Part-12
મને લાગ્યું કે
સમય થંભી ગયો છે કે સમયના ચક્રો પાછા ફરી ગયા છે?એ હતો મારો બાળપણનો મિત્ર અને
ગોઠીયો અશોક પંડિત.હું અને અશોક એક જ ગામમાં એક જ શાળામાં ભણીને મોટા
થયેલા.બાળપણની મૈત્રી અમારી યુવાની સુધી માં તો એકદમ મજબુત થઈ ચુકેલી.પણ પછી .મારી
નોકરીના કારણે બંન્ને ને અલગ થવુ પડેલુ જ્યારે એ તો ત્યાં જ ગામમાં જ સ્થિર
થયેલો.પણ વર્ષમાં એક વખત તો હું એને મળવા મારે ગામ જતો જ હતો સપરિવાર.આથી બૃજ પણ
એને સારી રીતે ઓળખતો અને એ પણ બૃજને સારી રીતે ઓળખતો હતો.બંન્ને કાકા ભત્રીજામા
અપાર સ્નેહ હતો.એ સમયમાં પણ એ કાકો ભત્રીજો તળાવની પાળે ક્રિકેટ રમવા જતા.અશોક
કાયમ બૃજને આઝાદીની લડત વિશે ભગતસિંહ,સુભાષચંદ્ર બોઝ,ચંદ્રશેખર આઝાદ વગેરે ની વાતો
સંભળાવતા અને કહેતા કે આઝાદી ક્યારેય લડત આપ્યા વગર કે લોહી વહાવ્યા વગર મળતી જ
નથી.ત્યારે બૃજ ખાવાપીવાનું ભુલીને એ સાંભળ્યા જ કરતો.બૃજના મનમા દેશપ્રેમ ની વાતો
નાનપણથી જ ઘર કરી ગયેલી એટલે જ તો એણે ખુબ જ સ્કોલર હોવાને કારણે શિક્ષકની નોકરી
મળતી હતી પણ એ છોડીને પોલીસ ફોર્સ જોઈન કરી લીધી.
જો કે બૃજની
મૃત્યુની વાતની એને કઈ રીતે ખબર પડી ગઈ એ મારા માટે એક મોટું આશ્ચર્ય હતું કેમકે
અમને જુદા થયે ઘણા વર્ષો વીતી ગયેલા.વર્ષો પહેલા એના આખા પરિવાર ની કત્લ થઈ ગયા
બાદ એ એકલો જ બચી ગયેલો.પછી એ રાતોરાત ક્યાં ગાયબ થઈ ગયેલો એની કોઈને ખબર જ
નહોતી.મેં પણ એને શોધવાની થોડા વર્ષો કોશિશ કરેલી પણ પછી થાકીને મે પણ એને ફરીથી
મળવાની આશા છોડી દીધેલી અને આજે મળ્યા પણ તો આવી પરિશ્થિતીમાં.એની આંખમાં આંસુનું
એકપણ ટીપું નહોતું કદાચ કાળની થપાટો એ એને જે ઘાવ આપેલા એના કારણે એ આટલો મજબુત થઈ
શક્યો હશે.આટલા વર્ષો પછી મળવાથી હું મારું દુ:ખ એની સાથે વહેચું કે એની સાથે થયેલ
દુર્ઘટનાઓ નો અફસોસ વ્યક્ત કરું એ જ નક્કી નહોતુ થઈ શકતું.
આથી એકબીજાનો હાથ
પકડીને થોડી મિનિટો સુધી અમે બંન્ને બૃજની ચિતાને જોઈ રહ્યા પછી અમારે બંન્નેને
એકપણ શબ્દ બોલવાની જરૂર ન રહી.
