મૃત જ્વાળામુખી
Part 1 and 2
અમદાવાદ-જમ્મુતવી
ના થ્રી ટાયર એ.સી. કોચ બી-2 ની સીટનં 1 ઉપર એક શખ્સ અત્યારે વીન્ડો સીટ પાસે
બેસીને ચાલતી ટ્રેઈનમાથી બારી બહારના દ્રશ્યોને ઝડપભેર પાછળની તરફ ધકેલાતા જોઈને
પોતાની પાછલી ઝિંદગી પણ એ જ ઝડપથી ભુલાઈ જાય એવુ એ ઈછછતો હતો.પણ ભુલી નહોતો શકતો.કસરતી
બદન ધરાવતા એ શખ્સની કરડાકી મુછો જોઈને અને બેસવાની અદબ જોઈને કોઈને પણ એ શખ્સ
રાજપુત હશે અને આર્મી અથવા પોલીસ
ફોર્સમા જ હશે એવો અંદાજ આવી જાય.એનુ નામ હતુ જોરાવરસિંહ ઝાલા પણ લોકો પ્રેમથી
એમને જોરૂભાના હુલામણા નામથી જ ઓળખતા.એણે અચાનક જ આદતવશ પોતાના ખિસ્સામાથી સિગારેટ
કાઢીને સળગાવવા માટે લાઈટર જલાવ્યુ ત્યાં જ સામેની સીટ ઉપરથી એક વ્યક્તીએ કહ્યુ
“આ એ.સી. કોચ
છે.સિગારેટ પીવી હોય તો સ્લીપર ક્લાસમા જવુ જોઈએ ને?”
જોરૂભા ચુપચાપ
ઉઠીને બહારની તરફ ચાલ્યા.એ જોઈને ફરીથી પેલી વ્યક્તી બોલી
“આવા લોકોને કોણ અહી
એલાવ કરે છે એ જ સમજાતુ..........”
અને ઝડપથી જોરૂભા
ફર્યા અને એ શખ્સની સામે જોયુ એ જોઈને જ એ શખ્સના મોતીયા મરી ગયા અને અધુરુ વાક્ય
એના મોં માં જ રહી ગયુ.થોડા સમય પહેલા આ ઘટના બની હોત તો જોરૂભાએ એ શખ્સને માફ ના
કર્યો હોત પણ અત્યારની વાત અલગ હતી.તેઓ એ વ્યક્તીની નજીક ગયા અને બોલ્યા
“સોરી” એટલી
વારમા તો એ વ્યક્તીનો શ્વાસ ગળે આવીને અટકી ગયેલો.
પછી ઝડપથી બાજુમા
જ રહેલો સેન્ટ્રલ ગેઈટ ખોલીને કોચના ડાબી તરફના દરવાજા પાસે જઈને આરામથી સિગારેટ
હોંઠ ઉપર રાખીને લાઈટર થી જલાવી.ધીરે ધીરે કસ લઈને એ પોતાની પાછલી ઝિંદગીને
ફ્લેશબેકમા જોઈ રહ્યા.
જોરૂભા ગુજરાત
પોલીસના જાંબાઝ પોલીસ ઓફિસર હતા.એમના નામની ધાક વાગતી હતી.પુરા પોલીસ ફોર્સમા જે
થોડાઘણા ઈમાનદાર અને સાથે જ કાબેલ ઓફિસર હતા એમાના તેઓ એક હતા.તેઓ શુટીંગમા
ચેમ્પીયન હતા.પોલીસ ફોર્સ જેના માટે બદનામ છે એ લાંચ રિશ્વતને તો એમણે ઝિંદગીભર
હાથ પણ નહોતો લગાડ્યો.એટલે જ એમની ટ્રાન્સફર થોડા થોડા સમયે થતી રહેતી હતી.પણ
ગુનેગારીના આલમમા અને રાજકારણીઓમા પણ એમનુ નામ ઈજ્જતથી લેવાતુ હતુ.એમની પોસ્ટીંગ
જ્યાંજ્યાં થતી ત્યાંત્યાં લોકો એમને માથે બેસાડતા.પણ કાયમ બનતુ આવ્યુ છે એમ
જ્યારે કોઈ મોટામાથા ઉપર હાથ નાખતા એટલે થોડા જ સમયમા ઉપરથી ફોન આવતો અને તેમની
બદલીનો હુકમ આવી જતો.પણ એમને એની કોઈ જ પરવા પણ નહોતી અને એનાથે કંટાળતા પણ નહોતા.એમના
પત્ની અને એક જ પુત્રને પણ વધુ રુપીયાનો મોહ નહોતો અને એમના ઉપર ગર્વ હતો.આથી તેઓ
પોતાની નોકરી ઈમાનદારીથી કરી શકતા હતા.
પણ એક દિવસ આઈ.બી.ના ઈનપુટના આધારે
મુંબઈનો કુખ્યાત ગેંગસ્ટર ઈલિયાસ કે જે સુલતાન એહમદનો ખાસ હતો એ અમદાવાદમા છુપાયો
હોવાની પાક્કી બાતમી હતી.આથી મુંબઈ ની પોલીસની સાથે ગુજરાત પોલીસનુ જોઈન્ટ
એનકાઉન્ટર ગોઠવેલુ.એમા ગુજરાત પોલીસના સારામા સારા શુટર ને ચુંટવામા આવેલા.એમાથી
એક હતા જોરૂભા ઝાલા.આ એનકાઉન્ટર સફળતાપુર્વક પાર પાડવામા આવ્યુ.આ એનકાઉન્ટરને લીધે
સીધુ જ એમને ડી.વાય.એસ.પી. નુ પ્રમોશન મળવાની જાહેરાત થઈ ગઈ.જેનો બદલો લેવા માટે
મુંબઈના અન્ડરવર્લ્ડ દ્વારા જોરૂભાને ફસાવવા માટે એમના જ એ.એસ.આઈ. રાઠોડને મોટી
રકમ આપીને ફોડી લીધો અને એ એ.એસ.આઈ. રાઠોડ એ.સી.બી.ની ટ્રેપમા જાણીજોઈને પકડાઈ ગયો
અને એવી જાહેરાત કરી કે એણે એ લાંચ એમના સાહેબ શ્રી જોરાવરસિંહના કહેવાથી લીધી
છે.સૌ જાણતા હતા કે આ અશક્ય છે પણ કાનુન તો સબુત ઉપર જ કામ કરે છે.તાત્કાલીક અસરથી
જ પોલીસખાતાએ જોરાવરસિંહની આટલા વર્ષોની બેદાગ નોકરીની સામે જોયા વગર જ રાઠોડની
સાથે જ સસ્પેન્ડ કરી દીધા.
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત એમના મન ઉપર
પડ્યા.જે વ્યક્તી આજીવન એમના માન-સન્માન માટે જ જીવેલ હોય એ અચાનક જ આવી પડેલ
નામોશી નથી સહન કરી શકતો.અન્ડરવર્લ્ડ અને જોરાવરસિંહના હેતુ દુશ્મનોને એમ હતુ કે
તેઓ આ આઘાત સહન નહી કરી શકે અને આત્મહત્યા કરી લેશે અથવા ભાંગી પડશે.થોડો સમય એમને
આઘાત લાગ્યો પણ થોડા જ સમયમા તેઓ એમાથી બહાર આવી ગયા.એમણે પરિસ્થિતીને સ્વીકારી લીધી.નોકરી
તો તેઓ શોખથી જ કરતા હતા આથી એમણે નોકરીમાથી રાજીનામુ આપી દીધુ જો કે સસ્પેન્શનના
કિસ્સામા રાજીનામુ સ્વીકારાતુ નથી હોતુ પણ રેર કિસ્સા તરીકે એમણે ખાતાકીય તપાસ
પુરી થાય ત્યા સુધી પોતાના તમામ હક્ક-હિસ્સા નહી માંગવાની શરતે એ મંજુર કરાવી
લીધું.વતનમા ખેતીની જમીન હતી આથી એમણે પત્ની અને પુત્રને વતનથી નજીકના તાલુકા
પ્લેસ ધ્રાંગધ્રા ઉપર સેટ કરી દીધા અને સીધા જ મુંબઈ જવા માટે રવાના થઈ ગયા.શા
માટે?એ તો એમને પણ ખબર નહોતી બસ એમના અંતરમને કહ્યુ કે એમને બાકીના જીવનની કડી હવે
કદાચ ત્યાંથી જ મળશે.
ત્યાં જ જોરથી સામેથી આવતી બીજી ટ્રેઈન
ઝડપભેર પસાર થઈ અને એમની વિચારયાત્રામા બ્રેક લાગી.સ્ટેશન આવ્યુ હતુ એમણે નામ
વાંચ્યુ જલંધર.હજી તો વાર હતી ચક્કીબેંક આવવાને.તેઓ ફરીથી એમના કોચના દરવાજાને
ખોલીને ફરીથી પોતાની જગાએ જઈને બેસી ગયા.થોડી વારમા એક ધક્કા સાથે ટ્રેઈન ફરીથી
ચાલવા લાગી બારીની બહાર જોતાજોતા તેઓ ફરીથી ભુતકાળમા ખોવાઈ ગયા.
અત્યારે તેમની નજર સમક્ષ બીજી એક ટ્રેઈન
દેખાવા લાગી.મુંબઈ જવાનુ તાત્કાલીક જ નક્કી કર્યુ હોવાથી એમને રીઝર્વેશન મળે એમ જ
નહોતુ આથી એમણે જનરલ કોચમા જવાનુ નક્કી કર્યુ. આવડી મોટી ટ્રેઈનમા રીઝર્વડ ડબ્બા
અનેક હતા પણ જેમને રીઝર્વેશન ના મળ્યુ હોય એમને ખરેખર વધુ ડબ્બા જોઈએ પણ એમના માટે
એન્જીનની બરાબર પાછળ જ ફક્ત બે જ ડબ્બાઓ હતાં.સામાન લઈને આખુ પ્લેટફોર્મ વટાવીને
તેમણે જનરલ કોચ સુધી જવુ પડ્યું હતું.એમા પણ ધ્રાંગધ્રા ગયા હોય એમને ખબર હશે કે
ઘણી વખત ટ્રેઈન આગળ નીકળી ગઈ હોય તો ગામડાની જેમ પગથીયાઓ ઉપર ટીંગાઈને ચડવુ પડે
છે,જોરૂભા પણ એમ જ ચડ્યા એ પણ સામાન સાથે. એમાં પગ મુકતાં જ એમને ત્યાંની હાલત
જોઈને ચક્કર આવી ગયા.ગુજરીબજારથી પણ ખરાબ હાલત હતી ત્યાં.સીટ મળવાની તો દુર પણ
નીચે બેસવાની પણ જગા નહોતી અને ગંદકી જોઈને તો તમને ઉબકા આવી જાય.પણ લોકો એકબીજા
ઉપર રીતસરના પડીને જ ઉભા હતા.ત્યાં જ એક ખુણેથી એક અવાજ આવ્યો
જોરૂભા અહીં આવી
જાઓ” અને જોરૂભાના કાન ચમક્યા કેમકે અહી વતનમા તો તેઓ ઘણા વર્ષોથી આવ્યા જ નહોતા
પછી આ કોણ છે?તેમણે આગંતુકની સામે જોયુ પણ ઓળખાણ ના પડી.છતા એ એમની તરફ ભીડમાથી
ઘસાતા ઘસાતા એ વ્યક્તી તરફ આગળ વધ્યા.
નજીક જઈને એમણે
જોયુ તો એક ત્રીસેક વર્ષનો જુવાન હતો.એણે વ્યવ્સ્થિત કપડા પહેર્યા હતા.ચેહરો
જાણીતો જણાતો નહોતો પણ એ એમને જાણે અંગત ઓળખાણ હોય એમ જોતો હતો.આમ પણ જીવનભર
વર્દીના રુઆબ સાથે જીવ્યા બાદ જિંદગી સાથેનો આ પરિચય એમના ધાર્યા બહારનો હતો પણ
એના માટે તો તેઓ નીકળ્યા હતા.પોતાની જિંદગીને એક નવો પરિમાણ આપવા.એ વ્યક્તી પાસે
જઈને જોરૂભા ઉભા રહ્યા એટલે એ વ્યક્તીએ આટલી ગિરદીમા પણ બેસવાની જગા કરી આપી.
જોરૂભાએ બેસ્યા
બાદ એ વ્યક્તીની સામે જોયુ એટલે એણે જ સામેથી કહ્યુ “હું ચેતન માણેક.જોરૂભા તમે
મને નહી ઑળખો પણ એક વખત વ્યાજવટાવમા લેણા નીકળતા પૈસા માટે એક વ્યક્તીને મારવાના
કેઈસમા રાજકોટમા તમે મને પકડ્યો હતો અને આખી રાત લોકઅપમા ખુબ જ માર્યો હતો.તમારી
જગાએ કોઈ બીજો ઓફિસર હોત તો આવો મોકો જવા ના દેત.પહેલા તો મને મારત અને પછી મારી
પાસેથી ખુબ જ મોટો તોડ કરત.પણ તમે સવારે નિયમ મુજબ જ કોઈપણ તોડ કર્યા વગર જામીન
આપીને છોડી મુકેલ હતો.ત્યાર બાદ તમારા વિશે મે જાણેલુ ત્યારે તમામ કાળાધંધા કરનારા
લોકોમા તમારી ધાક જરુર હતી પણ છતા યે એક છુપા આદરની લાગણી હતી.”
જોરૂભાએ વિવેક ખાતર પુછ્યુ
“અત્યારે મુંબઈ શુ કરો છો?”
ચેતન માણેકે કહ્યુ “જોરૂભા,થોડા
વર્ષો પહેલા હું ક્રિકેટના એક મોટા સટ્ટામા ફસાઈ ગયેલો અને ઘરવખરી બધુ જ વેચી દીધા
પછી પણ લેણદારો પીછો નહોતા છોડતા.આથી નાછુટકે મારે રાજકોટ છોડીને મુંબઈ ભાગી જવુ
પડેલુ.ધંધો તો અમારે લોહાણાઓના લોહીમા હોય છે,એટલે મુંબઈ જઈને ઘણા ધંધા અજમાવી
જોયા.પહેલા તો કાંદા/બટેટા વેચવાની લારી કાઢવાથી શરુઆત કરેલી.પણ એમા સફળતા ના
મળી.પછી રેડીમેડ ગારમેન્ટ્સનો બિઝનેસ કરવાનો પ્રયત્ન કર્યો પણ મુડી ઓછી પડી.છેવટે
મટકા અને ફરીથી ક્રિકેટનો સટ્ટો જ કામમા આવ્યો.પણ આ વખતે નશીબે યારી આપી અને
સટ્ટામા સારી કમાણી થઈ.આથી એ કમાણીમાંથી મુંબઈમા ફરીથી વ્યાજ-વટાવનો ધંધો શરુ
કર્યો.સાથે થોડી અન્ય લિંક પણ મળી.”
જોરૂભાને મનમાં તો આ વાત ઉપર
વિશ્વાસ ના બેઠો કેમકે જે પ્રકારનો સીધોસાદો દેખાવ હતો આ શખ્સનો એ જોઈને તો એમને એ
ફેંકતો હોય એવું જ લાગ્યુ.પણ એમને હાલ તો એનાથી કાઈ જ ફરક નહોતો પડતો આથી ચુપચાપ
એની વાત સાંભળતા રહ્યા.એટલામા અમદાવાદ સાબરમતી સ્ટેશન આવી ગયુ.
અહી ટ્રેઈન થોડી
રોકાવાની હતી એટલે જોરૂભા જરા પ્લેટફોર્મ તરફ જવા ગયા પણ ભારે ભીડને કારણે
માંડમાંડ પહોંચ્યા કેમકે સામેથી પેસેન્જરની જગાએ કુલીઓ જ આવતા હતા.જનરલ ડબ્બામા
કુલીઓને સામાન વગર આવતા જોઈને એમને થોડી નવાઈ તો લાગે પણ તેઓ જેમતેમ કરીને નીચે
ઉતરી ગયા.પોતાને જોઈતી વસ્તુઓ લઈને તેઓ પોતાના ડબ્બા તરફ પાછા ફર્યા અને જેવા
પોતાની સીટ પાસે પહોંચ્યા કે ત્યાં થયેલી ભીડ અને ત્યાનું દ્ર્શ્ય જોઈને જ સમજી
ગયા કે શા માટે કુલીઓ આ ડબ્બામા ચડતા હતા?
એક કુલી એમણે
નીચે જવા માટે ખાલી કરેલી સીટ ઉપર કબજો જમાવીને અન્ય પેસેન્જરને આપતો હતો અને ચેતન
માણેક એની સાથે માથાકુટ કરતો હતો.
ચેતન માણેક “અરે
ભાઈ તમેરે કો ક્યારથી સમજાવતા હુ કે આ સીટ પે હમારે સાબ બેઠેલે હૈ ફિર ભી સમજતા
નહી હૈ.”
દાઢીધારી કુલી
બોલ્યો ”દેખો અભી જબ મઈ આયા તબી સીટ ખાલી થી મતલબ વો સીટ મેરી હો ગઈ.ખાલીપીલી ધંધે
કે ટાઈમ પે ભેજા ખરાબ મત કર રે.તુ જાનતા નઈ ઈધર અમદાવાદ કે સ્ટેશન પે કુલી લોગ કો
ધંધે કે ટાઈમ પે છેડેગા ઔર વો ભી સલીમ કો તો સાલે ચીર કે રખ દેગા.ઔર વૈસે ભી તેરા
કૌન સા સીટ મૈ મારા હૈ,તુ કાઈકુ મેરે સાથ પંગા લેતા હૈ.ચુપચાપ બૈઠ ના?” પછી બીજા
પેસેન્જરની સામે જોઈને બોલ્યો “ચલો સાબ દેખ લો આપ કો સીટ મિલ ગયા હૈ,ચલો મેરે સૌ
રુપીયા નિકાલો.”
પણ આ બધુ જોઈને
પેલો પેસેન્જર તો હેબતાઈ જ ગયેલો “ અરે સલીમભાઈ આગે જા કે ફિર સે મેરે કો ઉઠા દેંગે
તો?યે કહા ફંસા દિયા મેરે કો?”કે ફિર સે મેરે કો ઉઠા દેંગે તો?યે કહા ફંસા દિયા
મેરે કો?”
સલીમે
ખિસ્સામાંથી છરો કાઢ્યો “અબે ડરતા ક્યો હૈ,વાપસ આકે સલીમભાઈ કો બોલને કા કી કૌન
સલીમભાઈને દિયેલી સેટ તેરે સે છીના?ફિર દેખના તુ?અખ્ખા લાઈફ મે વો કભી ટ્રેઈન કા
નામ નહી લેંગા.તુ બેઠ રે.”
એટલામા ચેતનનો
પિત્તો ગયો “અરે બેઠ કૈસે.બાપુજી કા રાજ હૈ ક્યા?” એટલુ કહીને સીધો જ પેલા સલીમનો
કોલર પકડ્યો આથી સલીમે એના ઉપર છરો મારવાની કોશીશ કરી.જોરૂભા તો આ તમાશાને કારણે
દુર જ ઉભા રહીને જોઈ શકતા હતા અને ચેતનને બચાવી નહોતા શકતા.પણ પછી એમણે જે જોયુ એ
જોઈને એમનો ચેતન વિશેનો આખો ખ્યાલ જ બદલાઈ ગયો.
એ સુકલકડી ચેતને
પહેલા તો સલીમનો છરાવાળૉ હાથ જોરથી પોતાનાથી દુર કર્યો અને પછી મોકો મળતા જ એક લાત
તબિયતથી સલીમને ફટકારી દીધી.આથી છરો ઉડીને બારીની બહાર ગયો.પછી તો ચેતન સીધો જ
સલીમની ઉપર ચડીને બેસી ગયો અને બેફામ મુક્કાઓ અને લાતો મારવા લાગ્યો અને સલીમને
લોહીલુહાણ કરી નાખ્યો.બહાર કુલીઓનુ ટોળુ ભેગુ થઈ ગયેલુ પણ ચેતનનુ રૂપ જોયા પછી
હરામ બરોબર કોઈની હિમ્મત હોય કે એને રોકવા વચ્ચે પડે.પછી એટલાથી જ નહી અટકતા એ
સલીમને મારતો મારતો ક્યાંક લઈને ગયો.આથી બધી જ ભીડ એની પાછળ પાછળ ગઈ.પેલો પેસેન્જર
તો આ બધુ જોઈને ત્યાંથી રફૂચક્કર જ થઈ ગયો.આથી જોરૂભા પોતાની સીટ ઉપર આવીને બેસી
ગયા.પહેલા તેમને થયુ કે એમણે ચેતનની મદદે જવુ જોઈએ પણ અત્યારે તેઓ કોઈ બીજા લફડામા
પડવા નહી માંગતા હોવાથી અને ચેતનનુ જે રૂપ જોયુ હતુ એ જોઈને એમને વિશ્વાસ હતો કે
ચેતનને મદદની કોઈ જ જરુરત નથી.
થોડી જ વારમા
ટ્રેઈન ઉપડવાની સીટી વાગી ત્યા તો ચેતન આવી પહોંચ્યો.એના કપડા ચુંથાઈ ગયેલા
હતા.શર્ટનું ઉપરનુ એક બટન ફાટી ગયું
હતું.એ આવીને બેઠો ત્યાં જ એનુ ધ્યાન એના કાંડા ઉપર ગયુ કે એની ઘડીયાળ નથી.તો નીચે
વળીને જોતા જ એ સામેની સીટ નીચેથી મળી આવી.અને એણે બોલવાનુ શરુ કર્યુ
“સાલાને મારતો
મારતો પોલીસ સ્ટેશન લઈ ગયો.પણ ફરજ પરનો પોલીસ કોન્સ્ટેબલ્પણ સાલો માદર.... પીધેલો
હતો.એને પણ ગાળો દીધી અને પેલા સલીમને ત્યા નાખીને પાછો આવી ગયો.આ સાલા
પોલીસવાળાઓ.......” ત્યાંજ એને કાઈક યાદ આવતા એ બોલ્યો “સોરી સાહેબ આપ અહી બેઠા છો
એ તો હુ ભુલી જ ગયેલો.”
જોરૂભા બોલ્યા
“હવે હુ પોલીસ ફોર્સમા નથી.મે રાજીનામુ આપી દીધુ છે અને હુ એ લોકો વિશે બધુ જ જાણુ
છુ.”
ચેતન માણેકે
કહ્યુ “સાહેબ જો આપને વાંધો ના હોય તો આપ કહેશો કે આપ મુંબઈ શા માટે જઈ રહ્યા છો?”
જોરૂભાએ કહ્યુ કે
“નહી હાલ તો કોઈ જ યોજના નથી.બસ એમ જ મુંબઈ વિશે અને ત્યાંના લોકો વિશે ઘણુ
સાંભળેલુ છે.નોકરી ચાલુ હતી ત્યારે તો ઘરવાળાઓ માટે પણ પુરતો સમય નહોત મળી શકતો પણ
હવે સમય જ સમય છે તો થયુ કે મુંબઈને નજદીક થી જોઉં અને જાણુ.”
ચેતન માણેક પણ
હોશિયાર હતો એણે કહ્યુ “મને ખબર છે સાહેબ તમે એમ સીધો તો મારો વિશ્વાસ નહી જ કરો
પણ જે મુંબઈને જોવા જાણવા તમે આવો છો એ મુંબઈ તમે એકલા નહી જોઈ શકો અને હુ એ તમને
ખુબ જ નજીકથી અને સારી રીતે બતાવી શકીશ.” એમ કહીને પોતાનુ કાર્ડ જોરૂભાને આપ્યુ.
આ સાંભળીને
જોરૂભા ચમક્યા પણ પોતાના ભાવો કળાવા દીધા વગર એમણે ચેતન માણેકનુ કાર્ડ હાથમા લીધુ
નિરાંતે વાંચ્યુ અને સાચવીને વોલેટમા મુકી દીધુ.પછી બોલ્યા
“તારી વાત સાચી
છે હવે હુ કોઈ ઉપર પણ બહુ જલ્દી ભરોસો કરતો જ નથી પણ તારુ અત્યારનુ રૂપ જોઈને હું ખરેખર
પ્રભાવીત થયો છુ.હું જરૂર પડ્શે તો તારો સપર્ક સામેથી કરીશ.”
પછી મુંબઈ સુધી
કોઈજ લાંબી વાતચીત થઈ નહીં અને ત્યાં પહોંચીને તેઓ જાણે એકબીજાને ઓળખતા જ ના હોય
એમ છુટા પડી ગયા.
ત્યાર બાદ થોડા
દિવસો તો એમણે મુંબઈ દર્શનમાં જ વિતાવ્યા કેમકે હાલમાં જ એમણે પોલીસ ફોર્સ છોડેલી હોઈને એમનો પીછો થવાની શક્યતા ઓછી
નહોતી.તેમણે મુંબઈની લોકલ ટ્રેઈનમા આખો દિવસ અનલિમિટેડ ચાલે એવો ડેઈલી પાસ કઢાવી
લીધો.તેઓ પહેલા એસ્સેલ વર્લ્ડ,વોટર કિંગડમ,ફિલ્મ સીટી,મહાલક્ષ્મી,જુહુ બીચ,ઇસ્કોન ટેમ્પલવગેરે
સ્થળૉએ ફર્યા.પછી તેઓ એક દિવસ “ગેઈટ વે ઓફ
ઈંડિયા” પહોંચ્યા.ત્યાં જઈને એમણે એલીફન્ટા કેવ્ઝની બોટની ટિકીટ ખરીદીને એમા
બેઠા.એલિફન્ટા કેવ્ઝ જવા માટે જતી બોટમા બેસો એટલે તમને દુર દુર દરિયામા ફરતી શીપ
જોવા મળે સાથે જ ખુબ જ ભયંકર ઝોલા ખાતા મોજાઓમા નાની બોટમા જો તમને દરિયાની
મુસાફરીનો અનુભવ ના હોય તો ખુબ જ બીક લાગવા માંડે.ખુબ જ ઉંચે અને ઘડીકમા એકદમ નીચે
જતી બોટ મા બેસીને એમ જ લાગે કે બોટ હમણા ઉંધી વળી જશે.કાચાપોચાના તો શ્વાસ જ
અધ્ધર થઈ જાય.થોડીવાર એલીફન્ટા જવાની શરુઆતમા તો બોટમા સ્ત્રીઓ-બાળકોની ચીસાચીસ જ
સંભળાતી હતી પણ પછી ધીમેધીમે સૌ ટેવાઈ ગયા.ત્યાં પહોંચીને એમને સુચના આપી દેવામાં
આવી કે એમની પાસે એક થી દોઢ કલાકનો સમય છે
તેઓ બીજા પેસેન્જર્સને લઈને પાછા આવે એટલે એમને પાછા લઈ જશે.સૌ એ સમયસર પાછા આવી
જવું.
બધાની સાથે
જોરૂભા પણ એક ગાઈડ સાથે જોડાઈ ગયા.ગાઈડ એની રસાળ શૈલીમા બધાને ત્યાંની મુર્તીઓ
વિશે જણાવી રહ્યો હતો જેમા થોડી થોડી વારે રમુજ કરતો રહેતો હતો આથી લોકોને મજા
આવતી હતી.પણ જોરૂભા ના કાનમાં તો બોટમાં સાંભળેલી વાત જ યાદ આવતી હતી કે
“અહી સામે દેખાય
છે એ “ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર” છે.ભારતનુ સૌથી હાઈ સીક્યોરીટી એલર્ટ ધરાવતુ
સેન્ટર.” આટલુ સાંભળતાં જ જોરૂભાએ બાજુવાળાનું બાયનોક્યુલર માંગીને લાંબો સમય સુધી
એને જોયા કર્યું.
જોરૂભાનુ ધ્યાન
અહીંની મુર્તીઓમાં કે ગાઈડની વાતમા લાગતું જ નહોતુ એના મનમા તો હજી પેલુ “BARC” નુ જ દ્ર્શ્ય દેખાતુ હતું.તેઓ વિચારોમાં ખોવાઈને
ઉભા હતા ત્યાં જ આખુ ટોળું આગળ વધી ગયું હતુ અને બીજુ ટોળુ આવવાની તૈયારીમા જ
હતું.પણ એક ઉંચો લાંબો શખ્સ કે જેણે ખુબ જ સલુકાઈથી અને કોઈ કંપનીના સી.ઈ.ઓ. જેવા
જ ઠસ્સાદાર વસ્ત્રો પહેરેલા હતા,માથાના વાળ કોઈ એક્ઝીક્યુટીવની સ્ટાઈલથી ઓળેલા
હતા,ટાઈટન આયીના ગ્લાસીસ પહેરેલા હતા જોરૂભાની બાજુમા આવ્યો અને બોલ્યો
“ગુડ આફટર નુન
જોરૂભા.”
આ સાંભળીને
જોરૂભા ચોંક્યા “તમે મને કઈ રીતે ઓળખો છો?તમે મારી જાસુસી કરો છો?”
પેલા આગંતુકે
કહ્યુ “જી બિલકુલ નહી.હા હુ તમને તમે મુંબઈ આવ્યા ત્યારથી જ ફોલો કરુ છુ.તમે જે
કામથી મુંબઈ આવ્યા છો એ કામમા તમને ફક્ત એક જ શખ્સ મદદ કરી શકે છે.”
જોરૂભાએ પુછ્યુ
“કોણ?”
પેલા આગંતુકે
કહ્યુ “એ તમને સમય આવ્યે ખબર પડી જ જશે.હાલ તો તમારે ફક્ત એટલુ જ કરવાનુ છે કે
અહીથી પાછા ફરીને હોટેલ તાજની બરાબર પાછળની ગલીમા એક હોટેલ છે “હોટેલ ડીસન્ટ” જેના
રૂમ નંબર ૩૧૩ માં તમારે જવાનુ છે.આગળની વિગત તમને ત્યાંથી મળી જશે.ત્યાં કોઈને પણ
રીસેપ્શન ઉપર મળવાની જરુરત નથી આ રહી રૂમની ચાવી.” એમ કહીને એણે કોઈ જુવે નહી એમ
હળવેકથી ચાવી જોરૂભાના હાથમા પકડાવી દીધી અને ઓલ ધી બેસ્ટ કહીને સડસડાટ એ ત્યાંથી ચાલ્યો ગયો.જોરૂભા હજી કાઈ વિચારે કે સવાલ પુછે એ
પહેલા તો એ પેલી ભીડને ચીરતો આગળ નીકળીને ગાયબ જ થઈ ગયો.જોરૂભાએ ધાર્યુ હોત તો એનો
પીછો કરી શકત પણ એમને આ વાતમા રસ પડ્યો હતો.આથી એમણે ચાવી ગોળગોળ ઘુમાવીને પોતાના
પોકેટમા નાખી દીધી અને ચુપચાપ આગળ ટોળામા જઈને ગાઈડની વાતો સાંભળવા લાગ્યા.અચાનક જ
એમને હવે ગાઈડની બધી જ વાતોમા રસ પડવા લાગ્યો!!!!!
