Part-15
બંન્ને ચુપચાપ ક્યાંયે સુધી ઘોડેસવારી કરતા જ રહ્યા.જંગલમા નીરવ શાંતી
હતી.ફક્ત થોડી થોડી વારે ક્યાંક ક્યાંક થી કોઈ પશુ પક્ષીઓના અવાજો ચોંકાવી જતા હતા
બસ.દિવસનો સમય હતો એટલે જંગલી પશુ મળવાના ચાન્સીસ ઓછા હતાં.ઉપરથી બંન્નેના મનમાં
વિચારોના ઘોડાપુર ઉમટેલા હતાં જેને કારણે કોઈ વાત શરુ કરતું જ નહોતું.જો કે વાત
કરવા માટે તો સાથે ચાલવું જરૂરી છે જ્યારે રસ્તો ફક્ત સરિતા એ જ જોયેલો હોવાથી એ જ
આગળ ચાલતી હતી અને જંગલની કેડી ના ઉબડખાબડ રસ્તાઓમાં બંન્નેની ઘોડીઓ સાથે ચાલી શકે
એમ જ નહીં હોવાથી સાગર પાછળ હતો.જંગલ ગાઢ હોવાને કારણે સુરજનો પ્રકાશ પણ ચળાઈને
આવતો હતો અને એ પ્રકાશમાં ટ્રાન્સપરન્ટ લાઈટ પીંક ટોપ અને લોંગ વ્હાઈટ સ્કર્ટ માં
લાજવાબ લાગતી સરિતાને ઘોડીની લયબધ્ધ ચાલને કારણે લયબધ્ધ રીતે ઉછળતી સાગર એકધારી
જોઈ જ રહ્યો હતો.
ફક્ત એક દિવસમા એટલુ બધું બની ગયું હતું કે એ ભુલી જવા માગતો હતો કે એ કોણ
છે એ ક્યા મિશન પર આવ્યો છે બસ ફક્ત
સરિતાને જ યાદ રાખવા માગતો હતો.હજી ગઈકાલની જ તો વાત છે કે સાગર અને સરિતા આ જ
જંગલમાં મળ્યા હતાં અને જે રીતે મળ્યા હતાં એ તો કોઈને પણ આજીવન ભુલાય એવી વાત જ
નથી.જો કે સરિતા પહેલી એવી યુવતી નથી કે જેને સાગરે આ રીતે નિહાળી હોય.એણે ભરપુર રંગીન કોલેજ લાઈફ એન્જોય કરેલી છે.કદાચ સરિતા કરતા પણ સ્વરૂપવાન
યુવતીઓ એની લાઈફમાં આવીને ચાલી ગઈ છે.જો કે એ સંબંધોમા ઉભયપક્ષે કોઈ જ ગંભીર
નહોતું એ સંબંધો ફક્ત સમય અને શરીરની જરૂરત હતા.એટલે જ તો સાગર વિચારે છે કે એવું
સરિતામાં શું છે કે જે એને સરિતાની તરફ ખેંચે છે?ઘણી વખત કોઈ એક વ્યક્તીને તમે
ક્યારેય મળ્યા જ ન હો છતાં પણ એક અદ્રશ્ય ખેંચાણ અનુભવાતું હોય છે.એ વ્યક્તીની
હાજરી માત્રથી તમારી અંદર અચાનક જ ઉથલપાથલ મચી જતી હોય છે.એવું જ કંઈક સાગર અનુભવી
રહ્યો હતો પણ હજી એ નહોતો જાણતો કે સરિતા એના વિશે શું વિચારે છે.જો કે અત્યારે
સામેથી જ એના દાદાજીને કહીને જે રીતે સરિતાએ આમ સાથે જવાનું નક્કી કર્યું એના પરથી
અંદાજ લગાવવો મુશ્કેલ તો નથી જ કે સરિતા એના વિશે શું વિચારે છે.એ ઘોડી ઉપરથી
છલાંગ મારીને ઉતરીને સીધો જ સરિતાની ઘોડી ઉપર એની લગોલગ બેસીને જ આગળ જવા માગતો
હતો પણ એવું કરવામાં એને ઉછાંછળો સાબીત થઈ જવાનો ડર હતો.ખાસ તો ગઈકાલે બનેલી ઘટના
બાદ એ નહોતો ઈચ્છતો કે ફક્ત થોડા કલાકો જે એને ગાળવા મળ્યા છે સરિતાની સાથે એમાં
સરિતા એના વિશે કોઈ ખરાબ ધારણા ધારી લે.જો કે એને ખુદને નહોતું સમજાતું કે જે
વ્યક્તીને કદાચ આવતીકાલ બાદ એ ક્યારેય મળવાનો જ નથી પછી એ વ્યક્તી એના વિશે શું
વિચારશે એનાથી એને ખુદને શા માટે કોઈ ફરક પડવો જોઈએ?પણ આ વાતનો કોઈ જ જવાબ એની
પાસે નહોતો આથી એ ઘોડી પરથી નીચે ઉતર્યા વગર ચુપચાપ આગળ વધતો ગયો.