હું અને
અશોક સ્મશાનથી સીધા જ બૃજના ક્વાર્ટર ઉપર ગયા.ત્યાં
આસિફમિયાં પણ પહેલાથી જ હાજર હતાં. મારા માટે બૃજનું ક્વાર્ટર અજાણ્યું હતું અને
આસિફમિયાં પણ.પણ અશોક તો જાણે આ ક્વાર્ટરને અને આસિફમિયાંને વર્ષોથી ઓળખતો હોય એમ
લાગતુ હતું.મને અને આસિફમિયાંને ડ્રોઈંગરૂમ મા બેસાડીને એ સીધો જ કિચનમા ઘુસી ગયો
અમારા બંન્ને માટે કોફી બનાવવા.મારા આશ્ચર્ય વચ્ચે એને એકપણ વખત કોઈ ચીજ વિશે
પુછવુ નહોતુ પડ્યું.થોડી જ વારમાં એ કોફીના મગમાંથી ધુમ્રસેરો ઉડાડતો કિચનની બહાર
આવ્યો.
થોડી ક્ષણૉ સુધી
કોઈ કાંઈ જ બોલ્યું નહીં પછી અશોકે જ વાતની શરુઆત કરી “ વિશુ મને ખબર નહોતી કે
નિયતિ વર્ષો બાદ આપણને આ પરિસ્થિતીમા મળવા માટે મજબુર કરી દેશે.તને લાગતું હશે કે
હું રડતો નથી એટલે મને બૃજની મોતનુ દુ:ખ નથી અથવા મારા પરિવારના મૃત્યુ બાદ હું
લાગણીવિહીન થઈ ગયો છું.પણ એવું નથી.તને ખબર નથી કે તારા કરતા એને ગુમાવવાનું દુ:ખ
મને વધુ થયું છે.કેમકે તને ખબર નથી કે એના મોતથી અમારી ચળવળને કેટલો મોટો ફટકો
પડ્યો છે?”
વિશ્વમોહન ભટ્ટજી
બોલ્યા “ ચળવળ? શેની ચળવળ?તું શું બોલે છે મને એની કાંઈ જ ખબર પડતી નથી.બીજું તું
આટલા વર્ષોથી ગાયબ હતો છતાં મને એમ કેમ લાગે છે કે જાણે તુ આ ક્વાર્ટરને,બૃજને અરે
આ આસિફમિયાં ને પણ ઓળખે છે.”
અશોક પંડિતે ઉંડો
શ્વાસ લીધો અને બોલ્યા “ હા હું ઘણા સમયથી બૃજના કોન્ટેક્ટ મા છું. હું અહીં અનેક
વખત આવી ચુક્યો છુ અને આસિફમિયાં ને પણ અગાઉ મળી ચુક્યો છું.”
આ સાંભળીને
વિશ્વમોહન ભટ્ટજી નું મગજ બહેર મારી ગયું.એ વિચારવા લાગ્યા કે એના બાળપણનો મિત્ર
કે જે વર્ષો થી ગાયબ છે એ એને મળવાને બદલે એના પુત્રને મળે છે એને નહી અને કોણજાણે
કઈ ચળવળની વાતો કરે છે?ક્યાંક એનું આઘાતમાં ચસકી તો નથી ગયું ને?
અશોક પંડિત
બોલ્યા “ હું બધું જ બતાવું છુ.બૃજ નું મૃત્યુ એ નાનીસુની ઘટના નથી એ શહીદી છે.એણે
શહાદત વ્હોરી છે ફક્ત દેશ માટે જ નહીં કશ્મીર માટે અને પોતાના પ્યારા કશ્મીરી
પંડિતો માટે કે જેઓ પોતાની જ ધરતી પર વિસ્થાપિત ગણાઈને દર દરની ઠોકરો ખાવા મજબુર
છે.એ લોકોને ન્યાય જોઈએ છે.પોતાની જ ધરતી
ઉપર પોતાની જ જમીનો એને ભીખમાં નથી જોઈતી.એને છીનવી લેનાર દેશના ગદ્દારો પાસેથી એ
આંચકી લેવા માંગે છે.( થોડી ક્ષણો પહેલા જેના ચેહરા ઉપર લાગણીની એકપણ રેખા નહોતી
દેખાતી એ ચેહરો અત્યારે ખુન્નસથી લાલપીળૉ થઈ ગયો હતો.)