વળતા બોટમા
ચુપચાપ બેસીને તેઓ દરિયાના મોજાઓને એકધારુ જોઈ રહ્યા.કિનારો આવતા જ એક મોટો ઠેકડો
મારીને તેઓ બોટ ઉપરથી નીચે ઉતર્યા અને સીધા જ હોટેલ તાજની તરફ ચાલવા લાગ્યા.તાજ
હોટેલ ઉપર પહોંચીને ત્યાંથી થોડું ચાલવું પડે એમ હતુ.તેઓ એકધારુ ચાલી જ રહ્યા હતા
પણ સતત એમનુ મન વિચારોના વમળમા ઘુમરાતુ હતુ.એકબાજુ એમને એ વિચારો કોરી ખાતા હતા કે
કોણ હશે કે જે એમને આ રીતે મળવા માંગે છે?જ્યારે સતત એક તરફ દરિયો અને બીજી તરફ
હોટેલ હોવા છતાં પણ એને એમ જ લાગતુ હતુ કે ચારે દિશાઓમાંથી કોઈ એમની ઉપર નજર રાખી
રહ્યું છે.એ નજર એમને ભોંકાતી હતી પણ
પકડાતી નહોતી.પણ એમને બેચેની એમના મોં ઉપર જરા પણ દર્શાવ્યા વગર તેઓ ચુપચાપ સીધા જ
ચાલ્યા ને રોડ પુરો થતાં જ ત્યાં થી જમણી તરફ વળીને પાછા યુ ટર્ન મારીને ફરીથી જે
દિશામાંથી આવ્યા હતા એ જ તરફ આવવા લાગ્યા.થોડી જ વારમા એક મોટું બોર્ડ દેખાયુ
“હોટેલ ડીસન્ટ”.દેખાવથી જ એક સામાન્ય કક્ષાની હોટેલ જણાતી હતી.આવા વિસ્તારમા આવી
હોટેલ આશ્ચર્યજનક તો હતી જ પણ મુંબઈમા કશું જ અશક્ય નથી.આથી તેઓ કાંઈ જ વિચાર્યા
વગર સીધા જ હોટેલ મા ઘુસીને લિફ્ટ તરફ ગયા.એમણે લિફ્ટનુ બટન દબાવ્યુ થોડી જ વારમા
લિફ્ટ ખુલી ગઈ.એમા લિફ્ટ્મેન નહોતો જાતે જ ઓપરેટ કરવાની હતી આથી એમણે ત્રીજામાળનુ
બટન દબાવ્યું.અત્યારે બંધ લિફ્ટમા પણ એમને કોઈની નજરો ખુંચતી હતી.એમણે ચારે તરફ
જોયુ ક્યાયે સી.સી.ટી.વી. કેમેરા દેખાતા નહોતા.પણ ચંચળ મનની ચંચળતાનો કોઈ જ અંત
નથી હોતો.આખરે ત્રીજો માળ આવતા જ લિફ્ટ ખટકા સાથે ઉભી રહી.જોરૂભા એમાંથી
ઉતર્યા.ઉતરીને સીધા જ ડાબે જમણે જોઈને 313 નંબરનો રૂમ ચેક કરીને ત્યાં પહોંચી
ગયા.રૂમ પાસે પહોંચીને એમણે આજુબાજુ નજર ઘુમાવી,એમને જોનારુ કોઈ જ ત્યાં
નહોતુ.એમણે એક ઉંડો શ્વાસ લીધો અને પોકેટમાથી રૂમની ચાવી કાઢી.ચાવી લોકમા નાખીને
ઘુમાવતા જ ખટાકા સાથે લોક ખુલી ગયું.તેઓ ધીમા પગલે રૂમમા પ્રવેશ્યા અંદર જઈને એમણે
રૂમ ફરીથી બંધ કર્યો.પોતાની લાઈસન્સ વાળી ગન ચેક કરી લીધી અને રૂમમાં અંદરની તરફ
આગળ વધ્યા.રૂમમા ખુબ જ ઝાંખી લાઈટ હતી.જેના ઝાંખ પ્રકાશમા બેડ ઉપર કોઈ આકાર એમને
દેખાયો.નજીક જઈને જોયું તો એક અતિશય સ્વરુપવાન રશિયન યુવતી ફક્ત આંત:વસ્ત્રો
પહેરીને એમને ઈજન દઈ રહી હતી.પણ જોરૂભાએ એની સામે એક સેકન્ડ પણ નજર ટકાવ્યા વગર
રૂમના બીજા ખુણા તપાસવાના શરુ કરી દીધા.રૂમના દરેક ખુણા તપાસ્યા બાદ પણ કોઈ નજર
નહી આવતા જ તેઓ રૂમમાથી બહાર નીકળવા લાગ્યા ત્યાં જ પેલી યુવતીએ એમને પાછળથી
પકડીને બેડ તરફ ખેંચવાની કોશીશ કરી.પણ જોરૂભાએ ખુબ જ સલુકાઈથી પેલી યુવતીથી પોતાની
જાતને છોડાવીને બહારની તરફ ચાલવા લાગ્યા.અચાનક જ રૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો.રૂમની
બહારથી કોઈએ ચાવી લોકમા ઘુમાવીને લોક ખોલ્યું અને બે લોકો રૂમમાં પ્રવેશ્યા.એમાંથી
એક વ્યક્તી હતી ચેતન માણેક જ્યારે બીજી વ્યક્તી એકદમ ક્લીન શેવ હતી.કોઈ ફિલ્મના
હીરોને પણ આંટી મારે એવી એની પર્સનાલીટી હતી.એણે બ્રાન્ડેડ ડેનીમ અને ટી-શર્ટ પહેરેલા
હતા.સાથે જ કિંમતી શુઝ,રિસ્ટ વોચ અને ગ્લાસીસ પણ ખરા જ .આવી વ્યક્તી આટલી મીડીયમ
બજેટ હોટેલમા શુ કરી રહી હતી એ જોરૂભાને સમજાતુ નહોતુ.એ વ્યક્તીએ આવતાવેંત જ પેલી
યુવતીને ઈશારો કર્યો એટલે પેલી યુવતી ફટાફટ પોતાના કપડા ઉઠાવીને રૂમની બહાર નીકળી
ગઈ.એના જતા જ ચેતન માણેકે રૂમને અંદરથી ફરીથી લોક કરી દીધો.રૂમના એક ખુણામાં
નાનકડુ ટેબલ હતુ જ્યાં ત્રણ ખુરશીઓ પડી હતી.એ વ્યક્તી એ જોરૂભાને એ ખુરશી તરફ
ઈશારો કરીને બેસવાનુ કહ્યું.
ત્રણેય લોકો
ખુરશી ઉપર ગોઠવાઈ ગયા.ટેબલ ઉપર બ્લેક લેબલની બોટલ પડી હતી.પેલી વ્યક્તીએ જોરૂભાને
પુછ્યું “વિથ સોડા ઓર વોટર?”
જોરૂભાએ કહ્યુ
“વિથ સોડા બટ મોર આઈસ ક્યુબસ એન્ડ મેઈક સ્ટ્રોંગ”
પેલી વ્યક્તીએ
ત્રણ પેગ બનાવ્યા અને પછી ઉભા થઈને નીચા નમીને અદબથી બોલ્યા “જેટલુ ચેતને કહેલુ
બિલકુલ એ જ પર્સનાલીટી છે આપની જોરૂભા.”
પછી બેસીને ત્રણે ય જણે પોતપોતાના ગ્લાસ
ઉઠાવીને ચીયર્સ કહીને વ્હીસ્કીની ચુસ્કી લેવાની શરુઆત કરી સાથે જ ફ્રાઈડ
કાજુની બાઈટ્સ પણ હતી.એ વ્યક્તીએ ફરી બોલવાનુ શરુ કર્યું
“આટલી ખુબસુરત
લલના સામે હોય અને કોઈ વ્યક્તી એની સામે પણ જોયા વગર રૂમમા બીજું કોણ છે એ જોવાને
વધારે મહત્વ આપે એવુ જવલ્લે જ બને.અરે રૂમમાં કોઈ નથી એ કન્ફર્મ થયા પછી પણ એ
યુવતીની સામે પણ ના જુએ એટલો ફોકસ્ડ માણસની જ મારે જરુર છે.જે તમારાથી યોગ્ય કોઈ
હોઈ જ ના શકે.જે મારા સમગ્ર પ્લાન ને એક્ઝીક્યુટ કરે અને એને લીડ કરીને સફળતા પણ
મેળવે.જેને પોતાના એક સમયે પોતાના લક્ષ્ય સિવાય બીજુ કાંઈ જ ના દેખાતુ હોય.જેના
મજબુત મનને દુનિયાનુ સૌથી જુનુ અને સફળ હથિયાર ખુબસુરત હસીનાઓ પણ જો ના છળાવી શકે
એ માણસને કોઈ જ ના ડગાવી શકે.સાલી બદનશીબ છે ગુજરાત પોલીસ કે તમને સસ્પેન્ડ કર્યા
અને સદનશીબ અમારા કે અમને તમારા જેવા યોગ્ય વ્યક્તી મળી ગયા.”
અત્યાર સુધી ધ્યાનથી
પુરી વાત સાંભળતા જોરૂભા વ્હીસ્કીની ચુસ્કી નિરાંતે લેતા લેતા બોલ્યા “તમે જે
કોઈપણ હો મને ખબર છે કે હાલ તમારુ સાચુ નામ નહીં જ જણાવો એટલે હુ પુછીશ પણ નહી.પણ
ફક્ત આ ચેતન માણેકની થોડીવારની મુલાકાતને કારણે અને એનાથી થોડો પ્રભાવીત થવાને
કારણે તમે એમ કઈ રીતે માની લીધું કે હું કોઈ ગેરકાનુની કામ કરવા માટે રાજી થઈ
જઈશ.”
પેલી વ્યક્તીએ
કહ્યુ “જી બિલકુલ નહી હું તમને મારું નામ જણાવીશ મારુ નામ છે સુલતાન,રિયાઝ સુલતાન.તમે
કામ કરશો જ એની મને ખાતરી છે ચેતનને કારણે નહી પણ પોતાના માટે.સૌથી પહેલુ કે તમે
મુંબઈ શા માટે આવ્યા છો એ તમે ભલે ચેતનને ના જણાવ્યું હોય પણ મને ખબર છે કે તમે
અહીં તમારી અંદરનો પોલીસ હજી મર્યો નથી અને તમારા ઉપર આજીવન લાંછન લગાડનાર
વ્યક્ત્તી કોણ હતુ એની તપાસમા જ તમે અહીં આવ્યા છો.હું તમને એનું નામ અને સરનામું
આપીશ.બદલામા તમારે મારો એક પ્રોજેક્ટ લીડ કરવાનુ વચન આપવું પડશે.જે તમારા બીજા
કારણ સાથે જ સંકળાયેલુ છે,તમે હવે પોલીસમા પાછા તો ફરવા માંગતા જ નથી પણ તમારી
જાતને સાબીત કરવા માટે કોઈક મોટી યોજનાની તલાશમાં છો કે જે આજીવન તમારુ માથુ
ગર્વથી ઉચુ કરી દ્યે.જે મારાથી વધુ યોગ્ય તમને કોઈ જ નહી આપી શકે.”
જોરૂભાએ નિરાંતે
પેગ ખતમ કર્યો અને બીજો ભરવાનો ઈશારો કર્યો અને બોલ્યા “વેલ તમારુ પહેલુ કારણ તો
સાચું છે.હું એ વ્યક્તીને શોધવા જ આવ્યો છુ.પણ બીજુ કારણ અર્ધ સત્ય છે.મારી જાતને
સાબીત કરવા માટે મારે ગુનાખોરીની દુનિયામાં જ પ્રવેશવુ એ જરુરી તો નથી.”
રિયાઝે કહ્યુ
“જુઓ જોરૂભા ભલે તમે જાણૉ છો કે તમે નિર્દોષ છો પણ ટેકનીકલી તમે એક રજીસ્ટર્ડ
ગુનેગાર છો અને જો હું તમને એના માટે જવાબદાર દુશ્મનનુ નામ અને સરનામું આપીશ એટલે
તમે સો ટકા એને ખતમ કરી જ નાખશો.હાલ તમે પોલીસમા નથી આથી તમે પાક્કા ક્રીમીનલ બની
જશો.તો તમે ઓલરેડી ગુનાખોરીની દુનિયામા પ્રવેશી જ ચુક્યા હો તો તમને આવો લાઈફટાઈમ
ચાન્સ કોણ આપી શકવાનુ છે?મારા સિવાય તમને બીજુ કોઈ જ એ વ્યક્તીનુ નામ નહી આપે.”
બીજો પેગ ઉઠાવીને
એકી શ્વાસે પુરો કર્યા બાદ અચાનક જ જોરૂભા બોલ્યા “ડન”
રિયાઝ આ સાંભળીને
ખડખડાટ હસ્યો અને બાદમા બીજો પેગ પીવાનુ શરુ કરતા બોલ્યો “સિગારેટ?”
જોરૂભા બોલ્યા “
ડ્રિંક અને સ્મોક સાથે ક્યારેય નહી.”
રિયાઝ મજાકમા
બોલ્યો “ તમે ગિરફ્તાર મુવીને બહુ ગંભીરતાથી લીધુ લાગે છે,રજનીકાંતના ફેન છો?” પછી
પોતે એક સિગારેટ સળગાવીને પીવા લાગ્યો.
જોરૂભા બોલ્યા
“ના બિલકુલ નહી.હુ વર્ષોથી મુવીઝ જોતો જ નથી.જોવાનો સમય જ ક્યા છે?એ વ્યક્તીનુ નામ
અને સરનામું બતાવો.”
રિયાઝ બોલ્યો
“અરે તમે પુછશો નહી કે હું જે કામ તમને સોંપવાનો છું એ શુ છે?”
જોરૂભા બોલ્યા
“તમે મારા ઉપર કરેલી રીસર્ચ જ બતાવે છે કે એ કામ મારા સિવાય કોઈ કરે એવુ તમને કદાચ
નહી લાગતુ હોયા.બીજુ તમને મારા ઉપર પુરો વિશ્વાસ છે કે એ કામ હું જ કરી શકીશ અને
મને કોઈનો વિશ્વાસ તોડવાની આદત હજીપણ નથી.” એમ કહીને જોરૂભાએ એમનો પેગ ખતમ કર્યો.
રિયાઝનુ
અટ્ટહાસ્ય એ હોટેલના બંધ કમરામા ગુંજી ઉઠ્યુ અને પછી સિગારેટના કશ લેતાલેતા એણે એ
વ્યક્તીનું નામ બતાવતાં જ જોરૂભાની આંખમાં ખુન્નસ ક્ષણભર માટે આવ્યું અને ચાલ્યું
ગયું.
રિયાઝ બોલ્યો “એ
વ્યક્તીનું નામ છે હારુન યુસુફ.અન્ડરવર્લ્ડમાં અમુક નામ નામચીન હોય છે કે જે
લોકોને ખોફ બતાવવા માટે જાહેર કરવામાં આવ્યા હોય છે,પણ માસ્ટર માઈન્ડના નામો બહુ
ગુપ્ત હોય છે.હારુન યુસુફ એમાંથી એક છે.હારુન યુસુફને સુલતાન એહમદ સાથે કાંઈ જ
લેવાદેવા નથી ઉલ્ટાના બંન્ને દુશ્મનો છે.ઈલિયાસ વિશે આઈ.બી.ને ઈનપુટ હારુને જ
પહોચાડેલી અને તમને ફસાવવાની તરકીબ પણ એની જ હતી.એને ખબર હતી કે ઈલિયાસનું
એનકાઉન્ટર થયા બાદ તમને છંછેડવાથી તમને સીધી શંકા સુલતાન એહમદ ઉપર જ જાય અને તમે
એને પતાવી દ્યો એટલે એને ટાઢા પાણીએ ખસ જાય અને મુંબઈમાં અન્ડરવર્લ્ડમાં હારુન ઉપર
કોઈ ગેંગવોરનો આક્ષેપ પણ ના નાખી શકે.પણ એના આ તમામ કાવતરાની આ વિડીયો ટેપ મારી
પાસે છે.જે જોયા બાદ આપને સો ટકા વિશ્વાસ આવી જશે.”
રિયાઝે વિડીયો
ચાલુ કર્યો.જોરૂભાએ નિરાંતે એ વિડીયો જોયો.એમના મો ઉપર કોઈ જ એક્ષપ્રેશન
નહોતા.વિડીયો પુરો થયા બાદ એમણે ખાલી એટલુ જ પુછ્યુ કે “હારુન ક્યાં રહે છે?”
રિયાઝે કહ્યુ “જોરૂભા
એ જ્યાં રહે છે ત્યાં સહીસલામત પહોંચીને હારુનને પતાવીને જીવતા બહાર નીકળવું લગભગ
અશક્ય છે.કેમકે એ એટલી ગીચ ઝુંપડપટ્ટી છે કે ત્યાં પોલીસ દિવસે પણ જતા સો વખત
વિચાર કરે છે.પણ તમારે ત્યાં જવાનું છે અને હારુનને પતાવીને ત્યાંથી સહીસલામત પાછા
પણ ફરવાનુ છે.મદદ માટે ફક્ત આ ચેતન માણેક તમારી સાથે રહેશે.”
જોરૂભાએ કહ્યુ
“ઠીક છે હુ ત્યાં રાતે જઈશ અને એ પણ આજે જ.”
રિયાઝ બોલ્યો
“અરે જોરૂભા આપ જોશમા હોશ ગુમાવો છો,ત્યાં દિવસે પણ જવુ અઘરુ છે જ્યારે અહી
મુંબઈમા અન્ડરવર્લ્ડ રાત્રે જ વધુ એલર્ટ થઈને જાગતુ હોય છે.એટલે થોડા દિવસો રેકી
કરી લ્યો અને પછી દિવસે જવાનુ રાખો.”
જોરૂભા બોલ્યા
“શિકાર બિલકુલ સામે હોય પછી રાહ જોવાની મારી આદત નથી.રહી વાત દિવસ કે રાતની તો તમે
જ કહ્યુ કે દિવસે પણ જો ત્યાં પોલીસ જવાની હિમ્મત ના કરતી હોય તો એ લોકો સો ટકા
ઓવર કોન્ફિડેન્સમા હોય જેનો જ ફાયદો ઉઠાવવાનો હોય.બીજુ રેકી કરવા માટે મારે ત્યા
અંદર તો જવુ જ પડે અને જો કોઈ શંકા જાય તો બધો જ પ્લાન પડી ભાંગે.એટલે આજે જ હુ
અને ચેતન ત્યાં જઈશુ અને હારુનને મારીને પાછા ફરીશું.”
રિયાઝે કહ્યુ
“જોરૂભા આટલો બધો ઓવરકોન્ફિડેન્સ સારી વાત નથી.”
જોરૂભાએ કહ્યુ
“જે ચેતનને હુ ઓળખુ છે એ મને સાથ આપશે.શુ કહેવુ છે ચેતન?”
ચેતન માણેકે
કહ્યુ “બિલકુલ જોરૂભા.આજે જ જઈએ.”
જોરૂભાએ સ્મિત
સાથે રિયાઝની સામે જોયુ અને રિયાઝે સરન્ડરની મુદ્રા કરતા હસતા હસતા કહ્યુ “ઓકે
જોરૂભા.એઝ યુ વિશ.જે ટુંકું હુ આપને ઓળખ્યો છુ એ મુજબ હવે આપ આપનુ ધાર્યુ જ કરવાના
છો એટલે આપને રોકવાનો કોઈ જ અર્થ નથી.”
જોરૂભા બોલ્યા
“અને હુ જેટલો આપને ઓળખ્યો છુ એ મુજબ આપે હારુનનુ નામ એટલા માટે જ મને બતાવ્યું છે
કે આપને જે બીજુ કામ છે એ કરવાલાયક હુ છુ કે નહી એની આપને ખાતરી થઈ જાય.”
રિયાઝ થોડો ભોંઠો
પડ્યો બાદમા હસતા હસતા બોલ્યો “આપની વાત બિલકુલ સાચી છે પણ હવે મને કોઈજ શંકા નથી.મને ખાતરી છે કે તમે આજે પણ કામિયાબ
થશો અને મારા મુળ મિશનમા પણ કામિયાબ થશો.”
અને તેઓ રાતના
મિશનની તૈયારીમાં લાગી ગયા.
......................................................................................................
હોટેલ ડીસન્ટથી
જોરૂભા અને ચેતન માણેક સીધા જ કાર લઈને એ ટાઈગર વાડીની ઝુપડપટ્ટીની બરાબર સામેની
ગલીમા જઈને કાર પાર્ક કરી આવ્યા.એમના સદનશીબે એ દિવસે ત્યાં કવ્વાલીનો જશ્ન હોવાથી
ભરપુર ભીડ હતી બહાર મોટામોટા હોર્ડીંગ લાગેલા હતા અને અનેક લોકો ત્યા જઈ રહ્યા
હતા.એ જોઈને એમણે ફટાફટ કાર ફરીથી કાઢી અને નજીકના જ શો રૂમમા જઈને એક લોકલ ટીવી
ચેનલના રીપોર્ટર જેવો હેન્ડીકેમ ખરીદી લીધો,સફેદ પઠાણી પહેરી લીધા અને દાઢી પણ
લગાવી લીધી.જ્યારી બીજી વેશ પલ્ટાની ચીજ વસ્તુઓ ખરીદી જે તેમણે કેમેરાની બેગમા જ
છુપાવી દીધી.પછી તેઓ ફરીથી ત્યા જ આવીને ગાડી પાર્ક કરી.હવે તેઓ ભીડમા આસાનીથી
અંદર ઘુસી ગયા.પણ ખરી મુશ્કેલી હવે જ હતી કેમકે અંદર જઈને હારુનનુ ઘર કઈ તરફ
આવ્યું એ પુછવામા જોખમ હતું ત્યાં જ અચાનક જ જોરૂભાનુ ધ્યાન કવ્વાલીના હોર્ડીંગ
તરફ ગયુ જેમા “જશ્ન એ કવ્વાલી” ના ચીફ ગેસ્ટ તરીકે હારૂન યુસુફનુ નામ લખેલુ હતુ
અને ઉદ્ઘાટનનો સમય હતો બરાબર ૯ વાગ્યાનો અને અત્યારે ઘડીયાલમા ૮:૪૦ થઈ હતી
કવ્વાલીના સ્થળ ઉપર એને મારવો એટલે મોતને સામેથી આમંત્રણ દેવુ કેમકે પોલીસમા
હોવાને લીધે ગલી ગલીએ હારૂનના છુપા વેશમા ફરતા ચોકીદારો જોરૂભાની નજરમા આવી જ
ગયેલા.એ ઉપરાંત ઓફિશીયલ સીક્યોરીટી તો જુદી જ.આથી હવે ફક્ત ૨૦ મિનીટ હતા એમની પાસે
કે જેમા એમણે આવડા મોટા વિસ્તારમાથી હારૂનને શોધવાનો હતો અને સાથે જ એને મારીને
નીકળવાનું પણ હતુ.
ત્યાં જ પાછળથી
એક ઉંચા અને કદાવર દાઢીધારી શખ્સે ચેતનના ખભે હાથ મુકીને ખુબ જ અદબથી પુછ્યુ “जनाब
आप दोनों कहाँ से तशरीफ ला रहे है?”
આથી ચેતને બિલકુલ
ગભરાયા વગર જવાબ આપ્યો “जी जनाब हम न्यूझ चेनल
वाले है,हारून
साहब ने खुद हम को दावत दी थी।.”
એ માણસે પુછ્યુ “लेकिन
आप के गले मेन प्रैस लिखा हुआ कार्ड तो नही दिख रहा जनाब”
હવે જોરૂભાએ બાજી
સંભાળી લીધી “मियां ऐसा है की हम एक दूसरी जगह
गए हुए थे शूट करने के लिए वहाँ से हारून साहब का फोन आ गया तो सीधे यहाँ चले
आए।एक काम कीजीए आप पेहले हमारी तलाशी
लिजीए और फिर मेरे फोन से हारून साहब से
बात कर लिजीए। “
પણ પછી એ માણસને વિશ્વાસ બેસી ગયો એટલે એ બોલ્યો “नही बुरा मत मानिए
जनाब लेकिन आप तो जानते है हझार दुश्मन होते है ईस धंधे मे ईस लिए पुछना तो पड़ता
है।हारून साहब ने प्रैस वाले आते ही सीधे ही उनको
पेहले घर पे ले आने के लिए बोला था।“
એમ કહીને એ આગળ ચાલવા લાગ્યો અને જોરૂભા અને ચેતન એની પાછળ પાછળ ચાલવા
લાગ્યા.એ વ્યક્તીના આગળ મો કરતા જ જોરૂભા અને ચેતન માણેકે એકબીજાની સામે જોયુ
ત્યારે એમની આંખોમા એક અજબ ચમક આવી અને પળવારમાં ચાલી ગઈ.કવ્વાલીનુ ફંક્શન જ્યાં
થવાનું હતું ત્યાંથી બરાબર બાજુની જ ગલીમા સૌથી ઉંડી ગલીમા હારૂન યુસુફનુ મકાન
હતું.ખુબ જ સાંકડી ગલી હતી બંન્ને તરફ ફક્ત બારીઓ જ પડતી હતી જે બધી જ બંધ હતી.તેઓ
હજી અડધે જ રસ્તે પહોંચ્યા હતા ત્યાં જ સામેથી એક બીજો શખ્સ આવ્યો આથી જોરૂભા અને
ચેતન બંન્નેનો હાથ એમના ઝભ્ભાની અંદર ચાલ્યો ગયો.
પેલા વ્યક્તીએ પુછ્યુ “ जमाल कौन है ये लोग?”
તો જમાલ બોલ્યો “प्रैस के रीपोर्टर
है हारून साहबने खुद ईनहे किसी खास मकसद से बुलाया है।“
તો પેલો વ્યક્તી બોલ્યો “ लेकिन मै खुद अभी
अभी दो प्रैस रीपोर्टर लोगों को हारून साहब के वहाँ छोड के आ रहा हूँ।“
આટલુ સાંભળતા જ જમાલ ચીતાની જેમ ફર્યો પણ એનાથી પણ વધુ ચપળતાથી જોરૂભા એન
ચેતને એ બંન્નેની ગરદન ઉપર છરો એટલી સિફતથી ફેરવી દીધો કે લોહીનુ એક ટીપું પણ એમના
કપડા ઉપર ના રેડાય.થોડી જ સેકન્ડોમાં એ બંન્ને તરફડીને શાંત થઈ ગયા.એમને ત્યાં જ
છોડીને ફટાફટ તેઓ હારૂનના ઘર તરફ ચાલ્યા.એ ગલી પુરી થતા જ જમણી તરફ એક મોટી હવેલી
જેવુ મકાન હતુ એની બહાર કોઈ જ ચોકી પહેરો નહોતો પણ અંદર ચાર કદાવર લોકો એલએમજી
લઈને ઉપર જવાના રસ્તાને કવર કરીને આંટા મારી રહ્યા હતા.આથી જોરૂભા સમજી ગયા કે
હારૂન સો ટકા ઉપર જ છે.એમણે ચેતનને ચુપ રહેવાનો ઈશારો કર્યો અને સીધા જ એમાથી એક
સીક્યોરીટી વાળા તરફ દોડ્યા આથી બીજા બધાનુ ધ્યાન પણ એ તરફ ખેંચાયુ અને સૌ એલએમજી
તાકીને ઉભા રહી ગયા.
“अरे गझब हो गया हम लोग गली से आ रहे थे तो देखा वहा
दो आदमी पड़े थे उसमे से जमाल मे जान बाकी थी तो वो बोला की अभी अभी जो हारून साहब
से मिलने के लिए प्रैस वाले लोग आए है वो उनको मारने के लिए आए है और जैसे ही वो
ये बताने के लिए यहाँ आ रहा था तो रास्ते मे उसके साथियों ने उन दोनों को मार
गिराया और भाग खड़े उए।“
આ સાંભળતા જ ચારેય જણા સીધા જ પગથીયા ઠેકતા ઠેકતા ઉપરની તરફ ભાગ્યા.ઉપર રૂમમા
અત્યારે હારૂન યુસુફ અને પેલા બે પત્રકારો સિવાય કોઈ જ નહોતુ.આ લોકોએ ઉપર જઈને
કાંઈ જ વિચાર કર્યા વગર સીધા રૂમમાં ઘુસીને આડેધડ ગોળીબાર કરીને પેલા પત્રકારોને
મારી નાખ્યા. આ જોઈને હારૂન તો કાંઈ સમજી જ ના શક્યો કે આ શુ થઈ રહ્યું છે.પણ બીજી
જ સેકન્ડે રૂમની બહારથી જોરૂભા અને ચેતનની ગોળીઓથી પેલા ચારેય વીંધાઈને નીચે
પડ્યા.હજી હારૂન આ શુ થઈ રહ્યું છે એ સમજી જ નહોતો શકતો.આ ગોળીબાર થતાં જ અવાજ
સાંભળીને થોડી જ વારમા બાજુની ગલીમાથી લોકોને અહી આવતા વાર નહોતી લાગવાની આથી
જોરૂભાએ સીધા જ હારૂનના કપાળની બરાબર વચ્ચે ગન તાકીને ગુજરાતીમાં કહ્યું કેમકે જોરૂભાને ખબર હતી કે હારૂન ભારતની તમામ
ભાષાઓ બરાબર સમજતો હતો “ચુપચાપ અમારી આગળ ચાલીને અમને અહીંથી બહાર નીકળવામાં મદદ
કરીશ તો એટલીસ્ટ ત્યા સુધી તો જીવતો રહીશ નહીતર અત્યારે જ મરી જઈશ.બોલ શુ કરવું
છે?”
હારૂન બોલ્યો “પણ તમે છો કોણ?”
જોરૂભાએ કહ્યુ “એ રસ્તામા વાત કરી લઈશુ જલ્દી નક્કી કર શુ કરવુ છે?”
હારૂન બોલ્યો “મારી પાસે બીજી કોઈ ચોઈસ છે?જોરૂભા!!! “
જોરૂભાએ સ્મિત આપ્યુ અને એને આગળ ચાલવાનુ કહ્યુ અને બરાબર ગન પોઈન્ટ એને અડે એ
રીતે પઠાણી કમીઝના ખિસ્સામાથી એને અડાડીને એને સાથે ચાલવાનું કહ્યું.ચેતને એની ગન
ખિસ્સામાં નાખી દીધી.તેઓ નીચે ઉતર્યા ત્યાં સુધીમાં તો આખુ ટોળુ ત્યા ભેગુ થઈ
ગયેલુ પણ હારૂને એમને રોકી લીધા અને ઈશારાથી પાછળ ના આવવા કહ્યુ આથી સૌ ત્યાં જ
ઉભા રહી ગયા.હવે જોરૂભાએ ગન ખિસ્સામાંથી બહાર જ કાઢી લીધી અને પેલી સાંકડી
ગલીમાંથી નીકળવા લાગ્યા.