ત્યાં જ થોડે આગળ જતાં જ થોડો મેદાની વિસ્તાર આવ્યો બાજુમાં જ એક નાનકડું તળાવ
હતું.આથી સરિતાએ ઘોડીને ધીમી પાડી જેથી સાગર પણ એની લગોલગ આવી ગયો.
સરિતા બોલી “ થોડી વાર ઘોડીઓને આરામ આપીએ.એમને પાણી પાઈને થોડો વિરામ કરી લે
પછી જ નીકળીએ.”
સાગર કંઈ જ બોલ્યા વિના નીચે ઉતરીને એની ઘોડીને હળવેકથી ઢાળ ઉતારીને પાણી પાવા
લઈ ગયો સરિતાએ પણ એમ જ કર્યું.પછી સરિતા એ બંન્ને ઘોડીઓને લઈને નજદીકના ઝાડ સાથે
બાંધવા લઈ ગઈ અને સાગર તળાવને કિનારે બેસી રહ્યો.ઘોડીઓને બાંધીને સરિતા પાછી ફરી
રહી હતી ત્યારે બરાબર ઢળતી બપોરના સુરજમાં ચળાઈને આવતા પ્રકાશમા સરિતાનું કાતીલ
સૌંદર્ય જોઈને જ સાગર એકીટશે ભાન ભુલીને એને આવતી જોઈ જ રહ્યો સાગરને લાગ્યું કે
કદાચ એના સંયમનો બંધ હવે તુટી જ જશે આથી સરિતા નજદીક આવતા જ એણે એક ઝાટકે એનું મોં
ફેરવી લીધુ અને ઘોડીઓની તરફ જોવા લાગ્યો
આથી સરિતા શરારતી સ્વરમાં બોલી “ તને શું લાગ્યું કે હું તારી નઝર પકડી નહી
શકુ?મને ખબર છે કે તુ શું વિચારે છે? “
છતાં સાગરે ઘોડીઓની તરફ જ નઝર રાખીને પુછ્યું “ શું વિચારું છું? “
સરિતા સાગરની એકદમ નજદીક આવીને એના કાન પાસે જઈને બોલી “ બિચારી ઘોડીઓને ભુખ
બહુ લાગી હશે નહી? “ અને ખડખડાટ હસવા લાગી અને સાગર પણ સરિતાની સેન્સ ઓફ હ્યુમર
જોઈને ખડખડાટ હસવા લાગ્યો.પણ પછી હસવાનું રોકીને બોલ્યો
“ તને ખબર છે ને કે હું શું વિચારું છું? “
સરિતા બોલી “ હા. “
સાગર બોલ્યો “ તો છતાં તું મારી સાથે આવવા એકલી તૈયાર થઈ ગઈ એનો હું શું મતલબ
કાઢું? “
સરિતા બોલી “ શા માટે પુરુષોને દરેક વાતનો કોઈને કોઈ મતલબ કાઢવો જરૂરી જ હોય
છે?મતલબ વગરની કોઈ જ વાત કેમ તમને ગળે નથી ઉતરતી? “ એટલું કહીને એ સુરજની લગોલગ
બેસી ગઈ બિલકુલ સુરજને અડીને આથી સુરજ કે જે પોતાનો હાથ જમીનને અડાડીને બેઠો હતો
એણે એ હાથ ઉઠાવી લીધો પણ સરિતાએ એ સાગરનો હાથ હળવેકથી પકડી લઈને પોતાના બંન્ને
હાથમાં દબાવીને પોતાના ખોળામાં મુકીને પોતાનું માથું સુરજના ખભ્ભે ઢાળી દીધું.સરિતાના
ઉકળતા શ્વાસ સાગર એના ગાલ ઉપર અનુભવી રહ્યો.થોડી મિનિટો સુધી કોઈ કંઈ જ બોલ્યા
વિના એમ ને એમ બેસી જ રહ્યા જંગલની નીરવ શાંતીમાં ખોવાઈ ગયાં.પણ એ સાગર માટે તોફાન
પહેલાની શાંતી હતી.