વિશુ મારો પરિવાર
જ્યારે એ આતતાયીઓએ ખતમ કરી નાખ્યો ત્યારે મને પણ દુ:ખ થયેલુ.હું રડ્યો કકળ્યો પછી
વિચાર કર્યો કે શા માટે શા માટે મહાદેવે મને પણ મારા પરિવારની સાથે જ ખતમ ન કરી
નાખ્યો?સમગ્ર પરિવારની યાદમાં તડપી તડપીને આજીવન પીડા ભોગવવા?
ના.મહાદેવની
ઈચ્છા કંઈક અલગ જ હતી.ધીમે ધીમે હું આઘાતમાંથી બહાર આવવા લાગ્યો.પોતાની સાથે થયેલા
અન્યાય વિશે,કશ્મીરી પંડિતો સાથે થયેલા અન્યાયો વિશે પુરા કશ્મીરના ભવિષ્ય વિશે
અને પુરા હિન્દુસ્તાન વિશે કે જેને માટે કશ્મીર “સાપે છછુંદર ગળ્યા જેવુ” સાબીત
થયેલું છે.જે નથી છોડી શકાતું કે નથી મેળવી શકાતું.આથી મેં પુરા વિશ્વમાં થયેલા
સ્થાનિક સંઘર્ષોનો ઈતિહાસ તપાસવાનો ચાલુ કર્યો.ત્યારે ધ્યાનમાં આવ્યું કે હું
બૃજને નાનપણમાં જે શીખવતો હતો કે આઝાદી ક્યારેય લોહી વહાવ્યા વગર મળતી જ નથી એ
નગ્ન સત્ય છે.પુરા વિશ્વની તવારીખો એની ગવાહ છે.આ સાક્ષાત્કાર થતાં જ મેં પુરી
દુનિયાથી અલિપ્ત થઈ જવાનું નક્કી કર્યું.આથી જ આપણે ક્યારેય મળ્યા જ નહીં.કેમકે
ત્યારથી જ હું તારો દોસ્ત કે મારો પોતાનો પણ નહીં હોતા ફક્ત કશ્મીરી પંડિતોનો જ
થઈને રહી ગયો હતો.
હું
જાણતો જ હતો કે આતંકવાદ મા ધર્મ ઓછો અને ધંધો વધુ છે.આથી દરેક ધંધાની જ જેમ એમાં
પણ હરિફાઈ હોવાની જ.આથી મેં કશ્મીરી આતંકવાદીઓના દુશ્મનોની શોધખોળ ચાલુ કરી અને
સાથે જ પુરા વિશ્વમાંથી મળી શકતી મદદની પણ.એક લાંબા સંઘર્ષ માટેની.જેના માટે મારે
પુરા વિશ્વનો પ્રવાસ કરવાનો હોવાથી મેં ફંડની તલાશ કરી જે મને દેશના અમુક
ભાગ્યશાળી કશ્મીરી પંડિતો કે જે સફળ જીવન જીવતા હતા એમની પાસેથી મળી ગયું.પુરા
વિશ્વના કહેવાતા આતંકવાદી સંગઠનો કે મુક્તી આંદોલનો ચલાવનારા લોકોની સાથે મેં
દિવસોના દિવસો એમના કેમ્પમાં પસાર કર્યાં.મૌતનો ખૌફ નહીં રહી ગયો હોવાથી એ ખતરનાક
લોકોની વચ્ચે હું સહેલાઈથી પહોંચી શકતો હતો.એક લાંબો સંઘર્ષ ચલાવવા માટે જોઈતી
તમામ સાધન સામગ્રી થી માંડીને એનું પ્લાનીંગ અને એક્ઝીક્યુશન પણ હું લાઈવ જઈને
શીખી આવ્યો હતો.અરે હું પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ બંન્નેના સંગઠનોનો અભ્યાસ કરી
આવેલો!!!