હારૂન બોલ્યો “તમે બહુ મોટુ રિસ્ક લીધું છે,જોરૂભા આ ગલી આપણે પાર કરીશુ ત્યાં
સુધીમાં તો મકાનમાંથી મારા લોકોએ ફોન કરીને બીજા લોકોને જાણ કરી દીધી હશે એ ગલીની
પેલે પાર ત્યાં પોઝીશન લઈને ગોઠવાઈ પણ ગયા
હશે.અહીથી મને લઈને જવાનું તમારા માટે અશક્ય છે જોરૂભા.આ ગલીની બહાર નીકળશો
એટલે વીંધાઈ જશો.” એટલામા હારૂનનુ ધ્યાન નીચે પડેલા જમાલ અને એના બીજા સાગરીતની
લાશ ઉપર પડ્યું અને એને પરિસ્થિતીની ગંભીરતા સમજાઈ ગઈ.
ગલીની વચ્ચોવચ પહોંચીને જોરૂભા અને ચેતને એકબીજાની સામે જોયુ અને જોરૂભા
બોલ્યા “જો હારૂન તને ખબર જ છે કે તેં મારી સાથે જે કર્યુ એનો બદલો લેવા માટે હું
અહી તને ઉઠાવી જવા નહી પણ શુટ કરવા જ આવ્યો હતો.અમને એમ હતું કે અહીંથી નીકળવું
આસાન હશે પણ હવે એવું લાગે છે કે અહીંથી નીકળવુ અશક્ય છે બહાર નીકળીશુ એટલે તારા
માણસો અમને ઘેરી જ લેશે.એટલે અમારો પ્લાન બદલીએ છીએ.અમે ધારીએ તો અત્યારે જ તને
શુટ કરી શકીએ છીએ પછી ભલેને અમે પણ શુટ થઈ જઈએ.પણ એમા બંન્નેને નુકશાન જ છે.એટલે આપણે
બુધ્ધીથી કામ લઈએ.આ ગલીના મકાનો જાજા ઉંચા નથી.જો તુ અમને બંન્નેને અહીંથી ઉપર છજા
સુધી ચડવામાં મદદ કરીશ તો અમે ત્યાંથી છત ઉપર ચડીને ત્યાંથી ઠેકીને આસાનીથી ભાગી
જઈ શકીશુ અને તને પણ કાંઈ જ નહી થાય.”
હારૂને વિચાર્યું કે “જમાલ સહીત આ લોકો હાલ છ લાશો તો બિછાવી ચુક્યા છે.જો ના
પાડીશ તો સો ટકા મને શુટ કરી જ દેશે.એ લોકો ઉપર ચડીને ભાગશે ત્યાંતો હું અને મારા
લોકો એમને ગમે એમ કરીને શોધીને શુટ કરી જ લઈશું.અહીંથી બહાર કેમ જશે.આ વિસ્તાર
એમના માટે અજાણ્યો છે.”
આમ વિચારીને એણે હા પાડી દીધી અને જોરૂભા એના ખભા ઉપર ચડીને ચેતનની મદદથી છજા
ઉપર ચડી ગયા.હવે ચેતન પણ હારૂનના ખભા ઉપર ચડ્યો ઉપરથી જોરૂભાએ હાથ લંબાવીને ચેતનને
ખેંચી લીધો.એ જ ઘડીએ હારૂનનો હાથ એની સંતાડેલી ગન ઉપર ગયો.પણ હજી એ ગન બહાર કાઢે એ
પહેલાં જ જોરૂભાએ એને વીંધી નાખ્યો.બીજા જ રાઉન્ડમાં હારૂન તરફડીને શાંત થઈ ગયેલો
પણ છતા યે જોરૂભાએ બીજી ત્રણ ગોળીઓ હારૂનને ધરબી દીધી.એમનું ચાલ્યુ હોત તો તેઓ ખુબ
જ ભયાનક મોત હારૂનને આપત.ગલીની પેલી તરફથી લોકો દોડતા આવવા લાગ્યા હતા.
એ જોઈને ચેતન બોલ્યો “જોરૂભા એ મરી ગયો છે.હવે વધુ ગોળીઓ વેડફો નહી હજી આપણે
બહાર પણ નીકળવાનું છે.બુલેટની જરુર પડશે.”
આથી ગોળીઓ છોડવાનું બંધ કરીને જોરૂભાએ છેલ્લી નફરત ભરી દ્રષ્ટી હારૂન તરફ
ફેંકી અને કુદીને છત ઉપર ચડી ગયા.પ્લાન મુજબ એમણે જી.પી.એસ. સિસ્ટેમ ચાલુ કરી દીધી
અને એમની કાર જ્યાં પાર્ક કરેલી હતી એ જગાનુ લોકેશન એક્ટીવેટ કરી દીધું.આથી એમને
તરત જ અહીંથી બહાર નીકળવાનુ ડાઈરેક્શન મળવા મંડ્યું.લાઈનબંધ અગાસીઓ ઠેકી ઠેકીને
તેઓ ખુબ જ ઝપાટાભેર ત્યાંથી ભાગવા લાગ્યાપણ હારૂનના આદમીઓ તરત જ એમનો પીછો કરવા
લાગ્યા.નીચે ગલીઓમાંથી અને પાછળની તરફ અગાસીમાંથી ધડાધડ ગોળીઓનો વરસાદ થવા
લાગ્યો.આથી જોરૂભા અને ચેતન પલટીને સામો ગોળીબાર કરવા લાગ્યા.જોરૂભાનુ નિશાન અચુક
હોવાથી એમાંથી બે ને તો એમણે ઢાળી જ દીધા.આથી એમનો પીછો કરનારા ગોળીઓથી બચવા
થોડીવાર છુપાઈ ગયા.એનો લાભ લઈને ચેતન અને જોરૂભા પણ એક અગાસીમા નીચે લપાઈને બેસી
ગયા
જોરૂભા બોલ્યા”ચેતન એક કામ કર હવે આપણે થોડા જ દુર છીએ રોડથી લોકેશન ખુબ જ
નજીક બતાવે છે.હુ આ લોકોને ફાયરીંગ કરીને રોકી રાખું છું,તું જઈને કાર સ્ટાર્ટ કર
હુ પાછળ જ આવું છું.”
ચેતન બોલ્યો “નહી જોરૂભા તમારુ અહીંથી સહી સલામત નીકળવું અગત્યનું છે.આપણે
બંન્ને અહીંથી નીકળી શકીએ એવુ મને નથી લાગતું.થોડી જ વારમા એ લોકો ફરીથી બહાર આવશે
અને ત્યારેએમને રોકવા અશક્ય થઈ પડશે.હું એ લોકોને ક્રોસ ફાયર કરીને અહીં જ રોકી
રાખું છું તમે જાઓ..”
જોરૂભા આવી પરિસ્થિતીમાં ઘણી વખત ફસાયેલા હોઈને તરત જ સમજી ગયા અને ઉભા થઈને
ફરીથી કુદ્યા ચેતન પણ ઉભો થઈ ગયો.પણ એટલામા ફરી પેલા લોકોમાંથી કોઈએ ફાયર કર્યું
જે જોરૂભાને લાગે એ પહેલા જ ચેતનને લાગી ગઈ.જે જોરૂભાએ જોયુ પણ હવે અહી ઉભા રહેવુ
એટલે મોતને દાવત દેવા બરાબર હતું.આથી તેઓ ખુબ જ ચપળતાથી કારની દિશા તરફ ભાગવા
લાગ્યા.ચેતને ફરીથી એની બધી જ બુલેટ પુરી થઈ ગઈ ત્યાં સુધી બેફામ ફાયરીંગ શરુ કરી
દીધુ.આથી પેલા લોકોને ફરીથી નીચે બેસી જવું પડ્યું.આ અગાસીઓ એવી રીતે આવેલી હતી કે
જેના ઉપર થઈને બહાર નીકળવુ ખુબ જ સહેલુ હતુ પણ ગલીઓમાંથી રોડ સુધી જવા માટે બહુ
લાંબો રુટ લેવો પડે.એટલે હજી ગલીઓમાંથી ભાગીને પીછો કરનારા આવે એ પહેલા તો જોરૂભા
કુદીને રોડ ઉપર આવી ગયા.નીચે કુદતી વખતે એમણે જ્યારે છેલ્લી વખત પાછળ વળીને જોયું
ત્યારે ચેતનની ગોળીઓ ખલાસ થઈ ચુકેલી.આથી પેલી તરફથી લોકોએ ચેતનને ગોળીઓથી વીંધી
નાખ્યો પણ નીચે પડતા પડતા પણ એ જોરૂભાને V ની મુદ્રા બતાવીને ફસડાઈ
પડ્યો.
જોરૂભાએ એમના દાઢીમુછ કાઢીને ફેંકી દીધા અને જઈને સીધા જ કાર ખોલીને સીટ ઉપર કુદ્યા.ઈગ્નીશન
કી ઘુમાવીને ગાડી સીધી જ ગીયરમા નાખી.કાર એક ઝાટકા સાથે ઉડવા લાગી.એમણે કારને જમણી
તરફ દોડાવી.ત્યાં થોડા લોકો રોડ સુધી આવી ગયેલા એમણે કાર ઉપર ગોળીઓનો વરસાદ ચાલુ
કરી દીધેલો એમાંથી થોડી કારને વાગેલી પણ ખરી છતા જે સ્પીડથી જોરૂભાએ કાર ને
ભગાવેલી નુકશાન ઓછુ થયેલુ.એ લોકોની બધી કાર તો અંદર હતી આથી કોઈ એમનો પીછો કરી
શકવાની હાલતમા જ નહોતા.જ્યારે આટલી ઉતાવળમા કારનો નંબર પણ નહોતા જોઈ શકેલા.આથી તેઓ
હતાશ થઈને ઉભા રહી ગયા.કાર થોડી આગળ ગઈ પછી જોરૂભાને ચેતન યાદ આવ્યો આમ તો એના
બચવાના કોઈ જ ચાન્સ નહોતા પણ એમણે ફોન કરવાનું વિચાર્યું.એમણે કારના ડેસ્ક બોર્ડ
ઉપર રાખેલો ફોન જોયો અને સીધો જ ચેતનનો નંબર બે-ત્રણ વખત ઘુમાવ્યો પણ નો રીપ્લાય
આવ્યો.આથી એ સમજી ગયા કે શુ થયુ હશે.પછી તરત જ એમણે એ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો.હવે
તેઓ કારને સીધી જ હોટેલ ડીસન્ટ તરફ લઈને જતા હતા ત્યાં જ રિયાઝનો ફોન આવ્યો.
“જોરૂભા હોટેલ ડીસન્ટ નહી આવતા.કારને નજીકમા ગમે ત્યા છોડીને રીક્ષા કે ટેક્ષી
પકડી લો.ત્યાંથી નજીકના કોઈપણ રેલ્વે સ્ટેશન જઈને લોકલ પકડીને સીધા જ ભાયંદર આવી
જાઓ..સ્ટેશનેથી ઉતરીને સીધા જ રીક્ષા પકડીને આનંદ એપાર્ટમેન્ટ આવી જજો. હું તમને
એડ્રેસ એસ.એમ.એસ. કરી દઉ છુ.”
આટલું કહીને રિયાઝે ફોન ડિસકનેક્ટ કરી દીધો.જોરૂભાએ કાર રોડ પુરો થતો હતો
ત્યાં ખુણામા કાર પાર્ક કરી દીધી.એમા જ કપડા બદલીને ત્યાંથી ટેક્ષી કરી
લીધી.ડ્રાઈવરને પુછ્યુ
“અહી નજીકમાં સ્ટેશન ક્યું પડશે?”
ટેક્ષીવાળાએ પુછ્યુ “મુંબઈમાં નવા છો સાહેબ? “
જોરૂભાએ કહ્યુ “હા.”
ટેક્ષીવાળાએ કહ્યું “નજીક કરતા તો ચર્ચગેટ જ લઈ લઉં છુ એ જ સારુ પડશે.”
જોરૂભા સમજી ગયા કે આ ટેક્ષીવાળૉ વધુ મીટર ના ચક્કર મા એમને ઉલ્લુ બનાવી રહ્યો
હતો પણ અત્યારે એમની પાસે બીજો કોઈ જ ઓપ્શન
નહોતો.તેઓ ચુપચાપ બેઠા રહ્યા.ટેક્ષીવાળાને ૫૦૦ની નોટ આપીને છુટ્ટા લીધા વગર
તેઓ ટ્રેઈનની ટિકીટ લેવા દોડ્યા.કેમકે હજી એમનો પીછો થવાની સંભાવના તો હતી જ.એકવાર
લોકલમા બેસે પછી ખતરો ઓછો.એમણે ભાયંદરની સિંગલ ટિકીટ લીધી અને સ્ટેશનની તરફ
ભાગ્યા.થોડીજ વારમા વિરારની ફાસ્ટ આવી ગઈ.આથી દોડીને તેઓ ડબ્બામાં ચડી ગયા.ઓફિસ
અવર નહી હોવાથી બિલકુલ ગરદી નહોતી આથી જોરૂભાને ભાગતા જોઈને થોડા લોકોને આશ્ચર્ય
થયુ જો કે મોટાભાગના ટીપીકલ મુંબઈકરને કોઈ જ ફરક ના પડ્યો.ટ્રેઈન ચાલુ થઈ એટલે
જોરૂભાને થોડી રાહત થઈ.પણ હજી એમને ડબ્બામા બેઠેલા લોકો એમને જ ઘુરતા હોય એવો ભાસ
થતો હતો.
મીરારોડ આવ્યુ ત્યા એમની પત્નીનો ફોન આવ્યો એમણે નિરાંતે એમની તથા બાળકોની
સાથે વાત કરી ત્યાં તો ભાયંદર આવી ગયું.જોરૂભા આરામથી નીચે ઉતર્યા બહાર નીકળ્યા
અને રીક્ષા કરીને બતાવેલા સરનામે આનંદ એપાર્ટમેન્ટ પહોચી ગયા.જઈને ત્રીજા માળે
જઈને એમણે ડોરબેલ વગાડી અને સામે જ રિયાઝ ઉભો હતો.અંદર બીજા થોડા લોકો પણ બેઠા
હતા.જોરૂભાના અંદર આવતા જ રિયાઝે થોડા બહાર નીકળીને ઉપર નીચે જોઈને ઝડપથી ડોર લોક કરી દીધુ.
Part-3
જોરૂભાની માનસિક સ્થિતી એમના હાંફમાં અને ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતી
હતી.તેઓ ફ્લેટમા દાખલ થઈને સીધા જ બાથરૂમ
તરફ ગયા નળમાંથી પાણી ચાલુ કર્યું અને મો ઉપર થોડી છાલક મારી.થોડી જ મિનીટોમા તેઓ નોર્મલ થઈ ગયા. બેસીનની બાજુમાં
લટકાવેલા નેપકીનથી એમણે પોતાનો ચહેરો લુછ્યો.બાદમા ફરીથી બધા બેઠા હતા ત્યાં આવી
ગયા.
ત્યા સુધીમાં રિયાઝ પોતાની જગા ઉપર બેસી ગયેલો.એક મીડીયમ સાઈઝ ડ્રોઈંગ રૂમ હતો
જેમા વચ્ચે એક મોટુ રાઉન્ડ ટેબલ હતું જે કદાચ ડાઈનીંગ ટેબલ જ હતુ પણ અત્યારે અહી
ડ્રોઈંગ રૂમમા લઈ લીધેલુ જણાતુ હતુ. જેની બરાબર મધ્યમાં બ્લેક લેબલની બે બોટલ
પડેલી હતી,આઈસ ક્યુબસનુ એક બોક્સ ભરેલુ હતુ.સાથે જ પાંચ ગ્લાસ પડ્યા હતા.જેની ફરતે
પાંચ ખુરશીઓ ગોઠવેલી હતી..ચાર મા બધા બેસી ગયેલા હતા ખાલી ખુરશી ઉપર જઈને જોરૂભા
બેસી ગયા અને ત્યાં હાજર લોકોને એકપછી એક જોવાનું શરુ કર્યું.એમાંથી બે તો જાણીતા
હતા.એક હતા બાબુરાવ ચિનાવલે મહારાષ્ટ્ર ની એક મોટી પોલીટીકલ પાર્ટીના રાષ્ટ્રીય
ઉપાધ્યક્ષ.એ કાયમ ટેલીવિઝન ઉપર દેખા દેતા હોવાથી એમનાથી તો કોઈપણ પરિચીત હોય
જ.જ્યારે બીજા હતા મિ.રોબિન રોય.જે ભારતના એક અગ્રગણ્ય ગ્રુપના સ્થાપક હોવાની સાથે
જ ખુબ જ પ્રતિષ્ઠિત બિઝનેસમેન હતા.
પણ ત્રીજી વ્યક્તીની સામે જોરૂભા જોઈ જ રહ્યા કેમકે એ ઓળખીતા હોવાનો તો સવાલ જ
નહોતો પણ એ ભારતીય પણ નહોતો.એ હબસી દેખાતો હતો.જોરૂભા જે રીતે એની સામે જોઈ રહ્યા
હતા એ જોઈને રિયાઝે જોરૂભાની સામે જોઈને કહ્યુ
“આ બંન્ને વ્યક્તીઓની ઓળખાણ ની તો જરુર જ નથી.જ્યારે જેને તમે ધ્યાનથી જોઈ
રહ્યા છો એ છે,અલી હસન.એ હાલમાં ઘાનાની પ્રતિષ્ઠિત યુનિવર્સીટીમા બાયોકેમીસ્ટ્રીમા
પી.એચ.ડી. કરે છે.એ પોતાની રીસર્ચ લેબોરેટરી શરુ કરવા માંગે છે.પણ એના માટે ખુબ જ
મોટા ફંડની જરુર હોવાથી એ મને મળેલ હતો.આથી એણે મને એક પ્લાન કહેલો જે પુરો કરવા
તમારી બધા લોકોની જરુરત હોવાથી આપણે સૌ આજે અહી એકત્રીત થયા છીએ.”
જોરૂભાને એ હબસી કાંઈક શંકાસ્પદ લાગ્યો પણ પોતાના મનના ભાવ ચેહરા ઉપર લાવવાની
જગાએ એમણે સૌનુ અભિવાદન કર્યું.બાદમાં રિયાઝે દરેકના ગ્લાસ ભરવાના શરુ કર્યા.સૌએ
ચીયર્સ કરીને પીવાનુ શરુ કર્યુ.
જોરૂભા બોલ્યા “તમને લોકોને હુ મારા આજના કામમા સફળ થઈશ એની ખાતરી કઈ રીતે
હતી.જે રીતે આજની મીટીંગ નુ અહી આયોજન કરેલ છે એ જોતા તો તમને મારા નિષ્ફળ જવા ઉપર
કોઈ શંકા જ નહોતી એવુ લાગે છે.”
રિયાઝ બોલ્યો “બિલકુલ.તમે કરી શકશો કે નહી એ બાબતમા તો અમને કોઈને શંકા જ નહોતી.પણ
જે પ્લાન અમે વિચાર્યો છે એના માટે આજે તમારી આ નેટ પ્રેક્ટીસ જરુરી હતી.કેમકે
ફોર્સ છોડ્યાને ઘણૉ સમય થઈ ગયો છે એટલે તમારી ક્ષમતાઓ ઉપર જો કોઈ કાટ લાગી ગયો હોય
તો એને ખંખેરવાનો હતો.”
એમ કહીને રિયાઝે જોરૂભાની સામે આંખ મીચકારી.
જોરૂભાએ એકી શ્વાસે ગ્લાસ ખતમ કરીને મુક્યો અને બોલ્યા “વન મોર પ્લીઝ.”
રિયાઝે ગ્લાસ ભર્યો એ ગ્લાસ ઉઠાવ્યા બાદ જોરૂભા બોલ્યા “તો તો તમને ચેતન વિશે
પણ ખબર જ હશે.”
રિયાઝે ઠંડા કલેજે જવાબ આપ્યો “હા.અમારા ધંધામા આ તો કોમન છે.અને ચેતન એવડી
મોટી હસ્તી નહોતો કે એના માટે કોઈ શોક પાળવો પડે.એવા ચેતન અહી મુબઈમા ગલીએ ગલીએ
મળી રહે છે.”
જોરૂભા બોલ્યા “તો હું તમારા માટે કેવી
હસ્તી ગણાઉ?”
રિયાઝ બોલ્યો “ડોન્ટ બી ઈમોશનલ જોરૂભા.”
જોરૂભા બોલ્યા “ઓકે.કામની વાત કરીએ.હવેનો પ્લાન શુ છે? “
રિયાઝ ઉભો થયો બેડરૂમની વ્હાઈટ દિવાલ ઉપર જ ફોકસ કરીને રૂમમા પ્રોજેક્ટર
ગોઠવેલુ હતુ.રિયાઝે લાઈટ ઓફ કરી અને પ્રોજેક્ટર ઓન કર્યું એ સાથે જ સ્ક્રીન ઉપર એક
બેંકનો બહારથી લીધેલો ફોટો દેખાયો અને એ બોલ્યો
“જોરૂભા.આ છે.”બેંક ઓફ જમ્મુ”.જમ્મુ-કશ્મીરની સૌથી જુની બેંકોમાંથી એક.આ બેંક
ખુબ જ હાઈ સીક્યોરીટી હેઠળ છે.ધ્યાનથી જુઓ (આમ કહીની રિયાઝે બીજા થોડા ફોટોગ્રાફસ
બતાવ્યા) બેંકમા અને બહાર કેટલી જડબેશલાક સીક્યોરીટી છે.બેંકની પર્સનલ
સીક્યોરીટી,પોલીસ પ્રોટેક્શન,ડોગ સ્ક્વોડ અને જમ્મુ-કાશ્મીરમા તો આમ પણ ગલીએ ગલીએ
આર્મી તૈનાત હોય છે,પણ અહી ખાસ ચુનંદા કમાંડોઝની એક અલગ જ સ્ક્વોડ લગાવવામાં આવેલી
છે.આ ઉપરાંત મહારાજના અંગત સ્ટાફના લોકો તો જુદાજ.લોકોનુ કહેવુ છે કે કાશ્મીરના
રાજા હરિસિંહ અને એમના વંશજોના ખુબ જ બેશકિંમતી અને અમુલ્ય ખજાનામાંથી અમુક વર્ષો
પહેલા ચોરી થયેલી.પણ એ ક્યારેય કોઈ જ ન્યુઝ પેપરમા હાઈલાઈટ કરવામા નહોતુ
આવેલુ.કેમકે એમ કરવાથી ઘણા બધા સવાલોના જવાબો આપવા પડે.આથી ગુપ્ત રાહે મહારાજાના
વંશજોએ અને જમ્મુ-કાશ્મીરની પોલીસે ગુપ્ત રાહે એ ખજાનામા થયેલ ચોરીની તલાશ જારી
રાખી હતી.એ ચોરી થયાના થોડા વર્ષો બાદ એ ટોળકીનો એક સભ્ય બિહાર-નેપાલ બોર્ડર ઉપરથી
પકડાઈ ગયેલો.એની પાસેથી એક કિંમતી મુર્તી પણ પકડવામા આવેલી.એ ચોરનુ નામ હતુ
રામસિંહ.એને પકડીને ટોર્ચર કરવાથી એની ટોળકીના બીજા સભ્યો પણ પકડાઈ ગયેલા.આથી લગભગ
એ કેઈસ સોલ્વ જ થઈ ગયેલો.ખજાનામાંથી ચોરી થયેલી બધી જ ચીજવસ્તુઓ પાછી મેળવી
લેવાયેલી.અમુક માલ એ લોકોએ વેચી દીધેલો એ પણ જપ્ત કરી લેવામા આવેલો.પણ એક ખુબ જ
કિંમતી દસ્તાવેજ હતો કે જેના વિશે પોલીસ દ્વારા ખુબ જ ટોર્ચર કર્યા બાદ પણ રામસિંહ
કે એના સાથીદારોએ ક્યારેય એક શબ્દ પણ નહોતો ઉચ્ચાર્યો.” આટલુ કહીને રિયાઝ થોડું
અટક્યો.
આથી જોરૂભા બોલ્યા “એટલે તમે એમ ઈછ્છો છો કે એ રામસિંહની પાસેથી એ દસ્તાવેજો
વિશે હુ માહીતી કઢાવી આપુ?”
રિયાઝ બોલ્યો “આ આખો કિસ્સો ત્રીસ વર્ષ જુનો છે.રામસિંહને ગુજરી ગયાને પણ
પચ્ચીસ વર્ષ થઈ ગયા છે.”
જોરૂભા બોલ્યા “ તો કરવાનુ શુ છે?”
રિયાઝ બોલ્યો “ જુઓ રામસિંહ ચોરીની સજા કાપીને બહાર આવ્યો.ત્યારે આઈ.બી.થી
માંડીને મહારાજાના પર્સનલ જાસુસો પણ એની પાછળ ફર્યા હતા.પણ કોઈને કાંઈ જ જાણવા
નહોતુ મળ્યુ.કહે છે કે એણે આ રહસ્ય એના છોકરાને મરતા પહેલા જણાવેલુ.એનુ નામ હનુમંતસિંહ.નામ
એનુ હનુમંતસિંહ હતુ પણ એ સુંદરીઓનો ગજબનો શોખીન હતો.આથી આ રહસ્ય ઓકાવવા માટે એની
ઔકાત બહારની હસીનાઓ પણ એની પાછળ લગાડવામા આવેલી.છતા પણ એ કમબખ્ત કોઈને એક લફ્ઝ
નહોતો બોલતો.આથી બે-ત્રણ કેઈસ ઠોકીને એને જેલમા મોકલી દેવામા આવ્યો.ત્યાં શક્ય
એટલા ટોર્ચર કરવામાં આવ્યા એ જાણવા માટે કે એ લોકરની અંદર શુ છે અને એની ચાવી ક્યા
રાખેલી છે.પણ એ ટસનો મસ ના થયો.જેલમા પણ એ કોઈનો પણ વિશ્વાસ નહોતો કરતો.પણ કોણ જાણે
કેમ એની સાથે જ એની બેરકમા આપણૉ એક માણસ ત્યારે જેલ મા હતો વિક્રમ.કુદરતી એ
બંન્નેને દોસ્તી થઈ ગયેલી.આથી હનુમંતસિંહે વિક્રમને કહેલુ કે જો વિક્રમ
હનુમંતસિંહને જેલમાંથી બહાર કાઢવામાં મદદ કરશે તો એ લોકર કોના નામે છે એ લોકરમાં
શુ છે અને એ લોકરનો નંબર શુ છે એ જણાવશે.આથી એના માટે મોંઘામા મોંઘા વકીલોની ગોઠવણ
કરીને એને બહાર લઈ આવવામા આવ્યો.આથી એણે જે જણાવ્યું એનાથી તો વાત વધુ ગુંચવાઈ.”
આટલુ બોલીને રિયાઝ થોડુ રોકાયો.બધા એકી શ્વાસે રિયાઝની વાત સાંભળતા હતા.એ ટેબલ
પાસે આવ્યો.નવો ગ્લાસ ભર્યો અને ફરીથી વાતને આગળ વધારી.
“અમને હતુ કે હનુમંતસિંહને બહાર લાવવાથી જ એ બધુ બતાવી દેશે.પણ એ ધાર્યા કરતા
વધુ ચાલાક નીકળ્યો.બહાર આવીને એણે લોકરમાં શુ છે એ તો જણાવ્યુ પણ લોકરનો નંબર અને બીજી ડીટેઈલ્સ
જણાવવાની સાફ ના પાડી દીધી.એના કહેવા મુજબ જે લોકરને કારણે એના પિતા પાછલી
જિંદગીમા આટલા હેરાન થયા એ લોકરના દસ્તાવેજને એ જાતે જ જઈને કાઢવા માંગે છે.જો કે
આમાં એની લાલચ પણ જવાબદાર હોઈ શકે છે.”
જોરૂભા બોલ્યા “ તો લોકરમા શુ છે?”
રિયાઝ બોલ્યો “ હનુમંતસિંહના કહેવા મુજબ એ લોકરમાં જે દસ્તાવેજો છે એ મહારાજના
દ્સ્તાવેજ છે જ નહી.”
જોરૂભા બોલ્યા “ તો પછી આટલી સીક્યોરીટી ત્યા હજી શા માટે રાખવામા આવેલ છે?”
રિયાઝ બોલ્યો “એ જ બતાવુ છુ.હનુમંતસિંહના કહેવા મુજબ મૃત્યુના થોડા વર્ષો
પહેલા એના પિતાએ સતત થતા પીછાની હેરાનગતીથી તંગ આવીને પોલીસને બધુંજ સાચુ બતાવી
દીધેલુ હતુ અને એ ખુદ બેંકમા જઈને લોકર ખોલીને મહારાજના દસ્તાવેજો પોલીસને સોંપી
આવેલા.જો કે મહારાજના દસ્તાવેજો મળી આવ્યા છે એ વાત ક્યારેય જાહેર કરવામા નહોતી
આવી.ત્યાર બાદ થોડા વર્ષો તો કોઈ જ વાંધો નહોતો આવેલો પણ અચાનક જ એક રાત્રે થોડા
લોકો સિવીલ ડ્રેસમા આવ્યા અને રામસિંહને ઉઠાવીને જમ્મુ લઈ ગયા. એની પાસે લોકર ખોલાવીને
એમા ફરીથી કોઈ દસ્તાવેજ મુકાવ્યા. એ લોકો નિયમ મુજબ બેંકમાં તો સાથે ન જઈ શકે,એટલે
એમને આજીવન રામસિંહની જરુર રહેવાની હતી.આથી એ લોકો એ રામસિંહને એટલો ડરાવેલો કે
આજીવન એ દસ્તાવેજો વિશે કોઈને એક શબ્દ પણ નહોતો બતાવતો.એ દસ્તાવેજો શેના છે એ તો
રામસિંહે હનુમંતસિંહને પણ નહોતુ બતાવ્યું કેમકે એને ખુદને પણ એની નહોતી ખબર.પણ
મરતી વખતે રામસિંહે હનુમંતસિંહને ચાવી અને લોકરનો નંબર બતાવ્યો.સાથે જ આખી વાત પણ
કહી અને કોઈપણ કિંમત પર આ વાત જાહેરમા નહી કહેવા માટે મા ભવાનીની કસમ પણ લેવડાવી.કેમકે
એમ કરવામા રામસિંહના કહેવા મુજબ હનુમંતસિંહના જાનનુ જોખમ હતુ.આ રહસ્ય ફક્ત કોઈ
યોગ્ય વ્યક્તીને જ બતાવવાનુ રામસિંહે કહેલુ અને એ યોગ્ય વ્યક્તી પણ હનુમંતસિંહે
જાતે જ શોધવાનો હતો.થોડા જ દિવસોમાં રામસિંહ ગુજરી ગયો.હવે પોલીસ દ્વારા
સામ-દામ-દંડ-ભેદની નીતીથી હનુમંતસિંહ ઉપર પ્રેશર શરુ કર્યું.પણ હનુમંતસિંહ ટસનો મસ
ના થયો.આથી એને ખોટા આરોપો હેઠળ જેલમા પુરી દીધો.ત્યા ફરીથી ઘણી ટ્રીક અજમાવી પણ એ
ના જ બોલ્યો.પણ છેવટે વિક્રમને એણે છુટવા માટે રહસ્ય કહેવાનુ જણાવ્યુ પણ હવે એ વચન
પુરુ કરવા માટે એણે શરત મુકેલ છે.”
