોથી માંડીને ગિરનારની ગુફાઓ પણ સામેલ હતી.જે છુપાવા માટે તો પરફેક્ટ હતી પણ ત્યાંથી કશ્મીરનું લોકેશન દુર પડતુ હતું. છેવટે એમણે એમના પરમ મિત્ર એક ખુબ જ અંગત પણ વિશ્વાસુ રીટાયર્ડ આર્મી ઓફિસર જાદવની  મદદ લીધી.તેઓ આટલા વર્ષોથી સરકારોની ઢીલી નીતીઓને કારણે સરકારથી સખ્ત નારાજ હતા.આથી તેઓ પુરો પ્લાન સાંભળીને ફક્ત જગા માટે જ નહીં પણ એમની આખી ટીમને ટ્રેઈનીંગ આપવા માટે પણ તૈયાર થઈ ગયા એ પણ ફ્રીમાં.  
તેમણે ડેલહાઉસી પાસે આવેલ ગાઢ જંગલ વિસ્તારમાં આવેલ આ જગા વિશે જણાવ્યું.આ જંગલ એટલું બધું ગાઢ છે કે સેટેલાઈટમાંથી પણ અહીં નું ક્લીયર પિક્ચર ક્યારેય ન મળી શકે જ્યારે ઉંચી ટેકરીઓ પરથી જુએ તો પણ ફક્ત વૃક્ષો સિવાય કંઈ જ ન દેખાય પણ એ વૃક્ષોના ઝુંડોની વચ્ચો વચ આ જગા આવેલી છે કે જ્યાં આવડી મોટી કોલોની બની જવા છતાં ઉપરથી  બિલકુલ કોઈના ધ્યાનમા આવે એમ જ નથી.જ્યારે જંગલ ના તમામ ઓફિસર્સ સાથે જાદવ સાહેબને ખુબ જ સારા સંબંધો હોવાને કારણે પગપાળા રસ્તે જ્યાંથી સાગર અને સરિતા આવ્યા ત્યાંથી ખુદ જંગલના કર્મચારીઓને પણ વર્ષોથી આજસુધી આવવાની મનાઈ છે.છતા જો કોઈ અહી સુધી પહોચી પણ જાય તો આરંભ ના રસ્તાઓમાં જ માઈન્સ છુપાવેલી છે કે જેની જગાની કેમ્પના તમામ સભ્યને ખબર છે.એટલે કોઈ પ્રવેશે એટલે ક્યાંક તો માઈન્સમાં ઝડપાઈ જ જાય અને બ્લાસ્ટ થતાં જ એમને  જાણ થઈ જાય.જો કે હવે તો છેક આ જગાના એન્ટ્રેન્સથી લઈને તમામ અગત્યની જગાઓ ઉપર સી.સી.ટી.વી. કેમેરા જ ફિટ કરાવી લીધા છે.  
લોકેશન ફાઈનલ થયા બાદ તુરંત જ વિશ્વમોહન ભટ્ટજીએ સાહિલને આસિફમિયાં એ તૈયાર કરેલા તમામ મુસ્લીમોને તથા અશોક પંડિતને તમામ પંડિતોનું લિસ્ટ લઈને એમને એક નિશ્ચિત તારીખે નહીં પણ તબક્કાવાર એ લોકોને ગુપ્ત રીતે પહેલા દિલ્લી લઈ આવવાની જવાબદારી સોંપી.કેમકે થોડા થોડા ગ્રુપમાં આવનારા લોકોને પહેલા વિશ્વમોહન ભટ્ટજી ચકાસવા માંગતા હતા.એમાંથી જે એમની તથા જાદવ સાહેબની આકરી મનોવૈજ્ઞાનિક તથા શારીરીક કસોટીમાંથી ઉત્તીર્ણ થઈ શકે એમને જ તેઓ લોકેશન બતાવવા માંગતા હતા.આથી થોડા એવા લોકો કે જે એમની કસોટીમાં ફેઈલ થયા એમને ભવિષ્યમાં મદદ માટે જે સ્લીપર યુનીટની જરૂર પડશે એમાં કામમાં લઈશું એવી બાંહેધરી આપીને સમજાવવા પડ્યા.બાકી તેઓ પાછા જવા જ તૈયાર નહોતા એટલો એ બધાનો જુસ્સો હતો કેમકે બૃજે એ તમામને ટકોરા મારીને જ શોધ્યા હતા.પણ અમુક શારીરીક રીતે નબળા નીકળ્યા તો અમુક સાયકોલોજીકલ ટેસ્ટમાં ફેઈલ થયા.એ સૌને પોતપોતાના વતનમાં પરત મોકલીને પાસ થયેલ ઉમેદવારોને પહેલા ડેલહાઉસીમાં એક્ઠા કરવામાં આવ્યા.