હું જ્યારે આ
અભ્યાસ પુર્ણ કરીને આવ્યો ત્યારે જ મને જાણવા મળ્યું કે બૃજ જમ્મુ-કશ્મીર પોલીસ
ફોર્સમાં લાગી ગયો છે.આથી એક દિવસ હું એને મળ્યો ત્યારે તમે હજી અહીં જ હતા.મેં
એને મારી યોજના સમજાવી એ સાંભળીને એ તરત જ એમા સામેલ થવા માટે તૈયાર થઈ ગયો.પણ જો
તમે લોકો અહીં હોત તો એ યોજનાની વાત તારા કાને આવત જ અને તું એને કદાચ એમ કરતા
રોકત એમ માનીને એણે તમને લોકોને દિલ્લી શિફ્ટ કરી દીધા જેથી તમારી સીક્યોરીટી પણ
જળવાઈ રહે અને અહીં ની ગતિવિધીઓની વાત તારા સુધી ન પહોચે.”
આટલું બોલીને
અશોક પંડિત ઉભા થયા અને બેડરૂમમાં જઈને એક બેગ લઈ આવ્યા અને એનો નંબર કોડ
લગાવ્યો.કોડ લગાવતાં જ બેગ ખુલી ગઈ અને એની અંદરથી જાતભાતના ફોટો નકશાઓ અને એક
લેપટોપ નીકળી પડ્યાં.વિશ્વમોહન ભટ્ટજી તો આશ્ચર્યચકીત થઈને જોઈ જ રહ્યા.પણ
આસિફમિયાં ને કોઈ જ ફરક ન પડ્યો.
અશોક પંડિત
બોલ્યા “ જો વિશુ અહીં રહેનારા લોકલ લોકોમાંથી મોટાભાગના લોકો હજીપણ કશ્મીરી
પંડિતોની સાથે જ છે અને આતંકવાદીઓએ ફક્ત કશ્મીરી પંડિતો ને જ નહીં આસિફમિયાં જેવા
કેટલાયે મુસ્લીમોની જિંદગી પણ હરામ કરી નાખી છે.એ તમામ લોકો પણ આપણા મિશનમાં આપણી
સાથે જ છે.”
વિશ્વમોહન ભટ્ટજી
બોલ્યા “ મિશન કેવું મિશન?તું આ બધું શું બોલે છે હજી મને પુરુ સમજાતું જ નથી.”
અશોક પંડિત
બોલ્યા “ મિશન આઝાદીનું વિશુ મિશન આઝાદીનું.કશ્મીરની આઝાદી કશ્મીરી પંડિતોની
આઝાદી. ત્યાંના હરેક કશ્મીરીની આઝાદી.ક્રાંતી વિશુ ક્રાંતી.લોહીયાળ ક્રાંતી. ” એક
એક શબ્દ બોલતા બોલતાં જ અશોક પંડિતનો ચેહરો ગુસ્સાથી લાલઘુમ થતો ગયો.તેઓ એમની
જગામાંથી ઉભા થઈ ગયા અને કાંપવા લાગ્યા.વિશ્વમોહન ભટ્ટજી તો એનું આ રૂપ જોઈને આભો
જ બની ગયો.તેમણે ઈશારો કર્યો એટલે આસિફમિયાં દોડ્તા જઈને કિચનમાંથી પાણી લઈ આવ્યા
અને તેઓ પોતે અશોક પંડિતના બંન્ને હાથ પકડીને એને નીચે બેસાડી દીધા.પાણી પી લીધા
બાદ પણ હજી યે પંડિતજી ધ્રુજી રહ્યા હતાં.વિશ્વમોહન ભટ્ટજી પંડિતજીનો વાંસો પંપાળી
રહ્યા હતાં.
થોડીક્ષણો બાદ પંડિતજી
બોલ્યા “ સોરી વિશુ ઘણા સમયે તને મળ્યો એટલે મેં ખુદ પરનો કાબુ ગુમાવી દીધો નહીંતર
મેં ગુસ્સે થવાનું છોડી જ દીધેલુ હતું.પોતાના તમામ ગુસ્સાને મિશનની કામિયાબી તરફ જ
વાળી દીધેલો હતો.”