જોરૂભા બોલ્યા “ કઈ શરત?”
રિયાઝ બોલ્યો “ એ જ શરત કે એ છેક સુધી લોકરનો નંબર અને ચાવી વિશે કોઈને જણાવશે
નહી.કેમકે એ પોતે પણ આપણા પ્લાનમા સામેલ થવા માંગે છે.”
જોરૂભા બોલ્યા “હંઅઅ કદાચ એને એ રહ્સ્ય બતાવ્યા બાદ આપણે અથવા આર્મી કે પોલીસ
એને મારી નાખશે એવો ડર હશે.સાથે જ છેક સુધી સાથે રહેવાથી વધુ રુપીયા મળવાની લાલચ
પણ.”
રિયાઝ બોલ્યો “બિલકુલ.”
જોરૂભા બોલ્યા “ પણ જો મહારાજાના
દસ્તાવેજો કાઢી લેવામા આવ્યા હોય તો પછી હવે એવું તે શુ હોઈ શકે છે એ લોકરમા કે
આટલી સીક્યોરીટી ત્યા રાખવી પડે?અને કોઈને શંકા પણ ના જાય.”
રિયાઝ બોલ્યો “ એ બેંકમા રહેલ દસ્તાવેજો વિશેની માહીતી અત્યંત ગુપ્ત છે.ભારત
સરકારના ખાસ લોકો સિવાય એ માહીતી કોઈની પાસે નથી.”
આ સાંભળતા જ જોરૂભાએ બાબુરાવની સામે જોયુ પણ એનુ ધ્યાન તો રિયાઝની વાતોમાં જ
હતુ પણ રિયાઝે એ પકડી પાડ્યુ અને બોલ્યા “ જોરૂભા આપ બરાબર સમજ્યા છો.આ માહીતી તથા
હનુમંતસિંહ વિશેની માહીતી આપણને પહોચાડનાર બાબુરાવ જ છે.બાકી બેંક ઓફ જમ્મુમા રહેલ
દ્સ્તાવેજો અને ત્યાંની સીક્યોરીટી વિશેના ફોટો મેળવવા અસંભવ છે.કેમકે સામાન્ય
લોકોને ફક્ત જમ્મુ-કાશ્મીરની ગલીએ ગલીએ રહેતી આર્મી સિવાયની કોઈ જ સીક્યોરીટી વિશે
શંકા પણ જાય એમ નથી.કેમકે એ તમામ ગુપ્ત વેશે જ હોય છે.ઉપરાંત બેંકના તમામ
સી.સી.ટી.વી. કેમેરાના પોઈન્ટ તેના વ્યુ દરેક જાતની ગુપ્ત સીક્યોરીટીના પ્રકાર તથા
એ સીક્યોરીટીના બદલાતા શિફ્ટ ના સમય બધુ જ આપણને પહોચાડનાર બાબુરાવ જ છે.જેના બદલ
હુ એમનો આભારી છુ.”
આ સાંભળીને બાબુરાવે બે હાથ જોડીને ભદ્દુ સ્મિત આપ્યુ અને બોલ્યા “અરે રિયાઝ
ભાઈ એમા આભાર શેનો બસ મારો હિસ્સો મને મળી જાય એટલે એહસાન ચુકતે.” પછી કોઈ મોટો
જોક માર્યો હોય એમ ફરીથી એ ભદ્દુ ખડ્ખડાટ હસ્યો.
રિયાઝે વાત આગળ ચલાવી “ એ બેંકમા જે કાંઈપણ છે એ એટલુ કિંમતી છે કે મિ. અલી
હસન આંતરરાષ્ટ્રીય માર્કેટમા એને વેંચીને આપણને ઓછામા ઓછી કિંમત ૧૦૦૦૦ કરોડ રોકડા
આપવા તૈયાર છે.આ આખી યોજના પાર પાડવા માટે તથા બેંકની ભુગોળ તથા ત્યાંની
સીક્યોરીટીન તથા તમામ સ્ટાફની વિગત જાણવા માટે તથા શક્ય હોય એટલાને ફોડવા માટે રુપીયા
પાણીની જેમ વેરવા પડે એમ હોવાથી આપણે મિ.રોબિન રોયને સાથે રાખેલ છે.ફક્ત આટલી
માહીતી મેળવવા બદલ આપણા પંદર કરોડ તો ખર્ચ થઈ પણ ગયા છે અને હજી ઓછામા ઓછા પચીસેક
કરોડ તો ખર્ચાઈ જ જશે.પણ એ ૧૦૦૦૦ કરોડની સામે કાંઈ જ નથી.”
જોરૂભા બોલ્યા “ પણ તમને હજી લોકરમા શુ છે એ પણ ખબર નથી અને આટલુ મોટુ જોખમ
લેવા તૈયાર કેમ થઈ ગયા?ધારો કે આ પ્લાન સક્સેસ ના ગ્યો તો?ધારો કે હુ હવે આ
પ્લાનમા કામ કરવાની ના પાડી દઉ તો?”
રિયાઝ બોલ્યો “તમે ના નહી જ પાડો એની અમને ખબર છે.એટલા માટે નહી કે તમે મોતથી
ડરી જશો.પણ તમે વચન આપીને ફરી જનારામા થી નથી એની અમને ગળા સુધી ખાતરી છે.”
જોરૂભા બોલ્યા “ઠીક છે.પણ આટલી સીક્યોરીટી અને સી.સી.ટી.વી. કેમેરાઓ વચ્ચે તમે
કરવા શુ માંગો છો?”
રિયાઝ બોલ્યો “બેંક રોબરી એ પરફેક્ટલી પ્લાન્ડ બેંક રોબરી.એક એવી અજીબોગરીબ
બેંક રોબરી કે જેમા બેંકની અંદર રહેલી કોઈ જ કેશ ને લુંટવામા જ નહી આવે એટલે આ
રોબરી જો સફળ થશે તો ક્યારેય ખુલીને સામે નહી આવે.”
જોરૂભા ચિલ્લાઈનેબોલ્યા “તમે પાગલ થઈ ગયા છો?આ કોઈ ટાઈગરવાડીમા જઈને હારૂન
યુસુફને ઉડાડી દેવા જેટલુ આસાન કામ નથી.”
રિયાઝ બોલ્યો “કામ આસાન હોત તો તમને આટલે દુર બોલાવત જ શુ કામ?અને આસાન કામના
કોઈ ૨૦૦ કરોડ દેતા પણ નથી ને?”
રકમ સાંભળીને જોરૂભા ચકકર ખાઈ ગયા.જિંદગીભર પોલીસખાતાની અને દેશની સેવા કરવા
બદલ એમને સસ્પેન્ડ કરવામા આવેલા.જ્યારે એક રોમાંચકારી કારનામા બદલ ૨૦૦ કરોડ મળી
જાય તો બાકીની જિંદગી એશોઆરામથી નીક્ળી જાય.ખાસ તો એના પુત્રની.જોકે ત્યાના ખતરાઓ
વિશે તો હજી એમણે જાણ્યુ જ નહોતુ પણ એમણે થોડુ વિચાર્યા બાદ હા પાડી દીધી “ ડન.
હવે રિયાઝે વાત આગળ ચલાવી.
-------------------------------------------------------------------------------------------------------------------------------
Part-4
પણ જોરૂભાએ એમને અધવચ્ચે જ રોક્યા.
જોરૂભા બોલ્યા “ પહેલા તમે મારી પુરી વાત સાંભળૉ.મે ડન ફક્ત કામ કરવા બાબત
કહ્યુ છે.રકમ બાબત નહી.પુરી ગેમ ૧૦૦૦૦ કરોડની છે જેમા મુખ્ય ખેલાડી હુ અને મારી જે
કોઈપણ ટીમ બનશે એ હશે.ત્યારે મને ફક્ત ૨૦૦ કરોડ આપીને બાકીની રકમ તમે સૌ વહેચી
લેવા માગતા હો તો એ શક્ય નથી.”
આથી રિયાઝ બોલ્યો “ પણ જોરૂભા આ માહીતી
આપણને બાબુરાવે આપી જ ના હોત તો આ વાત શક્ય જ ના બની હોત.સાથે જ આ પ્લાનનો તમામ
ખર્ચો મિ.રોય ભોગવે છે.તમારી જે ટીમના
અન્ય સભ્યો હશે એનો પણ ખર્ચો તો થશે જ.આથી જે કાઈ નુકશાન જાય તો સૌથી વધુ એમને જ
જવાનુ છે.તો એમને એ જોખમના હિસાબે વળતર પણ મળવુ જ જોઈએ ને?”
જોરૂભા બોલ્યા “ વાહ રિયાઝ સુલતાન
વાહ.આખો પ્લાન એક્ઝીક્યુટ કરુ હુ અને મારી ટીમ જેમા ડગલે ને પગલે જાનનુ જોખમ તમને
દેખાતુ નથી અને મિ.રોયનુ ફક્ત થોડા કરોડ રુપીયાનુ જોખમ તમે મોટુ ગણૉ છો?વળી જે વાત મને પણ પુરી ખબર નથી એ અન્ય આગંતુકોને તો ખબર નહી જ હોય એટલે એ તો
થોડા રુપીયા માટે જ કામ કરવાના હશે.છતા જો વધુ ખર્ચો હોય તો એ તમે ભોગવો.એટલે જો આ
પ્લાન આગળ વધારવો હોય તો સૌની સરખી જ હિસ્સેદારી રહેશે.હું ૨૦૦૦ કરોડથી ઓછામા આ
કામ કરવા રાજી નથી.હું મેદાન છોડીને ભાગી જતો નથી.એટલે ટેકનીકલી હુ તમને કામ પુરુ
કરવાનુ વચન તોડતો નથી.છતા તમે ચાહો તો મને અત્યારે જ ગોળી મારી શકો છો.” આટલુ કહીને જોરૂભા નિરાંતે ગ્લાસ મોઢે માંડ્યો.તેઓ જાણતા હતા કે આ લોકો હવે
અધવચ્ચે એમને છોડી શકે એમ જ નથી.
રિયાઝ બોલ્યો “જોરૂભા પણ આ યોગ્ય નથી.”
જોરૂભા બોલ્યા “ તમે જે કામ મારી પાસે કરાવવા ધારો છો એ યોગ્ય છે?”
રિયાઝની બોલતી બંધ થઈ ગઈ.જોરૂભાએ કહ્યુ તમે આપસમા વિચારવા માગતા હો તો હુ
બાજુના રૂમમા જઉં છું.આટલુ કહીને તેઓ ઉભા થવા ગયા ત્યાં જ અલી હસન બોલ્યો “ડન “
અને તેઓ ફરીથી બેસી ગયા અને એમણે નોંધ્યુ કે આશ્ચર્યજનક રીતે અલી હસનની વાતનો કોઈએ
વિરોધ જ ના કર્યો.જાણે કે એની વાત પથ્થરની લકીર હોય.
----------------------------------------------------------------------------------------------------------
એટલામાં ચક્કીબેંક આવી ગયું.જોરૂભાએ પોતાનો બધો સામાન એમણે પેસેજ પાસે ભેગો કર્યો.પછી
દરવાજે જઈને એમણે કુલીને બુમ મારી એટલે કુલીએ એમનો સામાન લઈને ચાલવા માંડ્યું.
એઝ યુઝવલ સ્ટેશન ઉપર ચાય ગરમ,ઝુરાફે લેલો ઝુરાફેની બુમો સંભળાતી રહી.જોરૂભાને
ભુખ તો ઘણી લાગી હતી પણ પંજાબમા સ્ટેશન ઉપર બસ છોલે પુરી જ ખાઈ શકાય એમ હતુ પણ્
આગળ રસ્તામા ઘીમા તળેલી પુરીઓ ખાઈને એમને ઉલ્ટી જેવુ થવા લાગેલુ.આથી એમણે છોલે
પુરી નું માંડી વાળ્યું.ચક્કીબેંક ખુબ જ નાનુ સ્ટેશન છે.ત્યાંથી તમારે હિમાચલ
પ્રદેશમા શિમલા-મનાલી જવુ હોય તો પણ જઈ શકાય છે અને ડેલહાઉસી જવુ હોય તો પણ જઈ
શકાય છે.બહાર મોટુ ટેક્સી સ્ટેન્ડ હતું.એમાંથી એક ઈનોવા નો નંબર જોયો એમને મળેલ
મેસેજ મુજબ જ હતો એમણે પાક્કુ કર્યુ અને તેઓ એમાં બેસી ગયા.કુલીએ સામાન કારની
ડેકીમાં રાખ્યો અને જોરૂભાએ એને પેમેન્ટ કર્યું એટલે ડ્રાઈવરે પણ પુછ્યા વગર જ
ગાડી સ્ટાર્ટ કરીને ભગાવી મુકી.બપોરના બે વાગ્યાનો સમય હતો.ભુખ તો જોરૂભાને કકડીને
લાગી હતી આથી એમણે ડ્રાઈવરને જ પુછ્યુ
“ભાઈ અહી આસપાસમા ક્યાંય સારુ જમવાનુ મળશે?”
ડ્રાઈવરે એની સાથે જ લાવેલુ ટિફીન જોરૂભાને પાછળની તરફ પાસ કર્યું.વચ્ચેની
સીટોમા જમવા માટે નાના ફોલ્ડીંગ પાટીયા જેવી સુવિધા હતી જે જરુર ના હોય તો પાછુ
ફોલ્ડ કરીને નીચુ કરી દેવાનું.જોરૂભાએ એ ડેસ્ક ઉપર ટિફીન ખોલ્યુ અને એમના આશ્ચર્ય
વચ્ચે એમાથી ગરમાગરમ ગુજરાતી ભોજન નીકળ્યું.રસ્તામા ટ્રેઈનનો કચરો ખાઈખાઈને જોરૂભા
અકળાઈ પણ ગયેલા એટલે તેઓ ભોજન ઉપર તટી પડ્યા.થોડી વાર પછી એમને ભાન થયુ કે ડ્રાઈવર
પણ સાથે છે એટલે એમણે એને પણ વિવેક કર્યો
ડ્રાઈવરે કહ્યુ “નહી હુ તો જમીને જ આવ્યો છુ.જ્યારે તમારુ ગુજરાતી ફુડ મને
માફક પણ ના આવે.”
જમ્યા બાદ બારીમાંથી હિમાચલના પહાડી સૌંદર્યને નીરખતા નીરખતા તેઓ ફરીથી
અતીતમાં ખોવાઈ ગયા.
----------------------------------------------------------------------------------------------------------------------------
ફરીથી રિયાઝે વાતની
બાગડોર પોતાના હાથમા લીધી.
“તમને બીજી એક શંકા પણ જવી જોઈએ કે જેમ આપણને આ વાતની ખબર છે તો દેશમા બીજા
લોકોને પણ આ વાતની ખબર કેમ ન હોઈ શકે? “
જોરૂભા બોલ્યા “ હું તમને હજી પુછવાનો જ હતો.”
રિયાઝ બોલ્યો “ મને ખબર છે એટલે જ મે અગાઉથી જ ચોખવટ કરી દીધી.જુઓ જ્યારે
મહારાજને ત્યાં ચોરી થયેલી ત્યારે જ એ દસ્તાવેજો માટે અહી છુપી પણ જડબેસલાક
સીક્યોરીટી ગોઠવવામાં આવી છે એ ગુનાની દુનિયામા ઘણા સમયથી સૌને ખબર જ હતી.શરુઆતમા
એ ચોરી કરવા માટે થોડી ઘણી કોશીશ થયેલી પણ એ સૌને જીવતા પકડાઈ ગયા હોવા છતા ઠાર
કરવામા આવેલા.જે દેશના અન્ય રહસ્યોની જ માફક દેશવાસીઓ સમક્ષ ક્યારેય બહાર જ નહોતુ
આવ્યુ.પણ અંધારી આલમને તો ખબર જ હતી આથી મૌતના ખોફને કારણે લગભગ બધાએ ત્યાં ચોરી
કરવાનું માંડી જ વાળેલું.ચોરી અને લુંટ કરવા માટે આત્મહત્યા કરવા કોઈ જ તૈયાર
નહોતુ.ધીમેધીમે એ વાતમાંથી અંધારી આલમનો રસ ઉડવા લાગ્યો.બરાબર ત્યારે જ ભારત
સરકારે રામસિંહ પાસે એ મહારાજના દસ્તાવેજો કઢાવીને અન્ય અગત્યના દસ્તાવેજો ગોઠવી
દીધા કે જે મહારાજના દસ્તાવેજો કરતા પણ કિંમતી હતા અને સીક્યોરીટી પહેલા કરતા પણ
સઘન કરી નાખી અને સમગ્ર બેંક ફક્ત અંદર જ નહી બહારથી પણ સી.સી.ટી.વી. કેમેરા થી
સજજ કરી નાખી અને છેક લોકર રૂમ સુધી અરે ટોઈલેટના બારણા સુધી સી.સી.ટી.વી. કેમેરા
ફીટ કરવામા આવ્યા છે ફક્ત ટોઈલેટની અંદર જ નથી.પણ રામસિંહે એ ચાવી હનુમંતસિંહને
આપીને હનુમંતસિંહે છુપાવી દીધી છે.અગાઉની જેમ જ આ વાતની પણ ઘણા લોકોને ખબર તો હશે
જ પણ એ દસ્તાવેજો અસલમા શુ છે એ જાણ્યા વગર કોઈ જ જોખમ ખેડવા તૈયાર નથી.જ્યારે
હનુમંતસિંહને ફોડવાની પોલીસની જ સાથે અંધારીઆલમમાં થી પણ ઘણા લોકોએ કોશીશ કરી તો
ચોરી કરવાની જરુરત જ ના રહે પણ એ ના માન્યો.કેમકે એ એમ કરે તો એનો જાન જોખમમા જ
છે.”
જોરૂભા બોલ્યા “ પણ જો એ આપણૉ સાથ આપવા તૈયાર છે તો પછી સીધા જ એની ચાવીથી
લોકર ખોલીને જ એ દસ્તાવેજો લઈ આવવા સહેલા પડે ને?એમા આમ બેંક લુંટવાની ક્યા જરુરત
છે?”
રિયાઝ બોલ્યો “જુઓ એ બધી શક્યતા અમે વિચારી જ લીધેલી છે.એ જેવો દસ્તાવેજો બહાર
કાઢે કે સીક્યોરીટી વાળા જ એને ગાયબ કરી દે.તમને એમ કેમ ના થયુ કે જો ચાવી ના મળતી હોય તો બેંક વાળા લોકો
ડુપ્લીકેટ ચાવી બનાવીને કે જાતે જ લોકરનું તાળું તોડીને જાતે જ એ દસ્તાવેજો કાઢી
શકે છે ને એમા હનુમંતસિંહની ચાવીની ક્યા જરુર છે?”
જોરૂભા બોલ્યા “ બેંક એમ ના કરી શકે.એ કસ્ટમરની પ્રાઈવસીનો ભંગ થાય.એમ કરવા
માટે એમને કોઈ પ્રોપર રીઝન દેવુ પડે.અને ઓફિશીયલી હનુમંતસિંહ રામસિંહનો નોમિની
છે.આથી ભવિષ્યમા એ પણ બેંક ઉપર દાવો કરી શકે.અને એમ થાય તો કોઈ જ કસ્ટમર ભવિષ્યમા
એ બેંકનો વિશ્વાસ જ ના કરે.બીજુ એ કારણ પણ હોઈ શકે કે એ લોકરમાના દ્સ્તાવેજો વિશે
ભારત સરકારને એ શુ છે એ તો ખબર જ છે.એ ત્યા બિલકુલ સેઈફ પણ છે.બસ એમને એ કોઈ
બીજાને ના મળી જાય એ સીક્યોરીટી માટે જ ચાવી પાછી જોઈતી હોય.”
રિયાઝ બોલ્યો “બિલકુલ સાચું.આ દસ્તાવેજો એટલા અગત્યના છે કે જો બાબુરાવ
ચિનાવલે આપણને આ માહીતી લીક કરી શકતા હોય તો સરકારમા તો આવા ઘણા લોકો છે જે એ
દસ્તાવેજોને લીક કરી દે.આથી જ એ દસ્તાવેજો ઓફિશીયલ ફાઈલોની જગાએ આવી વિચીત્ર રીતે બેંકમાં
રાખેલ છે.પણ હવે સરકારને હનુમંતસિંહ ઉપર પણ વિશ્વાસ નથી એટલે એ ચાવી હનુમંતસિંહ
પાસેથી લઈને એ દસ્તાવેજો અન્યત્ર ખસેડવાનુ વિચારે છે.પણ એ ફુટતો જ નથી અને એને
મારી શકાય એમ નથી.કેમકે તો પછી ચાવી વગર લોકર તોડવુ પડે જેનાથી એ દસ્તાવેજો વિશે
વાત જાહેરમા ફેલાઈ જાય.એટલે સરકાર કોઈપણ ભોગે હનુમંતસિંહને ભોળવીને એ ચાવી મેળવીને
એ દસ્તાવેજો અન્યત્ર ખસેડવા માંગે છે,જે ગમે ત્યારે થઈ શકે છે.આપણે એ પહેલા એ
દસ્તાવેજો મેળવી લેવાના છે.”
જોરૂભા બોલ્યા “ તમને તો ખબર જ હશે કે એ શુ છે? “
રિયાઝ બોલ્યો “ પુરી રીતે તો નહી પણ એટલી ખબર છે કે જે મે અગાઉ કહ્યુ તેમ એની
આંતરરાષ્ટ્રીય બજારમા ઓછામા ઓછી કિંમત ૧૦૦૦૦ કરોડ રુપીયા છે.”
જોરૂભા બોલ્યા “ આપને ખબર તો છે પણ આપ છુપાવો છો.કેમકે જો આપને ખબર ના હોય તો
આવડો મોટો દાવ રમો જ નહી.છતાં હું એ જોખમ લેવા તૈયાર છું.”
રિયાઝ બોલ્યો “જુઓ તમારો હિસ્સો ૨૦૦ કરોડમાથી સીધો જ ૨૦૦૦ કરોડ કરી નાખવામા
આવ્યો છે.આથી હવે તમારે પણ પ્રોમીસ આપવુ પડશે કે એ લોકરમાથી બહાર કાઢ્યા બાદ તમે એ
દસ્તાવેજને ખોલીને જોશો જ નહી અને સીધા જ અમને સુપરત કરી દેશો.”
જોરૂભાને આ શરત વિચીત્ર તો લાગી પણ એમણે હા કહી દીધી.
હવે આ પ્લાન માટે ટીમ નક્કી કરવા માટે ચર્ચાઓ શરુ થઈ.
રિયાઝે પ્રોજેક્ટર દ્વારા સ્ક્રીન ઉપર એક યુવાનનુ ચિત્ર બતાવ્યું.
--------------------------------------------------------------------------------------------------------------
Part-5
રિયાઝ બોલ્યો
આ યુવાન છે સાગર જોશી.હેકીંગની દુનિયાનો બેતાજ બાદશાહ અને ઉંમર ફક્ત ૨૫
વર્ષ.નાની ઉંમરમાં કોમ્પ્યુટરની અને એના સોફ્ટવેરને લગતી એટલી ઝીણામા ઝીણી વિગતો
એણે આત્મસાત કરી લીધેલી કે ખુદ બિલ ગેટસ કે સ્ટીવ જોબ્સ પણ એને મળીને ગોથા ખાઈ
જાય.એણે પોતાની ટેલેન્ટ સીધા રસ્તે ઉપયોગ કરવા ઘણી કોશીશ કરી જોઈ પણ એઝ યુઝવલ
ભારતમા બને છે એમ ક્યાયે મેળ ના પડ્યો અને
એક દિવસ રાતની લોકલમા કરીમ સાથે એનો ભેટો થઈ ગયો.ખબર નહી કરીમને કેમ સાગરને જોઈને
જ એની ટેલેન્ટ વિશે ખ્યાલ આવી ગયો.એણે પુછ્યુ
“શુ કરે છે?”
સાગર બોલ્યો “ હાલ તો કંઈ જ નહી.ઓફિસોના ધક્કા ખાઉં છું.”
કરીમ બોલ્યો “ કેટલુ ભણ્યો છો?”
સાગર બોલ્યો “ એમ.સી.એ. કરેલ છે.પણ કોઈ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે રાખવા પણ
તૈયાર નથી.જે રાખે છે એને પહેલા મફતમા કામ કરાવવુ છે.”
કરીમ બોલ્યો “ મારી સાથે કામ કરીશ.”
સાગરની પાસે ઝાઝી ચોઈસ નહોતી કેમકે એના પિતા એક રીટાયર્ડ પ્રાઈવેટ કર્મચારી
હતા જેના પ્રોવિડંટ ફંડના વ્યાજમાંથી જેમતેમ કરીને ઘર ચાલતુ હતુ પણ હવે મોંઘવારી
મા એ પણ પુરુ નહોતુ પડતુ.એણે વગર વિચાર્યે કહી દીધુ “ હા.પણ મફતમા નહી કરુ.ઓછામાં
ઓછા પાચ હજાર લઈશ.”
કરીમ બોલ્યો “ દશ હજાર આપીશ.અમે એક નવી બ્રાંચ લોન્ચ કરી રહ્યા છીએ.અમારે એમાં
એક કોમ્પ્યુટરના નિષ્ણાંત છોકરાની જ જરુર છે.પણ એક વાત યાદ રાખજે કે હું તને જ્યા
કામ સોંપુ છુ ત્યા આંખ અને કાન ખુલ્લા રાખજે પણ જીભ હંમેશા બંધ રાખજે.”
સાગર પણ તેજ હતો એ વાતને સમજી ગયો કે પોતે અન્ડરવર્લ્ડમાં કદમ મુકવા જઈ રહ્યો
છે.જો એના ઘરમા આ વાતની ખબર પડી જાય તો તો એના સરળ માતા-પિતા આત્મહત્યા કરી લે.પણ
હવે જો પોતે નહી કમાય તો એને ખુદને જ આત્મહત્યા કરવાનો વારો આવે એમ હતું.આથી એણ હા
પાડી દીધી.
કરીમે એને પોતાનું એડ્રેસ લખાવ્યું અને કાલથી જ હાજર થવાનું કહી દીધું.
સાગર કરીમે આપેલી જગાએ ગયો.એકદમ ગીચ ઝુંપડપટ્ટી ચીરીને એ એક મકાનના દરવાજે
આવ્યો.એ મકાનની ફરતે મોટી કમ્પાઉન્ડ વોલ હતી અને એ વોલ ઉપર પણ પાછી લોખંડની
કાંટાળી વાડ હતી જેમાથી કદાચ વિદ્યુતપ્રવાહ વહેતો હતો.એણે ડોરબેલ વગાડવા જેવો હાથ
મુક્યો ત્યાં તો દરવાજો ખુલી ગયો અને એણે જોયું કે દરવાજાની ઉપર જ સી.સી.ટી.વી.
કેમેરો હતો.એ જેવો દરવાજાની અંદર ગયો દરવાજો ઓટોમેટીક બંધ થઈ ગયો.એ જ્યાંથી
પ્રવેશ્યો હતો ત્યા બરાબર સામે એક મોટુ ફળીયુ હતુ.એ જ્યા પુરુ થતુ હતુ ત્યાં એક
મોટો જબરદસ્ત સેન્ટ્રલી એ.સી.હોલ હતો.જેમા લાઈનબંધ ચાર રો માં નાનીનાની કેબીન હતી
જે દરેક કેબીનમા કોમ્પ્યુટર લગાવેલા હતા.એ રૂમમા પ્રવેશ કરતા જ બરાબર ડાબી બાજુએ
એક મોટી કેબીન હતી.જેમા કરીમ બેઠો હતો.
સાગરે દરવાજો ખોલ્યો એટલે કરીમે ઉભા થઈને એને આવકાર આપ્યો.
“ આવ સાગર વેલકમ.જો બહાર આ બધા જ કોમ્પ્યુટર દ્વારા આપણે ઓનલાઈન સટ્ટો રમાડીએ
છીએ.મારે એવી વ્યક્તીની જરુર હતી કે જે કોમ્પ્યુટરની નિષ્ણાંત હોય અને એ આ બધા જ
કોમ્પુટર ઉપર અહી બેસીને એ દરેક કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ રહીને એના ઉપર નજર રાખી
શકે અને સાથે જ એને કંટ્રોલ કરી શકે.પણ હવે પોલીસનુ સાયબર સેલ પણ ખુબ જ હોશિયાર થઈ
ગયું છે.આમ તો એમના મોટાભાગના લોકોને ફોડી જ નાખેલા છે.પણ એ પોલીસની ટેવથી આટલા
વર્ષે તો હવે ટેવાઈ જ ગયા છીએ કે જો એમની એક ટીમ લાંચ લઈને કોઈ ગેરકાયદેસર કામ
કરવાની છુટ આપે તો બીજી ટીમ એ જ કામ રંગે હાથ પકડીને પહેલા કેઈસ કરે અને ફરીથી એ
ચાલુ રાખવા માટે મોટો તોડ માંગે.જેથી એ બીજી ટીમનુ નામ પણ થાય પ્રમોશન પણ મળે અને
આપણી પાસેથી ફરીથી ચાલુ કરવા મોટો તોડ પણ મળે. “
સાગર બોલ્યો “ પણ તો એમા મારે શુ કરવાનુ છે?”
કરીમ બોલ્યો “ જો અહીના છોકરાઓ તો મે તારી જ જેમ ટકોરા મારીને જ લીધા છે અને એ
સૌને ખબર છે કે અહી ગદ્દારીની સજા મૌત છે. તારે આ રૂમના કોમ્પ્યુટર ઉપર બેસીને બધા
જ કોમ્પ્યુટરને મોનિટર કરવાના પણ છતાં જો કોઈ ઓનલાઈન બિઝનેસમાં ગોલમાલ કરવાની
કોશીશ કરે કે આંકડાઓ જાણીને જાતે જ સટ્ટો રમીને રુપિયા મેળવવાની કોશિશ કરે તો મને
જાણ કરી દેવાની.આગળ તું સમજદાર છે.”