સરિતાએ સાગરનો હાથ પોતાના ખોળામાંથી લઈને જેવો પોતાની છાતી ઉપર મુક્યો સાગરની
બધી જ સીમાઓનાં બંધનો તુટી ગયા અને એ સરિતાની ઉપર તુટી જ પડ્યો.એણે સીધા જ પોતાના
હોઠ સરિતાના હોઠ ઉપર મુકી દીધા જ્યારે તેના હાથ સરિતાના સ્કર્ટ અને ટોપની અંદર
બેફામ રીતે ઘુમવા લાગ્યા.પછી ગાલ અને ગળા ઉપર પણ સાગરે સરિતાને ચુંબનો થી નવરાવી
દીધી.એ ચુંબનો એટલા ઝનુનથી કરેલા હતા કે બધે જ ભુરાં ચકામાઓ પડી ગયા.અત્યાર સુધી
સરિતા કંઈ જ નહોતી બોલતી પણ સાગર વધુ આગળ વધે એ પહેલા જ સરિતાએ એને રોકવાની કોશીશ
કરી.ત્યારે જ સાગરને ધ્યાન ગયું કે સરિતા તરફથી કોઈ જ પ્રતિભાવ નહોતો એ એકલો જ
સરિતાની ઉપર તુટી પડ્યો હતો આથી એ થોડો ભોંઠો પડ્યો પણ છતાં એ સરિતાની ઉપર જ
ઝુકેલો હતો પણ એ બેફામ રીતે હાંફી રહ્યો હતો
સરિતા બોલી “ શું આટલા વર્ષો રાહ જોઈ છે તો થોડો સમય વધુ રાહ નહીં જોઈ શકાય? “
સાગર હજી સરિતાની ઉપર ઝુકીને હાંફી જ રહ્યો હતો પણ ધીમે ધીમે એણે જાત ઉપર કાબુ
મેળવ્યો.એ સરિતાથી અળગો થયો અને નીચે તળાવમાં જઈને પાણીની છાલકો મોં ઉપર મારીને
પોતાની અંદર ઉઠેલી આગને બુઝાવવાના વ્યર્થ પ્રયત્નો કરવા લાગ્યો.સરિતા એ પણ પોતાના
અસ્તવ્યસ્ત થયેલ કપડા સરખા કરી લીધા.છેવટે કંટાળીને સાગર પાણીની બહાર આવી ગયો.પણ
હજી એ સરિતાની સાથે નઝર નહોતો મિલાવવા માંગતો.એ શરમાતો નહોતો પણ એનો મેલ ઈગો હર્ટ
થયો હતો.એ માનતો હતો કે સરિતાએ એને આગળ વધતો રોકીને એના ઈગોને હર્ટ કર્યો છે.