આખરે નક્કી કરેલ દિવસે સૌ કોઈ અહીં જ એકત્ર થયા.
સલામતી અને ગુપ્તતાના કારણૉ થી આસિફમિયાં ને નહોતા બોલાવ્યા.   
વિશ્વમોહન ભટ્ટજી એ બોલવાનું શરુ કર્યુ “ આ આપણું ઓર્ગેનાઈઝેશન એ કશ્મીર અને તમામ કશ્મીરીઓને દહેશતગર્દીમા થી મુક્તી અપાવવા માટેનુ છે. વ્યુહાત્મક લડાઈ માટે તથા તમામ ફંડ તથા શસ્ત્રોની ખરીદી માટે અશોક પંડિતને હું જવાબદારી સોંપું છું.જ્યારે તમને તાલીમ આપવાની સંપુર્ણ જવાબદારી જાદવસાહેબની છે.
એક વાત યાદ રાખવાની છે કે  જે લડત આપણે શરુ કરી રહ્યા છીએ એ લડતમાં અનેક લોકોને મોતને ઘાટ ઉતારવા પડશે.આપણને વર્ષોથી अहिंसा परमो धर्म: મતલબ અહિંસા મનુષ્યનો પરમ ધર્મ છે એ તો ગાઈ વગાડીને શીખવવામાં આવ્યું છે પણ આગળનું એનું જ અનુસંધાન धर्म हिंसा तदैव च અર્થાત ધર્મની રક્ષા કાજે કરાયેલ હિંસા એનાથી પણ શ્રેષ્ઠ ગણેલ છે.એટલે ઘણી વખત નિર્દયી પણ બનવું પડશે પણ એ વાત ક્યારેય નથી ભુલવાની કે આપણે ક્રાંતીકારીઓ છીએ હત્યારાઓ નહીં.હાથમાં હથિયાર આવે એટલે લોકો માં એક જાતનો મદ છવાઈ જતો હોય છે.પણ હું બેજવાબદારી બિલકુલ બરદાશ્ત નહીં કરું.જો આપણામાંથી જ કોઈના દ્વારા કોઈ મિશન વખતે હથિયારના નશામાં કોઈ નિર્દોષને કનડગત કરવાની કોશિશ કરી છે કે કોઈ સ્ત્રીની આબરુ ઉપર હાથ નાખવાની કોશિશ કરી છે તો મહાદેવના સૌગંધ એના આ જ ચોકમાં હું ઉભા કટકા કરી નાખીશ.(આ સાંભળતા જ સન્નાટો છવાઈ ગયો.થોડીવાર ચુપકીદી છવાઈ ગઈ.)
પછી ફરીથી વિશ્વમોહન ભટ્ટૅજી બોલ્યા “ મેં ક્યાંક વાંચેલું છે કે Great power comes with great responsibilities.અર્થાત જેટલી વધુ સત્તા મળે એટલી જ વ્યક્તીમાં જવાબદારીનું ભાન વધવું જોઈએ.આપણે ફક્ત અમુક લોકોની હત્યા નથી કરવાની એ પુરી વિચારધારાને જ જડમુળથી નષ્ટ કરવાની છે.નહીંતર બીજા દહેશતગર્દો પેદા થશે.
આથી મેં જે છેલ્લે કહેલું તેમ દાવાનળ થી પણ વિશેષ એક જ્વાળામુખી પ્રગટાવવાનો છે.સૌના દિલમાં એક મૃત જ્વાળામુખી સંઘરીને રાખવાનો છે કે જે કસમયે નહીં ફાટતા ધીરજ ધરે.યોગ્ય સમય આવ્યે પ્રચંડ વિસ્ફોટથી ફાટે અને આસપાસ રહેલ તમામ દુશ્મનોને નેસ્તનાબુદ કરી દે.ત્યારે જ બૃજે જોયેલું સપનું આપણે સૌ પુરુ કરી શકીશું.”
અને ત્યાં હાજર સૌ એ વિશ્વમોહન ભટ્ટજીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.
જાણે કાલની જ વાત હોય એમ વિશ્વમોહન ભટ્ટજી એ તાલીઓની ગુંજને વાગોળી રહ્યા હતા.
થોડો સમય વિરામ લઈને વિશ્વમોહન ભટ્ટજી ફરીથી  બોલ્યા “ તું અહીં શા માટે આવ્યો છે તને કોણે મોકલ્યો છે તથા તારી સાથે કોણ કોણ છે એ તમામ વિગતો ની મને ખબર છે.”
આ સાંભળીને સાગર ઘડીભર તો સ્તબ્ધ થઈ ગયો.