સાગર સમજી ગયો અને પહેલા જ દિવસથી ચુપચાપ કામે વળગી ગયો.પહેલા જ મહિને એણે
ત્રણ લોકોને પકડી પાડ્યા.એમને મળેલી સજા જોઈને પછી કોઈની એમ કરવાની હિમ્મત જ ન
ચાલી.આથી કરીમે સાગરની કામગીરીથી ખુશ થઈને એને પગાર ડબલ કરી આપ્યો અને આખા
બિઝનેસના હિસાબ કિતાબની જવાબદારી પણ એની માથી નાખીને કરીમ બીજા ધંધામા ધ્યાન આપવા
લાગ્યો.
પણ કહે છે ને કે માનવ મન ખુબ જ ચંચળ હોય છે.એક દિવસ બેઠાબેઠા સાગરને વિચાર
આવ્યો કે આ આખો બિઝનેસ હું સંભાળુ છુ.આ આખા દિવસનો ટર્ન ઓવર કરોડોમા હોય છે અને
મને મળે છે ફક્ત વિસ હજાર રુપિયા.એના કરતા હું જ એક દિવસ કોઈ મોટી રકમ બીજા દ્વારા
નિશ્ચિત આંકડા ઉપર લગાડીને રાતોરાત માલામાલ થઈ જાઉ તો?”
બસ અતિલોભ એ પાપનુ મુળ છે ના ન્યાયે સાગર મુર્ઘીના પેટને ચીરવા નીકળ્યો પણ
અન્ડરવર્લ્ડમાં દરેકની ઉપર બીજો ઓબ્ઝર્વર નીમેલો જ હોય છે.આથી સાગરની પોલ ખુલી
ગઈ.સાગરને ખબર પડી ગયેલી કે કરીમને જાણ થઈ ગઈ છે આથી એ પોતાનો અંજામ જાણતો જ
હતો.આથી એણે પહેલા તો પોતાના માતાપિતાને મુંબઈની બહાર સુરક્ષિત જગાએ શિફ્ટ કરી
દીધા.પછી જાતે જ સાયબર ક્રાઈમ કરીને પોલીસની પાસે સબુત છોડીને જાણીજોઈને પકડાઈ ગયો
અને આર્થર રોડ જેલમા ઘુસી ગયો.ત્યાં તેને મારવાના અનેક પ્રયત્નો થયા.પણ દરેક વખતે
એના નશીબ સારા હોવાથી એ બચી ગયો.
--------------------------------------------------------------------------------------------
રિયાઝે કહ્યુ “ આ સાગર ઉપર ઘણા વખતથી અમારી નજર છે.એ આ પ્રોજેક્ટ માટે અતિ
મહત્વનો છે.કેમકે બેંક રોબરીના દિવસે એના વગર એક ડગલું પણ નહીં ભરી શકાય.આથી અમે
એનો જેલમાં જ કોન્ટેક્ટ કર્યો અને એને
જેલમાંથી સુરક્ષિત બહાર કાઢીને કરીમથી બચાવવાનો વાયદો કર્યો.સાથે જ આપણી યોજનામા
સામેલ થવા માટે એને પુછ્યુ.એને ખબર જ છે કે જેલની બહાર નીકળશે એટલે કરીમ એને છોડશે
નહી અને સાયબર ક્રાઈમમા જેલમા લાંબો સમય રહી નહીં શકાય.આથી એણે વિચાર્યા વગર હા
પાડી દીધી.”
જોરૂભાએ કહ્યુ “ફોટો ઉપરથી તો એ કોઈ હિન્દી ફિલ્મના ચોકલેટી હીરો જેવો દેખાય
છે.એને બેંક રોબરીમા સામેલ કરીને તમે કોઈ ભુલ તો નથી કરી રહ્યા ને?”
રિયાઝ બોલ્યો “જેલમા એને મારવાના જેટલા પણ પ્રયત્નો થયા છે એ એણે એકલા હાથે
ફેઈલ કર્યા છે.એ દેખાવે ભલે ચોકલેટી લાગતો
પણ માર્શલ આર્ટસમા ખેરખાંઓને પણ હંફાવે એવો છે.એની ચુસ્તી ફુર્તી જેટલી
કોમ્પ્યુટરમા છે એનાથી પણ વધુ માર્શલ આર્ટસમા છે.એને મળશો એટલે તમે પહેલી નજરે એને
નહી ઓળખી શકો પણ જેવા તમે એની સાથે રહેશો તમે પણ માનશો કે એના વગર આ મિશન અશક્ય
છે.”
જોરૂભા કંઈક અણગમાથી બોલ્યા “ઠીક છે તમે મન બનાવી જ લીધું છે તો શુ થઈ શકે
છે?”
રિયાઝ બોલ્યો “ સાગર અને હનુમંતસિંહ હાલ ડેલહાઉસી ટ્રેકીંગ કેમ્પમા પહોંચી પણ
ચુક્યા છે.હજીપણ એક અગત્યની વ્યક્તિ છે કે જે આ પ્લાનમાં સામેલ છે પણ એ તમને સીધા
જ કોન્ટેક્ટ કરશે ત્યાં.તમારે આવતી કાલે સવારે જ ટ્રેઈન પકડીને અહીંથી પહેલા
અમદાવાદ અને ત્યાંથી અમદાવાદ-જમ્મુતવી મા ચક્કીબેંક જવા નીકળી જવાનું છે.અહીંથી
સીધી પણ જમ્મુની ટ્રેઈન છે પણ આજે જે કાંઈ બની ગયું છે એ જોતા તમે થોડા ફરીને જાઓ
તો વધુ સારુ છે.કદાચ તમારા ઉપર વોચ હોય.આથી જો કોઈ લોકો તમારો પીછો કરે તો અમે
એમને લોકેટ કરી શકીએ અને એને ઉપર પહોચાડી શકીએ.”
જોરૂભા બોલ્યા “ પણ એ બેંક લુંટનો પ્લાન શું છે?એ સમજ્યા વગર હુ ત્યા ચાલ્ય
જાઉ?“
રિયાઝ બોલ્યો “ પ્લાન તો તમારે ડેલહાઉસી જઈને સાગર અને હનુમંતસિંહની સાથે
મળીને બનાવવાનો છે.તમને આ મોબાઈલ આપુ છુ એમા અમારા સૌના તથા સાગર,હનુમંતસિંહ તથા
ત્યા કામમા આવનારા સૌના મોબાઈલ નંબર સેવ છે અને તમારા નંબર પણ એમની પાસે છે જ.આ
થોડી કેશ છે અને સાથે જ એ.ટી.એમ. કાર્ડ છે.જેમા તમારી જરુરિયાતથી પણ વધુ રુપિયા
અવેલેબલ હશે.જ્યારે એમાં કેશ ઉપાડવાની કોઈ લિમિટ પણ નહી હોય એની સ્પેશીયલ કેઈસમાં
વ્યવસ્થા અમે બેંકની સાથે મળીને ગોઠવી લીધી છે.આ તમારી અમદાવાદ અને ત્યાંથી
ચક્કીબેંકની ટિકીટ. “ એટલુ કહીને કેશ,એ.ટી.એમ. તથા એ બંન્ને ટિકીટ રિયાઝે ટેબલ ઉપર
મુકી.
અને રિયાઝની અપેક્ષા મુજબ જોરૂભા ઉકળ્યા “એટલે એ લબરમુછીયા છોકરા અને એક ચોરના
દિકરા પાસેથી મારે પ્લાન બનાવતા શીખવાનુ છે એમ? રિયાઝ હું રાજપુત છુ,વચન આપ્યુ છે
એનો મતલબ એમ નથી કે હુ કાંઈપણ ચલાવી લઉં. “
રિયાઝ બોલ્યો “શાંત થાઓ જોરૂભા મને હતુ જ કે તમને આ નહી ગમે પણ તમે એક વખત
ત્યાં જાઓ પછી જાતે જ નક્કી કરી લેજો કે મારો નિર્ણય યોગ્ય છે કે નહી.”
જોરૂભા કાંઈ જ બોલ્યા વિના બે પેગ ગટગટાવી ગયા.આથી ત્યા હાજર સૌ સમજી ગયા કે
જોરૂભાના રાજપુતાના સ્વભાવનેઆ વાત પસંદ નથી આવી કે બે ચોર લોકોની સરખામણી આ લોકો
એની સાથે કરી રહ્યા છે.પણ મોટી રકમ નો મામલો હોવાથી તેઓ પણ ગમ પીને સમસમીને ત્યા
બેસી રહ્યા.આખરે સૌ આ પ્લાન સફળ જાય એના માટે એકબીજાને બેસ્ટ લક કહીને જુદા પડ્યા.જ્યારે
સવારે મુંબઈથી અમદાવાદ અને ત્યાંથી ચક્કીબેંક જવા માટે જોરૂભા નીકળી પડ્યા.
---------------------------------------------------------------------------------------------------------------------
બસ હવે ડેલહાઉસી આવવામા જ હતું.આથી
જોરૂભાએ મોબાઈલમાંથી એક નામ શોધ્યું અને નંબર લગાડ્યો અને બોલ્યા “હેલ્લો ઈઝ હી સાગર જોશી ધેર? “
સાગર બોલ્યો “ યેસ.વેલ કમ જોરૂભા.ડ્રાઈવરને ખબર જ છે ક્યાં આવવાનુ છે.”
જોરૂભાએ આટલુ સાંભળીને “ થેંક યુ “ કહીને ફોન કાપી નાખ્યો.
એ લોકો કેમ્પના સ્થળે પહોંચી ગયા.ત્યાં જંગલમાં સૌ પોતપોતાના તંબુમા
હતા.જોરૂભા ચુપચાપ ડ્રાઈવરની પાછળ ચાલ્યા.એક તંબુ પાસે આવીને ડ્રાઈવર ઉભો રહ્યો
અને હળવેક થી તંબુનો પડદો હટાવીને અંદર ગયો જોરૂભા એની પાછળ જ ગયા.અંદર ખુબ જ
સાંકડી જગા હતી ત્રણ બેડ હતા.ખાલી બેડ ઉપર ડ્રાઈવરે જોરૂભાનો સામાન મુક્યો જોરૂભાએ
પાંચસો રુપિયાની નોટ ડ્રાઈવરને આપી એટલે એ ખુશ થતો થતો ત્યાંથી નીકળી ગયો.
જોરૂભા પોતાના બેડ ઉપર બેઠા અને એમની નઝર સામેના બંન્ને બેડ ઉપર ગઈ એક બેડ હતો
સાગરનો જેના ઉપર સાગર ખુદ બેઠેલો હતો જ્યારે બીજા હનુમંતસિંહના બેડ ઉપર અને એની
પાછળ નઝર પડતાં જ જોરૂભા નુ મગજ ચક્કર ખાઈ ગયું.
-------------------------------------------------------------------------------------
Part-6
જોરૂભા હનુમંતસિંહની પાછળ જોઈને ઉકળી ઉઠ્યા “આ શું છે બાસ્ટર્ડ? “
અચાનક જ આવો પ્રત્યાઘાત જોઈને સાગર અને હનુમંતસિંહ જોરૂભાને વેલકમ કરવાનુ ભુલી
ગયા.જોરૂભા ક્રોધથી સળગતા સીધા જ ઉભા થયા અને હનુમંતસિંહની ઉપર લપક્યા હનુમંતસિંહ
એમનું આ રૂપ જોઈને બેડ ઉપરથી નીચે કુદી પડ્યો.અસલમાં હનુમંતસિંહના બેડની પાછળ આટલી
નાની જગામાં પણ દેશી વિદેશી લલનાઓના અર્ધ નગ્ન અને નગ્ન ફોટાઓ લગાડેલા હતા.જોરૂભા
હનુમંતસિંહને મારવા નહીં આ પોસ્ટર ફાડવા જ લપકેલા.એમણે કાચી સેકન્ડમાં બધા જ
પોસ્ટર ફાડી નાખ્યા.હનુમંતસિંહ તો ડઘાઈ જ ગયો.
જોરૂભા શાંત થઈને બોલ્યા “ જો તારા વિશે મને રિયાઝે વાત કરેલી જ હતે કે તું
ધોતીયા નો સાવ છુટો માણસ છો.તારા મનમાં તો તું કાયમ કચરો લઈને જ ફરતો રહે છે અને એની સાથે મારે કોઈ જ
લેવાદેવા પણ નથી.પણ જ્યા આપણે સાથે રહેવાનું છે ત્યાં આ ના જોઈએ.હું બીજી વખત નહી
કહું.”
હનુમંતસિંહે પોતાનો મોબાઈલ ટેબલ પરથી લઈને હળવેકથી ખિસ્સામાં શેરવી દીધો!!!!
થોડીવાર સહુ શાંત રહ્યા બાદ સાગરે જ મૌન તોડ્યું અને બોલ્યો “વેલકમ ટુ
ડેલહાઉસી જોરૂભા.આપણને એકબીજા વિશે ખપ પુરતુ તો રિયાઝે બ્રીફીંગ કરી જ દીધેલુ છે.બાકી
ધીમેધીમે ઓળખી લઈશુ.હજી એક વ્યક્તિ આપણને જોઈન કરવાની છે પણ ખબર નથી કે એ કોણ છે.”
હનુમંતસિંહ એના ચેહરા જેટલા જ ગંદા એના પીળા દાંત દેખાડીને બોલ્યો “ આપણે ત્રણ
લડધા તો ભેગા થ્યા.હવે કોઈ ફટાકડી આવી જાય તો મોજું પડી જાય હુ ક્યે છે સાગર? “
જોરૂભા કોઈ પ્રતિભાવ આપવાની જગ્યાએ પીઠ ફેરવીને ચુપચાપ ઉભા થઈને એમનો સામાન
ગોઠવવા લાગ્યા.આથી સાગરે હનુમંતસિંહને ચુપ રહેવાનો ઈશારો કર્યો.એમ તો આ તંબુ
ઠીકઠીક મોટો હતો.સૌના બેડ પાસે સામાન રાખવાની પુરતી જગ્યા હતી જ અને એક ટેબલ પણ.જોરૂભા
એ એમનો બધો જ સામાન વ્યવસ્થિત ગોઠવી દીધો.
થોડી વાર શાંત રહ્યા પછી સાગર બોલ્યો “જોરૂભા તમે થાકી ગયા હશો થોડો આરામ કરી
લો અને પછી ફેશ થઈને ડિનર માટે આવી જજો.ડિનર બાદ આપણે ત્રણે બેસીને નિરાંતે ચર્ચા કરીશું.”
આટલું કહીને સાગર અને હનુમંતસિંહ તંબુની બહાર નીકળી ગયા.બહાર આવીને એક વૃક્ષ પાસે
ઉભા રહીને હનુમંતસિંહ બોલ્યો
“આપણે બે દિ થી કેવી જામતી તી.એની માને તારી પાહે ક્લીપીંગ્સ હોય ઈ તુ મને
દેખાડતો તો અને મારી પાહે હોય ઈ હુ તને દેખાડતો તો.અરે આ તો મારો હાળો જબરો સે.એની
માને કેટલી રયગડી તી તયે આ ફોટા ભેગા થ્યા તા.મારા ગટુડીયાએ ફટ દઈને ફાડી નાયખા.પણ
મારા મોબાઈલમાં તો દુનિયાના ફોટા છે ઈ થોડો કાઢી હકવાનો સે.” એમ કહીને હનુમંતસિંહે સાગરની સામે જોઈને ગંદો
ઈશારો કરીને આંખ મારી.
સાગરે હનુમંતસિંહને સમજાવ્યો “ જો જોરૂભા વિશે મને રિયાઝે જે સમજાવ્યું છે એ
મુજબ એ શિસ્તપ્રિય વ્યક્તિ છે.આવી બધી બાબતોની એને ચીડ છે.આપણે આ મિશન સફળતાપુર્વક
પાર પાડવા માટે એકબીજા સાથે સંઘર્ષ બને એટલો ટાળવાનો છે.(પછી આજુબાજુ કોઈ સાંભળતુ
નથી એની ખાતરી કર્યા બાદ બોલ્યો)કેમકે જે કામને આપણે અંજામ આપવાનો છે એના માટે
થોડા જ દિવસોમાં આપણી વચ્ચે પરફેક્ટ ટ્યુનિંગ થઈ જવું જરૂરી છે અને પરફેક્ટ ટ્યુનિંગ ની સૌપ્રથમ
જરૂરિયાત એ છે કે આપણે સૌ એકબીજાની સાથે લાગણી થી જોડાયેલા ના હોઈએ તો કાઈ જ નહી
પણ કોઈ જ ઘર્ષણ તો ન જ જોઈએ.”
હનુમંતસિંહ પણ ચાલાક હતો “ઈ હાચું.એની હામે હવેથી સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર
બની જઈશ બસ? “
સાગર હસતા હસતા બોલ્યો “ એલા સેક્સને અને હરિશ્ચંદ્રને વળી ક્યાંથી કનેક્શન
ગોતી કાઢ્યું તે? “
હનુમંતસિંહ બોલ્યો “ હવે ઈ તો મને જે નામ આયવડુ ઈ ઠોકી દીધુ.મારે ક્યા મેડલ
લેવો સે.” અને બંન્ને એકબીજાને તાલી મારીને હસતા હસતા ત્યાંથી આગળ નીકળી ગયા.
એ લોકોના ગયા પછી એ વૃક્ષની પાછળથી જોરૂભા ખુશ થતા થતા બહાર આવ્યા કેમકે એમણે
ખેલેલો દાવ બરાબર પડ્યો હતો.તેઓ ઈછ્છતા હતા કે આ મિશન ની સફળતા માટે સાગર અને
હનુમંતસિંહની વચ્ચેનુ ટ્યુનિંગ વધે.જે આજના કિસ્સા પછી એમને દેખાતુ જ હતું.બાકી જો
સાગર જોરૂભાને ઓળખતો હોત તો ફક્ત એવા ફોટો જોઈને ગુસ્સે થવાનું એમની ફિતરતમા જ
નહોતું.વાત જ્યારે એમના સ્વમાન ઉપરની હોય તો જ જોરૂભા ના ગુસ્સાનો વિસ્ફોટ થતો
હતો.બાકી તેઓ પોતાના ઈમોશન્સ કોઈને ઝડપથી કળાવા દે એવી વ્યક્તિ જ નહોતા.
પછી તેઓ તંબુમાં જઈને સુઈ ગયા.સાંજે જોરૂભા ઉઠીને બધા તંબુની વચ્ચો વચ્ચ એક
મોટુ મેદાન જેવુ હતુ ત્યાં પહોંચ્યા.સાગર અને હનુમંતસિંહ તો પહેલાથી જ ત્યા હતા.બધાએ સમુહમાં ડિનર લીધું એકબીજાનો
ઈન્ટ્રો થયો.જેટલી વખત છોકરીઓના ઈન્ટ્રો આપવા ઉભી થતી દરેક વખતે હનુમંતસિહ સાગરને
કોણી મારી મારીને ઈશારા કરતો.આ જોઈને સાગરે એના કાનમા કહ્યુ
“એલા હડમાન સાલા બીજું કાંઈ નહીં તો તારા નામની તો આબરૂ રાખ.શુ કામ બધાની વચ્ચે
ઈજ્જત ની પથારી ફેરવે છે?સાલા કોઈ જોઈ જશે તો પહેલા જ દિવસે કેમ્પમાંથી આઉટ કરી
દેશે.”
આ સાંભળ્યા બાદ હનુમંતસિંહે કોણીઓ મારવાની બંધ કરી પણ દરેક છોકરીઓના નામ સાથે
એની આંખોમા રમતા સાપોલિયા કોઈને પણ ચોખ્ખા દેખાઈ શકે એમ હતા.
નાનકડા કેમ્પ ફાયર બાદ સવારે સાત વાગ્યે જંગલમાં જવા નીકળી જવાના કોલ સાથે સૌ
છુટા પડી ગયાં.પહેલા બે દિવસ પહાડો ઉપર જવાની જગાએ વોર્મ અપ અને ફક્ત જંગલમા જ
ભ્રમણ કરવાનું શીડ્યુલ હતું.તંબુઓમાં પણ જેન્ટસ અને લેડીઝના તંબુઓ પણ જુદા જ
હતાં.હજી એકાદ બે ગ્રુપ આવવાના બાકી હતાં.પણ સવારે તો સૌએ સાથે જ જંગલમાં જવા
નીકળી જવાનું હતું.સાગર,હનુમંતસિંહ અને જોરૂભા પોતાના તંબુ તરફ ચાલ્યા બરાબર
ત્યારે જ એક ટેમ્પો ટ્રાવેલર આવીને ઉભી રહી.જે કદાચ છેલ્લું ગ્રુપ હતું.પણ પેલા
ત્રણેય એમની તરફ જોયા વગર જ પોતાના કેમ્પ તરફ ચાલવા લાગ્યા.
ત્યાં ફરતે વિશાળ જંગલ હતું અને આસપાસ વૃક્ષો સિવાય કાંઈ જ નહોતું.ત્યાં જગ્યા
પુષ્કળ હોવાથી તંબુઓ પણ એવી રીતે બાંધવામાં આવ્યા હતા કે બે તંબુઓ વચ્ચે ઘણી જગ્યા
રહે.આથી એકબીજાની વાત સંભળાવાનો પ્રશ્ન ઓછો જ હતો પણ છતાં બધા અંદર ગયા બાદ આદતવશ
ફરીથી એક વખત બહાર આવીને જોરૂભાએ ચેક કરી લીધું કે કોઈ આસપાસ છે તો નહી ને?
હવે સાગરે પોતાની બેગમાંથી એનું લેપટોપ કાઢીને ઓન કર્યું.જેમાંથી બેંક ઓફ
જમ્મુનો નકશો સ્ક્રીન ઉપર આવ્યો.એમાં
બેંકની અંદરની એના કાઉન્ટરોની દરેક રૂમની ઈંચેઈંચની માહીતી હતી ઈવન કઈ જગ્યાએ
સી.સી.ટી.વી. કેમેરા લગાડેલ છે ક્યા ફક્ત ગાર્ડ ઉભા રહે છે અને ક્યા ગાર્ડ રાઉન્ડ
લગાવે છે.એ બધી જ માહીતી હતી.આ બધી જ માહીતીનું જોરૂભાએ નિરાંતે નિરીક્ષણ કર્યું
અને બોલ્યા “બેંકની બહારના એટલે કે ફરતી
બાજુઓનાં વિઝ્યુઅલ્સ ક્યાં?”
સાગર બોલ્યો “ એ તો નથી કેમકે આ માહીતી પણ અતિશય ગુપ્ત છે પણ બાબુરાવજીની
કૃપાથી આ માહીતી મળી શકી છે કેમકે બેંકની અંદરની સીક્યોરીટી પ્રાઈવેટ કંપની અને
પોલીસની છે.પણ બેંકની બહાર ની સિક્યોરીટી સંપુર્ણપણે આર્મીની અન્ડરમાં છે.એટલે
બહાર તો એટલા વિસ્તારમાં કોઈપણ જાતની ફોટોગ્રાફી કરવાની પણ ચુસ્ત મનાઈ છે તો
વિડીયોગ્રાફી તો બહુ દુરની વાત છે.જે લોકોએ ભુલમાં પણ ત્યાં શુટીંગ કરવાની કોશીશ
કરી છે એ લોકોના આર્મીએ જે હાલ કર્યા છે એ જોયા બાદ કોઈ સપનામાં પણ ત્યાં શુટીંગ
કરવાની ભુલ ના કરે.કેમકે ચોવીસે કલાક બેંકની અંદર અને બહારનો સમગ્ર વિસ્તાર
સી.સી.ટી.વી. કેમેરાના સર્વાઈલન્સમાં હોય છે.એટલે છુપાઈને શુટીંગ કરવું અશક્ય છે
અને જ્યાં સુધી બેંકની ફરતી બાજુનો નકશો આપણને ન મળે આ બેંક રોબરી પ્લાન કરવી
અશક્ય છે.”
જોરૂભા બોલ્યા “ બરાબર છે.પણ એનો કોઈ રસ્તો તો વિચાર્યો જ હશે ને રિયાઝે? “
સાગર બોલ્યો “વિચાર્યો તો હશે પણ હજી આપણને કીધો નથી?એ બાબતમાં રિયાઝ આપણને
સામેથી કોન્ટેક્ટ કરશે ત્યાં સુધી ભુલથી પણ આપણામાંથી કોઈએ રિયાઝ કે અન્ય કોઈનો
કોન્ટેક્ટ કરવાનો નથી કે એમના નામ પણ ક્યાયે લેવાના નથી.“
જોરૂભા બોલ્યા “ અચ્છા? “
એની પાછળનો કટાક્ષ સમજીને સાગર થોડો ભોંઠો પડ્યો અને બોલ્યો
“સોરી જોરૂભા આપને કાઈ જ શીખવાડવાનો
આશય નહોતો,આ તો જે ઈન્સટ્રક્શન મને હતા એ મે તમારા સુધી પહોચાડ્યા.”
જોરૂભા બોલ્યા “ મતલબ જ્યાં સુધી એ બહારથી બેંકની રજેરજની વિગતો આપણને ના મળે
ત્યા સુધી બેંક રોબરી વિશે કોઈ જ પ્લાન કરવાનો મતલબ જ નથી ને? “
સાગર બોલ્યો “ બિલકુલ નહી.એ માહીતી આપણને પહોંચાડનાર આપણો છેલ્લો જોડીદાર
જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ચુપચાપ આપણે જંગલ ખુંદવા ઉત્સુક આગંતુકોની જેમ અહી
સમય પસાર કરવાનો છે અને પ્રકૃતિની મોજ માણવાની છે.”
અને અચાનક જ જાણે ઉંઘમાંથી જાગ્યો હોય એમ જોરૂભા બેઠા છે એ ભુલીને હનુમંતસિંહ
બોલ્યો “ ક્યાં સે ઈ ક્યાં સે ઈ પ્રકૃતિ?મારે ય મોઈજુ કરવી સે.કેદુ ની કયરી નથ. “ પણ અચાનક જ જોરૂભાને જોતા જ ભુલ સમજાતાં
સાગરની પાછળ લપાઈ ગયો.
એ જોઈને પોતાનું હાસ્ય માંડ ખાળતા જોરૂભા ઉભા થતા બોલ્યા “ તો સુઈ જાઓ અત્યારે
આ ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી.સવારે વહેલા પણ ઉઠવાનુ છે.ગુડ નાઈટ.”
સાગર બોલ્યો “ગુડ નાઈટ.” હનુમંતસિંહ હળવેકથી બોલ્યો
“હાઈશ બચી ગ્યા.”
----------------------------------------------------------------------------------------------
સાગર અને હનુમંતસિંહ પણ ગઈકાલે જ આવેલા હતાં.આજે જંગલમાં જે તરફ લઈ જવાના હતા
એ થોડું ઓછું ગાઢ હતું.પણ ગઈકાલે લોકલ માણસો કે જે ત્યાં કેમ્પમાં કામ કરતા હતા એ
લોકોના કહેવા મુજબ સાગરના તંબુની બરાબર સામેથી જ જે જંગલ નો રસ્તો જતો હતો એ ખુબ જ
ગાઢ હતું અને પ્રકૃતિના સૌંદર્યથી ભરપુર હતું.આથી સાગરે વહેલા ઉઠીને એકાદ કલાક
ત્યાં જવાનું નક્કી કરેલું.આથી એ વહેલો ઉઠીને જોરૂભા અને હનુમંતસિંહને સુતેલા
રહેવા દઈને એકલો જ તૈયાર થઈને જંગલની તરફ નીકળી પડ્યો.હજી સુર્યોદય થવાને થોડી જ વાર હતી.જંગલોમાં અને પહાડોમાં સુરજ ઉગે પણ વહેલો
અને આથમી પણ વહેલો જ જતો હોય છે.આથી સાગર કેડી પકડીને જંગલની તરફ ચાલ્યો.જો કે
પેલા લોકલ વ્યક્તિએ જંગલી જાનવરોથી સાગરને ચેતવેલો પણ છતાં ય સાગર નીકળી પડ્યો જો
કે એક હથેળીમા સમાઈ જાય એવડી ઓટોમેટિક ફુલ્લી લોડેડ ગન તો ખિસ્સામાં જ હતી.આથી બહુ
ચિતા જેવુ નહોતું.
થોડે જ જંગલમા ઘુસ્યો એટલે સવારનો સમય
હોવાથી જંગલની નીરવ શાંતીમાં નજીકમાં જ કોઈ મોટા વોટર ફોલ ના પાણીનો અવાજ સંભળાયો.એના
ચાલવાથી સુકાઈ ગયેલા પાંદડાઓનો પણ અવાજ જંગલમાં સ્પષ્ટ સંભળાતો હતો.હવે તે વોટર
ફોલથી થોડોક જ નજીક હતો એણે છેલ્લી ડાળી હટાવી અને એણે જે દ્રશ્ય જોયુ એનો શ્વાસ
થંભી ગયો.એની આંખ ઉપર એને વિશ્વાસ જ ન બેઠો.
સુરજ ઉગી ચુક્યો હતો વોટર ફોલના પાણીના ધોધમાં થી ચળાઈને પ્રકાશ આરપાર નીકળતો
હતો.પાણી પુરા વેગથી પહાડી ટેકરી ઉપરથી જમીન તરફ એકધારું પડતું હતું.એ કુદરતી
દ્રશ્ય જોઈને જ સાગરમા એક અનેરો ઉત્સાહ વ્યાપી ગયો.પણ એ એકધારા પડતા પાણીને ઉપરથી
જોતાજોતા નીચે પહોચતી જળધારાઓની વચ્ચે સાગરની નજર ગઈ અને ત્યાં જ સ્થિર થઈ ગઈ.એની
આંખો પલકારા મારવાનું ભુલી ગઈ.એ જે દ્રશ્ય જોઈ રહ્યો હતો એના ઉપર એને વિશ્વાસ જ ન
બેઠો.એ વેગથી પડતાવોટર ફોલના પાણીની વચ્ચે એક અત્યંત સ્વરૂપવાન યુવતી સ્નાન કરી
રહી હતી.એના શરીર ઉપર ચરબીનો એક અંશ પણ નહોતો.આટલે દુરથી પણ સાગર પાણીની ધારાઓને એ
યુવતીના સુંદર કેશ ઉપરથી થઈને ક્યારેક એ યુવતીના સુડોળ સ્તનયુગ્મોની વચ્ચેથી પસાર
થઈને કે સુંવાળી પીઠથી સડસડાટ નીચેની તરફ સુડોળ નિતંબ ઉપર થઈને જમીન તરફ સરકતા જોઈ
રહ્યો. એ ધોધની પાસે પાણીનો ફોર્સ જ એટલો બધો હતો કે એના આવવાથી જે પાંદડાઓનો અવાજ
થયો એ પેલી યુવતીને સંભળાયો નહી.એ બાઘાની જેમ એ યુવતીને જોઈ જ રહ્યો હતો કે એ યુવતીની નજર પણ સાગર ઉપર પડી અને એણે
ચિલ્લાવાનું શરુ કર્યું અને એ ઝડપથી પોતાના કપડા જ્યાં પડ્યા હતા એ તરફ લપકી.