થોડી વાર સુધી કોઈ કંઈ જ બોલ્યું નહી પણ પછી અચાનક જ સાગર વિફર્યો “ જો તારે
મારું અપમાન જ કરવું હતું તો આટલા સંકેતો આપવાની શી જરૂર હતી? “
સરિતા બોલી “ પણ મેં તારું શું અપમાન કર્યું છે? “
સાગર બોલ્યો “ તો આ શું હતું? તું અહીં જંગલમાં મારી સાથે એકલી એક આખી રાત
ગાળવા આવી હતી.એનો બીજો શું મતલબ કાઢું હું?જો તને હું ગમતો જ નથી તો અહીં આવવાનો
શું મતલબ હતો? “
સરિતા બોલી “ પણ ફરી પાછી એ જ વાત તમારે પુરુષોને દરેક વાતનો મતલબ શા માટે
જોઈતો હોય છે? અને ફક્ત અત્યારે અહીં મેં તને સેક્સ માટે ના કહી એમાં તું મને ગમતો
નથી એવું ક્યાં થી સાબીત થઈ ગયું? “
સાગર બોલ્યો “ તો બીજો શું મતલબ થાય? “
સરિતા બોલી “ તું મને પ્રેમ કરે છે? “
સાગર આવા સવાલ માટે બિલકુલ તૈયાર નહોતો આથી એ થોડો વિચારમાં પડી ગયો પછી થોડું
અચકાઈને બોલ્યો “ કદાચ કરતો હોઈશ પણ પાકી ખબર નથી. “
સરિતા બોલી “ તો જો તું મને પ્રેમ કરે છે કે નહી એની તને પાક્કી ખબર પણ નથી
અને મને ખુશ રાખવા પણ જો તુ એમ ન બોલી શક્યો કે હા કરું છુ તો શું એ મારું અપમાન
થયું કહેવાય?”
સાગર વિચારમાં પડી ગયો પછી સરિતાની તરફ પીઠ કરીને બોલ્યો “ શું તું મને પ્રેમ
કરે છે? “
સરિતા બોલી “ તો હું અહીં તારી સાથે શા માટે આવી છું? “
સાગર બોલ્યો “ સવાલનો જવાબ સવાલ નથી હોતો સરિતા. “
સરિતા બોલી “ પણ એ સવાલમાં જ મારો જવાબ છે સાગર.”
સાગર બોલ્યો “ હું સ્પષ્ટ ઉત્તર માંગુ છું.”
સરિતા દોડીને પાછળથી સાગરને વળગીને બોલી “ હા . “
સાગર થોડીવાર બાદ હળવેકથી સરિતાને અળગી કરીને બોલ્યો “ પણ હું હજુ સ્પષ્ટ નથી
અને જ્યાં સુધી મેં સ્ત્રીઓ વિશે સાંભળ્યું છે ત્યાં સુધી સ્ત્રીઓ આટલી જલ્દી
કોઈની ઉપર વિશ્વાસ કરીને પ્રેમમાં નથી પડતી હોતી.”
સરિતા બોલી “ તું સ્ત્રી છો? “
સાગર બોલ્યો “ ના “
સરિતા બોલી “ તો તને કઈ રીતે ખબર કે એક સ્ત્રી પ્રેમ વિશે શું વિચારે છે?કોઈને
પ્રેમ કરવા માટે સમયની નહીં લાગણીઓની જરૂરત હોય છે.જે કોઈના પ્રત્યે સેકન્ડોમાં પણ
ઉદ્ભવી શકે છે અથવા ઘણા અરેન્જ મેરેજ મા થતુ હોય છે એમ આજીવન નથી જ ઉદ્ભવતી લાખ
પ્રયત્નો છતાં.
અને જો હું તને પ્રેમ કરતી હોઉં એનો મતલબ એ તો નથી જ થતો કે તું જ્યાં કહે અને
જ્યારે કહે ત્યારે હું સેક્સ માટે તૈયાર થઈ જઉં.કેમકે એ બાબત તો હું પુરુષ નથી
છતાં ય જાણું જ છું કે પુરુષ માટે પ્રેમ એટલે સેક્સ અને સેક્સ એટલે પ્રેમ.આદિકાળથી
કોઈ જ પુરુષ એમા અપવાદ નથી.પુરુષને સેક્સ માટે કોઈ ચોક્કસ સમય,સ્થળ,મુડની જરૂરત જ
નથી હોતી જ્યારે સ્ત્રીઓને થોડો સમય લાગે છે.”
સાગર થોડો ભોંઠો પડ્યો અને પોતાની ભુલ સમજાઈ પછી બોલ્યો “ જો આટલુ બધું જાણે
છે પુરુષો વિશે તો ખબર ન પડે કે એ યોગ્ય સમય ન આવે ત્યાં સુધી આમ એકાંત માં આટલું
નજદીક ન અવાય.”
સરિતા બોલી “ સ્ત્રીને મેળવવા પહેલાના જમાનામાં રાજકુમારો કેટકેટલી પરીક્ષાઓ
આપતા હતાં ત્યારે જ ઉત્તમ સ્ત્રી મળતી હતી.તો તારે કોઈ પરીક્ષા તો આપવાની છે જ
નહીં બસ થોડો સમય સંયમ પણ નહીં રાખી શકે?”