વિશ્વમોહન ભટ્ટજી
બોલ્યા “ અરે તુ પાગલ થઈ ગયો છો કે શું? આ શું ક્યારનો મિશન મિશન ના ગીત ગાય
છે?અને એમ બે પાંચ લોકોથી ક્રાંતી નથી થઈ શકતી કે નથી ફક્ત ફંડીંગથી થઈ શક્તી.એના
માટે સૌથી વધુ જરૂરી છે પુરતી સંખ્યામા કમિટેડ ક્રાંતીકારીઓ. ફક્ત નારેબાજી કરવાની
હોય તો ઠીક છે પણ લોહીયાળ ક્રાંતી માટે તો જોઈએ પુષ્કળ પ્રમાણમાં હથિયારો અને
દારૂગોળો.કદાચ થોડાઘણા ફંડફાળાથી હથિયારો અને દારૂગોળો કદાચ મળી પણ જાય પણ એ
ચલાવનારાઓ ક્યાંથી કાઢીશ?મોટાભાગના કશ્મીરી પંડિતો તો કશ્મીર છોડીને ચાલ્યા ગયા
છે.જે રહ્યા છે એ ખુદ બિચારા પોતાના માથે છતની વ્યવસ્થા થઈ જાય એનામાટે અહીંથી
તહીં ભટકે છે એ ક્રાંતી કઈ રીતે લાવી શકશે? “
અશોક પંડિત
બોલ્યા “ શાંત થા વિશુ શાંત થા બધું જ સમજાવું છું.દિવસ રાત એક કરીને પુરા દેશમાં
ફેલાયેલા કશ્મીરી પંડિતોના કોન્ટેક્ટ નંબર સહીતની માહીતી બૃજે એના લેપટોપમાં એકઠી
કરેલી હતી જેનો કદાચ કોઈ નાશ કરી નાખે તો એની એક કોપી મારી પાસે પણ હતી.વિશુ મેં
અને બૃજે સમયાંતરે ગુપ્ત સ્થળોએ મીટીંગો કરીકરીને આ ક્રાંતીમાં શામેલ થવા માટે
સ્વેચ્છાએ તૈયાર યુવાનોની એક યાદી બનાવેલી છે.જેમાં ફક્ત કશ્મીરી પંડિતો જ નહીં પણ
કશ્મીરી મુસ્લીમો પણ સામેલ છે જેમના પરિવારો આતંકવાદીઓએ સાફ કરી નાખ્યા હોય.કદાચ
આપણા આ પ્લાનની જાણ એ આતંકવાદીઓને થઈ ગઈ હશે એટલે જે એમણે બૃજને મોતને ઘાટ ઉતારી
દીધો.”
વિશ્વમોહન ભટ્ટજી
બોલ્યા “ ચાલો માની લઈએ કે તમે અમુક ક્રાંતીકારીઓ એકત્ર કરી લીધા હથિયારો પણ લઈ
આવ્યા પણ એની તાલીમનું શું? “
અશોક પંડિત
બોલ્યો “ એની તૈયારી પણ થઈ ગઈ છે.પુરા વિશ્વના તમામ સંઘર્ષકારીઓ કે જે ગેરીલા
પધ્ધતીથી હુમલો કરવામાં એક્ષપર્ટ છે એ તમામ સંગઠનો એક ચોક્કસ કિંમતના બદલામા આપણા
ક્રાંતીકારીઓને તાલીમ આપવા તૈયાર છે.પહેલી બેચ આવતા અઠવાડીયે જ શરુ કરવાની હતી જેની
આગેવાની બૃજ કરવાનો હતો હજી આપણી આ સેનાનુ નામકરણ પણ બાકી હતું ત્યાં જ બૃજની.....