Part-7
એ યુવતી એ જોર જોર થી ચિલ્લાવાનું શરુ કર્યુ એટલે સાગર ઝડપથી એનુ મો બંધ કરવા
માટે એ યુવતી ની તરફ લપક્યો એ જોઈને એ યુવતી વધુ ઝડપથી એના કપડા તરફ લપકી.એક તો એ
ભીની હતી અને પાછા પથ્થર પણ લપસણા હોવાથી ઉતાવળમા એનો પગ લસર્યો બરાબર એ જ વખતે
સાગર પણ તેની નજીક પહોંચી ગયો.આથી એ લપસીને સીધી જ સાગરની બાહોમાં સમાઈ ગઈ.આથી
અનાયાસે જ સાગરના હાથ એ યુવતીના નિ:વસ્ત્ર દેહ ઉપર વીંટળાઈ ગયા.આથી સાગરના મનમાં
ચક્રાવાત ઉઠ્યો એક તો સુમસામ જગા ઉપરથી આટલી ખુબસુરત યુવતી અને એ પણ આ
અવસ્થામાં.ભલભલા ઋષિ મુનિઓ ના સંયમની પણ આવા સમયે કસોટી થઈ જાય તો સાગરનું તો શુ
ગજુ? થોડી સેકન્ડો તો બન્ને ને શુ કરવું એ ના સુજ્યું પણ પછી અનાયાસ જ સાગરના
હાથની ભીંસ વધવા લાગી અને એના શ્વાસોની ગતિ પણ ત્યાંજ એ યુવતી એ આંખ બંધ કરી દીધી
અને જોર જોરથી રડવા લાગી.
એ યુવતીનો ભોળો ચેહરો અને એમાંથી પડતા આંસુઓ જોઈને તરત જ સાગર નો ગુમાવેલો
કાબુ પાછો આવી ગયો.એણે એ યુવતીને ઉપરથી નીચે સુધી નિરાંતે જોઈ અને પછી હળવેકથી એના
વીંટળાયેલા હાથોની ભીંસ ધીમે ધીમે ઓછી કરી અને એ યુવતીને ઉભી કરીને એ યુવતીને
પોતાના બંધનમાંથી મુક્ત કરી દીધી.
મુક્ત થતાં જ એ યુવતી દોડીને પોતાના ક્પડા સુધી જઈને ઝડપથી કપડાં પહેરવા લાગી
પણ સાગર એકીટશે એ યુવતીને જોતો જ રહ્યો.
આથી કપડા પહેરતા પહેરતાં જ એ યુવતી બોલી “સાલા મવાલી કોઈ સ્ત્રી આ રીતે કપડા
પહેરતી હોય ત્યારે આમ લાળ ટપકાવતા જોયા ના
કરાય એ તને કોઈ એ શીખવ્યું નથી?”
સાગર બોલ્યો “ ઓ હેલ્લો, અત્યારે આ જંગલમાં મારા અને તારા સિવાય કોઈ જ નથી.હું
તને છોડત જ નહી તો તું શુ કરી લેવાની હતી? “
એ યુવતી બોલી “ હાથ તો લગાવીને બતાવ એ તો હું અચાનક જ આવી પરિસ્થિતી આવતા ડરી
ગયેલી એટલે રડવા મંડેલી.બાકી મુંબઈમાં તારા જેવા કેટલાય મવાલીઓને સીધા કરી નાખ્યા
છે મે.42 કિ.ગ્રા. વજનમાં પુરા ભારતમાં બ્રાઉન બેલ્ટ ચેમ્પિયન છું.” આટલું બોલતા
એણે પુરા કપડા પહેરી લીધા હતા આથી એણે બે હાથથી એટેકની મુદ્રા કરી.
સાગર આ જોઈને ખડખડાટ હસ્યો અને પછી બોલ્યો “ લુક બેબી તું બ્રાઉન બેલ્ટ છો તો
હું બ્લેક બેલ્ટ છું.”
આ સાંભળતાં જ એ યુવતી ના હાથપગ થોડા ઢીલા પડ્યા પણ ફરીથી જુસ્સા સાથે બોલી “ એ
તો બ્લેક હોય કે બ્રાઉન બેલ્ટ તાકાત હોય તો મને હવે હાથ પણ લગાડીને બતાવ.”
સાગર બોલ્યો “ અરે હુ કાંઈ અહીં કબડ્ડી રમવા આવ્યો છુ?તો હાથ લગાડીને
બતાવું.અને જ્યાં જ્યાં હાથ લગાડવાના હતા ત્યાં તો લગાવી લીધા હવે પુરા કપડામાં
હાથ લગાડવાની ક્યાં જરૂર છે? “
આ સાંભળતાં જ એ યુવતીએ ઉછળીને સીધી જ સાગરના મોં પર કીક મારી અચાનક જ થયેલા
હુમલાથી બીજું કોઈ હોત તો એનું જડબુ જ ભાંગી જાત પણ સાગર ખરેખર બ્લેક બેલ્ટ હોવાથી
માઈક્રોસેકન્ડમાં જ બરાબર એના જડબા સુધી એ યુવતીનો પગ પહોંચે એ પહેલાં એક હાથથી
એનો પગ પકડીને એને હવામાં ઉલ્ટી ઉછાળી અને બીજી જ પળે સ્ફુર્તીથી એ યુવતીની નીચે
આવીને એને હળવેક્થી ઉંચકી લીધી.આથી ફરીથી એના હાથ એ યુવતીને વીંટળાઈ ગયા આ વખતે
સાગરનો સંયમ ના રહ્યો આથી સાગરે પોતાના હોંઠ એ યુવતીના હોંઠ પર જડી દીધા.એ યુવતી
છુટવા માટે છટપટાતી રહી પણ પછી પોતાનું જોર નહી ચાલે એ સમજતા શાંત થઈ ગઈ.પ્રગાઢ
ચુંબન બાદ સાગરે એ યુવતીને ફરીથી મુક્ત કરી દીધી.એ દોડીને સાગરથી થોડી દુર જઈને
ઉભી રહી ગઈ.
એ યુવતીના નીચેના હોંઠ ઉપર ભુરાશ પડતા રાતા રંગનું ચકામું ઉપસી આવ્યું.એ વિફરેલી
વાઘણની જેમ ગુસ્સાથી ફુંગરાતી ઉંડાઉંડા શ્વાસ લઈને સાગરની સામે જ જોઈ રહી જાણે કે
આંખોથી જ એને ખાઈ જવાની હોય.
થોડો સમય એ યુવતીના ગુસ્સાથી ભરેલા ચેહરાને જોઈને સાગર બોલ્યો “ પણ આમ લેડી ટારઝનની જેમ જંગલમાં કપડા વગર ન્હાવાનું તને કોણે કીધેલુ?આ તો ઠીક
છે કે હું આવ્યો પણ કોઈ જંગલી જાનવર આવી જાત તો સીધી ગળા મા જુગુલર વેઈન ઉપર જ કિસ
કરત!!! ”
એ યુવતી પોતાના હોંઠ ઉપર હાથ ફેરવતા બોલી “ તારા જેવા જાનવર કરતા તો જંગલી
જાનવર સારા અને તને શું લાગે છે કે તું બ્લેક બેલ્ટ છે એટલે હું સરન્ડર કરી દઈશ?
ડોન્ટ થિંક સો.”
આટલું કહીને એ યુવતીએ આજુબાજુ નઝર દોડાવી અને ફરીથી સાગર કાંઈ વિચારે એ પહેલા
તો નીચે પડેલો પથ્થર ઉઠાવીને સાગરની તરફ
ફેંક્યો.અચાનક જ આવા હુમલા માટે તો સાગર પણ તૈયાર નહોતો આથી પહેલો પથ્થર તો એના
માથાની બરાબર ઉપરથી જ ગયો જો એણે સમયસર માથું નીચું ના કરી લીધું હોત તો અત્યારે
એના કપાળમાંથી લોહીની ધાર વહેતી હોત.
આથી ઉછળીને બાજુ પર પડતા જ સાગર બોલ્યો “ ઓયે જંગલી તું ખરેખર તો લેડી ટારઝન
નથી ને? કેમકે મુંબઈની છોકરી આમ પથ્થરબાજી કરે નહી.”
ત્યાં તો એ યુવતીએ બીજો પથ્થર ઉઠાવીને માર્યો હવે સાગરને ધરાર દોડીને નજીકના
વૃક્ષ ની પાછળ છુપાઈ જવું પડ્યું.” પણ છતાં ય એ યુવતી તરફથી પથ્થરમારો ચાલુ જ
હતો.થોડી વાર થઈ એટલે એ યુવતી થાકીને નીચે બેસી ગઈ અને પથ્થર મારવાનું બંધ કર્યું.પણ
હાંફતા હાંફતા પણ એ સાગરની જ તરફ જોઈ રહી હતી.થોડી વાર પછી હિમ્મત કરીને સાગર વૃક્ષની પાછળથી બહાર આવ્યો. એને
જોઈને એ યુવતી સ્પ્રિંગની જેમ ઉછળીને ફરીથી બેફામ પથ્થરમારો કરવા લાગી આથી ફરીથી
દોડીને સાગર વૃક્ષની પાછળ લપાઈ ગયો.
સાગર બોલ્યો “ અરે એક કિસ જ તો કરી છે એમા આટલુ મોટું તોફાન મચાવવાની શી જરુર
છે?અરે યાર જંગલમાં આમ તારા જેવી ખુબસુરત યુવતીને દિગંબર હાલતમાં ન્હાવાની જ શી
જરૂર હતી? મારી જગ્યાએ બીજું કોઈ હોત તો તને કિસ કર્યા બાદ પણ છોડત જ નહી.તેં કપડા
ન્હોતા પહેર્યા ત્યારે જ હું તારી ઉપર રેપ કરી લેત તો તુ શુ કરી લેવાની હતી? એક તો
તું બીજી વખત મારી ઉપર પડી પછી થોડો કંટ્રોલ રહે?અરે યાર ભલાઈનો તો જમાનો જ નથી
રહ્યો.”
આ સાંભળીને પેલી યુવતી ધીરેધીરે શાંત પડતી ગઈ.આથી થોડી વાર પછી ફરીથી સાગર
વૃક્ષની પાછળથી બે હાથ ઉપર કરીને સરન્ડરની મુદ્રા માં બહાર આવ્યો.એ જોઈને એ યુવતી
ખડખડાટ હસવા લાગી.આથી સાગર થોડો વધુ નજીક આવ્યો એટલે ઝડપથી એ યુવતી એ પથ્થર
ઉઠાવીને કહ્યું
“ ચુપચાપ અહીંથી ચાલ્યો જા.નહીંતર હવે નિશાન નહીં ચુકું.”
સાગર બોલ્યો “ પણ હવે હું કાંઈ જ નહીં કરુ.જેન્ટલમેન પ્રોમીસ.કેમકે આ જંગલમાં
આમ તને એકલી મુકીને જવી પણ યોગ્ય નથી.”
પેલી યુવતી બોલી “ જેન્ટલમેન જેવી કોઈ હરકતો તો તારી છે નહી.જાણે ઝિંદગીમા
ક્યારેય કિસ ના કરી હોય એમ મારો હોઠ જ કરડી ખાધો તે તો.”
આ સાંભળીને સાગર બોલ્યો “ અરે તો એમ કહેને કે એનો વાંધો છે. એ તો
એક્સાઈટમેન્ટમાં એવું થઈ ગયું.બાકી હવે હળવેક થી જ કરીશ બસ?”
આ સાંભળીને પેલી યુવતીએ ફરીથી ગુસ્સાથી જોયું.
આથી સાગર બોલ્યો “ અરે યાર જસ્ટ કિડીંગ ફરીથી પથ્થર યુગમા ના પહોંચી જતી.”
સાગર એટલું બોલ્યો ત્યાં તો એમની ફરતે બંદુકો વીંટળાઈ ગઈ અને એક ધારદાર અવાજ
આવ્યો “ હેન્ડસ અપ. “
બંન્ને એ પહેલા આસપાસ વીંટળાયેલા બંદુકધારીઓની સામે જોયું અને પછી સાગરે પેલી
યુવતી ની તરફ જોઈને ઈશારો કર્યો એટલે બંન્ને એ હાથ ઉંચા કરી દીધા.એ ધારદાર અવાજ
ફરીથી આવ્યો
“આ કબુતરની તલાશી લે રાણા.”
સાગરની તલાશી લેતાં જ એના પોકેટમાંથી ગન નીકળી પેલી યુવતી તો એ જોઈને અવાચક જ
થઈ ગઈ.
ફરીથી પેલો ધારદાર અવાજ આવ્યો
“બંન્નેની આંખે પાટા બાંધી દે રાણા અને જોજે બેબીને આંખે પાટા જરા હળવેથી
બાંધજે એને તકલીફ ના પડવી જોઈએ નહીંતર દાદા તને તકલીફ દઈ દેશે અને હું પણ.”
પેલો ધારદાર અવાજ આવ્યો “ તે જોયું નહી કે એની પાસેથી ગન મળી આવી છે હવે એનું
શું કરવું એનો ફૈસલો તો દાદા જ કરશે.”
રાણાએ પહેલા ભીંસ દઈને સાગરની અને પછી
સલુકાઈથી પેલી યુવતીની આંખે પાટા બાંધી દીધા.પેલો ધારદાર અવાજ ફરી આવ્યો
“ચુપચાપ અમારી પાછળ ચાલ્યા આવો.”
એ બંન્ને ચુપચાપ એ લોકોની પાછળ પાછળ ચાલવા લાગ્યા.
Part-8
સુમસામ જંગલના શાંત વાતાવરણમાં પગપાળા ચાલવાને કારણે નીચે પડેલા સુકા પાંદડાઓ
ઉપર ચાલવાથી પણ સતત ચરચર અવાજ આવતો હતો.પેલી યુવતી અને સાગર બંન્ને જોડે જ ચાલતા હતા.જંગલના ખાડાટેકરાઓ વાળા
રસ્તાને કારણે ચાલવામાં ખુબજ કઠણાઈ પડતી હતી.આથી થોડી થોડી વારે એ લડખડાઈને પેલી
યુવતી અને સાગર નીચે પડી જતા હતાં.આ રીતે જંગલના ખાડાટેકરા વાળા રસ્તા ઉપર એ લોકો ઘણું
બધું ચાલતા જ રહ્યા. પછી ચાલતા ચાલતા અચાનક જ એમને ઉભા રહેવા માટે કહેવામા આવ્યુ.
જાણે કોઈ દરવાજો ખુલ્યો હોય એમ ઝાડવાઓ એકબીજા સાથે ટકરાતા હોય એવો અવાજ આવ્યો.પછી ફરીથી તેઓ ચાલવા લાગ્યા.
અચાનક જ જંગલમાં સપાટ રસ્તો આવી ગયો હોય એવો ભાસ થયો.
આથી સાગરે પુછ્યું “ આ અચાનક જ સારો રસ્તો આવી ગયો આપણે શહેરમા આવી ગયા કે શુ?
“
આથી રાણાનો અવાજ આવ્યો “ચુપચાપ ચાલ્યો આવ.કોઈ જ અવાજ નહીં.”
આથી સાગરે કહ્યું “ અરે પણ આમ અમને ક્યાં લઈ જાઓ છો એ તો બતાવો.કેટલું ચાલ્યા?
ક્યાં જઈએ છીએ એ નહી બતાવો તો હું હવે આગળ નહીં ચાલું. “ આમ કહીને સાગર ઉભો રહી
ગયો.
ત્યાં જ એના ખભા ઉપર જોરથી કોઈ ભારે વસ્તુ જોરથી ટકરાવાનો અવાજ આવ્યો એ મશીનગન
નો પાછળનો ભાગ હતો.સાગર ગોથું ખાઈને બેસી જ ગયો.એને તમ્મર ચડી ગયા.
રાણા બોલ્યો “ હવે બહુ અવાજ કરીશ તો સીધો માથામાં જ મારી દઈશ.ચુપચાપ ચાલ્યો
આવ. “
સાગરને સમજાઈ ગયું કે અહીં વધુ વિરોધ કરવામાં ભલાઈ નથી આથી એ ફરીથી ઉભો થઈને
ચુપચાપ ચાલવા લાગ્યો.સાગરને ખભો દુખતો હતો પણ હવે એ કાંઈ જ બોલ્યા વગર પરિસ્થિતી એ
અચાનક જ લીધેલા વણાંક વિશે મુંગો મુંગો વિચારતા ચાલવા લાગ્યો.થોડે દુર ચાલ્યા એટલે
ઘોડાની લાદની વાસ આવવા લાગી.સાગરને તરત જ વિચાર આવ્યો કે ક્યાંક આ લોકો ડાકુઓ તો
નથી ને? પણ અહી ડેલહાઉસીમાં ડાકુ?
પેલી યુવતી એ અચાનક જ સાગરને ધીરેથી
પુછ્યું “ તારી પાસે ગન હતી છતાં પણ તેં પથ્થરો રોકવા માટે પણ મારી સામે ના
તાકી?”
સાગર પણ હળવેકથી બોલ્યો “ તો શુ તને ખાલી પથ્થરો મારવા બદલ ગોળીએ દઉ?”
પણ અત્યારે સાગરનું ધ્યાન એ યુવતીની વાતોમા નહોતુ .તે આ જગાને ઓળખવાનો પ્રયત્ન
કરી રહ્યો હતો ત્યાં જ એમને ઉભા રહેવાનો આદેશ થયો.
પેલો ધારદાર અવાજ આવ્યો “ બેબી આવી ગઈ છે પંડિતજી દાદાજીને જાણ કરી દઈએ.”
પંડિતજી બોલ્યા “ પણ સાથે આ જુવાન કોણ છે સાહિલ?એને અહી કેમ લઈને આવી
ગયો?”
આ સાંભળીને સાગરને ચાર નામ મળ્યા રાણા,પંડિતજી,સાહીલ અને દાદાજી.
સાહિલ બોલ્યો “ પંડિતજી એને સાથે ન જ લાવત પણ એની તલાશી લેતા એના ખિસ્સામાંથી
ગન નીકળી આથી દાદાજી ને પુછ્યા વગર એને છોડી દેવો યોગ્ય ન લાગ્યો.”
આથી પંડિતજી બોલ્યા “ ઠીક છે.પણ બેબીની પટ્ટી તો ખોલો હવે.એને દુખતું હશે.”
આ સાંભળતાં જ રાણાએ પેલી યુવતીની આંખોં ઉપરથી પટ્ટી ખોલી નાખી.પટ્ટી ખુલતાં જ
પેલી યુવતીએ દોટ મુકી ને એ સીધી જ પંડિતજીને ભેંટી પડી.
પંડિતજી બોલ્યા “ આવી ગઈ અમારી નાની નાની બેબી?”
પેલી યુવતી બોલી “ તમને કેટલી વખત કહ્યું છે કે હવે હું મોટી થઈ ગઈ છુ.મને
બેબી નહી કહેવાનું.” એમ કહીને એ ખોટેખોટી રીસાવાનો અભિનય કરવા લાગી.
પંડિતજી બોલ્યા “ તું ગમે એટલી મોટી થઈ જા અમારા માટે તો તુ બેબી જ રહેવાની
છો.”
એ યુવતી બોલી “ પણ આ સાહિલ તો મને નામથી બોલાવી જ શકે ને? અને બાબા ક્યાં છે?”
પંડિતજી બોલ્યા “તને તો ખબર જ છે કે સાહિલ તારા બાબાનું કેટલું માન જાળવે છે.એ
તને પણ નામથી કઈ રીતે બોલાવી શકે? જ્યારે વિશુ પુજામા બેઠો છે.તને ખબર જ છે કે
વિશુ જ્યારે પુજામા બેઠો હોય ત્યારે સ્વયં મહાકાલ પણ એમને પુજામાંથી બેઠા ન કરી
શકે.”
પડિત વિશ્વમોહન ભટ્ટ અહીં કેમ્પમાં બધાં જ એમને માનથી દાદાજી કહીને જ બોલાવે
છે ફક્ત એકમાત્ર અશોક પંડિત કે જે એનો બાળપણનો ગોઠિયો હોવાથી જ એને ફક્ત નામથી જ
નહી પણ વિશુ કહીને બોલાવી શકે છે.
આ બધી વાતોમાં અચાનક જ એ યુવતીનું ધ્યાન સાગર તરફ ગયું એ એકલો સામે ઉભો હતો
એની આસપાસ પણ કોઈ જ નહોતુ આથી દોડીને એણે સાગરની આંખો પરથી પટ્ટી ઉઠાવી લીધી.થોડી
વાર આંખો ચોળ્યા બાદ સાગરે આસપાસ જોયું અને જે દ્રશ્ય જોયું એને માન્યામાં જ ન
આવ્યું.એ અત્યારે જાણે કોઈ આર્મી કેમ્પમાં ઉભો હોય એવુ એને લાગ્યું.ફરતે દુરદુર
સુધી તંબુઓ હતાં અને આસપાસ વિશ્વના શ્રેષ્ઠ ઓલાદનાં ઘોડાઓ બાંધેલા હતાં જે નિરાંતે
જોગાણ કરી રહ્યા હતા.એને લઈને આવનાર સિવાયના તમામ લોકોએ આર્મી ના કપડાં પહેરેલ
હતાં જેમાં સ્ત્રીઓ પણ હતી.એક તરફ શુટીંગની પ્રેક્ટીસ કરવા માટેનુ ગ્રાઉન્ડ હતુ
જ્યારે બાજુમાં જ આર્મીની રુટીન ફિઝીકલ તાલીમ આપવા માટે નું ગ્રાઉન્ડ પણ હતું.ખુબ
જ મોટી સંખ્યામાં લોકોની ચહલપહલ હોવા છતાં બધું જ શિસ્તબધ્ધ રીતે ચાલી રહ્યું
હતું.ધીરેધીરે વાસ્તવિકતા સમજાતા સાગરને લાગ્યુ કે અહીં થી નીકળવું તો અશક્ય છે
આથી એ પેલી યુવતી ને બોલ્યો
“ ઓ લેડી ટારઝન કોણ છે આ લોકો?અને તને નહાતી જોવાની આટલી મોટી સજા? આના કરતા
તો કોઈ પોર્ન સાઈટ ખોલીને જોઈ લીધી હોત તો સારું હતું.”
પેલી યુવતી બોલી “ ધીમે બોલ આ લોકો સાંભળી જશે કે તેં મને નહાતી જોઈ હતી તો
તારા ટુકડા કરી નાખશે.” “
સાગર બોલ્યો “ મતલબ હજી એ લોકોને ખબર નથી? તો મને અહીં શા માટે લાવ્યા છે? “
પેલી યુવતી બોલી “ એ ધીમેધીમે સમજાઈ જશે.By
the way Myself Sarita Bhatt.”
“And I m Sagar Joshi.” સાગર બોલ્યો
“ Please to meet you.” .સરિતા બોલી
સાગર થોડા
અણગમા સાથે બોલ્યો “ But I am not.હું કોઈને જાણ કર્યા વિના જ નીકળી ગયો છું. મારા
સાથીદારો મને શોધતા હશે. ”
સરિતા આંખો નચાવતા અને અવાજમાં શરારતના લહેકા સાથે બોલી “ કેમ ઈશ્કનુ ભુત આટલી
જલ્દી ઉતરી ગયું?હજી તું મારા બાબાને તો મળ્યો જ નથી. “
આ સાંભળતાં જ સાગર બોલ્યો “ એવું નથી ઈશ્કનું ભુત તો હજી ચડ્યું જ નથી જો ચડી
જશે ને તો તને જ ભારે પડી જશે.જંગલમાં જે થયું એ તો ફક્ત પરિસ્થિતી ની માંગ હતી
બસ. ”
આ સાંભળીને સરિતા જોરજોરથી હસવા લાગી આથી સાગરે પુછ્યુ “શું થયું?”
સરિતા બોલી “ બસ ફટ્ટુ આટલી વારમાં બ્લેક બેલ્ટ ઉતરી ગયો? “
સાગર જવાબ આપવા ગયો પણ પછી સમજી ગયો કે સરિતા એની ટાંગ ખેચી રહી છે અને એણે
જંગલમાં કરેલી કિસનો બદલો લઈ રહી છે એટલે એણે હવે ચુપ જ રહેવાનું પસંદ કર્યું. સાગર
ચુપચાપ વિચારી રહ્યો હતો
“ આ ડાકુઓ છે કે નકસલવાદીઓ છે કે કોણ
છે? પણ અહીં નકસલવાદીઓ પણ ક્યાંથી હોય?આ દાદાજી કોણ હશે? એ મનોમન જ એમને સદ્દામ
હુસૈન કે કર્નલ ગદ્દાફી જેવા સરમુખત્યાર
સાથે સરખામણી કરીને એમના વિશે વિચારી રહ્યો.”
ત્યાં અચાનક જ પંડિતજી સહિત ત્યાં હાજર સૌ લોકો અટેન્શનની મુદ્રામાં આવી ગયા.એ
લોકો જ્યાં ઉભા હતા એની બરાબર સામે જ એક મોટી ગુફામાંથી એક આર્મી ડ્રેસમાં સજ્જ
વિશ્વમોહન ભટ્ટ બહાર આવ્યાં.આર્મીના ડ્રેસમાં સજ્જ હોવાં છતાં તેમની સફેદ ફરફરતી
દાઢી અને ખભ્ભાથી સહેજ નીચે સુધી પહોંચતા લાંબા સફેદ વાળ એમને જાજરમાન બનાવતા હતાં
અને કોઈ સામાન્ય આર્મી ચીફથી જુદા પાડતા હતાં.તમે એમને પ્રથમ વખત મળતાં હો છતાં જાણે
કે કોઈ અજબ જ સંમોહનીમાં આવીને એમના તરફ ધન્યતા અનુભવવા લાગો.ત્યાં હાજર સૌની
આંખોમાં એમના પ્રત્યે આર્મીની શિસ્તની સાથે જ એક અનન્ય આદરભાવ છલકાતો સાગરે અનુભવ્યો.એમને
જોઈને સરિતાએ બાબા કહીને સીધી જ દોટ મુકી અને એમને ખુબ જ ભાવપુર્વક ભેંટી
પડી.સરિતા એટલા જોશમાં હતી કે એ બંન્ને એક ચક્કર ફરી ગયાં.
સરિતાને જોઈને જ દાદાજીની આંખોમાં હર્ષનાં આંસુઓ આવી ગયા.એ જોઈને ત્યાં હાજર
સૌ કોઈ ભાવુક થઈ ગયાં.આ પાષાણ જેવા દ્રઢ વ્યક્તિત્વના માલિકની આંખમાં આંસુ ફક્ત
સરિતા જ લાવી શકે એમ હતી.
પણ સાગર અત્યારે અહીંથી કોઈપણ રીતે છટકવાનો રસ્તો શોધી રહ્યો હતો.
Part-9
સરિતા અને એના દાદા ક્યાંય સુધી એકબીજાને ભેંટીને જ
ઉભા રહ્યા.પછી સરિતા જ અચાનક છણકો કરતાં બોલી “ જાઓ દાદાજી હું તમારી સાથે વાત જ
નથી કરતી.”
વિશ્વમોહન ભટ્ટ બોલ્યા “ અરે પણ શુ થયું મારે નાની
બેબીને?”
સરિતા બોલી “ પહેલા તો હું હવે બેબી નથી રહી એમા પણ
નાની તો બિલકુલ નહી.તમારે લીધે અહીં બીજા સૌ પણ મને બેબી કહીને જ બોલાવે છે. ”
આ સાંભળીને ત્યાં હાજર સૌ કોઈને હસવુ આવી ગયું.
વિશ્વમોહન ભટ્ટ ત્યાં હાજર સૌને સંબોધીને બોલ્યા “
ઠીક છે ખબરદાર જો કોઈએ આને નાની બેબી કહી છે તો હવેથી તમારે એને મોટી બેબી કહીને
બોલાવવાની છે.”
આ સાંભળીને સરિતા ફરીથી છણકો કરીને બોલી “દાદાજી “ અને એમને વળગી પડી.
સરિતા બોલી “ સાત વર્ષ થયા દાદાજી આ કેમ્પ
છોડ્યાને.તમને આટલા વર્ષોમા તમારી બેબીની એક વખત પણ યાદ ના આવી?
વિશ્વમોહન ભટ્ટ બોલ્યા “ અરે બેબી એક દિવસ તો શુ એક
ક્ષણ પણ એવી નથી ગઈ કે મને તારી યાદ ના આવી હોય.અરે હવે તારા સિવાય મારુ પોતાનું
ક્યા કોઈ બાકી જ રહ્યું છે? એટલે જ તો મને તારી વિશેષ ચિંતા છે.હું તને જે તાલીમ
આપવા માગતો હતો એ અહી રહીને શક્ય જ નહોતી તેમજ તારી અહીં સલામતી પણ નહોતી.એટલે જ
તને આ વાતાવરણથી અત્યાર સુધી બચાવીને રાખી.પણ હવે યોગ્ય સમય આવી ગયો છે આપણી
દેવભુમીનું ઋણ ચુકવવાનો એટલે તને બોલાવી લીધી.” આ સાંભળતા જ સરિતાની આંખોંમાં એક
ગુમાન આવી ગયું.કેમકે તેના દાદાજીએ એને કોઈ મોટા કાર્ય માટે યોગ્ય ગણી હતી એ એના
માટે કોઈ મોટા પુરસ્કારથી ઓછુ નહોતું.
અચાનક જ દાદાજીની નજર સાગર પર પડી આથી તેઓ સરિતાથી
અળગા થઈને ચોગાનમાં આવ્યા અને બોલ્યા “ આ કોણ છે? અને અહીં કઈ રીતે આવી ગયો સાહિલ?
”
સાહિલ બોલ્યો “ દાદાજી અમે બેબીને તેડવા માટે નક્કી
કરેલ જગાએ પહોંચ્યા ત્યારે આ યુવક બેબીની સાથે જ હતો અને તેની તલાશી લેતા એની
પાસેથી આ ગન મળી આવી, તેને છોડી દેવાનું અમને યોગ્ય ન લાગ્યું કદાચ કોઈ દુશ્મન હોય
એટલે અમે તેને સાથે જ લઈ આવ્યા.હવે આપ કહો તેમ કરીએ. “ એટલી વારમાં સરિતા વિશ્વમોહન
ભટ્ટની બાજુમાં જ આવીને ઉભી રહી ગઈ.