સાગર ઘુંટણ પર બેસીને અદાથી બોલ્યો “ ઠીક છે રાજકુમારીજી હવે જ્યાં સુધી આપ સામેથી
મારું ચીરહરણ નહીં કરો ત્યાં સુધી હું આપની સાથે કોઈ જ અનુચીત કાર્ય કરવાની ચેષ્ટા
નહીં કરું એ મારી પ્રતિજ્ઞા છે.( પછી ધીમેથી બોલ્યો ) ચીરહરણ કરજે હો નહીંતર
ક્યાંક આવતો જન્મ ના લેવો પડે? “
સરિતા ખડખડાટ હસીને બાદમા અદાથી એનો હાથ પકડીને એને ઉભો કરતા બોલી “ એ તો
જેટલી જલ્દી તારામાં મને ઈમ્પ્રેસ કરી શકવાની ક્ષમતા એટલી જલ્દી હું તારું ચીરહરણ
કરીશ નહીંતર લીધા કરજે જન્મ ઉપર જ્ન્મ.” અને ફરીથી બંન્ને ખડખડાટ હસવા લાગ્યા.
ત્યારબાદ બંન્ને હાથમાં હાથ પરોવીને નજીકના વૃક્ષ નીચે જઈને બેઠા.સરિતા વૃક્ષને ટેકો દઈને બેઠી અને સાગર એના ખોળામાં
માથું રાખીને સુઈ ગયો.સરિતાએ સાગરના બંન્ને હાથ પોતાના હાથમાં લઈને પોતાની
હથેળીઓની વચ્ચે દબાવી દીધા.આથી સાગરે ટીખળ કરી
“ હવે મારા હાથ પકડી રાખવાની જરૂર નથી.એક વાર મેં ના પાડી દીધી પછી હું કોઈ જ
અડપલું નહીં જ કરું.After all its Pratigyaa yaar.!!!!! “
સરિતા બોલી “ શું તને બધી જ વાતમાં ટીખળ સુજે છે? “
સાગર બોલ્યો “ટીખળ ન કરું તો શું કરું કદાચ કોઈ
પ્રત્યે પહેલી જ વખત આટલી ઉત્કટ લાગણીઓ દિલમાં પ્રગટી છે અને આપણી પાસે ફક્ત આજની
રાત છે.મને તો એ પણ નથી ખબર કે એ પ્રેમ છે કે શું છે? કાલે સવાર બાદ હું મારી
દુનિયામાં અને તું તારી દુનિયામાં.કોને ખબર પછી મળીશું કે નહીં?
આ ક્ષણૉ જ જિંદગીની આપણી સાથે થયેલ સૌથી મોટી ટીખળ નથી? “
સરિતા કંઈ જ ન બોલી ચુપચાપ આંખો મીંચીને સાગરના હાથને
સહેલાવતી રહી અને પછી થોડીવાર બાદ પોતાનું મોં હળવેકથી સાગરના મોં ઉપર લાવી એના
વાળ સાગરના મુખ ઉપર ફેલાઈ ગયાં.એણે હળવેકથી પોતાના હોંઠ સાગરના હોંઠ ઉપર મુકી
દીધાં અને એક પ્રગાઢ ચુંબન કર્યું.આ રીતે તેઓ કયાં યે સુધી આંખો બંધ કરીને બેઠા
રહ્યા.બાદમાં સાંજ થતી આવતી હતી એટલે સરિતા એ હળવેકથી સાગરને હલાવ્યો પણ સાગર
પડ્ખું ફરીને સરિતાને વધુ જોરથી વળગ્યો.પણ સરિતા હળવેક્થી ઉભી થતા બોલી
“સાગર ઉઠ આપણે રાત અહીં જ નથી ગાળવાની.હજી આપણે રાત
પહેલા ત્યાં પહોંચી જવાનું છે.”
આ સાંભળીને સાગર કમને ઉભો થયો અને બંન્ને ઘોડી ઉપર
સવાર થઈને ફરીથી ચાલતા થયાં.
:) :)
ReplyDelete