“
એટલું બોલીને
અશોક પંડિત અટકી ગયા અને રૂમમાં આમથી તેમ ચક્કર લગાવવા લાગ્યા અને બબડવા લાગ્યા “
હવે આટલા શોર્ટ પીરીયડમાં હું નવો આગેવાન ક્યાંથી લાવું કે જે આ મિશનને સંપુર્ણપણે
સમર્પીત હોય અને કાબેલ પણ હોય . “
વિશ્વમોહન ભટ્ટજી
બોલ્યા “ અરે પણ તો તું જ કેમ આગેવાની નથી લઈ લેતો? “
અશોક પંડિત
બોલ્યા “ તને શુ લાગે છે મને એ વિચાર નહીં આવ્યો હોય? અરે પણ પુરા વિશ્વમાંથી
ટ્રેઈનર શોધવાના,શસ્ત્રો ખરીદવાના એ સહીસલામત અહીં સુધી પહોંચાડવાના,ફંડીંગ
મેળવવાનું અને એનો હિશાબ રાખવાનું,પ્લાનીંગ કરવાનું અને ઉપરથી પુરી ટીમને લીડ
કરવાનું બધું જ હું એકલો કઈ રીતે કરી શકું? “
વિશ્વમોહન ભટ્ટજી
ઉભા થયા અને બ્રિજની તસવીરની પાસે જઈને બોલ્યા “ હું આ ટીમને લીડ કરીશ.”
અશોક પંડિત અને આસિફમિયાં ને તો વિશ્વાસ જ ન બેઠો કે તેઓ સાચું કહી રહ્યા છે
તેઓ ફરી બોલ્યા “ હા હું આ ક્રાંતીની આગેવાની કરીશ.કેમકે જે પ્રણ પુરુ કરતા કરતા
મારા શુરવીર પુત્રએ પોતાના પ્રાણૉની બલી ચડાવી દીધી એ પ્રણ પુરુ નહી થાય ત્યા સુધી
એના આત્માને શાંતી નહીં મળે.”
અશોક પંડિત બોલ્યા “ વિશુ વિચારી લે કેમકે મારી આગળ પાછળ તો કોઈ જ નથી પણ તારી
માથે હજી સરિતાની જવાબદારી ઉભી છે.આ થોડા દિવસો કે મહિનાઓની લડાઈ નથી કદાચ વર્ષો
પણ નીકળી જાય. ”
વિશ્વમોહન ભટ્ટૅજી બોલ્યા “ કાંઈ વાંધો નહીં.એને હું અહીંથી દુર હોસ્ટેલમાં
મોકલી દઈશ.વચ્ચે ભલે આવતી રહે અને મળતી રહે એને પણ આ ક્રાંતી નો હિસ્સો બનવું જ
પડશે.”
અશોક પંડિત બોલ્યા “ વિશુ એ છોકરી છે એની સુરક્ષા ખાતર એને આમા ઢસડવી યોગ્ય
નથી.”
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ મા બાપ વિનાની છોકરી એ આમ પણ પુરી દુનિયા સાથે લડાઈ
લડવાની તૈયારી રાખીને મજબુત થવું જ પડે છે નહીંતર આ જ દુનિયા એને મજ્બુર બનાવી
મુકે છે.હું એને ખુબ મજબુત બનાવીશ.એ છોડ તુ પેલા નકશાઓ શેના હતા એ બતાવ.”
અશોક પંડિત બોલ્યા “ એ કશ્મીરમાં , પી.ઓ.કે. માં અને અન્ય જગાઓ ઉપર કશ્મીરી
આતંકવાદીઓના કેમ્પના નકશાઓ છે જેના ઉપર આજ સુધીની સરકારો એ કે મિલિટરીએ ક્યારેય
કોઈ એક્શન લીધા જ નથી.એકએક કરીને આપણે એ તમામને વ્યુહાત્મક રીતે નષ્ટ કરતા જઈને
કશ્મીરને એ લોકોથી મુક્ત કરાવીને પોતાની ધરતી પાછી મેળવવી છે.તમામ કશ્મીરી
પંડિતોના શ્લોકો ફરીથી અહીંની પહાડીઓમાં ગુંજતા સાંભળવા છે.”
ઘણા સમયથી ચુપ આસિફમિયાં બોલ્યા “ ઈંશા અલ્લાહ “
આથી બંન્ને પંડિતો પણ બોલ્યા “ હર હર
મહાદેવ. “
No comments:
Post a Comment