વિશ્વમોહન ભટ્ટજી એ સાગરને પુછ્યું “ દેખાવ ઉપરથી તો
આ છોકરો દુશ્મન નથી લાગતો સાહિલ.કોણ છો તું ભાઈ? “
સાગરને નામ છુપાવવાનું યોગ્ય ન લાગ્યું એણે મુળ વાત
છુપાવીને એક નવી જ વાર્તા બનાવી દીધી “ જી
દાદાજી મારું નામ છે સાગર જોશી હું તો ડેલહાઉસીમાં ટ્રેકીંગ કેમ્પમાં આવ્યો છું.આ
તો સવારે જંગલના પ્રાકૃતીક સૌન્દર્યને માણવા નીકળ્યો હતો ત્યાં જ સરિતા ને જંગલમાં
એકલી જ જોઈ એટલે મને થયું કે કોઈ યુવતી કદાચ રસ્તો ભટકી ગઈ હશે પણ નજદીક જઈને
જોયું તો ત્યાં એક જંગલી રીંછ પણ હતું સરિતા એ રીંછને પથ્થરો મારી મારીને ભગાડવાની
કોશિશ કરી રહી હતી પણ એમ થોડું રીંછ પીછો છોડે.એટલામાં હું ત્યાં પહોંચી ગયો એટલે મે મારી ગનની મદદથી જ હવામાં ફાયર કર્યું
એટલે રીંછ જંગલમાં ભાગી ગયું.હજી અમે એકબીજાના નામ પુછ્યા હતા એટલામાં તો આ લોકો આવી
ગયા અને મને પકડીને અહીં લઈ આવ્યા.ત્યાં કેમ્પમાં સૌ મારી રાહ જોતા હશે.મને નહી
જુએ તો મને શોધતા શોધતા અહી સુધી પહોચી જશે.”
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ સરિતા બેટા આ સાચું બોલે
છે? “
સરિતા બોલી “ જી દાદાજી . “આ સાંભળીને સાગરને કળ વળી
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ ઠીક છે તો જો તું જવા
માગતો હોય તો અત્યારે જ તને જ્યાંથી પકડીને લાવેલ હતા ત્યાં સુધી આ લોકો છોડી આવશે
પણ તેં મારી અનમોલ બેબીનો જીવ બચાવ્યો છે તું ઈછ્છે તો આજનો દિવસ અમારો મહેમાન
બનીને રહી શકે છે.બાકી આજ સુધી અહીં રહેવાનું સૌભાગ્ય બહારની કોઈપણ વ્યક્તીને
પ્રાપ્ત થયુ જ નથી અને અમારા કેમ્પ સિવાય બહારથી ભુલથી પણ આવી ગયેલી કોઈપણ વ્યક્તી
આજસુધી અહીંથી જીવીત ગઈ જ નથી. ”
સાગર અહીંનું વાતાવરણ જોઈને આ કેમ્પ વિશે જાણવા માટે
ખુબ જ ઉત્સુક હતો પણ ત્યાં ડેલહાઉસીમાં પણ જાણ કરવી જરૂરી હતી એ બોલ્યો “ એ મારું
સૌભાગ્ય હશે કે મને આપની મહેમાનગતી માણવા મળે પણ મારે ડેલહાઉસી જાણ કરવી ખુબ જ
જરૂરી છે.પણ અહીં કોઈ લેન્ડલાઈન હોય એ શક્ય નથી અને અહીં મોબાઈલનો ટાવર પણ નહીં જ
આવતો હોય.”
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ જો અહીં જામર લગાડેલા
હોવાથી મોબાઈલના ટાવર તો નહીં જ પકડાય પણ તું અમારા સેટેલાઈટ ફોનથી મેસેજ પહોંચાડી
શકે છે.”
હજી સાગર કંઈ જવાબ આપે એ પહેલાં જ સરિતા બોલી “ હા
બરાબર છે તું ફોનથી જણાવી દે અને આજનો દિવસ અહીં જ રોકાઈ જા અમારા ગેસ્ટ રૂમમાં ”
આ બોલતી વખતે એના ચેહરા ઉપરની બદલાતી રંગત વિશ્વમોહન ભટ્ટજી એ અનુભવી અને એમણે
પંડિતજીની સામે જોયું એટલે એ પણ વગર બોલ્યે સમજી ગયા.ખબર નહીં કેમ વિશ્વમોહન ભટ્ટજી
જેમણે કાળની અનેક થપાટો ખાધા પછી અજાણ્યાનો વિશ્વાસ કરવાનું બિલકુલ છોડી જ દીધેલુ
હોવા છતાં આ છોકરા ઉપર વિશ્વાસ કરવાનું એમને મન થયું.કદાચ આ છોકરાને એમના અધુરા સપનાને પુરા કરવામાં મદદરૂપ થવા માટે
જ જાણે કે સાક્ષાત મહાદેવે મોકલ્યો હોય એવું એમણે અનુભવ્યું.
સાગરે સેટેલાઈટ ફોનથી જોરૂભાને જાણ કરી દીધી કે તેને
અચાનક જ એક અગત્યના કામથી જવાનું થયું હોવાથી એ સવારે જાણ કર્યા વગર જ નીકળી ગયો
છે અને આવતીકાલે સવારે પાછો પણ આવી જશે.હજી એમની વચ્ચે કોઈ એવો મજબુત સંબંધ નહી
હોવાથી જોરૂભાએ પણ ટુંકમા જ ભલે કહીને વાત પુરી કરી દીધી.
હજુ તો સાગરે જે જોયુ હતુ એ હિમશિલાની ટોચ સમાન
હતું.જેવા એ ચોગાનથી નીચે ઉતરવા માટે આગળ ચાલ્યા કે સાગરને પોતાની આંખો ઉપર
વિશ્વાસ જ ન બેઠો.તે લોકો જે ચોગાન ઉપર ઉભા હતા બરાબર એની જ નીચે એક વિશાળ કોલોની
વિસ્તરેલી હતી.જેમા દરેક એપાર્ટમેન્ટમાં ઉપરથી લઈને નીચે સુધી વિશાળ ત્રિશુળ
કોતરેલાં હતાં.હવે જ અચાનક સાગરનું ધ્યાન ગયું કે ત્યાં હાજર દરેકના કપાળે ત્રિશુલ
ની નિશાનીવાળુ તિલક કરેલ હતું.એ એપાર્ટમેન્ટસની મધ્યમા એક ખુબ જ સાદગી ભર્યુ મકાન
હતું જેમાં ફક્ત ચાર ઓરડાઓ હતાં એક વિશ્વમોહન ભટ્ટજી નો બીજો પંડિતજીનો ત્રીજો અને
ચોથો વર્ષોથી બંધ જ હતાં.જેમાં થી એક હતો સરિતાનો અને ચોથો રૂમ હતો એમનો ગેસ્ટ રૂમ
જેનો ભાગ્યે જ ઉપયોગ થતો.આથી જ એ ગેસ્ટ રૂમમાં એમને પુછ્યા વગર જ રહેવા માટે
કહેવાની ઉતાવળ કરીને સરિતાએ તો એની જાણ બહાર આ જમાનાના ખાધેલ ડોશાઓને પોતાના મનની
સ્થિતી વિશે વગર કીધે ઘણુ બધું કહી દીધું કેમકે એ ગેસ્ટ રૂમમાં કોઈને આમંત્રણ
આપવું કે નહીં એનો નિર્ણય વિશ્વમોહન ભટ્ટજી સિવાય કોઈ જ લઈ શક્તું નહી.પણ વિશ્વમોહન
ભટ્ટજી એ કોઈ જ વિરોધ કર્યો નહીં અને સરિતાને જ સાગરની સાથે મોકલી આપી રૂમ બતાવવા
માટે કેમકે ત્યાં એમના રૂમની બહાર ચોવીસે કલાક આઠ આઠ કલાકની શિફ્ટ મા ચાર લોકો સતત
ખડેપગે અને એ.કે. 56ની સાથે ચોકી પહેરો ભરતા હતા.
રૂમ ઉપર પહોચીને સરિતાએ ગેસ્ટ રૂમ ખોલી આપ્યો અને
રૂમની અંદર દાખલ થતાં જ ત્યાંની ચોખ્ખાઈ જોઈને સાગર દંગ રહી ગયો મહેમાનની નાનામાં
નાની ચીજની સાદગીપુર્ણ રીતે છતા જરાપણ તકલીફ ન પડે એ રીતે રૂમમાં ચોકસાઈ રાખવામા
આવેલી હતી.સાથે જ અટેચ ટોઈલેટ બાથ પણ હતું જ્યાં ગીઝર પણ હતું એ જોઈને સાગર દંગ જ
રહી ગયો અને પુછ્યુ “ અહી તો રોજ ગેસ્ટ આવતા લાગે છે કેટલો સરસ મેઈન્ટેઈન કરેલ છે
રૂમને? “
સરિતા બોલી “ બે ત્રણ વર્ષે એકાદ વાર જ કોઈ ગેસ્ટ આવે
છે અહી.”
સાગર બોલ્યો “ આશ્ચર્ય છે છતા પણ આટલો જ સુઘડ જાણે કે
કાલે જ બનાવેલો હોય. “
સરિતા બોલી “ દાદાજીને ચોખ્ખાઈ ખુબ જ પસંદ છે જગામા
પણ અને લોકોના મનમાં પણ. “
સાગર પહેલા મોં હાથ ધોઈને ફેશ થયો અને પછી સીધો જ
પલંગ ઉપર પડતુ મુક્યું એને એમ હતું કે સરિતા એને રૂમમા છોડીને ચાલી ગઈ હશે પણ એ
હજી ત્યાં જ હતી.આથી સાગરને મજાક સુજી એ બોલ્યો “ તમારે ત્યાં મહેમાનને કંપની આપવા
માટે યજમાન પણ સાથે જ રોકાય છે કે શુ? “
આથી સરિતા બોલી “ ના એવું નથી.તારી બરાબર બાજુનો જ
રૂમ મારો છે.આ તો મે કહ્યું કે તુ થોડો ફ્રેશ થઈ જાય પછી નાસ્તા વિશે પુછી લઉં. “
સાગર ખભા ઉપર હાથ ફેરવતા બોલ્યો “ એ તો રસ્તામાં જ થઈ
ગયો હતો ને ? “
આથી સરિતા બોલી “ આ તો કહે કે તે જંગલમા કરેલી
જંગલીયત એ લોકોએ જોઈ જ નહોતી નહીંતર તારો જ નાસ્તો બનાવી નાખત.”
સાગર બોલ્યો “ એમણે તો નથી જોયુ પણ એ થયા બાદ પણ તું
શા માટે હજી મારા રૂમમાં એકલી બેઠી છો? તને મારો ડર નથી લાગતો? કે તું જ ઈચ્છે છે
કે ... “
હજી સાગર પોતાનું વાક્ય પુરુ કરે એ પહેલા જ સરિતા
બોલી “ ભુલથી પણ આવા નોન-સેન્સ વિચારો તારા મગજમાં લાવતો નહી.હું અંદર છું અને રૂમ
ખુલ્લો છે એટલે જ પેલા ગાર્ડસ બહાર છે જેવો રૂમ બંધ થાય કે જરા સરખો પણ મારો અવાજ
અહીંથી બહાર જાય કે બીજી જ મિનીટે તને એ લોકો શુટ કરી નાખશે અન્ડરસ્ટેન્ડ? એટલે
ખયાલી પુલાવ પકાવવાના બંધ કર અને વાસ્તવિકતાની દુનિયામા આવી જા. “
સાગર બોલ્યો “ જે કાંઈ પણ જંગલમા થયુ એના પછી કોઈ જ
યુવતી કે જેને એ ના ગમ્યું હોય એ મને આ રીતે અહી રહેવા માટે આગ્રહ પણ કરે નહી અને
આમ રૂમમા એકલા તો બેસે જ નહી એટલી તો મને પણ ખબર પડે છે. “
સરિતા વાતને ટાળવા બોલી “ પણ એ તો તારા કહેવા મુજબ
એક્સાઈટમેન્ટમા થઈ ગયેલુ ને? એટલે મે માફ કરી દીધુ. “
સાગર બોલ્યો “ આટલી દયાળુ તુ સૌની સાથે થાય છે કે
મારી ઉપર કોઈ સ્પેશિયલ દયા દાખવે છે? “
સરિતા બોલી “ તને શુ લાગે છે? “
હવે સાગર પણ વાતને
હાલ પુરતી આગળ વધતી અટકાવવા માંગતો હતો ખાસ તો અહી આ રૂમમા તો નહીં જ.આથી
એણે થાકનું બહાનુ કાઢીને સરિતાને ત્યાંથી થોડા સમય માટે જવાનું કહીને પોતાને એક કલાક પછી ઉઠાડવાનુ કહીને રૂમ બંધ કરી
દીધો.
સરિતા પોતાના રૂમમાં આવીને આજે સવારથી લઈને અત્યાર
સુધી બનેલ તમામ બનાવો વિશે વિચારવા લાગી અને વારંવાર જંગલમા બનેલ બનાવ વિશે
વિચારીને એને ગુસ્સો આવવાને બદલે એના મનમા કોઈ અકળ ભાવ જાગૃત થતા હતા.શા માટે એ
એને સમજાતુ નહોતુ. એ હજી સ્પષ્ટ થઈ શક્તી નહોતી કે ફક્ત થોડા કલાકોની જ મુલાકાતમા
એ શા માટે સાગર તરફ આટલુ ખેંચાણ અનુભવવા લાગી હતી એ પણ ત્યા સુધી કે એ સાગરથી
છુપાવી પણ નહોતી શકતી.એણે મનોમન પોતાની આ મુર્ખામી બદલ પોતાની જાતને ઠપકો આપ્યો
અને હવે પોતાની જાત ઉપર કંટ્રોલ રાખશે એવુ પોતાની જ જાતને વચન આપ્યું.જે મિશન માટે
એમના દાદાજીએ અને પોતાના સમગ્ર પરિવારે આટલા બલિદાનો આપ્યા એ પોતે ક્યારેય નહી
ભુલે અને એને ક્યારેય એળે નહી જ જવા દે
એવો દ્રઢતાથી સંકલ્પ કર્યો.
જ્યારે સાગરે રૂમ બંધ થતા વેંત જ રૂમની તલાશી લેવાનું
શરુ કર્યું.એને ક્યાંય થી કશું જ મળ્યું નહીં કેમકે એ ગેસ્ટ રૂમ હોવાથી ત્યા
મહેમાનોના રહેવા સિવાય કોઈ જ પ્રકારનો સામાન રાખવામા જ નહોતો આવ્યો પણ થોડી જ
વારમાં એના બારણે ટકોરા પડ્યા.આથી એ ચોંક્યો અને અચાનક જ એનું ધ્યાન એ રૂમમાં
લાગેલા સી.સી.ટી.વી. કેમેરા ઉપર પડ્યુ અને એને આવી ઠંડીમા પણ પરસેવો વળી ગયો.આવા
ગાઢ જંગલમા આવેલા ગેસ્ટ રૂમમા પણ સી.સી.ટી.વી. કેમેરા હોઈ શકે એ એના માન્યામાં જ
નહોતુ આવતું.
એણે હળવેકથી દરવાજો ખોલ્યો એને એમકે ગાર્ડસ હશે પણ
સામે ખુદ વિશ્વમોહન ભટ્ટજી ઉભા હતાં.એમના હાથમા એક તસ્વીર હતી.તેઓ રૂમમાં દાખલ થયા
અને એમણે દરવાજો બંધ કરી લીધો.
Part-10
સાગર પહેલા તો હતપ્રભ થઈ ગયો પણ થોડી જ વારમા એણે
સ્વસ્થતા કેળવી લીધી.થોડી મિનિટો બંન્ને મૌન રહ્યા પછી વિશ્વમોહન ભટ્ટજી એ જ
ચુપ્પી તોડી
“ ખબર નહીં કેમ પણ કોઈ જ ઓળખાણ વિના જ મને તારા ઉપર
વિશ્વાસ રાખવાનું મન થાય છે.નહીંતર જે રીતની જિંદગી મેં છેલ્લા કેટલાક વર્ષોમાં
વિતાવી છે મેં મારા પડછાયાનો પણ વિશ્વાસ કરવાનું છોડી દીધેલુ છે.કદાચ ઉંમરનો
પ્રભાવ હશે.મૃત્યુના વિચારોને કારણે હશે.( પછી ઉંડો નિ:શ્વાસ નાખીને બોલ્યા ) મૃત્યુનો મને ડર તો નથી બેટા પણ
મૃત્યુથી વધુ શાશ્વત આ દુનિયામાં કાંઈ જ નથી એ પણ પરમ સત્ય છે એ મારાથી વિશેષ કોણ
જાણી શકે? “
સાગર કાંઈ જ સમજ્યો નહીં પણ આ સાંભળીને થોડો વધુ
સ્વસ્થ થયો અને બોલ્યો “ દાદાજી આપ શા માટે આ વાત કરો છો એ મને પણ ખબર નથી પણ હા
આપને જોયા બાદ મને પણ કોઈ અકળ ભાવ જાગે છે
આપને જોઈને.મને પણ એ સમજાતુ નથી કે શા માટે પણ કોઈ તો ઋણાનુબંધ છે આપણી વચ્ચે કે
બંન્ને ને એકસરખી લાગણી થાય છે.આપના હાથમાં આ તસ્વીર કોની છે? “
એ સાંભળીને વિશ્વમોહન ભટ્ટજીએ એ તસ્વીર સાગરના હાથમાં
આપી.થોડી જુની તસ્વીર હતી કદાચ પંદરેક વર્ષ જુની એમાં એક ખડતલ પુરુષ,અતિશય સુંદર
સ્ત્રી અને એક પરી જેવી નાની બાળકી હતી. એ તસ્વીર ને જોઈને વિશ્વમોહન ભટ્ટજી ધીમે
ધીમે અતીતમાં ખોવાતા ચાલ્યા
“ ખબર નહી તને આ બધુ કહુ છુ એ તુ છુપાવી શકીશ કે
કેમ?પણ તારો વિશ્વાસ રાખવાનું મન થાય છે એટલે કહુ છુ.આ જમણી તરફ જે દેખાવડો
તરવરિયો યુવાન દેખાય છે એ છે મારો એક નો એક પુત્ર બૃજમોહન ભટ્ટ અને ડાબી તરફ છે
એની પત્ની ચારુલતા અને વચ્ચે છે મારી નાની બેબી સરિતા.મારો પુત્ર જમ્મુ-કશ્મીર
પોલીસ માં ઈન્સપેક્ટર હતો.આમ તો એંશીના
દાયકામાં જ જમ્મુ-કશ્મીરમાં આતંકવાદનો ઓછાયો પડી ગયેલો હતો જે નેવુંના દાયકામાં
પુર જોશમા હતો.જ્યારે ધીમી પણ મક્કમ ગતિએ કશ્મીરી પંડિતોને જમ્મુ-કશ્મીરમાંથી
હાંકી કાઢવાનું પણ ચાલુ જ હતું જે અચાનક જ જોર પકડી ગયેલું અને મોટી સંખ્યામાં
કશ્મીરી પંડિતોની કત્લેઆમ કરીને,બળાત્કારો કરીને કે એમની મિલ્કતો લુંટીને એમને
કશ્મીરમાંથી રીતસરના ભગાડી મુકવામાં આવેલા ૧૯૮૯ થી શરુ થયેલા એ સિલસિલાનું આજે પણ કોઈ
જ સુખદ સમાધાન મળેલ નથી.પોતાનાજ વતનમાં કે જ્યાં એમના બાપદાદાઓએ રાજ કરેલુ ત્યાં
નિરાશ્રિતોની જેમ કેમ્પમાં અથવા પુરા દેશમાં છુટ્ટાછવાયા રોટલા માટે ભટકતા કશ્મીરી
પંડિતોનો પક્ષ લઈને લડે અને એમનો હક્ક પાછો મળે એવુ ક્યારેય કોઈ જ દેશવાસીઓને કે
કોઈ પક્ષને સુજ્યુ જ નથી.
આથી જ મારા પુત્રએ મને,ચારુલતાને અને બેબીને દિલ્લી ખાતે શિફ્ટ કરી દીધેલા.મે
ખુબ જ વિરોધ કરવાની કોશિશ કરેલી કે જે કશ્મીરની ખુબસુરત વાદીઓ મા બચપન થી બુઢાપો
આવ્યો એ વાદીઓ છોડીને દિલ્લી જેવા ભયંકર પ્રદુષણ અને અરાજકતાથી ભરપુર શહેર મા મારે
જિંદગીના છેલ્લા શ્વાસો નથી વિતાવવા પણ સમયને કાંઈક અલગ જ મંજુર હતું.બૃજની
નોકરીને કારણે કશ્મીરમા જુદીજુદી જગાઓએ બદલીઓ થતી હોવાથી ઘાટીના વાતાવરણ અને અમારી
સુરક્ષાને ધ્યાને રાખીને મે પણ કમને એ વાત સ્વીકારી લીધી.
થોડાથોડા સમયના અંતરે મારા કાને વાતો આવતી હતી કે
બૃજના જીવ ઉપર જોખમ છે.એ જ અરસામાં એની ટ્રાન્સફર બારામુલ્લા માં થઈ.જે ખુબ જ
સંવેદનશીલ હોવા ઉપરાંત બોર્ડર ની ખુબ જ નજીક પણ હતુ.
બૃજના મિલનસાર અને લોકોની નિ:સ્વાર્થ સેવા કરવાના
સ્વભાવને કારણે એ જ્યાં જતો બહુ ઝડપથી લોકપ્રિય થઈ જતો.બારામુલ્લામાં પણ એમ જ થયું
ત્યાંના લોકલ લોકો બહુ જ ઝડપથી એની સાથે ભળી ગયા.વાસ્તવિકતા એ જ છે કે આજે પણ
કશ્મીરના ઘણા વિસ્તારમાં રહેતા બહુમતી મુસ્લિમો ક્શ્મીરી પંડિતો વિનાના કશ્મીરને
અધુરું ગણે છે.ઘાટીના ઘણા લોકો આઝાદીના સમયથી જ ગદ્દાર હતા અને રહેશે પણ આજે પણ
ઘણા લોકો આતંકવાદીઓની સાથે નથી પણ ડરથી જ એમનો સાથ આપે છે તેઓ દિલથી પુરા
હિન્દુસ્તાની છે અને એમને ખબર છે કે એમનું હિત કટ્ટર પાકિસ્તાન સાથે નહીં પણ
હિન્દુસ્તાન સાથે જોડાયેલા રહેવામા જ છે.પણ એ આતંકવાદીઓ સતત લોકોમાં દહેશતનો માહૌલ
ઉભો કરવા માટે ચિત્રવિચિત્ર ફતવાઓથી લોકોને ડરાવતા રહે છે.જ્યારે કોઈ એમની માહીતી
પોલીસને કે આર્મીને પહોંચાડે છે એવી ખબર એમને મળે એટલે એ મુસ્લીમ હોય છતાં એમના
પુરા પરિવારની કત્લેઆમ કરીને એ પરિવારની તમામ ઔરતોને બેરહેમીથી બળાત્કાર કરીને
જાહેરમાં લાશો ટીંગાડે છે.બાળકોને પણ નથી છોડતા.એટલે લોકો બને ત્યાં સુધી ચુપ જ
રહે છે.પણ જ્યારે અત્યાચાર હદ વટાવી જાય ત્યારે લોકો સામનો કરવા તૈયાર થઈ જ જતા
હોય છે.છેલ્લે છેલ્લે તો એ લોકો ગામની કોઈપણ હસીન ઔરતને પછી એ પરણેલી હોય કે
કુંવારી હોય એમને ગમી જાય એટલે ગમે ત્યારે ઘરમાં ઘુસીને ઉઠાવી જતા હતાં. જેને
કારણે એવા ઘણા લોકો બૃજના ખબરી બની ગયેલા
જે આતંકવાદીઓના ત્રાસથી કંટાળી ગયેલા અને જેઓ હિન્દુસ્તાનને પોતાના મઝહબથી પણ
વધારે પ્રેમ કરતા હતાં.
આ વાતની જાણ આતંકવાદીઓને પણ થઈ ગયેલી અને એ લોકો
કોઈપણ ભોગે બૃજને એવી રીતે મારવા માંગતા હતા કે ત્યાંના લોકલ લોકોમાં ખૌફનો માહૌલ
પેદા થાય.કેમકે ડર થી જ તો એમનો આતંકવાદનો ધંધો ચાલતો હતો.આતંકવાદની આડમા એવા ઘણા
કારોબાર કરવામાં આવતા હતા જે ગેરકાયદેસર હોય.પણ બૃજ એમને લાંબા ગાળે નડે તેમ હતો કેમ કે
એક તો એ એમનાથી ડરતો નહોતો કે નહોતો એ ખરીદી શકાય એવો.સાથે જ લોકલ લોકોમાં ઝડપથી એ
લોકપ્રિય થઈ રહ્યો હતો.જે ઘાટીના લોકોને ધીમે ધીમે હિન્દુસ્તાન તરફી કરી શકે એમ હતો.આથી
એમણે એક યોજના બનાવી.
બૃજના જાન ઉપર જોખમ છે એ વાતની ચારુલતાને પણ ક્યાંક
થી ખબર પડી જતા પંદર ઓગસ્ટની રજાઓમાં એણે એકલીએ બૃજ પાસે જવાની અને એને સમજાવવાની
જીદ પકડી.આથી મારે પણ કમને એને ત્યાં જવાની હા પાડવી પડી.આથી હું અને બેબી અહીં
દિલ્લીમાં જ રોકાયા.હું ખુદ અને બેબી બંન્ને ચારુલતાને સ્ટેશન છોડીને આવેલા.ખબર
નહીં ક્યારેય નહીં ને ત્યારે જ કેમ પણ મારું મન કહેતુ હતુ કે ચારુલતાને ત્યાં જતાં
રોકી લઉં પણ એ માને એમ જ નહોતી.એ કોઈપણ ભોગે બૃજને સમજાવીને નોકરી છોડીને અહીં
દિલ્લી મા જ સેટલ થઈ જવાનું સમજાવવા માગતી હતી અને મને પણ આશા હતી કે કદાચ
ચારુલતાનું બૃજ માની જાય અને પાછો આવી જાય તો મારે પણ સતત એકના એક દિકરાની
ખૈરિયતને ચિંતા કરવામાંથી મુક્તી મળી જાય.ચારુલતા બરાબર ચૌદમી ઓગસ્ટે ત્યાં પહોંચી
ગઈ પણ બીજે દિવસે ધ્વજવંદન હોવાથી ત્યાં ટેન્શન હોવાથી ચારુલતાને તેડવા બૃજ ખુદ
નહોતો જઈ શક્યો પણ ગાડી જ મોકલી દીધેલી.
બૃજ પેટ્રોલીંગમા હતો સાંજ પડવામાં હતી અને એની જીપ
એણે આસિફની ચાની કેબીન પાસે ઉભી રાખી જે બરાબર ઢાળ ઉતરતા જ હતી અને એ આસિફમિયાં
એમના ખબરી પણ હતાં
બૃજ બોલ્યો “ સલામ-વાલેકુમ આસિફ ચાચા “
આસિફમિયાં એને જોઈને જ ખુશ થઈ ગયા અને બોલ્યા “
વાલેકુમ-અ-સલામ બેટા.(પછી આજુબાજુ જોઈને ધીરેથી બોલ્યા) બેટા આજ સાંજથી જ થોડા
ચૌકન્ના હો જાના.ગઈકાલથી જ પેલા સલીમ કુત્તાને ઘેર ભેદી હિલચાલ શરુ થઈ ગઈ
છે.રાત્રે મોડે સુધી એની ટેકરી ઉપર આવેલી કોઠી ઉપર બોર્ડર પારથી થોડા લોકો આવીને
આજે જ ગયા છે.”
બૃજ બોલ્યો “ ચાચા હથિયાર કે ગ્રેનેડ જેવું કાંઈ હોય
તો અત્યારે જ રેઈડ પાડીએ અને વધુ લોકો હોય તો આર્મીને જાણ કરી દઈએ અને એમના ઉપર નજર રાખીએ. “
આસિફમિયા બોલ્યા “ ના બેટા એ તપાસ તો એં કરી લીધી
એવું કાંઈ જ જણાતું નથી.પણ મને તારી જાન ઉપર જોખમ હોય એવું લાગે છે.આ બુઝુર્ગે અહી
ઝિંદગી પુરી કરી નાખી છે.બેટા હું આ લોકોની રગેરગ થી વાકેફ છું. છેલ્લે થયેલા
ગ્રેનેડ હમલામાં તું થોડીક સેકન્ડોથી જ બચી ગયેલો. અલ્લાહ તાલા દરેક વખતે એવી
રહેમત નથી ફરમાવતા બેટા તું થોડો સમય માટે અન્ડરગ્રાઉન્ડ થઈ જા.થોડી છુટ્ટી લઈને
દિલ્લી જઈ આવ. “
બૃજ બોલ્યો “ ચાચા એ શક્ય જ નથી.એ લોકો એ જ તો ઈચ્છે
છે કે હું કાયરોની માફક પીઠ બતાવીને ભાગી જઉં.જેથી ભવિષ્યમાં કોઈ જ એમની સામે અવાજ
ઉંચો ન કરી શકે.તમે તો જાણો જ છો કે મારું સપનું શું છે?જો હું એ સપનું સાકાર કરવા
માંગતો હોઉં તો મારે સામી છાતીએ જ લડવું રહ્યું.જો અમારા કશ્મીરી પંડિત ભાઈઓ
અહીંથી ભાગી જવાને બદલે સમયસર સામી છાતીએ લડ્યા હોત તો એમણે પોતાના જ વતનમા
રેફ્યુજી થઈને આમ ભટકવાનો વારો જ ના આવ્યો હોત.ત્યારે પણ તમારા જેવા ખુદાના બંદાઓ
એમનો સાથ જરૂર આપત જ. “
આસિફમિયાં બોલ્યા “ બેટા તારી વાત સાચી છે પણ હવે બહુ
જ મોડું થઈ ગયું છે.ત્યારે દહેશતગર્દોનુ જોર પણ ઓછું હતું અને ઘાટીના
કટ્ટરપંથીઓનું પણ.હવે તો કટ્ટરપંથીઓની સાથે જ દહેશતગર્દો પણ જોડાઈ ગયા છે.હવે
તારું સપનું એક ગાંડપણ થી વિશેષ કાંઈ જ નથી.બેટા તું ખુદાનો નેકદિલ બંદો છે એટલે
મારા જેવા લોકો તને ખબર પહોંચાડતા હતા પણ... “
બૃજ એમની વાતને અધુરી જ કાપીને બોલ્યો “ હું સમજી
શકું છુ ચાચાજાન કે તમને દહેશતગર્દોને ડર લાગે છે.હું તમને કે કોઈને પણ ખબર
પહોંચાડવા માટે ફોર્સ નથી કરતો.અમારા પોલીસખાતાના મોટાભાગના ભ્રષ્ટ અને ફુટી ગયેલા
તંત્રને કારણે તમને કોઈને નુકશાન ન પહોચે એટલા માટે તો હું તમારા જેવા ખબરીઓને
મળવા ખુદ સેલ્ફ ડ્રાઈવ કરીને આવું છું. “
આસિફમિયાં બોલ્યા “ બેટા મને મોતનો કોઈજ ખૌફ
નથી.મારું આખું કુટુંબ જ દહેશતગર્દોએ મારી નજર સામે કત્લ કરી નાખ્યું છે મારે
જીવીને પણ શું કામ છે.બસ હવે તો હું અને સાહિલ જ બાકી રહ્યા છીએ.પણ બેટા તારા જેવા
નેક બંદાઓની આ દેશને અને દુનિયાને ખુબ જરૂર છે.હું તો તારી સલામતી માટે કહું છું.
“
બૃજ બોલ્યો “ ચાચા હું જ્યારે પોલીસમાં જોઈન થયો
ત્યારથી જ હું મારા ઈરાદાઓ વિશે બહુ જ સ્પષ્ટ હતો અને આજે પણ છું.એટલે તો હું
થોડાથોડા સમય એવા જ વિસ્તારોમાં મારી બદલીઓ કરાવી નાખું છું જ્યાં મોટાપાયે
કશ્મીરી પંડિતોની કત્લેઆમ થયેલી હોય અને કોઈ જ કશ્મીરી પંડિત તો શું હિન્દુ પણ
ડ્યુટીમાં જવા માટે ઈન્કાર કરી દેતો હોય.કેમકે આપ સૌના સહકાર વિના તો મારું સ્વપ્ન
કઈ રીતે પુરું થવાનું હતું.”
આસિફમિયાં બોલ્યા “ બેટા એ ખ્વાબ નથી ખુદકુશી છે.છતાં
એ ખ્વાબ જોવા માટે તારે જીવતા રહેવું પણ એટલું જ જરૂરી છે ને? “
બૃજ બોલ્યો “ ચાચા ઉપરવાળો ઈચ્છે ત્યાં સુધી જ આપણા
હાથપગ ચાલે છે.મૌત તો ક્યારે આવી જાય એની કોઈને ખબર નથી.પોતાના અંતરાઆત્માને મારીને
જીવતે જીવ દોઝખમા જીવવા કરતાં તો મૌતને હથેળીમાં લઈને ફરવું સારું.કેમકે મૌત તો
હું અહીંથી ડરીને ભાગી જતો હોઉં અને રસ્તામાં એક્સીડેન્ટ થી કે બાથરૂમમાં પડી જઈને
હેમરેજ થવાથી પણ થઈ શકે છે.જો અત્યારે હું ડરીને ભાગી જઈશ તો જે સ્વપ્ન હું જોઈ
રહ્યો છું એમાં જોડાવાની કોણ હિંમ્મત કરશે?પણ જો હું સામી છાતીએ લડતા લડતા મરી જઈશ
તો મારા બાદ મારા સ્વપ્ન ને આગળ ધપાવવા વાળું કોઈને કોઈ તો મળી જ રહેશે.”
હજી આસિફમિયાં કાંઈ બોલે એ પહેલા તો વાયરલેસ સેટ ઉપર
કોઈ મેસેજ આવ્યો અને એ સાંભળવા માટે બૃજ જીપમાં ગયો અને એ સાંભળીને પુરપાટ વેગે
એણે જીપ ભગાવી મુકી.એમની બધી જ વાતચીત નાનો સાહિલ સાંભળી રહ્યો હતો જેના મનમા
બૃજના સપનાનું બીજ રોપાઈ ગયું હતું.
Part-11
જીપમાં બેસીને બૃજે વારંવાર રીપીટ થતા મેસેજને
સાંભળ્યો એ સાંભળીને એના ગુસ્સાનો પાર નહોતો રહ્યો.એણે વાયરલેસથી બીજી પેટ્રોલીંગ
જીપ ને મેસેજ પહોંચાડી દીધા.જ્યારે વળતી જ સેકન્ડે ઈગ્નીશન કી ઘુમાવીને જીપ
સ્ટાર્ટ કરીને પુરપાટ વેગે ભગાવી દીધી.હજી અંધારું થવાને વાર હતી.
વાયરલેસ ઉપર મેસેજ હતો કે થોડા લોકો સરકારી શાળાના કમ્પાઉન્ડ માં જ આજે ચૌદમી
ઓગસ્ટે પાકિસ્તાનનો ધ્વજ ફરકાવી ચુક્યા હતા.જ્યારે ગામના ચોરે અને ચૌટે ફતવાઓ લાગી
ગયા હતા કે જે કોઈપણ આવતીકાલે હિન્દુસ્તાન નો રાષ્ટ્રધ્વજ ફરકાવશે એને જાહેરમા
ગોળી મારીને મૌતને ઘાટ ઉતારી દેવામાં આવશે.જે મેસેજ હતો એના ઉપર બૃજને પહેલા તો વિશ્વાશ જ ન બેઠો કેમકે
એના આવ્યા બાદ અન્ય ગામોની જ જેમ એણે અહીં પણ હિન્દુસ્તાન તરફી એક માહૌલ પેદા
કરેલો પછી આવી હિમ્મત કોણે કરી હશે?
એની સરકારી જીપ સડસડાટ ઢોળાવો વાળા રસ્તા ઉપર બ્રેકના
ચીચુડ ચીચુડ અવાજો કરતી ભાગી રહી હતી.એ પહાડી ગામની એક એક ગલીઓ અને એના વળાંકોથી
હવે તો એ વાકેફ થઈ ગયો હતો.જેવી શાળા નજીક આવી કે એની નજર સરકારી શાળાની છત ઉપર
લહેરાઈ રહેલા પાકિસ્તાની ધ્વજ ઉપર ગઈ.એની જીપ ૧૦૦ની સ્પીડ મા હતી છતાં એણે ભયંકર
બ્રેક લગાવી.એની જીપ વીસેક ફુટ ઢસડાઈને ચક્કર ફરી ગઈ.જો થોડી ચુક થઈ હોત તો જીપ
પલ્ટી જ ખાઈ જાત પણ પોતાના જ દેશમા પાકિસ્તાની ધ્વજ ફરકતો જોઈને બૃજનું મગજ
ફાટ્ફાટ થઈ રહ્યું હતું.જીપ ઉભી રહેતા જ એણે છલાંગ લગાવી દીધી.ત્યાં બીજી ફોર્સ પણ
પહોંચી જ ગઈ હતી. બૃજ ના આવતા જ ત્યાં હાજર પી.એસ.આઈ. કુરેશી એ રીપોર્ટ આપ્યો
“ જનાબ અંદર ઓછામાં ઓછા પચાસ દહેશતગર્દો છે જ્યારે
એમની સાથે સલીમ કુત્તો પણ છે.અલ્લાહ્તાલા નો શુક્ર છે કે શાળાના બાળકો અને
શિક્ષકોને એમણે જવા દીધાં છે.”
બૃજ બોલ્યો “ આપણી પાસે હાલ ડ્યુટી ઉપર કેટલા લોકો
છે? “
કુરેશી
બોલ્યો “ જનાબ વધીને પંદર લોકો.ઉપરથી એમની પાસે ઓટોમેટીક મશીનગન છે,રોકેટ લોંચર
છે,હેન્ડ ગ્રેનેડ અને કદાચ આર.ડીએક્સ પણ છે.જ્યારે આપણા અડધા સ્ટાફ પાસે તો ફક્ત રાઈફલ
છે અને જે મશીનગન છે એની બુલેટસ ખાલી થઈ
ગઈ છે જેનો રીપોર્ટ હેડ ઓફિસને કરેલ છે જે હજી સુધી એમણે મોકલેલ નથી. “
બૃજ બોલ્યો “ કુરેશી સ્ટોકમાં થોડી બુલેટસ તો હશે જ
ને? “
કુરેશી બોલ્યો “ જી જનાબ મશીનગન મા જે મેગેઝીન છે અને
રાઈફલમા જેટલી બુલેટસ છે એટલા રાઉન્ડ ફાયર
થઈ શકશે. પછી શુ? “
બૃજ ગુસ્સામાં બોલ્યો “ પણ આટલા હથિયારો લઈને એ લોકો
અહીં સુધી ઘુસી કઈ રીતે આવ્યા? તમે લોકો શુ ઉંઘતા હતા? “
કુરેશી બોલ્યો “ જનાબ આ બધા જ હથિયારો ન તો જમીન ના
રસ્તે આવ્યા છે કે ન તો બોર્ડર પારથી આવ્યા છે.મને પુરી શંકા છે કે એક મહિનાની
અંદર પેલો કશ્મીરનો પરિવહન મંત્રી હેલીકોપ્ટરથી સલીમ કુત્તાને ત્યાં અનેક વખત આવી
ને ગયો છે.આ બધો જ માલ એણે જ પહોંચાડ્યો છે આખી ઘાટીને ખબર છે કે એ મંત્રી પણ
સલીમની જ જેમ આઈ.એસ.આઈ. નો પિઠ્ઠુ છે.”
બૃજ બોલ્યો “ વાતોમાં સમય બગાડવાનો કોઈ જ મતલબ
નથી.કોઈપણ રીતે પાકિસ્તાનનો ધ્વજ તો ઉતરાવવો જ પડશે.”
કુરેશી બોલ્યો “ જનાબ આજે તો એ શક્ય જ નથી.આપણે
આવતીકાલે વધુ ફોર્સ મંગાવીને એમના ઉપર એટેક કરીશું બાકી આજે એમની સાથે લડવું મતલબ
ખુદકુશી કરવી.કદાચ આવતીકાલે તો એ લોકો જાતે જ અહીંથી ચાલ્યા જાય એવું પણ બને. “
બૃજ બોલ્યો “ શક્ય જ નથી કુરેશી.જો આજે આ લોકોને
અહીંથી હટાવવામાં નહીં આવે તો એમની દહેશતથી આવતીકાલે કોઈ જ હિન્દુસ્તાની ધ્વજ ફરકાવવા
નહી આવે અને મેં આટલી મહેનતથી ઘાટીના લોકોમાં પેદા કરેલી હિમ્મત ધુળમા મળી જશે.હું
એ કોઈપણ ભોગે નહીં થવા દઉં. “
કુરેશી બોલ્યો “ જનાબ પ્લીઝ આપણે ગાંડપણ માં આવીને
જાણીજોઈને અહીં હાજર તમામ સ્ટાફના જાન જોખમમાં ન નાખી શકીએ.સૌના બીબી બચ્ચા
છે.સાહેબ લડતા લડતા શહીદ થવું એ તો કોઈપણ સિપાહીનુ સૌભાગ્ય કહેવાય પણ જ્યારે આપણને
ખબર જ હોય કે દુશ્મન સંખ્યામાં અને તાકાતમાં આપણાથી અનેક ગણો જોરાવર છે તો પીછેહઠ
કરવી એ જ બુધ્ધીમાની છે અને લડવા જવું એ ખુદકુશી છે. “
બૃજ બોલ્યો “ એટલે જ એ ખુદદુશી હું એકલો જ કરીશ.”
કુરેશી બોલ્યો “ પણ તમારા પણ બીબી બચ્ચા છે.જનાબ
અલ્લાહતાલા ન કરે પણ જો તમને કાંઈ થઈ જશે તો હું જીવનભર શરમીંદો રહીશ.ખુદાના
વાસ્તે એક દિવસ રાહ જોઈ લ્યો. “
પણ બૃજ ન માન્યો અને શાળામાં પ્રવેશવા માટે એકલો જ
ઘુસવાની તૈયારી કરવા લાગ્યો .ત્યા હાજર સૌ કોઈ એ એમની વાતચીત સાંભળેલી.કુરેશી એ
ત્યાં હાજર અન્ય પી.એસ.આઈ. રહેમાનની સામે જોયું અને આંખોઆંખોમા જ બંન્ને એકબીજાના
મનના ભાવ સમજી ગયા અને એમણે સેલ્યુટ કરીને એકસાથે જ કહ્યું “ વી આર વીથ યુ સર.”
ત્યાં હાજર તમામ સ્ટાફ પણ લડી લેવાના જ મુડમાં હતો.
આથી બૃજની આંખોમાં એક અજબ ચમક આવી ગઈ પછી એ બોલ્યો “
જુઓ એક વાત તો નિશ્ચિત છે કે આજે આપણામાંથી અંદર જે કોઈપણ જશે એ કોઈ જ જીવતા તો
પાછો નહીં જ આવે.એટલે હજી પણ કોઈને પાછા ફરી જવું હોય તો છુટ છે. “
સૌ એકી અવાજે બોલ્યા “ નો સર.”
બૃજ બોલ્યો “ એક વાત યાદ રાખવાની છે કે આપણે પંદર છીએ
અને એ પચાસની આસપાસ. આપણે સૌએ એમના વધુમાં વધુ લોકોને મોતને ઘાત ઉતારવાના છે.પણ
સૌથી અગત્યની વાત એ છે કે આપણામાંથી જે છેલ્લે સુધી જીવીત રહે એણે પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ
ને કોઈપણ ભોગે ઉતારી ફેંકવાનો છે.હાલ ની સ્ટ્રેટેજી એ છે કે હું એકલો હથિયાર વિના
શાળાની અંદર હાથ ઉંચા કરીને દાખલ થઈશ અને એ લોકોને વાતોમાં ઉલઝાવવાનો પ્રયત્ન કરીશ
જે વધુમાં વધુ દશ મિનિટ સુધી થઈ શકશે.આપણી એકપણ બુલેટ વેસ્ટ ન થવી જોઈએ.શાળા ફક્ત એક
જ માળની છે ઉપર સીધીજ અગાશી છે.અત્યારે
અહીં મેઈન ગેઈટથી બંન્ને તરફ મોટામોટા ટાંકા હોવાથી અંદરની અગાશી આપણને દેખાતી નથી
કે એમને પણ આપણે દેખાતા જ નથી.અગાશી ઉપર બહારના પાઈપથી ચડીને અંદર ઉપરના માળે
રહેલા દહેશતગર્દોના લોકેશન શોધીને કોઈપણ
રીતે દશમી મિનિટે એટેક કરી જ દેવાનો રહેશે.
હાલ ફક્ત બે જ વોકીટોકી છે જેનાથી આપણે સૌ એકબીજાના
કોનટેક્ટમા નહી રહી શકીએ એટલે સૌ પોતપોતાની રિસ્ટ વોચ માં ટાઈમર સેટ કરી લો દશમી
મિનિટે હુમલો થઈ જ જવો જોઈએ.જો ઉપર રહેલા સૌ કોઈ એકસાથે સાફ થઈ શકશે તો જ આપણે
જીવીત રહી શક્શુ બાકી એકપણ બુલેટ ચાલી અને એ વેસ્ટ ગઈ તો થોડી જ મિનિટો મા નીચેના
લોકો પણ ઉપર પહોચી જ જશે અને ખેલ ખતમ. અત્યારે આપણે એમ જ માનીને ચાલીએ કે તેઓ ઉપર
અને નીચે સરખા ભાગે વહેંચાયેલા જ હોય નહીંતર પણ ખેલ ખતમ.”
કુરેશી બોલ્યો “ પણ જનાબ એટલું બધું પરફેક્શન શક્ય
છે?આપણે પોલીસ ફોર્સમા છીએ આર્મીમાં નહી.”
બૃજ બોલ્યો “ એ તો ઉપરવાળાને ખબર. જો થઈ શકશે તો સફળ
થઈશુ નહીંતર બીજો પ્લાન પણ છે જ.(એમ કહીને એ પોતાની જીપની પાસે ગયો અને પાછળની સીટ
ઉંચી કરી અને સૌ દંગ રહે ગયા એમાં આર.ડી.એક્સ. ભરેલો હતો.સૌ એકબીજાની સામે જોવા
લાગ્યા કે આ માણસ રોજ જીવતા બોંબની સવારી કરે છે? “
કુરેશી બોલ્યો “ ગુસ્તાખી માફ જનાબ શું આપ પાગલ છો? અરે ફક્ત હલકા
એક્સીડેન્ટથી પણ આ જીપના ફુરચા ઉડી જાય એમ છે અને આપ રોજ એમા ફરો છો? “
બૃજ ફક્ત ફિક્કુ હસ્યો “ ના હું પાગલ નથી ઝનુની છું
અને એ ઝનુન વિના હું જે કરવા ધારું છું એ શક્ય જ નથી. એવું ઘણું બધું છે કે જે તમને તો શુ મારા પરિવારને પણ
ખબર નથી.પણ મારું સપનાનું બી રોપાઈ ચુક્યું છે એ એક દિવસ જરૂર પાક્શે.કદાચ એના ફળ
ખાવા માટે હું જીવતો નહીં હોઉં પણ હા આવનારી પેઢીઓને માટે હું જરૂર એ ફળ મુકતો
જઈશ.
અત્યારે આ વાતો કરવાનો સમય નથી.હું જે બોલું એ ધ્યાનથી સાંભળો “ જો આપણૉ પ્લાન
ફેઈલ જાય અને આપણે સૌ માર્યા જઈએ તો આપણામાંથી કોઈ એક અહીં બહાર જીપ પાસે રહેશે
અને આ જીપ પુરપાટ વેગે અંદર પહોંચાડીને કોઈપણ જગાએ જોરથી ભટકાશે એટલે પેન્સીલ કે
ટાઈમર વગર જ આર.ડી.એક્સ. બ્લાસ્ટ થઈ જશે જ્યારે ત્યાં અંદર પણ પુષ્કળ દારૂગોળો છે જે
પુરી સ્કુલ તમામ દહેશતગર્દો અને પાકિસ્તાની ઝંડા ને ઉડાડી મુકવા પુરતો છે.વસીમ તું
અહીં આ જીપ સાથે જ રહેજે અને જો અમે સૌ ખતમ થઈ જઈશું અને જરૂરત પડશે તો હું અથવા
જે કોઈપણ છેલ્લો વ્યક્તી જીવીત હશે એ જોરથી વંદે માતરમ બોલશે એટલે તું જીપ લઈને
અંદર ઘુસી આવજે. “
વસીમ બોલ્યો“ જી જનાબ “
આટલું કહેતા જ સૌએ પોતપોતાની રિસ્ટ વોચમાં દશ મિનિટ
નું ટાઈમર સેટ કરી લીધું.ત્યાર બાદ સૌ પોતપોતાની નક્કી કરેલી પોઝીશન મુજબ પાઈપથી
દિવાલ ઉપર ચડવા લાગ્યા જ્યારે બૃજ મેઈન ગેઈટથી હાથ ઉંચા કરીને શાળામાં પ્રવેશ્યો.
ત્યાં હાજર સૌએ માસ્ક પહેરેલા હતાં પણ એક અવાજ આવ્યો
જે સલીમનો હતો કેમકે એણે માસ્ક નહોતો
પહેરેલો એ બોલ્યો “ આવો ભટ્ટ સાહેબ તમે બૃજ્મોહન ભટ્ટ અને હું સલીમ બટ્ટ.આપણા
વડવાઓ એક જ છે છતાં કેટલો ફર્ક છે આપણા બંન્નેમાં? “
બૃજ બોલ્યો “ હા ફર્ક તો છે જ “ પણ એના અવાજમા રહેલો
કટાક્ષ એ છુપાવી ના શક્યો.
આ સાંભળીને સલીમે એ.કે. 56 સીધી જ એના તરફ તાકી દીધી
પણ એક હબશી જેવા હાથ વાળા વ્યક્તીએ એને એમ કરતા રોક્યો “ સલીમ હોશથી કામ લે એને
ઉડાડવાનો જ છે પણ થોડી મિનિટો બાદ જ્યારે પુરુ ગામ અહીં એની મૌતનો તમાશો જોવા
એકત્ર થશે ત્યારે.મેં ગામમાં સૌને અહીં એકઠા થવાનો સંદેશો મોકલાવી દીધો છે. જેથી
ગામના લોકોને પણ ઘણા સમય પછી જોવા મળે કે આપણી સામે અવાજ ઉઠાવનાર નો શું અંજામ થાય
છે. “
એટલામાં સૌ પાઈપથી ઉપર ચડ્યા અને છત મા નઝર દોડાવી
ત્યાં ફક્ત દશ જ આતંકવાદી હતા જયારે મોટાભાગના નીચેજ હતા.હવે વિચારવાનો સમય જ
નહોતો.આથી તેઓ સૌએ એક સાથે દશમી મિનિટ થતાં જ અગાશી ઉપર જમ્પ માર્યો અને આ કપરી
સિચ્યુએશનમા બુલેટ બચાવવાનું કોઈને ય યાદ ના આવ્યું.તેઓ ત્યાં હાજર સૌની ઉપર અંધાધુંધ
ગોળીઓ ચલાવી દીધી.પણ ગોળીઓ બંન્ને તરફથી ચાલી જેમા ઉપર રહેલા દશેદશ આતંકવાદીઓ
મૃત્યુ પામ્યા પણ સાથેજ પાંચ પોલીસ કર્મી પણ મૃત્યુ પામ્યા.આ બાજુ ગોળીઓનો અવાજ
થતાં જ નીચે રહેલા તમામ આતંકવાદીઓમાંથી પાંચપાંચ ના ગ્રુપમા દશ આતંકવાદી અગાશી તરફ
લપક્યા જ્યારે અન્ય સૌ નીચે શાળા ના ઓરડાઓમાં પોઝીશન લઈને છુપાઈ ગયા સાથે બૃજને પણ
લઈ ગયાં.
હવે પોલીસની ગોળીઓ ખતમ થવા આવી હતી આથી તેઓ ઉપર સેઈફ પોઝીશન
મા હોવા છતાં એનો ઝાઝો લાભ ઉઠાવી ન શક્યા અને સામસામા ગોળીબારમા તમામ દશ આતંકવાદી
માર્યા ગયા અને પોલીસમાંથી ફક્ત એક કુરેશી જ બચ્યો.જેને પણ ડાબા ખભામાં ગોળી
લાગેલી હતી.એણે પોતાની ગન મુકી દીધી અને ત્યા દાદરા ઉપર મૃત્યુ પામેલ આતંકવાદીની
એ.કે.56 ઉપાડી લીધી.એ હળવે હળવે શાળાના મેદાનમા આવ્યો ત્યાં સૌ કોઈ ઓરડામાં છુપાઈ
ગયા હતાં.ત્યાં જ સલીમ બૃજને આગળ ધરીને કુરેશીની સામે આગળ આવતો ગયો.બૃજ બોલતો
રહ્યો કે ગોળી ચલાવ ગોળી ચલાવ પણ કુરેશી બૃજ ની ઉપર ગોળી ન ચલાવી શક્યો અને એણે
એ.કે.56 નીચે ઢાળી દીધી. એ સાથે જ એની ઉપર
સલીમે અંધાધુંધ ગોળીબાર કરીને કુરેશીને ચરણીની માફક વીંધી નાંખ્યો.હવે એમણે બૃજને
ઝંડા ના રોડ સાથે જ જડબેશલાક બાંધી દીધો.બૃજ જોરજોરથી વંદે માતરમ ના નારા લગાવવા
લાગ્યો.
એટલામાં લોકો ત્યાં એકઠા થવા લાગ્યા.પણ કોઈ અંદર જવાની
હિમ્મત નહોતુ કરતુ.બહાર પેલો વસીમ પણ જીપ સાથે ઉભો હતો.એણે પણ એ નારા સાંભળ્યા અને
એનો મતલબ પણ સમજી ગયો પણ એની પત્ની અને પરિવારના અન્ય સદ્સ્યો આવી જતા એમને જોઈને
જ એની હિમ્મત જવાબ દઈ ગઈ.એટલામાં ચારુલતા પણ ત્યાં પહોંચી ગઈ એને જોઈને જ વસીમ
ધ્રુસ્કે ને ધ્રુસ્કે પોતાની કાયરતા ઉપર રડવા લાગ્યો અને હાથ જોડીને એના પગમાં પડી
ગયો.
ચારુલતા કંઈ સમજી નહી એટલે એને કારણ પુછ્યુ એટલે એણે
પુરી વાત બતાવી.ચારુલતા કંઈ જ બોલી નહીં ફક્ત વસીમના હાથમાંથી જીપની ચાવી લઈ લીધી
અને સૌની સાથે જ શાળાના મેઈન ગેઈટ પર ઉભા રહીને દુરથી જ અંદરનું દ્રશ્ય જોવા લાગી
પણ બૃજને બાંધેલો જોઈને એ સીધી જ અંદર જવા માટે દોડી પણ ત્યાં હાજર આસિફમિયાં એ
એને રોકી લીધી.ત્યાં હાજર અન્ય ઔરતો એને બાજુ પર લઈ ગઈ એમકે જો પેલા રાક્ષસોને ખબર
પડી જાત કે ચરુલતા એ બૃજની પત્ની છે તો જાહેરમા એ લોકો એની આબરૂ નીલામ કરી નાખત.
આથી પેલા હબશીએ માઈક હાથમા લીધું અને મેઈન ગેઈટ પાસે
આવીને એ બોલ્યો “ તમે સૌ મેઈન ગેઈટથી જ અંદરનું દ્રશ્ય જોઈ શકો છો.ડરો નહીં કેમકે
તમે આગળ નહીં આવો તો અમને બહાર આવતા કોણ રોકશે? પુરી પોલીસ ફોર્સ તો ખતમ થઈ ગઈ એક
આ કાફિર સિવાય.” આથી સૌ લોકો ખૌફથી પણ આગળ આવ્યા.
ફરીથી પેલા હબશીએ મેઈન ગેઈટની આસપાસ આમથી તેમ ચક્કર
લગાવતા બોલવાનું શરુ કર્યું “ અમે લોકોએ આ
હથિયાર કોના માટે ઉપાડ્યા છે? તમારા લોકો માટે આપણી કોમના ભાઈઓ માટે કે જેથી પુરી
કોમ ખતરામાં ન આવે કશ્મીરીયત ખતરામાં ન આવે.કશ્મીરીયત અને આપણી કોમને માટે વર્ષો પહેલા
જે કશ્મીરી પંડિતોને અહીંથી ભગાડેલા એ જ કોમના આ કાફિર માટે તમે મારી સાથે ગદ્દારી
કરશો? કોમની સાથે ગદ્દારી કરશો? કશ્મીરીયતની સાથે ગદ્દારી કરશો? “
ત્યાં એક યુવાન બોલ્યો “ પણ ક્શ્મીરીયતમાં તો કશ્મીરી
પંડિત પણ બરાબરના શામેલ છે જ ને? “
પેલા હબશીએ કહ્યું “ કોણ બોલ્યું? “
આથી એ યુવાન આગળ આવ્યો અને હજી તે કાંઈ સમજે એ પહેલા તો એ અગાશી પરથી આવતી
ગોળીઓથી એ ચળાઈ ગયો હતો.ત્યાં સન્નાટો છવાઈ ગયો.
પેલો હબશી બોલ્યો “ હવે કોઈ છે જેને આ કાફિર સાથે
મહોબ્બત હોય? “
હવે કોઈ વ્યક્તી એક શબ્દ ના બોલી.
એટલે એણે ઈશારો કર્યો એટલે એક ઉંચો પઠાણ આગળ આવ્યો
અને એણે એક મોટા હન્ટરથી બૃજને મારવાનું ચાલુ કર્યું.ત્યાં હાજર સૌ કોઈના દિલમા
દહેશત તો હતી જ પણ વધારે તો બૃજ માટે કરુણા હતી પણ તેઓ મજબુર હતા.થોડી જ વારમા એ ઢળી
પડ્યો એના કપડાં ફાટી ગયેલા ઠેર ઠેરથી ચામડી ચીરાઈ ગઈ હોવાથી એ લોહીલુહાણ થઈ
ગયેલો. પણ લોકોના હાથમાંથી છુટીને ગેઈટ સુધી પહોંચી ગયેલી ચારુલતાને જોઈને જ બૃજની
આંખોમા એક અજબ ચમક આવી જે ચારુલતા એ સમજી લીધી અને એણે પહેલા મેઈન ગેઈટ ખોલી
નાખ્યો પછી વિફરેલી વાઘણ ની જેમ એણે ત્રાડ
નાખી
“ સૌ હટી જાઓ
અને દુર ચાલ્યા જાઓ. “ અને દોડીને એણે
જીપની ડ્રાઈવીંગ સીટ ઉપર કુદકો માર્યો.ત્યાં ગેઈટ સામે હાજર સૌ લોકો બાજુ પર હટી
ગયા અને શાળાથી દુર દોડવા લાગ્યા.પણ જાણે કોઈ છઠ્ઠી ઈન્દ્રીય કામ કરતી હોય એમ જેવી
એ જીપ લઈને ચારુલતા અંદર ગઈ પેલો હબશી પણ દોડીને મેઈન ગેઈટથી બહાર આવી ગયો.
એ જીપ પુરઝડપે ચલાવીને સીધી જ બૃજની તરફ લીધી અને
જેવો બૃજ નજીક આવ્યો કે ચારુલતાએ એની ઉપર કુદકો માર્યો બંન્ને એ થોડી ક્ષણો પુરતુ
એકબીજાની આંખોમાં જોયું અને એ બૃજને ભેંટી પડી.બીજી બાજુ જીપ એક ધડાકા સાથે સામેની દિવાલ સાથે ટકરાઈ એ
સાથે જ જીપની અંદરનો આર.ડી.એક્સ. બ્લાસ્ટ થઈ ગયો અને એ ધડાકાથી ત્યાં શાળામાં રહેલ
તમામ દારુગોળો સળગીને પ્રચંડ વિસ્ફોટ થયો.પુરી શાળા બૃજ,ચારુલતા અને એ આતંકવાદીઓ
સમેત બ્લાસ્ટ થઈ ગઈ.પાકિસ્તાની ધ્વજ સળગીને ખાખ થઈ ગયો.શાળામા ઉંડો ખાડો પડી
ગયો.બહાર ઉભા હતા એ સૌ દોડીને દુર ચાલ્યા ગયા હોવાથી એમને વધુ નુકશાન નહોતુ થયુ.
પેલો હબશી બીજી જ મિનિટે ફરાર થઈ ગયો એ કોણ હતો
ક્યાંથી આવેલો હતો એ કોઈને પણ ખબર નથી.
પંદરમી ઓગસ્ટે હું એ ગામમાં ઉભો હતો.મારા પુત્ર અને
પુત્રવધુની અંતિમવિધિ પણ વેરવિખેર ટુકડાઓમાં કરવી પડી.બેબીને તો હું લઈ જ નહોતો
ગયો.પણ મારાં આશ્ચર્ય વચ્ચે બૃજની અંતિમવિધીમાં ફક્ત એ ગામ જ નહીં એ જે જે ગામોમા
નોકરી કરી આવ્યો હતો એ તમામ ગામના લોકો હાજર હતા.જ્યારે પુરા દેશમાં થી કશ્મીરી
પંડિતો પણ ઉમટી પડ્યા હતાં.મારા પુત્રના મૌત થી હુ તુટી ચુક્યો હતો પણ એના
પ્રત્યેનો લોકોનો આટલો બધો પ્રેમ મારી સમજની બહાર હતો.એનુ કારણ મને હજી ખબર જ
નહોતી.ચિતા સળગી રહી હતી અને ધીરેધીરે લોકો વિખેરાઈ રહ્યા હતા.હવે ફક્ત થોડા અંગત
લોકો જ રહી ગયા હતા ત્યાં જ પાછળથી એક હાથ મારા ખભે પડ્યો.
એ કોણ છે એ જોવા માટે હું જેવો પાછળ ફર્યો કે એને
જોઈને હું એને ભેંટીને છેલ્લી વખત ધુસ્કે ને ધ્રુસ્કે રડ્યો.
No comments:
Post a Comment